CATEGORIES
Categorías
રાવણ ૧.૦ જોયો...‘રાવણા' ૨.૦ ક્યારે?
રાવણનું પહેલું વર્ઝન સમગ્ર સૃષ્ટિ માટે લર્નિગ લેસન છે. તેના પરથી ધ્યાન રાખવું ઘટે કે લેટેસ્ટ ફેશન મુજબ ઇંગ્લિશમાં રાવણને રાવણા કહેવાય છે તો રાવણનું બીજું વર્ઝન રાવણા-ટુ પોઇન્ટ ઝીરો હવે અસ્તિત્વમાં ન આવે અને આપણે તેના વાહક ન બનીએ.
બાયોગેસ રોજગારીનું સાધન પણ બન્યો
પહેલાંના જમાનામાં છાણા અને લાકડાં પર બનેલી રસોઈથી લોકોનું સ્વાથ્ય સારું રહેતું, તેવી જ રીતે બાયોગેસથી બનતી રસોઈનું પણ છે. ભુજના એક વ્યાવસાયિકે પોતાના ઘરે બાયોગેસ પ્લાન્ટની મદદથી ઘરની રસોઈ તો કરી જ ઉપરાંત કચ્છની સર્વપ્રથમ બાયોગેસ આધારિત ટિફિન સેવા પણ શરૂ કરી.
કાશ્મીરમાં ત્રાસવાદી હિંસા સરકારના દાવાની ફજેતી
કાશ્મીર બાબતે દિલ્હીમાં ઉચ્ચ સ્તરીય બેઠક પછી આ સ્થિતિમાં કેટલો સુધારો થાય છે એ જોવાનું રસપ્રદ બનશે.
ઇચ્છામતીને બંને કાંઠે પૂજા વિસર્જન
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે વહેતી ઇચ્છામતીએ ઘણી ભાંગફોડ જોઈ છે. તોડફોડ જોઈ છે. બદલતા રાજ અને ચીરાતાં ભાગ જોયા છે. આ નદીનું મૂળ નામ યમુનાઇચ્છામતી હતું. વન પ્રદેશ હતો. રાજા કૃષ્ણચન્દ્ર ટાકી દુલેશ્વરી કાલીબાડીની પ્રતિષ્ઠા કરી, હજી ત્યાં કાલી પૂજાય છે.
આર્યન ખાન... વ્હોટ અ લાઇફ-સ્ટાઇલ!
વભૌતિક સુખ મેળવવા માટે આપણે રૂપિયાનો દુરુપયોગ કરીએ છીએ અને આપણે આપણી જાતને ભૂલી જઈને અન્ય વ્યક્તિઓના પ્રભાવમાં આવીને જીવવાનું શરૂ કરી દઈએ છીએ.
પીએચડી હોલ્ડરની વધી રહી છે ડિમાન્ડ
પીએચડી હોલ્ડર પાસે જ્ઞાન અને કૌશલ્ય તો હોય જ છે, તેઓ અનુભવના આધારે પ્રાવીણ્ય મેળવીને સારામાં સારું વેતન મેળવી શકે છે.
એક દુર્ગાએ બનાવી અભિનવ દુર્ગા!
પાપિયાએ ટેબલેટની નકામી સ્ટ્રિપ્સમાંથી મા દુગની અપ્રતિમ સુંદર મૂર્તિ બનાવી છે. પાપિયાએ અગાઉ ઉપયોગમાં ન આવે તેવા કાગળ, બારદાન, શાકપાનનાં બી, ખેતરમાંથી મળેલા ઘાસ અને પાંદડાં ભેગા કરી દુર્ગા પ્રતિમા સર્જી અનેક નિર્ધન લોકોની પૂજા ઉજાળી હતી
સદ્દગુણમૂલક આત્મશક્તિઓનો સમુચ્ચય છે દુર્ગા
આ સમગ્ર સૃષ્ટિ, આર્ષગ્રંથો અનુસાર, એક કાવ્યાંજલિ છે, એક સુભગ પ્રતીક-યોજના. પ્રતીક ડીકોડ કરવાનો પહેલો સ્ટેપ છે પૂર્વગ્રહ શૂન્ય આત્માંકન. આ પ્રક્રિયામાં એ અંતર્મુક્ત શક્તિઓ જાગે છે જે અર્થનો અનર્થથી અલગ કરનારા નીરક્ષીરવિવેકને તમારામાં જાગૃત કરે છે.
