CATEGORIES
Kategorien
કૉલેજના પ્રોજેક્ટથી મળી કારકિર્દીની દિશા
લગ્નપ્રસંગની આમંત્રણપત્રિકા હવે મોટે ભાગે વ્હૉટ્સઍપ મેસેજના રૂપમાં જ મળતી હોય એવા દિવસોમાં પણ મર્યાદિત સંખ્યામાં કંકોતરી છપાવવાનું ચલણ જળવાઈ રહ્યું છે. આવી કુમકુમ પત્રિકામાં લાગણીની મીઠાશ ઉમેરવાનું કામ પણ હજી થઈ રહ્યું છે.
ખેલો, ખિલાઓ ઔર મોજ કરો...,
બુદ્ધિને પડકાર, મનને ઉત્તેજના તથા હૃદયને આનંદ આપતી નોખી-અનોખી પઝલ્સ નાનપણમાં બધા રમ્યા હશે. આજના ગેજેટ યુગમાં આવી પઝલ્સનું ચલણ ઓછું થઈ રહ્યું છે ત્યારે મળીએ એવા મનુષ્યને જેમણે દુનિયાભરની અલભ્ય પઝલ્સ એકઠી કરવામાં ચાર દાયકા ગાળ્યા છે.
શેરીમાં પિયરિયું ને શેરીમાં જ સાસરિયું
મોજીલા-ગમતીલા મહાનગર સુરતમાં એક એવો વિસ્તાર છે જ્યાં એક જ શેરીમાં સામસામે કે આજુબાજુ રહેતાં પચાસથી વધુ યુવાન-યુવતીનાં લગ્ન થયાં છે. છેલ્લી પાંચ પેઢીથી શેરીમાં જ લગ્ન કરવાની જાણે ઊભી થઈ છે. વૅલેન્ટાઈન્સ ડે નિમિત્તે એ પ્રેમગલીમાં એક લટાર મારીએ.
પ્રેમની પરિભાષા સમજાવે છે આ પ્રેમીપરિવાર
બે તદ્દન અલગ વ્યક્તિની ભિન્ન પ્રકૃતિનો સ્વીકાર, એનો આદર, એકબીજા પ્રત્યે સમજણ અને લાગણી... આ જ તો છે પ્રેમ. જીવન સાથે જીવવા માટે પ્રેમની આટલી વ્યાખ્યા જ પૂર્ણ છે. પ્રેમની આ થિયરી સાથે જ અગ્રવાલપરિવાર રહે છે. નવાઈની વાત તો એ છે કે આ પરિવારમાં દરેક યુગલનાં પ્રેમલગ્ન છે. જ્ઞાતિ-રિવાજોથી ઉપર ઊઠીને સંબંધમાં બંધાનારા આ કુટુંબ માટે પ્રેમ અઢી અક્ષરના શબ્દથી કંઈક વિશેષ છે.
અફલાતૂન જળસંપત્તિ ધરાવતો આ દરિયો કેમ બન્યો છે યુદ્ધ અને ચાંચિયાગીરીનું કેન્દ્ર?
અતિશય માત્રામાં સોડિયમ અને અમુક પ્રકારના બૅક્ટેરિયા ધરાવતું આ દરિયાઈ પાણી ક્યારેક લાલ રંગ ધારણ કરી લે છે. સુએઝ કૅનાલ બની ત્યારથી રાતો સમુદ્ર વૈશ્વિક વ્યાપારનો મહત્ત્વનો રૂટ છે. જો કે અત્યારે ઈઝરાયલ-હમસ યુદ્ધને કારણે આ દરિયામાંથી પસાર થતાં અનેક જહાજ લૂંટફાટ અને પેલેસ્ટિન સમર્થક આતંકીઓના ડ્રોન હુમલાનો શિકાર બની રહ્યાં છે.
બૅન્ક એકાઉન્ટ ફ્રીઝ કરાવો... ફરી ચાલુ કરાવવા તગડા પૈસા પડાવો...
