ચૂંટણી કોઈ પણ હોય, કયો મુદ્દો ક્યારે મતદારોમાં પ્રસરી જશે અને ચૂંટણી જીતવાના લાભાલાભમાં કોણ સફળ થશે કે કોણ નિષ્ફળ જશે, તેના વિશે ભલભલા રણનીતિકારો દિમાગ લગાવતા રહેતા હોય છે, પરંતુ ચોક્કસ કશું કહી શકતા નથી. આ લખાઈ રહ્યું છે ત્યારે રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણીમાં મતદાન સમાપ્ત થયું છે અને સમગ્ર રાજ્યમાં સરેરાશ ૭૦%થી વધારે મતદાન થયું છે. ઇવીએમ ખોટકાવાની કે નાની-મોટી મારપીટની ઘટનાઓ સિવાય હંમેશના ટ્રેકરેકોર્ડ મુજબ જ શાંતિપૂર્ણ મતદાન થયું છે. પાંચ રાજ્યોની ચૂંટણીમાં કદાચ સૌથી વધુ રસપ્રદ અને સ્પર્ધાત્મક ચૂંટણી જો કોઈ રાજ્યમાં હોય તો તે રાજસ્થાન છે. અહીંયા મુખ્યત્વે કોંગ્રેસ અને ભારતીય જનતા પક્ષ વચ્ચે ટક્કર છે. આ રાજ્યની ચૂંટણીનાં પરિણામોની અસર સમગ્ર દેશની રાજનીતિ પર પડતી હોય છે, એટલે કોઈ પણ પક્ષને અહીંયા જરા પણ કસર છોડવી પોસાય તેમ નથી.
પહેલાં કેટલાક આંકડાઓ પર નજર કરી લઈએ. રાજસ્થાન વિધાનસભા માં ૨૦૦ બેઠકો છે, તેમાંથી ૧૯૯ બેઠકો પર મતદાન યોજાયું છે. કોંગ્રેસ ના એક ઉમેદવારના નિધનને કારણે એક બેઠક પર ચૂંટણી મુલતવી રાખવામાં આવી છે. રાજ્યમાં આ વખતે ચૂંટણીમાં ૧૮૬૨ ઉમેદવારો મેદાનમાં છે. સવા પાંચ કરોડથી વધુ મતદારો આ ઉમેદવારોનું ભવિષ્ય નક્કી કરવાના છે. ૧.૮૦ કરોડ જેટલા મતદારોની સરેરાશ ઉંમર ૧૮ થી ૩૦ વર્ષની છે, જેમાં ૨૦૧૮ની ચૂંટણી પછી આજ સુધીમાં ૨૨ લાખથી વધુ નવા યુવા મતદારો ઉમેરાયા છે. વર્તમાન ચૂંટણીમાં ભાજપે ૫૯ ધારાસભ્યો, લોકસભાના ૬ અને રાજ્યસભાના ૧ સાંસદને મેદાનમાં ઉતાર્યા છે, જ્યારે કોંગ્રેસે ૯૭ ધારાસભ્યોને ફરી ટિકિટ આપીને સ્પષ્ટ બહુમતી મેળવવા માટેનો દાવ ખેલ્યો છે. ભારતીય જનતા પક્ષ તમામ બેઠકો પર એકલા હાથે ચૂંટણી લડી રહ્યો છે, જ્યારે કોંગ્રેસે ભરતપુરની એક બેઠક સાથી પક્ષ રાષ્ટ્રીય લોકદળ માટે ખાલી રાખી છે. આ ઉપરાંત આ ચૂંટણીમાં નાના પક્ષોમાં રાષ્ટ્રીય લોકતાંત્રિક પાર્ટી, સીપીઆઈ-એમ, ભારત આદિવાસી પાર્ટી, ભારતીય ટ્રાઇબલ પાર્ટી, એઆઈએમઆઈએમ જેવા પક્ષો પણ ચૂંટણી લડી રહ્યા છે. કોંગ્રેસ અને ભાજપ બંને પક્ષોના આશરે ૪૦ જેટલા બળવાખોર ધારાસભ્યો પણ પોતાનું નસીબ અજમાવવા કે સામેવાળાને પાડી દેવા માટે ચૂંટણી લડી રહ્યા છે! ચૂંટણી દરમિયાન ગ્રામ્ય વિસ્તારોમાં ૪૧૦૦૦થી વધુ જ્યારે શહેરી વિસ્તારમાં ૧૦૦૦૦થી વધુ મતદાન મથકો તૈયાર કરાયાં હતાં.
هذه القصة مأخوذة من طبعة December 09, 2023 من ABHIYAAN.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة December 09, 2023 من ABHIYAAN.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
આવી છૂટ શા માટે?
અમેરિકાના ડિપાર્ટમૅન્ટ ઑફ સ્ટેટે એમના નવા પ્રેસિડન્ટ એમનું પ્રેસિડન્ટ પદ સંભાળે એના થોડા દિવસો પહેલાં જ આ જે છૂટની જાહેરાત કરી છે એ ખરેખર આશ્ચર્ય પમાડનારી છે
મનોરંજન
અલવિદા, શ્યામ બેનેગલ!
વામા વિશ્વ આરોગ્ય
સૂકામેવાની તાસીર અને તેનો ઉપયોગ
સન્માન
બેગુજરાતી સાહિત્યકારોને રાષ્ટ્રીય પુરસ્કાર
ભીંતચિત્રોમાં રસાયેલી મધુરમ્ કૃષ્ણકથા
ઇતિ અહં સર્વસ્ય પ્રભાવો મૂટઃ પ્રવવંતે મત્વાભજન્તેમબુધાભવ-સમન્વિતા અહમ્ આત્માગુડાકેસા સર્વ-ભૂસ્ય-સ્થિતઃ અહમ્ આદિશ્ચ ચ મધ્યમ્ ચ ભૂતાનમ્ અન્ત એવ ચ
કચ્છમાં એજ્યુકેશનલ ટૂરિઝમ
કચ્છ જોવા તો ઘણા લોકો આવે છે, પરંતુ તેને સમજવા બહુ ઓછા. શાળામાં જતાં બાળકો કે તરુણોને ભણવામાં કચ્છ અને કચ્છને લગતી બાબતો આવતી હોય છે. સિંધુ સંસ્કૃતિ વિશે તો તેઓ ભણે છે, પરંતુ ખરેખરી સાઇટ ઉપર જઈને તેનો અહેસાસ કેવો હોય છે તે જાણી શકતા નથી. તેઓ ખેતી વિશે ભણે છે, કલા અંગે પણ ભણવામાં આવે છે. કચ્છમાં આવીને આ અને આના જેવી અનેક બાબતો વિશે તેઓ જાણી, માણી અને અનુભવી શકે છે. કચ્છ વિશે કચ્છ બહારના વિદ્યાર્થીઓને આ બાબત સમજાવવાની પહેલ હુન્નરશાળા ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે. નવેમ્બરથી ફેબ્રુઆરી સુધી શાળા અને કૉલેજના વિદ્યાર્થીઓ કચ્છમાં આવીને જે-તે વિષયના નિષ્ણાતો સાથે વિવિધ જાતના અનુભવો મેળવે છે. ૩થી ૧૦-૧૨ દિવસ સુધી વિદ્યાર્થીઓ અહીં રહે છે.
પ્રવાસન
સેન્ટ ફ્રાન્સિસ ચર્ચ, ફોર્ટ કોચી .
સારાન્વેષ
મધર મેરી : પવિત્રતાના પાયા પર...
ચર્નિંગ ઘાટ
ભારતમાં મોગલ કાળમાં પણ ક્રિસમસની ઉજવણી થતી હતી
રાજકાજ
શેખ હસીનાના પ્રત્યાર્પણની ભારતને ફરજ પાડી શકાય ખરી?