રાજસ્થાન સરકારમાં દિવાળી પહેલાં પરિવર્તન?
આ ફોર્મ્યુલા પ્રધાનપદ અને રાજકીય નિયુક્તિઓ સુધી જ મર્યાદિત છે કે પછી તેમાં અન્ય કોઈ શરતો પણ જોડાયેલી છે?
પર્વ-પ્રસંગોમાં યાદ રહે કોરોનાએ વિદાય લીધી નથી
પર્વના ઉલ્લાસમાં એક નાગરિક તરીકેની આપણી ફરજનું પાલન પણ થવું જોઈએ.
નવરાત્રિ અને દુર્ગા સપ્તશતી
દેવીનો સંબંધ આપણી શારીરિક-માનસિક ઊર્જા સાથે છે. દેવીના જેટલા પણ મંત્ર, પાઠ અને પૂજા વિધાન છે, એ બધી બહતુઓની સાથે મળીને વ્યક્તિને સંતુલન તરફ લઈ જાય છે.
કચ્છીઓની આસ્થાનું સ્થાન છે મા આશાપૂરા
આસો નવરાત્રિ દરમિયાન હજારો લોકો સેંકડો કિલોમીટર દૂરથી પગે ચાલીને મા આશાપૂરાના આશિષ મેળવવા માતાના મઢ આવે છે. કોરોના કાળમાં ગત વર્ષે માતાજીનું મંદિર બંધ હોવા છતાં અનેક ભાવિકોએ બંધ દ્વારનાં દર્શના કર્યા હતા. આ વર્ષે ભાવિકોને માતાનાં દર્શન થશે, પ્રસાદ હશે, પરંતુ મોજ સમો મેળો નહીં હોય. સુચિતા બોઘાણી કનર
એ..હાલો..નવરાત્રિમાં આ વર્ષે શેરી ગરબાની પરંપરાગત ઢબ
ગુજરાત અને નવરાત્રિ આ શબ્દ એકબીજા સાથે વણાઈ ગયેલો છે. નોરતાંની રાહ આખું વર્ષ જોવામાં આવે છે, પરંતુ છેલ્લાં બે વર્ષથી કોરોનાના કારણે ખેલૈયાઓ ગરબા રમી શક્યા નથી, પરંતુ આ વર્ષે સરકારે શેરી ગરબાને મંજૂરી આપતાં ગરબા પ્રેમીઓ મનમૂકીને થિરકી રહ્યા છે. આયોજકોને પણ લાગી રહ્યું છે કે હવે શેરી ગરબાનો એક નવો યુગ શરૂ થશે. તો વડીલો પણ પોતાનાં સંતાનો સાથે ગરબાની મજા માણી રહ્યા છે. ઘણી જગ્યાએ શેરી ગરબાની પરંપરા દાયકાઓની છે, તો અનેક જગ્યાએ નવી શરૂઆત છે.
-અને વડાપ્રધાનપદ માટે મોરારજી દેસાઈનું પત્તું કપાયું
ડાબેરી અને સમાજવાદી વિચારધારા ધરાવતા પત્રકારો અને વિદ્વાનોને આજે ૨૦૨૧માં પણ જમણેરી વિચારધારા ધરાવતા ગુજરાતી નેતા નરેન્દ્ર મોદી ૨૦૧૪માં વડાપ્રધાન બન્યા તે વાત આજે સાત વર્ષે પણ આંખમાં કણાની જેમ ખૂંચે છે અને એટલે જ થોડા થોડા સમયે યેનકેનપ્રકારેણ લોકશાહી રીતે ચૂંટાયેલી સરકારને અસ્થિર કરવાની સતત કોશિશો કરી રહ્યા છે. કદાચ તેઓ એક નવા કુલદીપ નાયરની શોધમાં છે.
