CATEGORIES
Categorías
હકાર નકાર ભેદતું સૂર્યનું ઉત્તરાયન
કાઇટ જોડે મન 'ને મગજ જાય છે, પણ શરીર તો નીચે જમીન સાથે જોડાયેલું જ રહે છે. એવી ઉતરાણ કોઈએ સાંભળી છે જેમાં હવામાં ઊડતાં વિમાનોમાંથી માણસો પતંગબાજી કરતાં હોય?
અમદાવાદનો પતંગ ઉધોગઃ કરોડોનું ટર્નઓવર, હજારોને રોજીરોટી
૧૪ જાન્યુઆરીની વહેલી સવાર..આકાશમાં ઊડતા રંગબેરંગી પતંગ.. અને લપેટ..કાઈપો છે.. જેવી બૂમોથી ગૂંજી ઊઠતો માહોલ.… આ ઉત્સાહ જે આપણે બે દિવસ માણીએ છીએ તેની પાછળ આખા વર્ષની મહેનત રહેલી છે. ઉત્તરાયણની તો અનેક વાતો થતી હોય છે, પરંતુ આપણે વાત કરવી છે જેના થકી તે ઉત્સાહિત બને છે તે પતંગ બિઝનેસની..
વડાપ્રધાનની સુરક્ષામાં ક્ષતિ પંજાબની શરમ
પંજાબમાં સરકારી તંત્ર અને પોલીસ તંત્રનો વ્યવહાર માત્ર અક્ષમ્ય જ નહીં તો દંડનીય હોવાનું નિષ્ણાતો જણાવી રહ્યા છે. માત્ર પ્રોટોકોલની રીતે જ નહીં તો સુરક્ષા વ્યવસ્થાના માર્ગદર્શન અને ફરજ માટે પણ જે અધિકારીઓ હાજર રહેવું જોઈતું હતું એવા ડીજીપી, રાજયના મુખ્ય સચિવ, ગૃહ સચિવ જેવા તમામ અધિકારીઓ નદારદ હતા તો એ બધા ક્યાં ફરજ બજાવી રહ્યા હતા?
મકરસંક્રાંતિમાં પાંજરાપોળોને મળતું દાન ઘટ્યું
પોષ મહિનામાં જ્યારે સૂર્ય ધનુ રાશિને છોડીને મકર રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે જપ, તપની સાથે સાથે દાનનું ભારે મહત્ત્વ રહેલું છે. તેમાં પણ ગાયો માટે ઘાસચારાનું દાન શ્રેષ્ઠ મનાય છે. આથી જ આ દિને પાંજરાપોળ – ગૌશાળાને ખૂબ દાન મળતું હોય છે, પરંતુ હાલ આ સ્થિતિમાં ફેરફાર થતો જોવા મળી રહ્યો છે.
પુસ્તકોનો નહીં, પુણ્યનો વેપાર
આ દુનિયામાં એકમાત્ર સારી વસ્તુ જ્ઞાન છે અને એકમાત્ર ખરાબ વસ્તુ અજ્ઞાન છે. જો અજ્ઞાનને દૂર કરી દેવામાં આવે તો કોમી રમખાણો, ધર્મો વચ્ચેના વિવાદો એ બધું જ બંધ થઈ જશે
સુરત જ્યારે ધમધમતું બંદર હતું
ખંભાતનો અખાત વેપારી જહાજો માટે પ્રતિકૂળ બનતો ગયો અને બંદર તરીકે તેનું આકર્ષણ ઘટતું ગયું. પરિણામે ત્યાંથી આશરે દોઢસો માઈલ દૂર એક નવા નગરનો બંદર તરીકે ઉદય થયો
હદયને અમીરસ!
વધતા-ઓછા પ્રમાણમાં આપણે સૌ એ હકીકત જાણીએ છીએ. માણસ જાય છે અને એક સુવાસ મૂકી જાય છે. એ ખરેખર દુનિયાની નજરે મોટો હોય કે ન હોય, પણ તેની સુવાસને કારણે તેને કદી સ્મશાનયાત્રામાં કે બેસણા-ઉઠમણામાં માણસોની જાડી હાજરીની ખોટ પડતી નથી
હાર્દિક મહેતા : 'કામયાબ' અને 'ડિકપલ્ડ'ના ફેમસ ડિરેક્ટર
વિશ્વભરમાં જાણીતા ગુજરાતના પતંગોત્સવને ડૉક્યુમેન્ટ્રી રૂપે કંડારનાર વડોદરાના રાઇટર-ડિરેક્ટર હાર્દિક મહેતાના ખાતામાં અત્યારે કોન્ટેન્ટ ડ્રિવન હિન્દી ફિલ્મ તથા સિરીઝ બોલે છે. થોડા દિવસો પહેલાં રિલીઝ થયેલી માધવના અભિનીત સિરીઝ 'ડિકપલ્ડ'ના તેઓ ડિરેક્ટર અને શૉ-રનર છે. તેમની સાથે નેશનલ ઍવૉર્ડ વિનર ડૉક્યુમેન્ટ્રી ‘અમદાવાદમાં ફેમસ’ અને ‘ડિકલપ્ડ' તથા તેમની સફર વિશે ગોષ્ઠિ કરી છે.
