ચાર્લી ચેપ્લિનથી પ્રભાવિત શૉમેન રાજ કપૂરને અલ્પ અવધિ માટે આર્થિક સંકડામણમાં ધકેલનારું ચલચિત્ર એટલે ‘મેરા નામ જોકર’. જિંદગીમાં તબક્કાવાર એકલવાયા પડી જતા, પીડા પર સ્મિતનું મહોરું પહેરીને આગળ વધી જતા જોકર રાજુની કહાની શરૂઆતમાં દર્શકોને જચી નહીં, પણ પછીથી ફિલ્મનો ચાહકવર્ગ વિસ્તર્યો. રાજુની વીતકવાર્તાએ સમજાવ્યું કે સદાય હસતાં-હસાવતાં પાત્રો કે ખરેખરા લોકોની બૅકસ્ટોરી હંમેશાં ઊઘડતી સવાર જેવી સુંદર ના હોય, એમની અંગત જિંદગાનીનાં પન્નાંઓ અત્તરથી મઘમઘતાં ન હોય. એક ઘણું ફૅમસ મીમ-વાક્ય છે કે હસતા ચહેરાનો મતલબ એવો નથી કે એમને કોઈ તકલીફ નથી પડતી, એનો મતલબ એમ કે એમને તકલીફો સામે ઝઝૂમતા આવડે છે.
મશ્કરા કે વિદૂષકનાં ટિપિકલ પાત્રો સ્ટોરીમાં કૉમિક રિલીફ માટે જ બહુધા વપરાતાં. વિલન લોગનો ક્વોટા પણ અલગ રહેતો. કિન્તુ મૉડર્ન સ્ટોરી-ટેલિંગમાં એવી કૅટેગરીઓ ભૂંસાવા લાગી. શુદ્ધ ચરિત્રના નાયક પરã શૅડ ચડાવીને વાર્તાઓમાં એને ઍન્ટિહીરો તરીકે પેશ કરવામાં આવ્યો. અમિતાભને મળેલી એન્ગ્રી યંગમેન તરીકેની ઓળખ પણ આ જ પ્રક્રિયાની નિષ્પત્તિ ગણી શકાય. સામા પક્ષે અણિશુદ્ધ ખરાબ એવા વિલનના પણ માનવીય પાસાંઓને વધુ હાઇલાઇટ કરી એ શા માટે અપરાધ કે અનીતિના કાદવમાં કૂદ્યો એ સમજાવવાનો ઉદ્યમ ચાલ્યો. આ માર્ગે ચાલતી થયેલી વાર્તાઓના વિશાળ ફલકમાં પ્રચંડ લોકચાહના ધરાવતું એક પાત્ર એટલે ડીસી કૉમિક્સનો જોકર. ૧૯૪૦માં જન્મેલું આ પાત્ર નાના-મોટા ફેરફારો સાથે ક્રાઇમ સામે લડતા બૅટમેનની કૉમિક્સ-કથાઓમાં દેખા દેતું રહ્યું, પરંતુ વિલક્ષણ બ્રિટિશ લેખક એલન મૉર દ્વારા એને નવો અવતાર મળ્યો ૧૯૮૮માં. તેણે ‘બૅટમેનઃ ધી કિલિંગ જોક’ ગ્રાફિક નૉવેલમાં એક મશ્કરાનું પાત્ર કેવી રીતે જીવનના ફક્ત એક કઠિન દિવસને કારણે ખલનાયક બની જાય છે એ દર્શાવેલું.
هذه القصة مأخوذة من طبعة Abhiyaan Magazine 30/11/2024 من ABHIYAAN.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة Abhiyaan Magazine 30/11/2024 من ABHIYAAN.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
આવી છૂટ શા માટે?
અમેરિકાના ડિપાર્ટમૅન્ટ ઑફ સ્ટેટે એમના નવા પ્રેસિડન્ટ એમનું પ્રેસિડન્ટ પદ સંભાળે એના થોડા દિવસો પહેલાં જ આ જે છૂટની જાહેરાત કરી છે એ ખરેખર આશ્ચર્ય પમાડનારી છે
મનોરંજન
અલવિદા, શ્યામ બેનેગલ!
વામા વિશ્વ આરોગ્ય
સૂકામેવાની તાસીર અને તેનો ઉપયોગ
સન્માન
બેગુજરાતી સાહિત્યકારોને રાષ્ટ્રીય પુરસ્કાર
ભીંતચિત્રોમાં રસાયેલી મધુરમ્ કૃષ્ણકથા
ઇતિ અહં સર્વસ્ય પ્રભાવો મૂટઃ પ્રવવંતે મત્વાભજન્તેમબુધાભવ-સમન્વિતા અહમ્ આત્માગુડાકેસા સર્વ-ભૂસ્ય-સ્થિતઃ અહમ્ આદિશ્ચ ચ મધ્યમ્ ચ ભૂતાનમ્ અન્ત એવ ચ
કચ્છમાં એજ્યુકેશનલ ટૂરિઝમ
કચ્છ જોવા તો ઘણા લોકો આવે છે, પરંતુ તેને સમજવા બહુ ઓછા. શાળામાં જતાં બાળકો કે તરુણોને ભણવામાં કચ્છ અને કચ્છને લગતી બાબતો આવતી હોય છે. સિંધુ સંસ્કૃતિ વિશે તો તેઓ ભણે છે, પરંતુ ખરેખરી સાઇટ ઉપર જઈને તેનો અહેસાસ કેવો હોય છે તે જાણી શકતા નથી. તેઓ ખેતી વિશે ભણે છે, કલા અંગે પણ ભણવામાં આવે છે. કચ્છમાં આવીને આ અને આના જેવી અનેક બાબતો વિશે તેઓ જાણી, માણી અને અનુભવી શકે છે. કચ્છ વિશે કચ્છ બહારના વિદ્યાર્થીઓને આ બાબત સમજાવવાની પહેલ હુન્નરશાળા ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે. નવેમ્બરથી ફેબ્રુઆરી સુધી શાળા અને કૉલેજના વિદ્યાર્થીઓ કચ્છમાં આવીને જે-તે વિષયના નિષ્ણાતો સાથે વિવિધ જાતના અનુભવો મેળવે છે. ૩થી ૧૦-૧૨ દિવસ સુધી વિદ્યાર્થીઓ અહીં રહે છે.
પ્રવાસન
સેન્ટ ફ્રાન્સિસ ચર્ચ, ફોર્ટ કોચી .
સારાન્વેષ
મધર મેરી : પવિત્રતાના પાયા પર...
ચર્નિંગ ઘાટ
ભારતમાં મોગલ કાળમાં પણ ક્રિસમસની ઉજવણી થતી હતી
રાજકાજ
શેખ હસીનાના પ્રત્યાર્પણની ભારતને ફરજ પાડી શકાય ખરી?