‘આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ' યાને A.I. બાબતે તજજ્ઞો માને છે કે એ બહુ ઝડપથી આપણા જીવનનો અભિન્ન હિસ્સો બની જશે. એની હાજરીની ખાસ નવીનતા નહીં લાગે. A.I. વિશે જાતભાતની દુવિધાઓ દાયકાઓથી ઉકેલાયા વગરની પડી છે. બુદ્ધિક્ષમતાની એક હદ વટાવી ગયા પછી શું A.I. મનુષ્ય જેવી ‘સેન્ટિયન્ટ’ અર્થાત્ સંવેદનશીલ કે ચેતનાવાન બની જશે? A.I. એ સ્તરે પહોંચે ત્યારે જોઈશું. હાલ વ્યાવહારિક કે વાસ્તવિક જીવન સાથે સંકળાઈને A.I. શું કમાલ કે ધમાલ કરી શકે એ કથાઓના સહારે જાણવું રસપ્રદ બની રહેશે. કેટલીયે વિજ્ઞાનકથાઓ, ફિલ્મો, ટીવી-વેબ સિરીઝમાં A.I. વિષયવસ્તુ બનેલ છે, જેમાં નોંધપાત્ર છે, ‘પર્સન ઑફ ઇન્ટરેસ્ટ’. ૨૦૧૧-૧૬ દરમિયાન પ્રસારિત થયેલ આ અંગ્રેજી ટીવી સિરીઝમાં વાત છે, ‘ધ મશીન’ નામક કાલ્પનિક A.I.ની, જેને ૯/૧૧ના આતંકવાદી હુમલા પશ્ચાત અમેરિકાએ સુરક્ષા મજબૂત કરવા ડેવલપ કરેલી. સાંપ્રત સિનેમા જગતના બ્રિલિયન્ટ ડિરેક્ટર ક્રિસ્ટોફર નોલનના બ્રધર, જોનાથન નોલન આ સિરીઝના સર્જક છે. અત્યંત બુદ્ધિશાળી લેખક જોનાથને સિરીઝમાં નજીકના જ ભવિષ્યની દુનિયાની જરાક ઝાંખી કરાવી સંભવિત ભયસ્થાનો તરફ આંગળી ચીંધી છે.
કથા આરંભે છે ન્યૂ યૉર્કમાં. બેઘર જેવા લઘરવઘર જોન રીસની મારામારીના કેસમાં પોલીસે ધરપકડ કરી છે. રેકોર્ડમાં ફિંગરપ્રિન્ટ પરથી એ ચાર દેશોમાં વૉન્ટેડ જણાય છે, પરંતુ પોલીસ કંઈ કરે એ પહેલાં ભેદી ધનાઢ્ય માણસ, હેરોલ્ડ ફિન્ચ એને છોડાવે છે. જોનના ભૂતકાળ અને ધ્યેયવિહીન વર્તમાનથી પરિચિત હેરોલ્ડ કહે છે, ‘માહિતી મારા માટે સમસ્યા નથી. માહિતીનું શું કરવું એ મારી સમસ્યા છે. ત્યાં તારું કામ પડશે. તારે જીવનમાં એક હેતુની જરૂર છે. એંસી લાખ લોકો છે આ શહેરમાં, ભવિષ્યમાં પોતાનું શું થશે એનાથી અજાણ. દર અઢાર કલાકે અહીં એક હત્યા થાય છે. આવેશમાં આવીને થતા અપરાધો સિવાયના, દિવસોના આયોજન, પાક્કી ગણતરી સાથે થતા અપરાધોને જો તું રોકી શકે તો? મારી પાસે એવા લોકોની યાદી છે જે કોઈ રીતે આયોજનપૂર્વકના હિંસક અપરાધોનો ભોગ બનશે.’
هذه القصة مأخوذة من طبعة July 01, 2023 من ABHIYAAN.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة July 01, 2023 من ABHIYAAN.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
પ્રવાસન
ઓરિસ્સાનું કાશ્મીર: દરિંગબાડી
ચર્નિંગ ઘાટ
નવા વર્ષમાં તંદુરસ્ત થવા શું કરશો?
રાજકાજ
ટ્રમ્પનો વિજય: આંતરરાષ્ટ્રીય સમીકરણોમાં કેવી અસર થશે?
ઉત્સવો આપણને કંઈક કહી ગયા...
કળી કળીના રોમ ચમકતા, અજવાળાં કોઈ ઝીલો જી પાન પાનમાં ગાન છલકતાં, અજવાળાં કોઈ ઝીલો જી - લતા હિરાણી
સંપાદકીય
સ્વાગતમ્ અનલ નામ સંવત્સર
પરમ શ્રદ્ધાનું એક સરનામું!
અહીં જે વિશ્વાસની વાત કરી છે તે માનવી જીવનમાં શ્રદ્ધાનો જે એક ગોખલો શોધે છે તેની છે. દરેક માણસને પોતાના જીવનમાં આવું પરમ શ્રદ્ધાનું એક સરનામું જોઈતું હોય છે.
પંચામૃત
કેટલાક શ્રદ્ધા ફેલાવે છે, કેટલાક અશ્રદ્ધા!
મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ
દુનિયાની જુદી-જુદી સભ્યતાઓમાં વ્યક્તિને આવતાં સપનાંને લઈને જુદાં-જુદાં અર્થઘટનો કરનારાં શાસ્ત્રો ઉપલબ્ધ છે.
હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?
કોવિડ મહામારી દરમિયાન લોકોને હેન્ડ સેનિટાઇઝર વિશે ખ્યાલ આવ્યો.
વિઝા વિમર્શ,
ઇમરજન્સી એપોઇન્ટમેન્ટ