CATEGORIES
Categorías
કંપનીની મોનોપોલી સર્જાય તે યોગ્ય નથી
સ્પોર્ટ્સ અને ગેમિંગ સેક્ટરમાં આ કંપનીઓની મોનોપોલી સર્જાઈ રહી છે. આ ગેમ્સની પારદર્શિતા પણ જોવી રહી, કારણ કે અનેક લોકો મોટા પ્રમાણમાં પોતાના કાળા પેસા સફેદ કરવા માટે મોટા પ્રમાણમાં આ ગેમ્સમાં પૈસા રોકે છે
ઇગો પર ટકેલી આભાસી ગેમની માયાજાળ!
રમતોનો ઇતિહાસ માનવ સભ્યતા જેટલો જ જૂનો હોવાનો. સામાજિક મેળાવડા ઉપરાંત વિવિધ રમતો શારીરિક ક્ષમતા અને કૌશલ્યના પ્રદર્શનનું માધ્યમ બને છે, સાથે એનાથી જૂથભાવના પણ વિકસે છે. પ્રત્યેક સદીમાં, માનવ સભ્યતાની સાથે સાથે રમતો પણ નવા તબક્કામાં પ્રવેશતી રહી છે. વિજ્ઞાન અને ટેક્નૉલોજીને રમતોએ પણ પોતાના અભિન્ન અંગ બનાવી દીધા છે, જેનાથી ખેલાડીઓના પ્રદર્શન અને દર્શકોના મનોરંજનનો ગ્રાફ ઉપર ચડ્યો છે, પરંતુ હવે ઇન્ટરનેટ અને સ્માર્ટફોનને કારણે આ રમતોનું એક આભાસી સ્વરૂપ, 'ફેન્ટસી ગેમ' પ્રભાવી બન્યું છે, જેનાથી ચેતવાની જરૂર છે. શા માટે? ચાલો વિસ્તારથી જાણીએ.
અન્ય દેશોના કાયદાઓમાં કેવી જોગવાઈઓ છે?
'ગેમિંગ કમિશન ઓફ લાઇસન્સ'ની શરતોને અનુસરતી એપ કે પ્લેટફોર્મને જ માન્યતા મળે છે
સ્ટુડન્ટોને ચેતવણી
વિદ્યાર્થીઓ, તમે ભણવા માટે પરદેશ જાવ, અમેરિકા જાવ તો પોર્નોગ્રાફિક ફિલ્મો, બ્લૂ ફિલ્મો જોવાના પ્રલોભનમાં ફસાતા નહીં
વ્યંગ્યનું અમેરિકન માસિક ‘મેડ': અભિવ્યક્તિસ્વાતંત્ર્યનો આદર્શ
લાગલગાટ ૬૭ વરસ સુધી 'મેડ’ વાંચીને અનેક પેઢીઓ ઉછરી અને કેટલીય પ્રતિભાઓનું તેના થકી ઘડતર થયું
સમાજ પાકટ ઉંમરના સંબંધને ક્યારે સન્માન આપશે?
કુદરતે યુવાની આપી જ એટલા માટે છે કે લોકો પોતાના જાતીય જીવનને ભરપૂર માણી શકે, પોતાની ખુશી સાથે જનીનો આગળ વધારવાનું કુદરતી કાર્ય કરી શકે, પરંતુ યુવાનોમાં પ્રેમસંબંધ જેવા આ સુંદર કુદરતી આયોજનને ચારિત્ર્યહીનતા ગણતો સમાજ વડીલોની પ્રેમસંબંધી લાગણીઓ સ્વીકારતો ક્યારે થશે એ અઘરો પ્રશ્ન છે.
મધ્ય પ્રદેશની સમૃદ્ધ હસ્તકલા અને વૈવિધ્યસભર કળા
> મધ્યપ્રદેશના કારીગરોની કલાત્મક ક્ષમતા અને સર્જનાત્મકતાનું પ્રતીક. અહીંની અદ્ભુત હસ્તકલા અને કળા > વાંસના ઉત્પાદનો. પથ્થરની કોતરણી. લાકડાની હસ્તકલા. કાપડ વણાટ, લાકડાની કોતરણી. પથ્થરની કોતરણી અને ચંદેરી. મહેશ્વરી. ઝરી-ઝરદોઝી ભરતકામ. બાગ અને બાટિક પ્રિન્ટની ભારત અને વિદેશમાં ખૂબ માંગ છે.
પંચમહાલ મોડું જાગે તેમાંય ઈશ્વરી સંકેત હશે!
૧૯૧૭ની પહેલી રાજકીય પરિષદ પછી પંચમહાલની પ્રજામાં રાજકીય ગતિવિધિઓનો સંચાર થયો હતો. ઉપરાંત સ્થાનિક સ્તરે સ્વાતંત્ર્ય લડતોમાં પ્રતિકૂળતાઓને લઈ જિલ્લાના આગેવાનો ગુજરાતમાં સમયે સમયે થતી રહેલી સ્વાતંત્ર્ય પ્રવૃત્તિઓમાં પ્રદાન કરતા રહ્યા હતા
કાળા અક્ષરથી અજવાળું પાથરનારાં પુસ્તકોની યાત્રા
આ સામાન્ય જ્ઞાનનો પ્રશ્ન છે કે, સૌથી પહેલું પ્રિન્ટિંગ પ્રેસ બનાવનાર માણસ હતો જોહાનસ ગુટનબર્ગ અને એણે છાપેલું પહેલું પુસ્તક હતું, બાઇબલ, પરંતુ ઇતિહાસ નોંધે છે કે આધુનિક કહી શકાય એવી સૌથી પહેલી મુદ્રણ પદ્ધતિ - 'વૂડબ્લૉક પ્રિન્ટિંગ' ચીનમાં શોધાયેલી, જેમાં લાકડાંના ટુકડા પર લખાણ કે ચિત્ર કોતરવામાં આવ્યું હોય અને એનાથી કાગળ પર છાપકામ થતું હોય
કાર્ટૂનિસ્ટની કારકિર્દી: ગ્રહણ કે મરણ?
અભિવ્યક્તિના માધ્યમ તરીકે સોશિયલ મીડિયાનાં અનેક પ્લેટફોર્મ હવે સુલભ છે, પણ મુક્ત અભિવ્યક્તિના માધ્યમ જેવાં કાર્ટૂન દોરનાર કાર્ટૂનિસ્ટોની કારકિર્દીને ગ્રહણ લાગવાનો આરંભ થઈ ગયો છે. ૫ મેના રોજ નેશનલ કાર્ટૂનિસ્ટસ ડે છે ત્યારે કાર્ટુનના આરંભ અને તેનાં સચોટ ઉપયોગનાં અનેક ઉદાહરણોની સાથોસાથ આ પરિસ્થિતિ માટે જવાબદાર વિવિધ પરિબળોની વિસ્તારથી છણાવટ કરીએ.
ચાલો છુકછુક ગાડીમાં ગીરની સફરે..
એ ગાડી ભલે છુક છુક (ધીમે ચાલતી) હોય.. તેમાં સફર કરવી જીવનની એક યાદગાર ક્ષણ બની જાય છે, કારણ આ ગાડી (ટ્રેન) ગીરમાંથી પસાર થાય છે. પૂર્વથી પશ્ચિમમાં ૧૧૦૦થી વધુ ચો.કિ.મી.માં પ્રસરેલા ગીર જંગલમાંથી પસાર થતી આ ગાડીનો ઉત્તર-પશ્ચિમ ગીરથી શરૂ થતો પ્રવાસ જ્યારે દક્ષિણ-પૂર્વ ગીરમાં થઈ લીલી નાઘેરમાં પુરો થાય ત્યારે આ સફરનો રોમાન્ચ સાથે લાવેલી ડાયરીમાં લખવા જેવો બની જાય છે. આ સફરમાં ફક્ત સિંહો જ નથી, આ રળિયામણા જંગલમાં મુક્ત મને વિહરતા હરણાઓ અને ગાