CATEGORIES
Categorías
આવતા ફાગણે કચ્છમાં કેસૂડા લહેરાશે!
ભુજ પાસેના માધાપરની બે મહિલાઓ અત્યારે વિલુપ્ત થવા જઈ રહેલા કેસૂડા અને સિંદૂરનાં વૃક્ષનું સંવર્ધન કરે છે. તેના છોડ બનાવીને લોકોને વાવવા માટે આપે છે. કેસૂડા સાથે તેઓ અર્જુન, પારિજાત, બોરસલી, કૈલાસપતિ જેવાં વૃક્ષોને પણ બચાવવા માટે પ્રયત્ન કરી રહી છે.
પાંચ રાજ્યોનાં પરિણામ ભાવિ રાજનીતિના સંકેત
પાંચ રાજ્યોની ચૂંટણીનાં પરિણામોનો એક સંકેત એ છે કે હવે પછીની ચૂંટણીઓ મહદંશે નેતૃત્વના આધારે લડાશે. લોકો માટે પક્ષ અને ઉમેદવારની મહત્તા એ પછીના ક્રમે આવશે
નઈ રીત ચલાકર તુમ યે રીત અમર કર દો..
જીવનના દરેક પડાવ પર વ્યક્તિને કોઈ ને કોઈના સહારાની જરૂર પડતી હોય છે. જેમાં સૌથી ખાસ છે પતિ-પત્નીનો સહારો, જે જીવનપર્યત એકમેકની સાથે રહે છે, પરંતુ આ સફરમાં જ્યારે એક સાથી બીજાને અલવિદા કહી જાય ત્યારે જીવન અઘરું લાગે છે, પણ હવે તેમાં એક પ્રગતિશીલ પગલું ઉમેરાતું દેખાય છે.
વેદ અને વિજ્ઞાનનો સમન્વય એટલે ડો. ફાલ્ગની સુરેજાનું ‘ડીવાઇન ગર્ભસંસ્કાર'
'માતા - પિતા બનવા ઇચ્છુક દંપતિઓને વેદોકત શિક્ષણ પધ્ધતિ દ્વારા ગર્ભ માંજ બાળક સુધી આપવામાં આવતું શિક્ષણ એટલે જ ગંભસંસ્કાર'
હિંસક યુવાનોને સુધારવાની જવાબદારી કોની?
માણસનો મૂળ સ્વભાવ બદલી શકાતો નથી. નાની-મોટી ખામીઓમાં સ્વેચ્છાએ સુધારો ચોક્કસ કરી શકાતો હોય છે. અમુક વ્યક્તિઓ અંતિમ હદે ડેમેજ થયેલા વ્યક્તિત્વ હોય છે, જે ક્યારેક તેના સૌથી નજીકના કે આસપાસના લોકો માટે જ જોખમી કે જીવલેણ નીવડતા હોય છે. તેવા સંભવિત જોખમી વ્યક્તિઓ તરફ આપણે અજાણ ન રહેવું જોઈએ.
હું, ભાંગ અને રાજકારણ!
સત્તાનો નશો હોય.પૈસાનો કે સંપત્તિનો નશો હોય. સગુણનોય નશો હોય, તો કોઈને અવગુણોનોય નશો હોય છે! નશો છે જ એવો નશાદાર! નશો લેતાં આવડવું જોઈએ!
પુતિને સ્વયંનાં ભવિષ્ય અને આબરૂને દાવ પર મૂક્યા છે
યુદ્ધના પ્રારંભ સાથે જ રશિયાના શેર બજારમાં ૪૫ ટકાનું પ્રચંડ ગાબડું પડ્યું. તે ઘણા સંકેત આપે છે. પુતિન જ્યારે એક મિસાઇલ યુક્રેનની બહુમાળી ઇમારત પર દાગે છે ત્યારે પોતાના લોકોનું ખૂબ મોટું નુકસાન નોતરે છે. લગભગ અરધો અરધ શેર બજાર સાફ થઈ ગયું. તેમાં રશિયનોએ કેટલી મોટી મૂડી ગુમાવી હશે? કેટલાં રાતે પાણીએ રડીને રસ્તા પર આવી ગયા હશે? જોકે શેરબજારો માત્ર આજનું ચિત્ર રજૂ કરતા નથી. ભવિષ્યમાં થનારા નુકસાનનો ડર પણ રજૂ કરે છે.
ભીલ ક્રાંતિના પ્રણેતા મોતીલાલ તેજાવત
ભીલોના દુઃખે દુઃખી, એમના સુખે સુખી એવા મોતીલાલ તેજાવત માટે હજારો આદિવાસીઓ પ્રાણની આહુતિ આપવા માટે તૈયાર થયા હતા ઘણા આદિવાસીઓ મોતીલાલની મોતિયા દેવ તરીકે આજે પણ પૂજા કરે છે. મેવાડના ગાંધી જેવાં વિશેષણો પણ તેમની સાથે સંકળાયેલાં છે
મેનોપોઝ પિરિયડમાં મદદરૂપ બનશે માઇન્ડફુલનેસ થેરપી
મહિલાઓના જીવનમાં અનેક એવા તબક્કા આવે છે જેમાં નાના મોટા બદલાવો થતા રહે છે, પરંતુ એક બદલાવ એવો આવે છે તેને મોટા ભાગની મહિલાઓ સહજતાથી નથી લઈ શકતી, તે છે મેનોપોઝ. આ એવો સમય હોય છે જેમાં પહેલા તો મહિલા જાતે કશું સમજી નથી શકતી અને જો તે સમજે તો પરિવારને સમજાવવામાં મુશ્કેલી પડે છે. જેથી તેમને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, પરંતુ હવે આ દિવસોની વ્યથા માઇન્ડફુલનેશ થેરપીથી હળવી થઇ શકે છે.
બાળકોમાં વધી રહેલું કેન્સરનું પ્રમાણ
દર વર્ષે ભારત દેશમાં આશરે ૧૪ લાખ કૅન્સરના નવા દર્દીઓનું નિદાન થાય છે. તેમાંથી ૧-૫ ટકા એટલે કે આશરે ૭૫૦૦૦ દર્દીઓ ૦થી ૧૭ વર્ષની ઉંમરનાં બાળ દર્દીઓ હોય છે. સમગ્ર દુનિયામાં દર વર્ષે ૪ લાખ બાળ દર્દીઓ નિદાન પામે, તેમાં એકલા ભારત દેશ પરનું ભારણ આશરે ૨૦% જેટલું હોય છે. જો ભારતમાં સ્વાસ્થ્ય સેવાઓને સુલભ બનાવવામાં આવે તો કેટલાંય બાળકોના સ્વાસ્થ્યમાં સુધારો લાવી શકાય.
નાગરાજ મંજુળે ચી દુનિયા: 'પિસ્તુલ્યા''સૈરાટ' આણી 'ઝુંડ' ઝાલા જી..!
નાગરાજ મંજુલેની ‘ફેન્ડ્રી' ફિલ્મ જૂજ લોકો સુધી પહોંચી હતી. તેમણે એ જ વાર્તા ‘સૈરાટ'માં એ રીતે રજૂ કરી કે તે સેંકડો લોકોએ સામેથી, થિયેટરો ભરીભરીને જોઈ! કયો હતો તે આઇડિયા – તે વિશે તથા મંજુલેની સટિક વાર્તાઓ વિશે વાત કરી છે.
થિયરી ઓફ લેજિસ્લેટિવ રિસ્ટ્રેન્ટ
તમે જો અમેરિકા ગેરકાયદેસર જશો તો તમને એ દેશની સારી ચીજોનો લાભ નહીં મળે. અમેરિકા જરૂરથી જાઓ પણ કાયદેસર જ જાઓ
સિલિકોસિસઃ કલાત્મક આભૂષણોના કારીગરોને થતો જીવલેણ રોગ
સિલિફોસિસ શ્વસનતંત્ર સાથે જોડાયેલો રોગ છે. ખંભાત જિલ્લાના શક્કરપુર, વડવા ગામના લોકો સિલિકોસિસથી ત્રસ્ત છે. કડવી વાસ્તવિકતા એ છે કે આ રોગને કારણે ઘણાં લોકો મૃત્યુ પામ્યાં છે છતાં પણ સરકાર કે વેપારીઓ અકીકઘાસિયા અને તેમના પરિવારજનોનું જીવન સુરક્ષિત કરવા માટે કોઈ પણ પ્રકારનાં પગલાં ઉઠાવવા તૈયાર નથી.