પરિતપ્ત લંકેશ્વરી મંદોદરીનું આગવું વ્યક્તિત્વ રજૂ કરે છે : કાશ્યપી મહા
દિલ્હી સ્થિત સાહિત્ય અકાદમી દ્વારા દર વર્ષે દેશની પ્રાદેશિક ભાષાઓમાં અનુવાદનાં પુસ્તકોને અપાતા પારિતોષિકોમાં આ વર્ષે ગુજરાતી ભાષામાં કાશ્યમી મહા દ્વારા અનુદિત પરિતપ્ત લંકેશ્વરી”નો સમાવેશ થયો છે. હિન્દીનાં ખ્યાતનામ લેખિકા દિવંગત મૃદુલા સિંહા દ્વારા આ જ શીર્ષકથી લખાયેલી આ કૃતિ લંકેશ્વર રાવણની પત્ની મંદોદરીની વ્યથાકથા કહે છે અને તે આત્મકથનાત્મક શૈલીમાં લખાયેલી છે. ગત વર્ષે અભિયાન'ના વિજયાદશમીના અંકમાં તેના એક પ્રકરણના અંશો પ્રગટ કર્યા હતા, એથી “અભિયાન'ના વાચકો તેનાથી સુપરિચિત છે. સાહિત્ય અકાદમીનું પ્રતિષ્ઠિત પારિતોષિક મેળવનારાં કાશ્યપી મહા સાથેનો સંવાદ અત્રે પ્રસ્તુત છે.
સિક્રેટ સોસાયટી અને નિષિદ્ધ જ્ઞાન
ઇતિહાસને મનુષ્ય કથાના સ્વરૂપમાં સમજવા પ્રયાસ કરે છે, તેમ છતાં એ હકીકત છે કે ઇતિહાસ ખરેખર તો કોઈ ઉખાણાના સેંકડો વેરવિખેર ટુકડાઓ જેવો છે. ઇતિહાસ જે નોંધે છે એ પ્રવાહો, ઘટનાઓ અને તબક્કાઓ વચ્ચે ઘણીવાર કોઈ કડી મળતી નથી કે કોઈ ખાસ પ્રકારના પરિવર્તન અથવા ક્રાંતિને પ્રેરનારા પરિબળો ધ્યાને ચડતા નથી.
વ્યાસ દંપતીની આત્મહત્યા કે આત્મત્યાગ?
અમદાવાદની માણેકબાગ સોસાયટીમાં પુત્ર ડૉ. કૌશલ સાથે રહેતા ભાષાવિદ્ યોગેન્દ્ર વ્યાસ અને તેમનાં પત્ની અંજના વ્યાસે સેટેલાઇટની સરસ્વતી હાઉસિંગ સોસાયટી સ્થિત આવેલા પોતાના ઘરમાં ર૩ સપ્ટેમ્બર ૨૦૨૧, રોજ વહેલી સવારે ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી લેતા સાહિત્યજગતમાં શોકની લાગણી ફરી વળી હતી.
રાજ્યમાં વધી રહ્યું છે નશીલા પદાર્થનું સેવન
છેલ્લા નવ મહિનામાં રાજ્યમાં છ વખત ડ્રગ્સનો મોટા પ્રમાણમાં જથ્થો પકડવામાં આવ્યો છે. ઉપરાંત ગાંજા અને અન્ય નશાકારક પદાર્થોની પણ હેરાફેરી પકડવામાં આવી છે. સૌથી વધુ ડ્રગ્સનો જથ્થો અમદાવાદમાંથી જપ્ત થયો છે. આ રીતે વારંવાર ડ્રગ્સ મળી આવતા એટલું તો નક્કી છે કે આજના યુવાનો પણ આ નશાના આદી બની રહ્યા છે.
