Facebook Pixel એક્સ્ટ્રામાંથી એક્સ્ટ્રા-ઓર્ડિનરી | Chitralekha Gujarati - news - Read this story on Magzter.com
Go Unlimited with Magzter GOLD

Go Unlimited with Magzter GOLD

Get unlimited access to 10,000+ magazines, newspapers and Premium stories for just

$149.99
 
$74.99/Year

Try GOLD - Free

એક્સ્ટ્રામાંથી એક્સ્ટ્રા-ઓર્ડિનરી

Chitralekha Gujarati

|

August 12, 2024

ઍસિડ અટેકનો ભોગ બનેલી યુવતીઓની વેદના જાણીને ચંડીગઢનાં આ વકીલ-અધ્યાપિકાએ પોતાના પીએચ.ડી.ના મહાનિબંધ માટે આવા કિસ્સાનો અભ્યાસ જેવો વિચિત્ર વિષય પસંદ કર્યો અને હવે એના પીડિતોના પુનર્વસન માટે કામ કરે છે.

- મહેશ શાહ

એક્સ્ટ્રામાંથી એક્સ્ટ્રા-ઓર્ડિનરી

સાડા ત્રણેક દાયકા પહેલાંની વાત છે. પંજાબના હોશિયારપુર જિલ્લાનાબોદાલ દસ્બા ગામમાં રૂઢિચુસ્ત પંજાબી દંપતી નરંજન કાર બલદેવ સિંહ રહે. એમને બે દીકરી પછી દીકરો અવતર્યો એટલે પરિવારમાં ભારે ખુશી થઈ. જો કે અમુક વર્ષ બાદ વધુ એક દીકરી નવપ્રીત જન્મી. એ વખતે કેટલાક પરિવારજનોએ ટીકા કરીઃ યે એક્સ્ટ્રા આ ગઈ. મતલબ કે વધારાનું સંતાન!

એ સમયે સિંહપરિવાર અને ગામમાં દીકરી ભારરૂપ ગણાતી, પરંતુ ડિસ્ટ્રિક્ટ પબ્લિક રિલેશન ઑફિસર એવા બલદેવ સિંહે ત્રણ દીકરી અને દીકરાનો સમાન ઉછેર કર્યો. અલબત્ત, કોઈના ને કોઈના મોઢે પોતાના માટે એક્સ્ટ્રાવાલી શબ્દ સાંભળીને નવપ્રીત સમસમી ઊઠતી, છતાંય હકારાત્મક બનીને મનોમન એણે નક્કી કર્યુંઃ મેં એક્સ્ટ્રા સે એક્સ્ટ્રા-ઑર્ડિનરી બનકે દિખાઉંગી...

imageસંકલ્પ લેવો સરળ, પણ સિદ્ધ કરવાનું કાર્ય કઠિન. એ દિવસોમાં પિતાએ એને ઉચ્ચ શિક્ષણ લેવા અમૃતસર મોકલી. નવપ્રીત માટે આપબળે વિકસવાનું એ પ્રથમ ચરણ બની રહ્યું. એણે હૉસ્ટેલમાં રહીને ગુરુ નાનકદેવ યુનિવર્સિટીમાંથી બીએ, એલએલબી કર્યું. પછી એલએલએમ કરતી હતી એ દિવસો (વર્ષ ૨૦૧૨)માં ચંડીગઢવાસી ઍડ્વોકેટ હરીન્દ્ર પ્રતાપ સિંહ સાથે લગ્ન થયાં. એ પછી કાયદાના અનુસ્નાતક (એલએલએમ)નો અભ્યાસ પૂરો કર્યો.

