દરિયો અને રણની અજબ તાસીર સંઘરીને બેઠેલી કચ્છની ધરતીના ખોળે અનુપમ રત્નોએ જન્મ લીધો છે. બિનપિયત અનાજ જેમ વધારે સત્ત્વશીલ હોય છે, તે જ રીતે અનેક અગવડો અને અભાવો વચ્ચે તપેલી આ પ્રજા કંચન સમી બની છે. કુદરતે જેને અફાટ ખારું રણ આપ્યું એ પ્રજા પોતાનો પ્રદેશ છોડીને ક્યાંય ગઈ નથી. પોતાની સંકલ્પશક્તિથી એ ત્યાં ટકી રહી છે અને વિકસતી રહી છે. એટલું જ નહીં, પોતાની કલાકીય આંતરસૂઝથી તેને વધુ ને વધુ સુંદર બનાવતી રહી છે. અનેક ભૌગોલિક વૈવિધ્ય ધરાવતાં આપણા ગુજરાતમાં સૌથી આકરા ગણાતા આ પ્રદેશમાં લોકસંસ્કૃતિ અનેક રૂપે ખીલી છે. મજાની વાત એ છે કે આ સંસ્કૃતિ આજે પણ કચ્છના જનજીવનનો ભાગ બની રહી છે, કારણ કે અહીં રહેતા લોકોને પોતાની રીતરસમો અને લોકકલા પર ગર્વ છે. તેથી પેઢી દર પેઢી તેનું યોગ્ય સંવહન થયું છે. શ્રેષ્ઠીઓ દ્વારા તેમનું યોગ્ય સંવર્ધન થયું છે. સહુ કોઈ અહીંની લોકસંસ્કૃતિનું દર્શન કરી શકે તે માટે ઘણી સંસ્થાઓ, સરકાર અને રાજ પરિવાર દ્વારા ખાનગી મિલકતો અને સંગ્રહાલયો ખુલ્લાં મૂકવામાં આવ્યાં છે, પરંતુ અહીં એક એવું મ્યુઝિયમ પણ છે જેની સ્થાપના માત્ર એક વ્યક્તિના સંકલ્પના પાયા પર થઈછે. કોઈ રાજ-રજવાડાં કે વારસાગત મિલકતના જોરે નહીં, પરંતુ પોતાની અથાગ ઇચ્છાશક્તિનું આરોપણ કરીને સ્વ. રામસિંહજી રાઠોડે એકલપંડે ‘ભારતીય સંસ્કૃતિ દર્શન મ્યુઝિયમ'ની સ્થાપના કરી. તેને ખરેખર જ વિરલ ઘટના લેખી શકાય.
વર્ષ ૧૯૧૭માં કચ્છના ભુવડ ગામમાં જન્મેલા રામસિંહજી બાળપણથી જ અભ્યાસમાં તેજસ્વી હતા. તેમણે બનારસ હિન્દુ યુનિવર્સિટી અને દહેરાદૂન ઇમ્પિરિયલ ફોરેસ્ટ કૉલેજમાંથી અનુક્રમે Geology અને Forestryનો અભ્યાસ કરેલો. ત્યાર બાદ ૧૯૪૦માં કચ્છ ખાતે ફૉરેસ્ટ સુપરિન્ટેન્ડેન્ટ તરીકે તેમની નિમણૂક થઈ. નોકરી મળ્યા બાદ પણ તેમની અભ્યાસ પ્રવૃત્તિ અટકી નહીં. મનગમતું કાર્યક્ષેત્ર મળતાં તેમની સંશોધનવૃત્તિને વેગ મળ્યો. આ દરમિયાન કુમાર સામયિકમાં ‘કચ્છનું રણ' અને અમદાવાદ ખાતે થયેલા ઇતિહાસ સંમેલનમાં ‘કચ્છનો ઇતિહાસ' સંશોધન પત્ર રજૂ કર્યું. તેમને બનારસ હિન્દુ યુનિવર્સિટીના જીઓલૉજિકલ ડિપાર્ટમેન્ટમાં તેઓને ‘કચ્છ રાજ્યના રિસર્ચ સ્કૉલર’ નીમવામાં આવ્યા હતા.
هذه القصة مأخوذة من طبعة Abhiyaan Magazine 17/08/2024 من ABHIYAAN.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة Abhiyaan Magazine 17/08/2024 من ABHIYAAN.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
આવી છૂટ શા માટે?
અમેરિકાના ડિપાર્ટમૅન્ટ ઑફ સ્ટેટે એમના નવા પ્રેસિડન્ટ એમનું પ્રેસિડન્ટ પદ સંભાળે એના થોડા દિવસો પહેલાં જ આ જે છૂટની જાહેરાત કરી છે એ ખરેખર આશ્ચર્ય પમાડનારી છે
મનોરંજન
અલવિદા, શ્યામ બેનેગલ!
વામા વિશ્વ આરોગ્ય
સૂકામેવાની તાસીર અને તેનો ઉપયોગ
સન્માન
બેગુજરાતી સાહિત્યકારોને રાષ્ટ્રીય પુરસ્કાર
ભીંતચિત્રોમાં રસાયેલી મધુરમ્ કૃષ્ણકથા
ઇતિ અહં સર્વસ્ય પ્રભાવો મૂટઃ પ્રવવંતે મત્વાભજન્તેમબુધાભવ-સમન્વિતા અહમ્ આત્માગુડાકેસા સર્વ-ભૂસ્ય-સ્થિતઃ અહમ્ આદિશ્ચ ચ મધ્યમ્ ચ ભૂતાનમ્ અન્ત એવ ચ
કચ્છમાં એજ્યુકેશનલ ટૂરિઝમ
કચ્છ જોવા તો ઘણા લોકો આવે છે, પરંતુ તેને સમજવા બહુ ઓછા. શાળામાં જતાં બાળકો કે તરુણોને ભણવામાં કચ્છ અને કચ્છને લગતી બાબતો આવતી હોય છે. સિંધુ સંસ્કૃતિ વિશે તો તેઓ ભણે છે, પરંતુ ખરેખરી સાઇટ ઉપર જઈને તેનો અહેસાસ કેવો હોય છે તે જાણી શકતા નથી. તેઓ ખેતી વિશે ભણે છે, કલા અંગે પણ ભણવામાં આવે છે. કચ્છમાં આવીને આ અને આના જેવી અનેક બાબતો વિશે તેઓ જાણી, માણી અને અનુભવી શકે છે. કચ્છ વિશે કચ્છ બહારના વિદ્યાર્થીઓને આ બાબત સમજાવવાની પહેલ હુન્નરશાળા ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે. નવેમ્બરથી ફેબ્રુઆરી સુધી શાળા અને કૉલેજના વિદ્યાર્થીઓ કચ્છમાં આવીને જે-તે વિષયના નિષ્ણાતો સાથે વિવિધ જાતના અનુભવો મેળવે છે. ૩થી ૧૦-૧૨ દિવસ સુધી વિદ્યાર્થીઓ અહીં રહે છે.
પ્રવાસન
સેન્ટ ફ્રાન્સિસ ચર્ચ, ફોર્ટ કોચી .
સારાન્વેષ
મધર મેરી : પવિત્રતાના પાયા પર...
ચર્નિંગ ઘાટ
ભારતમાં મોગલ કાળમાં પણ ક્રિસમસની ઉજવણી થતી હતી
રાજકાજ
શેખ હસીનાના પ્રત્યાર્પણની ભારતને ફરજ પાડી શકાય ખરી?