પંજાબ કોંગ્રેસની સમસ્યાનો અંત નથી
પંજાબ કોગ્રેસ માટે આગામી દિવસો બહુ મુશ્કેલ છે. રાજસ્થાન, છત્તીસગઢની સમસ્યાઓ તો પેન્ડિંગ પડી છે.
કાંથીની ત્રણસો વરસ જૂની દુર્ગાપૂજા દેખાડે છે ધર્મ અને વિજ્ઞાનનું મિલન!
દુર્ગાપૂજા લોકઉત્સવ છે, સાથે આસ્થાનું શક્તિ પ્રદર્શન પણ છે. લોકો પૂજા દરમિયાન મતભેદ ભૂલી ઉત્સવના મિજાજમાં આવી જાય. દરેક પૂજાનો એક અલગ પરિચય બને એટલે થીમ પ્રથા આવી, પણ સદીઓથી ઊજવાતી પૂજાઓનો પોતાનો ઇતિહાસ છે.
દુધાળા પશુઓની આગવી ઓળખ - બારકોડેડ ટેગ
દેશભરના પશુઓના આધારકાર્ડ સમાન ટૅગથી તેના આરોગ્યનો તમામ ડેટા એક ક્લિક પર સાચવી શકાશે, ગમે ત્યારે મેળવી શકાશે. તેના કારણે પશુઓમાં રોગચાળાને નાથવા સમયસર તકેદારીનાં પગલાં લઈ શકાશે. પશુપાલકોને મળતી સહાય માટે પણ ડેટા ઉપયોગી બની શકશે. રખડતાં ઢોરને નાથવામાં પણ બારકોડેટ ટૅગના આધારે એકત્ર થયેલો ડેટા ઉપયોગી થઈ શકે તેમ છે.
ઉત્સવની વાંસળી વાગી, આવો દુર્ગા...
એવી ધારણા માં હંમેશાં ફેરવી નાખે છે, જેમાં સંતાનો પર આફત આવવાની હોય. આ તો જગત-જનની જગદંબા કૈલાસથી ધરતી પર આવવાની ઘડી છે, તેમાં આસુરી શક્તિ ક્યાં ફાવશે..!
પાણીની તંગીથી પીડાતા કચ્છમાંગામેગામ સેલોર-વાવ
કચ્છની મોટા ભાગની સેલોર-વાવની સ્થિતિ દયનીય છે. સેલોરની ઉપયોગિતા રહી ન હોવાથી બુરાઈ જાય છે. જોકે અમુકની જાળવણી પણ કરવામાં આવે છે. આધુનિક સમયમાં પણ ક્યાંક ક્યાંક લોકો સેલોર બનાવે છે.
બેંગાલી ફૂડની ચટપટી ચેટ
આપણે આપણી રીતે ચોનાચૂર, પૈયાજી, મોશલામુરી, કોચુરી, આલુકબલી 'ને નારકેલ નારુ ખાઈએ છીએ. ફરક એટલો કે બંગાળીઓ એ બધું બંગાળી છે એમ માનીને ખાય છે અને આપણે એવું કશું વિચાર્યા વગર. જય હો ભારત મૈયા કી.
પંજાબમાં કોંગ્રેસ નિર્ણાયક બની, હવે બાજી જીતી શકાશે?
અત્યારે તો કોંગ્રેસે પંજાબમાં તેનું ઘર વ્યવસ્થિત કર્યું એ જ મોટી ઉપલબ્ધિ છે, પરંતુ એ સાથે રાજસ્થાન અને છત્તીસગઢમાં પક્ષના અસંતુષ્ટો વધુ સક્રિય બન્યા છે, એ તરફ હવે પક્ષના મોવડીઓએ લક્ષ આપવાનું શરૂ કર્યું છે. એ સારી નિશાની છે.