ઉત્તરાયણ પણ કેટલાક લોકોને 'ઉજાગરા' કરાવે છે !
મજાલ છે બેમાંથી કોઈનીય કે આડાઅવળી નજર કરે. તમે 'બાબુભ'ઈને ઓળખો છો તો હુંય ટિચુડાના પપ્પાને ક્યાં નથી ઓળખતી?
ઉત્તરાયણ અને મકરસંક્રાંતિ બંને અલગ ખગોળીય ઘટના છે
શુકદેવજીની ગણતરી પ્રમાણે એક દિવસ-રાતમાં ૩,૨૮,૦૫,૦૦,૦૦૦ પરમાણુ કાલ બને છે. એક દિવસ-રાતમાં ૮૬,૪૦૦ સેકન્ડ થાય છે. આ કાલગણના ચાર યુગ સુધીની છે અને તેમાં વર્તમાનમાં ચાલતા કલિયુગના કુલ ૪,૩૨,૦૦૦ વર્ષ ગણાવાયા છે
ખંભાતનો પતંગ ઉધોગઃ સ્થાનિકો માટે રોજગારીનું કેન્દ્ર
હલવાસન, તાળાં અને અકીકના પથ્થરો ઉપરાંત ખંભાતમાં છેલ્લાં કેટલાંક વર્ષોમાં અન્ય એક ઉદ્યોગ મોટાપાયે વિકસ્યો છે. આ ઉદ્યોગ એટલે પતંગ બનાવવાનો અને નિકાસ કરવાનો. ખંભાતમાં તૈયાર થતા પતંગો દેશ-વિદેશ મોકલવામાં આવે છે. અહીં મોટા ભાગના પરિવારો આ ઉદ્યોગ સાથે જોડાયેલા છે અને મહિલાઓ માટે તો પતંગ ઉદ્યોગ રોજગારીનું મહત્ત્વનું માધ્યમ બન્યો છે.
ગંગાસાગરમાં પવિત્ર સ્નાન અને આસ્થાની કસોટી !
'સબ તીર્થ બાર બાર, ગંગાસાગર એકબાર'.
ગાંધીના ગુજરાતમાં 'ગોડસે ગાથા'
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના હત્યારા નાથુરામ ગોડસેને હીરો ચીતરવા મથતો એક વર્ગ આજકાલ ફરી એકવાર ખુલ્લેઆમ મેદાનમાં આવ્યો છે. થોડા દિવસ પહેલાં જ્યાં ગોડસેની પ્રતિમા મૂકવામાં આવી હતી તે જામનગરમાં વધુ એકવાર ગોડસેને લઈને મોટી ઘટના બની છે.
જૂઠે કા મૂંહ કાલા, સચ્ચે કી બોલબાલા
ભારત એક ખૂબ જ સુખશાંતિ ધરાવતો દેશ છે. ધાર્મિક સાંપ્રદાયિકતા ભારત જેવી બીજે કશે નથી. ગેરવર્તણૂક હદ બહારની વધી ગઈ છે અને આથી જ અમેરિકાની સરકાર દિવસે દિવસે ખૂબ જ કડક બનતી ગઈ છે
પતંગ પરિક્રમાઃ રોમાંચથી રિસ્ક સુધી
પતંગ વિશે આપણે જેટલું જાણીએ છીએ તેના કરતાં તે અનેકગણી વધુ રોમાંચકારી, રહસ્યમય, ઐતિહાસિક અને સાયન્ટિફિક ચીજ છે. દુનિયાના વિવિધ દેશોમાં તે કોઈ ને કોઈ રીતે હાજરી પુરાવી રહ્યો છે, એ ઈતિહાસ સાથે જોડાયેલાં તથ્યો તપાસ્યા બાદ તમે પણ સ્વીકારશો. વીજળી અને વિમાનની શોધ પણ ક્યાંક ને ક્યાંક પતંગને આભારી છે. યુદ્ધોમાં વર્ષો પહેલાં પતંગનો વિવિધ કામોમાં ઉપયોગ થતો હતો. તો સંદેશાવ્યવહારમાં તેના ઉપયોગની વાત તો સારી એવી જાણીતી છે. આજે ગુજરાતમાં ભલે આપણે તેને માત્ર ૧૪મી જાન્યુઆરીની ઉત્તરાયણ પૂરતો મર્યાદિત કરી દીધો હોય, પરંતુ પતંગ બીજા અનેક સ્વરૂપે આપણી વચ્ચે સદીઓથી મોજૂદ છે અને તે તમામ પાસાંઓની અહીં વાત કરવી છે.