શેન વોર્ન ગયો અને રમત અધૂરી છે!
શેન વોર્ન જયારે ઓસ્ટ્રેલિયાના ક્રિકેટ મેદાનમાં ઊતર્યો હતો ત્યારે ત્યાં ક્રિકેટની બે નબળાઈ હતી, એક સ્પિનરો સામે ઓસી ધુરંધરો ફાવતાં નહીં. ઝડપ, બૉડીલાઈન, સ્વિંગ કે બાઉન્સર સામે ફટકારતા પણ જયાં ધીમી ગતિએ કાંડું ફેરવીને કોઈ સ્પિનર સામે હોય ત્યારે તેમની સામે ગૂંચવાઈ જતાં.
TOP MUSIC AWARDS: એક સીમાચિહ્નરૂપ ઘટના
ગુજરાતી સંગીત ક્ષેત્રે તાજેતરમાં એક સીમાચિહ્નરૂપ અને વિશિષ્ટ ઘટના બની છે. સમભાવ ગ્રૂપના 'ટૉપ એફએમ' દ્વારા ગુજરાતમાં સૌપ્રથમવાર સંગીત ક્ષેત્ર સાથે સંકળાયેલા કલાકારોને નવાજવા માટે 'ટોપ મ્યુઝિક ઍવૉટ્સ'નું આયોજન કરવામાં આવ્યું હતું. ૫ માર્ચ, શનિવારના રોજ 'ધી ફોરમ' ખાતે મુખ્યમંત્રી, ગૃહ રાજ્યમંત્રી, ફિલ્મ-સંગીત ક્ષેત્રના અનેક મહાનુભાવો, કલાકારો અને દિગ્ગજોની ઉપસ્થિતિમાં આ વિશિષ્ટ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
ગુજરાતના બજેટને ચૂંટણીલક્ષી કેમ બનાવી શકાયું નહીં?
ચૂંટણીનું વર્ષ હોવા છતાં રાજયના નાણાપ્રધાન બજેટને આકર્ષક બનાવી શક્યા નથી. કોઈ વેરા વધાર્યા નથી, તેમ એકાદ અપવાદને બાદ કરતાં કોઈ રાહતો પણ નથી. નાના પગારદારોને વ્યવસાય વેરામાંથી મુક્તિ એ જ એક અપવાદરૂપ રાહત છે
યુક્રેન યુદ્ધ, સંયુક્ત રાષ્ટ્ર અને ભારતનું ધર્મસંકટ
રશિયા ત્રીજા વિશ્વ યુદ્ધની ધમકી આપી રહ્યું છે અને તેને અટકાવી શકે એવું કોઈ પરિબળ નજરે ચઢતું નથી
યુક્રેન સંકટઃ એવા વળાંક પર હવે ઊભો છે કાફલો..
રશિયાએ યુક્રેન પર કરેલા આક્રમણને પંદર દિવસ કરતાં વધુ સમય થઈ ગયો છે, છતાં આ લખાઈ રહ્યું છે ત્યાં સુધી યુદ્ધની સુનિશ્ચિત દિશા નક્કી નથી થઈ શકી. યુદ્ધના શરૂઆતી ઉન્માદ વચ્ચે જાતભાતની અફવો અને વરતારાઓ થતા રહ્યા, વિશ્વ યુદ્ધ અને પરમાણુ હુમલાઓ સુધીની વાતો થવા માંડેલી. જોકે રાહતની વાત એ છે કે હજુ સુધી એવું કશું થયું નથી. છતાં યુક્રેન સંપૂર્ણ અને અખંડ રાષ્ટ્ર નહીં રહી શકે એટલું કદાચ નક્કી થઈ ગયું છે અને તેના આવા ભાવિના એંધાણ તેના ભૂતકાળમાં પડેલા છે જેની અહીં ચર્ચા કરવી છે..