દેશમાં કાયદાની તવારીખ! કોલકાતા હાઈકોર્ટનાં ૧૬૦ વરસ...
આપણા દેશમાં અંગ્રેજોએ કોર્ટો બનાવી તે પહેલાં પણ ન્યાય વ્યવસ્થા હતી. કાયદો અને કલમો પાછળથી લખાઈ, પણ તેમાં સુધારો કરવાનો ક્રમ બહુ ધીમો રહ્યો છે.
દૂધઈ ગામનો ૧૪ વર્ષનો કિશોર જૈન દીક્ષા લેશે
દીક્ષા બીજી ડિસેમ્બર, ૨૦૧૧ના રોજ ચેન્નઈ ખાતે યોજાવાની છે. પ.પૂ. આચાર્ય ભગવંત તીર્થભદ્ર સૂરિશ્વરજી મ.સા.ના સંવાડામાં અત્યાર સુધીમાં ૩૭ મુનિવરોની દીક્ષા થઈ છે. તીર્થની દીક્ષા ૩૮મી છે. બાળમુનિ તરીકે તીર્થ પહેલો જ છે.”
ઢળતી સાંજનો સથવારો 'જિંદગી'
વ્યક્તિ વૃદ્ધ થાય અને પરિવારનો સહારો ના મળે તો તેને વૃદ્ધાશ્રમનો સહારો લેવો પડે છે અથવા પોતાના જ ઘરમાં પારકા બનીને મનમારી પરાણે રહેવાનું થાય છે. જેના કારણે તેમને જીવનમાંથી રસ ઊડી જાય છે અને બાકીનું જીવન મરી-મરીને પસાર કરે છે. આ વડીલોને ઉંમરનો પડાવ પાર કર્યા પછી પણ નવા જીવનની રાહ પર લઈ જવા માટેનું સ્થળ એટલે ઝિંદગી સેન્ટર.
જુદી-જુદી ધાતુનાં વાસણોનો ઉપયોગ અજમાવો, પરિવારની તંદુરસ્તી બનાવો
પ્લાસ્ટિક અને કાચનાં વાસણો ભલે એટ્રેક્ટિવ દેખાતાં હોય, પણ જો સ્વાથ્યની વાત કરીએ તો અન્ય ધાતુની સરખામણીમાં તે સહેજપણ ગુણકારી નથી. એવું જ કંઈક આપણે નોનસ્ટિકના સંદર્ભમાં પણ કહી શકીએ. પ્લાસ્ટિકના તો ના પરિવારના સ્વાથ્ય માટે સારા છે, ના પર્યાવરણ માટે. તેથી જ હવે લોકોમાં જ્યારથી હેલ્થ ઇઝ વેલ્થ અને પહેલું સુખ તે જાતે નર્યા જેવી સમજ આવી રહી છે ત્યારથી તાંબા-માટીનાં વાસણોના ઉપયોગની ડિમાન્ડ વધી છે. ટ્રેડ હવે ફરીથી યુ-ટર્ન લઈને તાંબા-માટીનાં અને લોખંડનાં વાસણો તરફ વળ્યો છે. જુદી-જુદી ધાતુનાં વાસણોનો ઉપયોગ શરીર માટે અને પરિવાર માટે હિતકારી છે – સ્વાથ્યવર્ધક છે એવું હવે લોકો માનવા લાગ્યા છે અને તેથી જ રોજિંદા જીવનમાં જુદી-જુદી ધાતુનાં વાસણોના ઉપયોગને સ્થાન આપી રહ્યા છે.
એક દિન બિક જાયેગા માટી કે મોલ...
બિલ ગેટ્સ એકમાત્ર પ્રમુખ કે જેમના પત્નીજીએ પ્રમુખપદની ચૂંટણી લડી, બાકી બસ્સો વર્ષના ઇતિહાસમાં આવું કશું જ ના મળે