પતંગનું ઓનલાઇન માર્કેટ!
આજે ટૂથપેસ્ટથી લઈને ટીવી સુધીની તમામ ચીજવસ્તુ ઓનલાઇન મળી જાય છે. તો પછી એમાં પતંગ અને દોરી કેમ બાકી રહી જાય? ભલે આંગળીના વેઢે ગણી શકાય એટલી પરંતુ ઓનલાઇન માર્કેટમાં પતંગ, ફીરકી અને સુરતી માંજાનું વેચાણ શરૂ થયું છે. દરિયાપારના અને અન્ય રાજ્યમાં રહેતા પતંગરસિયાઓ માટે આ ઓનલાઇન માર્કેટ ખાતરીનો માંજો ખરીદવાનું માધ્યમ બન્યા છે. પતંગનું આ ઓનલાઇન માર્કેટ તેના પ્રારંભિક તબક્કામાં છે, પરંતુ જે રીતે ઓનલાઇન ખરીદીનો ક્રેઝ વધી રહ્યો છે એ જોતાં ઓનલાઇન માર્કેટમાં પતંગ અને દોરી પણ તેમનું સ્થાન જમાવી શકશે.
પાંચ રાજ્યોની ચૂંટણી જંગ: વિપક્ષી મોરચાના નેતૃત્વના કોંગ્રેસના દાવાનું ભાવિ નક્કી કરશે
આ સ્થિતિમાં બધા પક્ષોએ ઓનલાઇન ડિજિટલ રેલીઓ યોજવાની તૈયારી કરવી પડશે અને આ બાબતમાં અત્યારે સૌથી વધુ સજજતા ભાજપ ધરાવે છે. ભાજપનું સોશિયલ મીડિયા નેટવર્ક છેક તાલુકા કક્ષા સુધી વિસ્તરેલું છે
સૌંદર્યની ઘેલછામાં સાદગીની ઉપેક્ષા
સુંદરતા જોનારની આંખોમાં વસે છે આ ઉક્તિનો છેદ ઊડતો હોય તેવો ઘાટ આજના સમયમાં જોવા મળી રહ્યો છે. સુંદરતાને નિખારવાની લ્હાયમાં યુવતીઓ અવરગ્લાસ ફિગર મેળવવા માટે જાતજાતના પ્રયોગો કરતી હોય છે. જિમમાં જવું, ડાયેટ કરવું, કોસ્મેટિક સર્જરી કરાવવી વગેરે. જ્યાં સુધી મર્યાદામાં બધું કરવામાં આવે ત્યાં સુધી વાંધો નથી આવતો, પણ સમજદારી પર જ્યારે ઘેલછાનું આવરણ ચઢે ત્યારે મુશ્કેલી ઊભી થતી હોય છે. અવાસ્તવિક સુંદરતાના માપદંડો દેખીને મહિલાઓ અંજાઈ જતી હોય છે. તે પોતે ફોટામાં રહેલી મોડેલ જેવી દેખાવા માટે જાતજાતની મેકઅપ પ્રોડટ્સ ખરીદતી હોય છે
આનંદ એલ. રાયનું સિનેમા
'સ્ટ્રેન્જર્સ' પહેલાં આનંદ તેમના મોટાભાઈ રવિ રાયના અસિસ્ટન્ટ તરીકે કામ કરતા હતા સ્ટ્રેન્જર્સના વર્ષ બાદ જેકી શ્રોફ, પરમિત શેઠી, અનિતા રાજ અને અરબાઝ ખાનને લઈને આનંદ એલ. રાયે 'થોડી લાઇફ થોડા મેજિક' નામની ફિલ્મ બનાવી
ઈન્ટરવ્યુમાંથી મુક્તિ
૨૪મી ડિસેમ્બર, ૨૦૨૧ના રોજ એમણે જાહેર કર્યું છે કે નોન-ઈમિગ્રન્ટ શ્રેણીના ટુડન્ટ, એચ-૧બી, એલ-૧, પી-૩, ઓ-૧ આ સર્વે વિઝા ઇચ્છુકોએ આવતા એક વર્ષ સુધી એટલે કે ૩૧મી ડિસેમ્બર, ૨૦૨૨ સુધી વિઝા મેળવવા માટે કોન્સ્યુલેટમાં ઇન્ટરવ્યુ આપવા જવાની જરૂર નથી
હવે કૃત્રિમ જજ કહેશે, ઓર્ડર ઓર્ડર..!