કોઈ વેપારી-ઉદ્યોગપતિ પર ખોટા આરોપ મૂકી એમનાં બૅન્કનાં ખાતાં બંધ કરાવી દેવાનાં (એવી સત્તા ન હોવા છતાં!) અને પછી બીજા સરકારી વિભાગ પાસે તપાસ કરાવવાની ધમકી આપી તોડબાજી કરવાની. ગુજરાતના અમુક પોલીસ અધિકારીઓએ પોતાનાં ગજવાં ભરવા હમણાં આ રસ્તો અપનાવ્યો છે. ગુજરાત પોલીસના તોડકાંડનો પર્દાફાશ
સમાજ સુધારણાના વિચાર સાથે સંસ્કૃતિના રખોપાનો જ્યાં થયો જન્મ
માત્ર પંદર હજારની વસતિ ધરાવતું ટંકારા સહકારી ક્ષેત્ર અને ઔદ્યોગિક વિસ્તાર માટે તો જાણીતું છે જ, આ નગર વિશ્વભરમાં વધુ તો ઓળખાય છે મહર્ષિ દયાનંદની જન્મભૂમિ તરીકે. આર્ય સમાજની સ્થાપના થકી વૈદિક સંસ્કૃતિના પ્રચારનું અને સામાજિક સુધારણાનું માતબર કાર્ય કરનારા મહર્ષિ દયાનંદ સરસ્વતીના જન્મનો દ્વિશતાબ્દી મહોત્સવ આ સપ્તાહે ઊજવાઈ રહ્યો છે ત્યારે જાણીએ ટંકારામાં કેવો છે માહોલ.
આપણે આ વિખવાદ ભૂલવા તૈયાર છીએ?
ભારતીય સમાજના તમામ વર્ગે વિકાસની દોડમાં સહભાગી થવું હોય અને એનાં સારાં પરિણામ મેળવવાં હોય તો મંદિર-મસ્જિદના વિવાદને તિલાંજલિ આપવાની જરૂર છે. સવાલ છે સમાધાન માટે આપણી સ્વીકૃતિનો.
રણમાં ખીલ્યું કમળ
અયોધ્યા પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ બાદ ૧૪ ફેબ્રુઆરી ને વસંત પંચમીના શુભ દિવસે નરેન્દ્ર મોદી અબુ ધાબીમાં બીએપીએસ હિંદુ મંદિરનું ઉદ્ઘાટન કરશે. અનેક દૃષ્ટિએ ઐતિહાસિક એવા આ મંદિરસર્જનની વણકથી વાતો.
ફોનમાં ઘૂસી જતા જતા જાસૂસને સમયસર ઓળખી લેજો...
તમારી પર કોઈ નજર રાખી રહ્યું છે એ કઈ રીતે જાણશો? શું છે એનાથી બચવાના ઉપાય?
માત્ર સંપત્તિ નહીં, વારસામાં સંસ્કાર પણ આપી જવા જોઈએ...
જાતમહેનતે એટલે કે આપબળે મોટું વેપાર-ઉદ્યોગ સામ્રાજ્ય ઊભું કરનારા સાહસિકો તથા પિતા કે દાદાના વારસદાર તરીકે અબજોનો કારોબાર મેળવનારા લોકો વચ્ચે શું ફરક હોય?
બેસો નિરાંતે બે ઘડી
ખૂબ વાતો કરીએ પણ પહેલાં કહે આટલામાં ચાની લારી ક્યાં છે, દોસ્ત?
જસ્ટ, એક મિનિટ.
આપણે જાણીએ છીએ એ મુજબ પાસાની રમતમાં પાંડવોનો પરાજય થયો હતો.
તમે કપડાં ધુઓ છો કે મશીન?
ધોકા મારી મારીને કપડાં ધોવાની મહેનતમાંથી બચાવતા વૉશિંગ મશીનની આ રીતે લેવી કાળજી
સર્વાઈલ કેન્સરઃ ઝડપી નિદાન છે અક્સીર ઈલાજ નો માર્ગ
ગર્ભાશયના મુખમાંથી કર્ક રોગના કોષ પકડવાનું કામ કરતી પેપ સ્મિયર ટેસ્ટ વિશે આ જાણી લો...
આવી અંધશ્રદ્ધાનો ઈલાજ ક્યાં શોધવો?
બાળકોનું ભલું કરવું હોય તો એમનાં માતા-પિતાને કેટલીક પ્રથા અને ગેરમાન્યતા સામે જાગ્રત કરવાં પડશે.