પ્રાચીન પશ્ચિમી બોધ - એપિક્યુરેનિઝમ
બ્રહ્માંડો કોઈ ના ગણી શકે એટલાં અણુ 'ને શૂન્યાવકાશથી ભરેલાં છે. અવકાશમાં સ્વર્ગ 'ને નર્ક હોય છે એવી વાતો સામે એમણે કહેલું કે આ બ્રહ્માંડોમાં અવકાશમાં મૃત્યુ પછી જીવ જીવી જ ના શકે એપક્યુરિયસની સાદું જીવન જીવવાની મુખ્ય વાત જાણી ઘણાંને ભારતીય સંત 'ને સેવક યાદ આવ્યા હશે. સાદું જીવન ને ઉચ્ચ વિચાર ના હોય તો કંઈ નહીં. સાદું જીવન 'ને નીચા વિચાર ના ચાલે
ગીર જંગલમાં મધમાખીઓ માટે પણ 'પાણીની પરબ'!
સૌરાષ્ટ્રમાં ઉનાળો અકળાવનારો બની રહ્યો છે, તેવી સ્થિતિમાં વિશ્વમાં એકમાત્ર એશિયાઈ સિંહોના વિસ્તાર ગીરમાં તરસ બુઝાવવા અહીંતહીં ભટકતા સિંહ, દીપડા અને હરણ જેવા જીવો માટે પાણીની વ્યવસ્થા તો વન ખાતું કરે જ છે, પણ આ વખતના આકરા ઉનાળામાં મધમાખી જેવા જીવજંતુઓનાં ઝુંડને જંગલમાં જ પાણી પીતા કરવા કરેલી કામગીરી નોધપાત્ર છે.
ઓછું ભણેલી, મહેનતકશ વ્યક્તિએ બનાવ્યો 'જોડણીકોશ'!
પોતાને પુસ્તક લખતી વખતે પડતી મુશ્કેલી અન્યોને ન પડે તે હેતુથી મૂળ કચ્છના પણ મુંબઈગરા બનેલા વિપુલ છેડાએ એક લાખથી વધુ શબ્દોની સાચી જોડણી દર્શાવતો જોડણીકોશ લખ્યો. ખૂબ મહેનત પછી સાત વર્ષના અંતે તૈયાર થયેલો આ જોડણીકોશ ડિજિટલી ઉપલબ્ધ છે.
ઠુકરાકે મેરા પ્યાર,મેરી મોહબ્બત કા ઈન્તકામ દેખેગી..
સ્ટોકિંગ શબ્દ આમ તો નવો નથી, તેમ છતાં થોડા દિવસ પહેલાં સુરતમાં ગ્રીષ્મા વેકરિયા નામની યુવતીની જાહેરમાં થયેલી હત્યા બાદ હાલ તે નવેસરથી ચર્ચામાં છે. અહીં ટાંકવામાં આવેલી પંક્તિ ભલે બોલિવૂડની કોઈ ફિલ્મની હોય, પરંતુ તે ગમતાં પાત્રનો પીછો કરતાં એકતરફી પ્રેમમાં પાગલ લોકોની માનસિકતાને સચોટ રીતે બયાં કરે છે. સનકી આવા લોકો પ્રેમનો અસ્વીકાર પચાવી શકતાં નથી અને ના કહ્યા બાદ વિચિત્ર વર્તન કરવા લાગે છે. આવા ઝનૂનીઓ સામેના પાત્રનો પીછો કરવો શરૂ કરે છે અને પછી મામલો 'તું મારી નહીં તો કોઈની નહીં..' એ સ્તરે પહોંચી જાય છે. હાલ વિશ્વ મહિલા દિવસ નજીકમાં છે ત્યારે મહિલાઓ, યુવતીઓ જેનો સૌથી વધુ ભોગ બને છે તેવા આ મુદ્દે ચર્ચા કરવી જરૂરી બની જાય છે..
‘નિઓ-નુઆર' ફિલ્મોની 'ગેહરાઇયાં…'!
દીપિકા પાદુકોણ - સિદ્ધાંત ચતુર્વેદી અભિનીત ‘ગેહરાઇયાં' નિઓ-નુઆર ઝોનરની ફિલ્મ છે. આ ઝોનરની ફિલ્મો બનાવવામાં શ્રીરામ રાઘવન માહેર છે. આ શબ્દ ક્યાંથી આવ્યો? આ પ્રકારની ફિલ્મોમાં શું અલગ હોય? આવો જોઈએ..
વિધાર્થીઓ, પૂર્વ તૈયારી કરો
અમેરિકા ભણવા જવું હોય તો એ માટેની તૈયારી તમારે ઓછામાં ઓછા બે વર્ષ પહેલાંથી શરૂ કરી દેવી જોઈએ. કઈ યુનિવર્સિટીમાં જશો એની શોધખોળ આદરી દેવી પડશે. એ યુનિવર્સિટી વિષે, એમાં જે પ્રોફેસરો ભણાવતા હોય, ત્યાં ભણતા વિદ્યાર્થીઓ, યુનિવર્સિટી કેમ્પસ અને એ જે શહેરમાં, સ્ટેટમાં આવેલ હોય એના વિષે જાણકારી મેળવવાનું શરૂ કરી દેવું જોઈએ
જોરિયા પરમેશ્વરઃ આઝાદીના ઇતિહાસનું વિસ્મૃત પાત્ર
૨૦૧૨ના વર્ષે તત્કાલીન રાજ્ય સરકારે જોરિયાની શહીદીની સ્મૃતિમાં એક ખાસ કાર્યક્રમમાં તેના ગામ વડેકની પ્રાથમિક શાળાને જોરિયા પરમેશ્વર પ્રાથમિક શાળા નામ આપ્યું હતું
ભવનાથ શિવરાત્રી મેળાનાં અનોખાં અન્નક્ષેત્રો
શિવરાત્રી મેળાના પાંચ દિવસની બપોરે 'હરિહર'નો નાદ પાડે ત્યારે લાખોની મેદની એકસાથે પંગતમાં બેસી ગરમાગરમ રોટલા..કઢી..પંજાબી, ઈડલી-સંભાર, મોહનથાળ, બુંદી-ગાંઠિયાનું ભોજન જમતાં હોય તેવો અદભુત નજારો અનેક દશકાઓથી ગિરિ તળેટીના પાવન સ્થળ ભવનાથ મહાદેવના સાન્નિધ્યમાં યોજાતાં શિવરાત્રીના મેળામાં જોવા મળે છે. અહીં આ અન્નક્ષેત્રોની રસપ્રદ દુનિયામાં ડોકિયું કરીએ..…
મેળાનું અર્થકારણઃ રૂ.૩૦થી ૩૫ કરોડનું ટર્નઓવર!
ભવનાથ વિસ્તારમાં ગોઠવાતા ફજર-ફાળકા, ખાણી-પીણીના સ્ટોલ, રમકડાંના સ્ટોલ, ધાર્મિક ચીજ-વસ્તુઓ વેચતા સ્ટોલ વગેરેના ધંધાર્થીઓ મેળા દરમિયાન વર્ષની લગભગ અડધી કમાણી કરી લેતા હોય છે
આખરે, સ્ત્રી શું ઇચ્છે છે?
હજારો વર્ષોથી સ્ત્રીઓના સંદર્ભમાં વારંવાર એક જ પ્રશ્ન પૂછાતો આવ્યો છે કે આખરે સ્ત્રી ઇચ્છે છે શું? ભલે આ યક્ષ પ્રશ્ન ન હોય પણ પૂછાવો જરૂરી છે, કારણ કે કદાચ કોઈ પુરુષે હજુ સુધી સ્ત્રીની પાસે તેનો જવાબ નથી માગ્યો. પોતપોતાની રીતે જવાબ આપ્યો છે.
યુક્રેન યુદ્ધની અસરોથી ભારત પણ બાકાત નથી
શેરબજાર ડામાડોળ થઈ ગયું છે. ડૉલર સામે રૂપિયો નબળો પડ્યો છે. ફુગાવાના પરિબળો બેફામ બનવાની શક્યતા છે. ચાલુ ખાતાની ખાધમાં વધારો થશે. દેશના અર્થતંત્ર માટે ઝંઝાવાતી દિવસોની સંભાવના વ્યક્ત થઈ રહી છે
કચ્છની મહિલાઓએ બનાવ્યાં છાણાંમાંથી નાણાં!
ગાયનું છાણ એ એક સહજ સાધ્ય વસ્તુ છે. તેના ઉપયોગથી પુરુષો તો માત્ર ખાતર બનાવીને સંતોષ માને છે, પરંતુ કચ્છમાં મહિલાઓ પોતાના કૌશલ્યનો, કલાનો ઉપયોગ કરીને છાણમાંથી કલ્પી ન હોય તેવી વસ્તુઓ બનાવે છે.