ચીનની એક ટેક કંપનીએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જજ બનાવ્યો છે. કંપનીનો દાવો છે કે તે ૯૭ ટકા ચુકાદા સાચા આપે છે. કૃત્રિમ બુદ્ધિથી ચાલતાં મશીનોમાં આ વધુ એક ઉમેરણ થયું છે ત્યારે AI ટૅકનિક, 'મશીની' જજ, તેનાં સારાં-ખરાબ પાસાં તથા AIની ભવિષ્યની દુનિયા કેવી હશે તેના વિશે વાત કરીએ.
‘ટર્મિનેટર' જેવો રોબોટ : ‘બ્લેક મિરર' જેવી હાલત!
ગયા વર્ષે માર્ચમાં સંયુક્ત રાષ્ટ્રસંઘે ખુલાસો કર્યો હતો કે, લીબિયામાં ડ્રોન પોતાની મેળે જ નક્કી કરીને હુમલા કરવા માટે સજ્જ છે. ઇઝરાયલે આ પ્રકારના ડ્રોનથી જ ઇરાનના પરમાણુ વૈજ્ઞાનિકની હત્યા કરી હતી
સ્ટોપ લેંગ્વિશિંગ, જસ્ટ ફ્લો
એડમ ગ્રાન્ટ ઓર્ગેનાઇઝેશનલ સાઇકોલોજીના નિષ્ણાત છે. પ્રોફેસર ‘ને વિજ્ઞાનના વિષયમાં લેખક તરીકે જાણીતા આ અમેરિકનની લેંગ્વિશિંગ અંગેની સ્પિચ ઇન્ટરનેટ પર ઘણી જોવાઈ છે એડમ કહે છે કે એકવાર તમે સારા ભવિષ્યની ધારણા બાંધી લો પછી પોતાને પૂછો કે ત્યારની શક્તિ મારા રોજબરોજના જીવનમાં આજે આવે એ માટે મારે શું કરવું જોઈએ?
શિક્ષણ અને સાહિત્ય તો સાચી દિશા જ દેખાડશે !
આર્ય આક્રમણ પોરાણિક કથાની ભ્રમણા હવે નામંજૂર અને અસ્વીકારની બાબત છે જે સમયની જરૂરિયાત છે અને તે જ નવું કેલેન્ડર કરે છે
વિદેશથી પરત આવી ૨૨૮૯ કરોડની કંપની બનાવી!
એમબીએ કર્યા બાદ ફરીથી ભારત આવ્યા અને ત્યાર બાદ ઝોમેટોમાં કામ કર્યું
વાંદરાં-કૂતરાં વચ્ચેની 'ગેંગવોર' પાછળનું સત્ય
થોડા દિવસો પહેલાં મહારાષ્ટ્રનું એક નાનકડું ગામ કુતરાં-વાંદરાં વચ્ચેની ગેંગવોરને કારણે રાષ્ટ્રીય સ્તરે જાણીતું બની ગયું. વાંદરાંઓ ગલૂડિયાંઓને બાનમાં લેતાં હોવાની ફરિયાદ વનવિભાગને કરવામાં આવી હતી. આ સમાચાર વાયરલ થયા. વનવિભાગે તો જે પગલાં લેવાનાં હતાં એ લીધાં પણ વાયરલ થયેલા આ ન્યૂઝમાં કેટલું તથ્ય હતું તે જાણીએ
ફેશન ઇન્ડસ્ટ્રીમાં ફેશન ડિઝાઇનર ઉપરાંત પણ અન્ય લોકો જોડાયેલા હોય છે
હવે ઓનલાઇન શોપિંગનું ચલણ વધ્યું છે ત્યારે ફેશન ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા લોકોની જવાબદારી પણ વધી છે
ન્યૂઝપેપર સ્ટોલની શોધમાં!
મારી આંખોને કબજિયાત થઈ ગઈ છે, મેં મારી ધૂનમાં જ કહ્યું, આંખોને છેલ્લા મહિનાથી છાપાંની કબજિયાત રહેવા માંડી છે ત્યારથી મને ખાધેલું પણ પચતું નથી
માઇક્રોસોફ્ટના કર્મચારીનું ૧૫૦ સ્ટાર્ટઅપમાં રોકાણ!
આજે કંપનીનું રેવન્યુ ૯૨૫ કરોડ રૂપિયા છે
રેલીઓ પર પ્રતિબંધ દ્વારા લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરો
આધુનિક ટેકનોલોજીના આ સમયમાં સભા-રેલીઓ જેવા ઉપક્રમની અવેજીમાં જનસંપર્ક અને મતદારો સાથે સંવાદ માટે નવા વિકલ્પો ઉપલબ્ધ છે અને તેનો ઉપયોગ કરવા તમામ પક્ષો સક્ષમ પણ છે