રામનવમીએ રામના લલાટે સૂર્યતિલક નો અવસર
અયોધ્યાના મંદિરની છત પર લાગશે ઑપ્ટિકલ લેન્સ અને રિફ્લેક્ટર સહિતની સામગ્રી.
હવે કન્ટેનર કરશે ભાવનગરને માલામાલ
કોરોના વાઈરસે લાખો માનવો માર્યા ને કરોડોને માંદા કર્યા, એ જ રીતે હજારો નાના ઉદ્યોજકોને પણ ખોખલા કરી નાખ્યા. સામા પક્ષે આ સમયગાળા દરમિયાન અનેક નવી ક્ષિતિજો ખૂલી, નવી દિશા મળી અને નવા ઉદ્યોગ પણ શરૂ થયા. આવું જ કંઈક ભાવનગરમાં થયું. કોરોનાને કારણે ભાવનગરમાં આંતરરાષ્ટ્રીય માપદંડ પ્રમાણેનાં કન્ટેનર બનાવવાનો ઉદ્યોગ શરૂ થયો. માત્ર શરૂ થયો એટલું જ નહીં, પરંતુ દેશનો એ ક્ષેત્રનો સૌથી મોટો ઑર્ડર મેળવી એને પૂરો કરવાની હામ આ ઉદ્યોગે ભીડી છે.
કશ્મીરમાં આ વર્ષે બરફની અછત કેમ?
હિમાલયના ઘણાખરા વિસ્તારોમાં હિમવર્ષા એના સમયપત્રકથી બે મહિના મોડી થઈ અને પરિણામે શમ્મી કપૂરની જેમ ‘યા હૂં...’ના રાગડા તાણીને બરફમાં નાચવાની હજારો સહેલાણીઓની મુરાદ આ વર્ષે પૂરી ન થઈ. એને લીધે પર્યટકોએ આનંદ અને સ્થાનિકોએ રોજગાર તો ગુમાવ્યો, પણ વિજ્ઞાનીઓ ચિંતામાં પડી ગયા, કારણ કે બરફના દુકાળ પાછળ ક્લાઈમેટ ચેન્જ મોટા કારણ તરીકે ઊપસી આવ્યું છે.
મોતને વહાલું કરવાના પ્રયાસ નિષ્ફળ ગયા હવે એ બીજા લોકોનાં જીવનમાં પ્રાણ પૂરે છે!
એની આંખમાં કંઈક નોખું કરવાનાં સપનાં હતાં. એ શમણાં તૂટતાં જોઈ એણે આપઘાતના પ્રયાસ કર્યા. મરજી વિરુદ્ધનાં બે લગ્નની નિષ્ફળતાએ એને નાસીપાસ કરી નાખી... પણ અચાનક એનામાં ફરી જીવવાની અને બીજાની જિંદગીમાં નવા રંગ ભરવાની તમન્ના જાગી. અત્યારે એ મેન્ચ્યુએશન અવેરનેસનું કામ કરે છે અને એકલા રહેતા વડીલો સાથે લાગણીભીના સંબંધનો સેતુ બાંધે છે.
અમારા સ્વભાવે ઉતાવળ ભરી છે...
એના ભવનમાં ખૂબ ધીરેથી જવાય છે આવ્યો મને એ ખ્યાલ ઉતાવળ થયા પછી
જગતનું પેટ ભરનારો પોતે ભૂખ્યો રહે એ કેવું?
જમીનની ઉત્પાદકતા અને ખેત-ઉત્પન્ન વધારવા રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાનો જે અતિરેક થયો એનું પરિણામ હવે દેખાઈ રહ્યું છે. જમીનમાં હવે રસકસ રહ્યાં નથી અને ઘણા ખેડૂતો માટે ખેતી હવે ખોટનો ધંધો બની રહી છે.
સૌરાષ્ટ્રને પાણીના મુદ્દે આત્મનિર્ભર બનાવવા અનોખું મિશન...