imageપછી તો ચંડીગઢની રિયાત કૉલેજ ઑફ લૉમાં આસિસ્ટન્ટ પ્રોફેસરની નોકરી મળી. એક દિવસ ઍસિડ હુમલાનો ભોગ બનેલી યુવતીના ચોંકાવનારા સમાચાર છાપામાં વાંચ્યા. પછીના દિવસોમાં એવો જ બીજો કિસ્સો વાંચ્યો. એક સ્ત્રી પર કોઈ અચાનક ઍસિડ નાખે તો શું હાલત થાય? જીવનભર કેવી બળતરા અને પીડા વેઠવી પડે? એની કલ્પનાથી એ ધ્રૂજી ગઈ. એ વિશે વધુ જાણવામાં રસ પડ્યો એટલે ઍસિડ હુમલાનો ભોગ બનેલી મહિલાઓ વિશે પીએચ.ડી. કરવાનું નક્કી કર્યું. એ માટે પંજાબ યુનિવિર્સિટીના લૉ વિભાગમાં દરખાસ્ત આપી. ત્યાંથી સૂચન થયું: આના બદલે કોઈ સારા વિષયની પ્રપોઝલ લાવો!

image

MORE STORIES FROM Chitralekha Gujarati

Chitralekha Gujarati

Chitralekha Gujarati

આંતરરાષ્ટ્રીય સ્તરના શિક્ષણ સાથે રોજગારીનો અભિગમ

ભારતીય સંસ્કૃતિને અનુરૂપ શિક્ષણ પ્રણાલી ગુજરાત રાજ્ય વેપાર, ઉદ્યોગ અને સંસ્કૃતિ સાથે શિક્ષણના શ્રેષ્ઠ કેન્દ્રની ઓળખ ધરાવે છે. પરિણામે દેશમાં એજ્યુકેશન હબની ઓળખ ઊભી થઈ રહી છે. ગુજરાતની અનેક પ્રતિષ્ઠિત યુનિવર્સિટીમાં આંતરરાષ્ટ્રીય સ્તરનું શિક્ષણ અપાય છે. નવી શિક્ષણનીતિમાં વિદ્યાર્થી માટે ભારતીય સંસ્કૃતિને અનુરૂપ શિક્ષણ પ્રણાલીની મહત્તા તો છે જ, ઉપરાંત આંતરરાષ્ટ્રીય સ્તરના શિક્ષણ સાથે રોજગારીનો અભિગમ દાખવ્યો છે. આજે અહીં જાણીએ, ગુજરાતની કેટલીક જાણીતી યુનિવર્સિટી શિક્ષણ, સંશોધન, સંસાધન અને એનાં પરિણામ વિશે...

time to read

6 mins

June 01, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

શું છે ૭૨૦ વર્ષ જૂનો આ વિવાદ?

એક મંદિર ઉપરાંત સંસ્કૃત, સાહિત્ય, સંગીત અને શિલ્પવિદ્યાના કળાર્થીઓ માટે દેવાલય જેવું સ્થાન ધરાવતા માળવા (અત્યારના મધ્ય પ્રદેશ)માં આ સ્થાપત્યને ન્યાયતંત્રની મધ્યસ્થી પછી એની મૂળ ઓળખ પાછી મળી છે ત્યારે જાણીએ, એનો ઈતિહાસ.

time to read

6 mins

June 01, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

પ્રકૃતિ અને પરમાત્મા વચ્ચેનું બૅલેન્સ

અધિક માસ વિજ્ઞાનની દૃષ્ટિએ આ મહિનો કૅલેન્ડરનું ‘સિસ્ટમ અપડેટ’ છે, પણ ધર્મની દૃષ્ટિએ એ આપણી ભક્તિ અને કર્મોનું ‘સોલ અપડેટ’ છે. આ સમયમાં કોઈ સાંસારિક મોહમાયા કે નવાં શુભ કાર્યો શરૂ કરવાને બદલે માત્ર ભક્તિ, જપ, ધ્યાન અને ગરીબોને દાન કરવા પર ભાર મૂકવામાં આવ્યો છે. જો કે ખગોળ અને જ્યોતિષ નિષ્ણાતોનું આ ગણિત સમજવાનું પણ રસપ્રદ છે.

time to read

4 mins

June 01, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

ઈરાનઃ એક તણખો કામચલાઉ શાંતિને હોમી દેશે...

