અમેરિકાના પ્રમુખ તરીકે રિપબ્લિકન ડોનાલ્ડ ટ્રમ્પ ચૂંટાઈ આવે કે પછી ડોમોક્રેટ કમલા હેરિસ ચૂંટાઈ આવે, કોઈ પણ પરિણામમાં ભારતને જરૂર યાદ કરવામાં આવશે. કમલા હેરિસનું આખું નામ કમલાદેવી હેરિસ છે અને એમનાં માતા શ્યામલા ગોપાલન મૂળ તામિલનાડુનાં છે, જે ૧૯૫૮માં વધુ અભ્યાસ માટે અમેરિકા જતાં રહ્યાં હતાં. એ કેલિફોર્નિયા યુનિવર્સિટીમાં સ્તન કૅન્સર વિષે વધુ સંશોધનો માટેનો અભ્યાસ કરી રહ્યાં હતાં. એ દિવસોમાં ૧૯૬૧થી જમૈકાનો ડોનાલ્ડ જે. હેરિસ નામનો તેજસ્વી વિદ્યાર્થી સેનફોર્ડ યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્રના વધુ અભ્યાસ માટે આવ્યો હતો. સ્ટેનફોર્ડમાં પ્રવેશ મેળવનાર એ પ્રથમ અશ્વેત યુવાન હતો. શ્યામલા ગોપાલન અને ડોનાલ્ડ હેરિસ પરિચયમાં આવ્યાં અને પરણી ગયાં. કમલા નાની હતી ત્યારે તેઓ બર્કલે, કેલિફોર્નિયાના એક નાનકડા મકાનમાં રહેતાં હતાં. ૧૯૭૦માં ડોનાલ્ડ હેરિસ સાથે છૂટાછેડા લીધા અને ત્યાર બાદ શ્યામલાએ જ કમલા અને એની નાની બહેન માયાદેવીનો ઉછેર કર્યો હતો. કમલા અને માયા ચેન્નાઈમાં એમના નાના અને મામાના ઘરે વૅકેશનમાં અવારનવાર આવતી હતી. કમલા હેરિસ તો અમેરિકાનાં ઉપપ્રમુખ છે. પ્રથમ અશ્વેત અને અમેરિકામાં પ્રથમ મહિલા ઉપપ્રમુખ બન્યાં, ત્યાર બાદ એમના વિશે અવારનવાર લખાતું રહે છે.
કમલા હેરિસ જીતે તેવી શક્યતા વધુ છે, પણ ધારો કે ટ્રમ્પ ચૂંટણી જીતી જાય તો પણ ભારતનું નામ લેવાશે. ડોનાલ્ડ ટ્રમ્પે ઉપરાષ્ટ્રપતિ પદ માટે એમના રનિંગ મેટ તરીકે જે.ડી. વાન્સ નામના એમના એક સાથીદારની પસંદગી કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પ ચૂંટાઈ આવે તો જે.ડી. વાન્સ આપોઆપ ઉપરાષ્ટ્રપતિ બને. આ વાન્સનાં પત્ની મૂળ આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમની બ્રાહ્મણ કુટુંબની ઉષા ચિલુકુરી વાન્સ છે. ઉષા અને કમલા બંનેનો જન્મ અમેરિકામાં થયો છે, પણ ઉષા પોતાને ભારતીય હિન્દુ તરીકે ઓળખાવે છે અને હિન્દુ હોવાનો એમને ગર્વ છે. જે.ડી. વાન્સ સાથે એમણે લગ્ન કર્યાં ત્યારે એમણે ભારતીય ઢબે વસ્ત્રો અને શણગાર સજ્યાં હતાં.
هذه القصة مأخوذة من طبعة Sambhaav METRO 19-10-2024 من ABHIYAAN.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة Sambhaav METRO 19-10-2024 من ABHIYAAN.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
આવી છૂટ શા માટે?
અમેરિકાના ડિપાર્ટમૅન્ટ ઑફ સ્ટેટે એમના નવા પ્રેસિડન્ટ એમનું પ્રેસિડન્ટ પદ સંભાળે એના થોડા દિવસો પહેલાં જ આ જે છૂટની જાહેરાત કરી છે એ ખરેખર આશ્ચર્ય પમાડનારી છે
મનોરંજન
અલવિદા, શ્યામ બેનેગલ!
વામા વિશ્વ આરોગ્ય
સૂકામેવાની તાસીર અને તેનો ઉપયોગ
સન્માન
બેગુજરાતી સાહિત્યકારોને રાષ્ટ્રીય પુરસ્કાર
ભીંતચિત્રોમાં રસાયેલી મધુરમ્ કૃષ્ણકથા
ઇતિ અહં સર્વસ્ય પ્રભાવો મૂટઃ પ્રવવંતે મત્વાભજન્તેમબુધાભવ-સમન્વિતા અહમ્ આત્માગુડાકેસા સર્વ-ભૂસ્ય-સ્થિતઃ અહમ્ આદિશ્ચ ચ મધ્યમ્ ચ ભૂતાનમ્ અન્ત એવ ચ
કચ્છમાં એજ્યુકેશનલ ટૂરિઝમ
કચ્છ જોવા તો ઘણા લોકો આવે છે, પરંતુ તેને સમજવા બહુ ઓછા. શાળામાં જતાં બાળકો કે તરુણોને ભણવામાં કચ્છ અને કચ્છને લગતી બાબતો આવતી હોય છે. સિંધુ સંસ્કૃતિ વિશે તો તેઓ ભણે છે, પરંતુ ખરેખરી સાઇટ ઉપર જઈને તેનો અહેસાસ કેવો હોય છે તે જાણી શકતા નથી. તેઓ ખેતી વિશે ભણે છે, કલા અંગે પણ ભણવામાં આવે છે. કચ્છમાં આવીને આ અને આના જેવી અનેક બાબતો વિશે તેઓ જાણી, માણી અને અનુભવી શકે છે. કચ્છ વિશે કચ્છ બહારના વિદ્યાર્થીઓને આ બાબત સમજાવવાની પહેલ હુન્નરશાળા ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે. નવેમ્બરથી ફેબ્રુઆરી સુધી શાળા અને કૉલેજના વિદ્યાર્થીઓ કચ્છમાં આવીને જે-તે વિષયના નિષ્ણાતો સાથે વિવિધ જાતના અનુભવો મેળવે છે. ૩થી ૧૦-૧૨ દિવસ સુધી વિદ્યાર્થીઓ અહીં રહે છે.
પ્રવાસન
સેન્ટ ફ્રાન્સિસ ચર્ચ, ફોર્ટ કોચી .
સારાન્વેષ
મધર મેરી : પવિત્રતાના પાયા પર...
ચર્નિંગ ઘાટ
ભારતમાં મોગલ કાળમાં પણ ક્રિસમસની ઉજવણી થતી હતી
રાજકાજ
શેખ હસીનાના પ્રત્યાર્પણની ભારતને ફરજ પાડી શકાય ખરી?