આપણા દેશમાં ‘અનામત’ એ એક એવો વિષય છે, જેના પર વર્ષોથી ચર્ચાઓ, ચિંતન, સંવાદો, વિવાદો થતાં રહ્યાં છે અને એ પછી પણ મત-મતાંતરો વધતા જ ગયા છે! એટલું જ નહીં, ‘અનામત આપો' અને ‘અનામત હટાવો' એમ બંને પ્રકારનાં આંદોલનોનો પણ આ દેશ સાક્ષી છે. આ આંદોલનો અહિંસક પણ હતાં અને ક્યારેક હિંસક પણ બન્યાં. મૂળ વાત સદીઓથી ભારતમાં જાતિના આધારે પીડિત, શોષિત, અને વંચિત રહી ગયેલા વર્ગના ઉત્કર્ષનો તેમાં હેતુ હતો અને આજે પણ કાગળ પર તો તે જ હેતુ છે, આમછતાં આઝાદીનાં ૭૫ વર્ષો પછી પણ ૧૦૦% હેતુ સિદ્ધ કરવામાં ભારત પાછળ રહ્યું, તેનું કારણ અનામતના નામે રમાતું રાજકારણ છે.
તાજેતરમાં અનામતની બાબતમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના ક્વોટામાં ક્વોટા મુદ્દે સર્વોચ્ચ અદાલતની સાત ન્યાયાધીશોની ખંડપીઠે ૬:૧ની બહુમતીથી રાજકારણ રમતાં લોકોને ન ગમે તેવો, પરંતુ સાચી જરૂરિયાતવાળા અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના સમુદાયના હિતમાં જે શકવર્તી ચુકાદો સંભળાવ્યો છે, તેનાથી એક નવા પ્રકારનું રાજકારણ ગરમાયું છે અને હજી આગળ જતાં વધારે ગરમાશે એ પણ આપણા દેશના રાજકારણની તાસીર જોતાં કહી શકાય કે નિશ્ચિત છે. આ ચુકાદા મુજબ રાજ્યોને હવે અધિકાર હશે કે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ કૅટેગરીમાં અતિ પછાત રહી ગયેલાની નવી સબ કૅટેગરી બનાવી તેઓને અલાયદો ક્વોટા આપી શકે છે. રાજ્યો એસસી અને એસટી વર્ગમાં સમાવિષ્ટ તમામ સમાજ માટે અનામત ક્વોટામાંથી જાતિઓના પછાતપણાના આધારે ક્વોટા નક્કી કરી શકશે. ચુકાદામાં કહેવાયા મુજબ ક્રીમીલેયરની બાબત એસસી અને એસટી વર્ગ પર પણ લાગુ થાય, તેવી બંધારણીય અનિવાર્યતા આવશ્યક છે. ચુકાદાનો સાર એ છે કે બંધારણના મૂળ ઉદ્દેશને અનુરૂપ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિમાં જે જાતિઓ હજી આજે પણ અનામતનો લાભ મેળવી શકી નથી અને વર્ષોથી અનેક પ્રકારની પીડા વેઠી રહી છે, તેને હવે લાભ મળે. આવું જરૂરી એટલા માટે છે કે અનામતનો લાભ તે વર્ગના તમામ સમુદાયો સુધી પહોંચાડી શકાયો નથી. એ કડવી વાસ્તવિકતા છે કે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિઓમાં વર્ષોથી અમુક વર્ગ જ અનામતનો લાભ લેતો રહ્યો છે, જ્યારે ઘણો મોટો વર્ગ જાતિના આધારે હજુ પણ અનામતના લાભોથી વંચિત જ રહ્યો છે.
هذه القصة مأخوذة من طبعة Abhiyaan Magazine 17/08/2024 من ABHIYAAN.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة Abhiyaan Magazine 17/08/2024 من ABHIYAAN.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
ફેમિલી ઝોન બ્યુટી
આંખોની સુંદરતા વધારતી પાંપણોનું ધ્યાન કેવી રીતે રાખવું?
કુંભ પર્વ જ્યોતિષશાસ્ત્ર આધારિત છે
કુંભ પર્વનું આયોજન ગ્રહ યોગ પર આધારિત છે.ગુરુને આકાશનું (એટલે કે સૂર્યનો) એક ચક્કર લગાવતાં ૧૧ વર્ષ ૮૬ દિવસ લાગે છે. તેથી કુંભ પર્વ દર ૧૧ વર્ષ અને ૮૬ દિવસના અંતરાલે યોજાય છે
નાક અને શરદી - મેઇડ ફોર ઇચ અધર!
નજર સામે જ પ્રવાહીનું પતન જોયું નથી જાતું!
કવર સ્ટોરી
સ્ટારલિન્કની હરીફ કંપનીઓ કઈ છે?
વાયરલ પેજ
કહેતાં હૈ જોકર, સારા જમાનાઃ વાત એક જીવલેણ જોકની
ચર્નિંગ ઘાટ
શરત વિનાનો પ્રેમ યોગ્ય છે?
રાજકાજ
મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસનનો વિકલ્પ શા માટે વિચારાતો નથી?
રાજકાજ
કૈલાશ ગહેલોતના આપમાંથી રાજીનામાનું અસલી કારણ શું છે?
મનપાંચમના મેળામાં મળેલા જીવ, આપણા જીવનની સાચી મૂડી કઈ?
આ મનપાંચમના મેળામાં સૌ જાત લઈને આવ્યા છે, કોઈ આવ્યા છે સપનું લઈને, કોઈ રાત લઈને આવ્યા છે.
જગતની ગત ન્યારી
પિરામિડના અડીખમ ઊભા રહેવા પાછળનું કારણ શું છે?