મામલો માંડ થોડો ઠંડો પડ્યો છે, પણ બેમાંથી એક પણ બાજુ મચક દે એમ નથી એટલે યુદ્ધ ફરી વકરે એવી શક્યતા તો તોળાયેલી રહેશે જ. બાકી હતું તે, આ વિગ્રહમાં અમુક નવાં પરિમાણ પણ ઉમેરાયાં છે.

time to read

5 mins

June 01, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

FOMO, ડોપામાઈન અને ડિજિટલ ગુલામી

ટેક્નોલૉજી જે રીતે આપણા રોજિંદા જીવનનો હિસ્સો બની રહી છે એ જોતાં દુનિયાભરમાં હવે એના પર સંયમની લગામ ખેંચવાની જાગૃતિ પણ આવી રહી છે. લોકો હવે કન્ટેન્ટના વ્યસની બની ગયા છે અને એનાં દુષ્પરિણામો પણ દેખાવા લાગ્યાં છે. ઘણી ડિજિટલ મિડિયા કંપની પ્લૅટફૉર્મ પૂરાં પાડવાના નામે ‘વ્યસન’ વેચે છે. એક જમાનામાં સિગારેટ બનાવતી કંપનીઓ આવી રીતે જ વ્યસન વેચતી હતી.

time to read

6 mins

June 01, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

જસ્ટ, એક મિનિટ...'

સોશિયલ મિડિયા, ઝડપી સફળતા અને અનિયંત્રિત ભોગવિલાસ આપણને આકર્ષે ત્યારે ઊંડા, અર્થસભર પ્રશ્નો પૂછવાની હિંમત એ સૌથી મોટી બૌદ્ધિક સ્વતંત્રતા છે. ત્વરિત મોજ ઠુકરાવવી એ સૌથી મૂલ્યવાન ગુણ બની ગયો છે.

time to read

1 min

June 01, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

વાત કરવાવાળું કોઈ છે?

મારા હૃદયની વાત ફક્ત એને હું કહીશ અડધી મૂક્યા વિના જે પૂરી સાંભળી શકે.

time to read

2 mins

June 01, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

સંયુક્ત પરિવારની સુગંધથી મહેકતી સુરતની સોસાયટી

આજના સમયમાં શહેરો ઊંચી ઈમારતોથી ભરાઈ રહ્યાં છે, પણ સંબંધોની ઊંચાઈ ઓછી થતી દેખાય છે. એકલતા, વ્યસ્તતા અને વિભક્ત કુટુંબો હવે આપણા જીવનમાં સામાન્ય બની રહ્યાં છે. જો કે સુરતના વરાછા રોડ પર એક એવી સોસાયટી પણ છે, જ્યાં આજે પણ એક જ આંગણે અનેક પેઢી સાથે હસે છે, જીવે છે અને જીવનને ઉત્સવ બનાવે છે.

time to read

3 mins

May 25, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

ઘરની અંદર ગોઠવાયેલો ડિજિટલ જાસૂસ...

આપણે ટીવી સામે બેસીને મનોરંજન માણતાં હોઈએ છીએ, પરંતુ એવું બની શકે કે એ જ સમયે ટીવી આપણું પ્રોફાઈલિંગ પણ કરી રહ્યું હોય. તમે શું જુઓ છો, કેટલો સમય જુઓ છો, તમને શું વધારે ગમે છે, એ બધી માહિતી હવે અબજો ડૉલરની ડેટા ઈન્ડસ્ટ્રી માટે સોનાની ખાણ બની ગઈ છે. સ્માર્ટ ટેક્નોલૉજીના જમાનામાં હવે દર્શક માત્ર દર્શક નથી રહ્યો એ પોતે ડેટા પ્રોડક્ટ બની ગયો છે.

time to read

5 mins

May 25, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

હન્ટા વાઈરસઃ કોરોનાનો કાકો ત્રાટકશે?

કોરોનાએ દુનિયાભરના લોકોને વાઈરસના પીએચ.ડી. કરાવી દીધા છે. ત્યાં સુધી કે કોઈના છીંક ખાવાના અવાજ પરથી પણ આપણે અડસટ્ટો લગાવી દઈએ છીએ કે આને ઓમિક્રોન છે કે પછી સાદો શરદી-ઉધરસનો વાઈરસ! હવે બીજા એક એવા વાઈરસે આખી દુનિયાનાં સ્વાસ્થ્ય સંગઠનોમાં દોડધામ મચાવી દીધી છે, જેનું નામ છેઃ હન્ટા વાઈરસ.

time to read

4 mins

May 25, 2026

Listen

Translate

Share

-
+

Change font size