પાણીની કિંમત શું છે એ વાત વારંવાર દુષ્કાળનો ભોગ બનતા સૌરાષ્ટ્રવાસીઓને સમજાવવી પડે એમ નથી. એક સમયે પાણીના એક બેડા માટે મહિલાઓ દૂર દૂર સુધી ભટકતી હતી. એટલું જ નહીં, અમદાવાદથી ટ્રેન દ્વારા સૌરાષ્ટ્રને પીવાનું પાણી પૂરું પાડવામાં આવતું હતું. જો કે હવે સૌરાષ્ટ્ર પાણીની બાબતમાં આત્મનિર્ભર બનવા તરફ કદમ માંડી રહ્યું છે. તૂટેલા ચેકડેમનું રિનોવેશન અને નવાં તળાવ ઊભાં કરવાનું કામ અત્યારે અહીં એક મિશનના રૂપમાં થઈ રહ્યું છે. આવો, જાણીએ જળસંગ્રહની આ ઝુંબેશ વિશે.
જસ્ટ, એક મિનિટ...
‘તરુણાવસ્થામાં મારા પર કોઈ જવાબદારી નહોતી ને કલ્પના કરવા પર લગામ નહોતી.
પારંપરિક સિલ્વર જ્વેલરીનો અનોખો ચળકાટ
પરંપરાગત ચાંદીના દાગીના એક કૌટુંબિક વારસો છે, જે પેઢી-દર પેઢી સંતાનોને આપવામાં આવે છે.પગની પાયલ અને કેડના કંદોરા સુધી સીમિત રૂપેરી ઘરેણાં આજકાલ ટ્રેન્ડિંગ છે. ખાસ તો ડેસ્ટિનેશન વેડિંગ માટે સિલ્વર જ્વેલરી વધુ પસંદ કરવામાં આવે છે.
કોઈ અણવર લજામણો ગાઓને..
સાત ફેરા ફરનારાં વર-વધૂને તો લગ્નપ્રસંગ જિંદગીભર યાદ રહે જ, પણ મહેમાનો સુદ્ધાં લગ્ન સાથે સંકળાયેલી નાની-મોટી સ્મૃતિ વાગોળતા રહે. આવી એક સ્મૃતિ એટલે ગીત-સંગીત અને ફટાણાં. આપણી સંસ્કૃતિમાં તો ગણેશસ્થાપનાથી લઈને પીઠીનાં, સાંજીનાં, માણેકથંભ રોપવા નાં, મોસાળનાં અને જાનપ્રસ્થાનથી કન્યાવિદાય સુધીનાં ગીતો છે.
સદીયોં કી પ્રતીક્ષા કે બાદ, હમારે રામ આ ગયે…
એક-એક શબ્દ છૂટો પાડીને, અત્યંત ગંભીરતાથી ઉદ્ઘોષાયેલું વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું આ કથન સાંભળીને રામમંદિરમાં ઉપસ્થિત ૭૫૦૦થી વધુ મહેમાનોનાં જ નહીં, પણ ભારત1-દુનિયાભરના કરોડો હિંદુઓનાં હૃદય અને ચક્ષુ બન્ને ભીનાં થઈ ગયાં. અભૂતપૂર્વ પ્લાનિંગ અને શ્રેષ્ઠ અમલીકરણ સાથે સંપન્ન થયેલી રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠા બાદ અયોધ્યા નગરી વિશ્વનું ટોચનું ટૂરિસ્ટ ડેસ્ટિનેશન અને ભારતની સર્વોચ્ચ સાંસ્કૃતિક રાજધાની બની જાય એ દિવસ દૂર નથી.
ભારતનું મહાભારત
આવી બેદરકારી હજી કેટલાનો ભોગ લેશે?
આટલો ઉન્માદ... આવી સંગઠનશક્તિ!
વર્ષોથી એક તંબુમાં ઘર બનાવીને રહેતા રાજા રામને કાયમી વસવાટ માટે છેવટે ભવ્ય મંદિર મળ્યું છે.અયોધ્યામાં રામમૂર્તિની પ્રાણપ્રતિષ્ઠાનો મહોત્સવ પાર પડ્યો છે. આ ઘટનાને ઉદાહરણરૂપ ગણી બન્ને-હિંદુ અને મુસ્લિમ સમાજે વધુ વિવાદ ઊભા કર્યા વગર રાષ્ટ્રનિર્માણ માટે આગળ વધવાનું છે.
જસ્ટ, એક મિનિટ..
સરદાર વલ્લભભાઈ પટેલની ખૂબીઓનું મનન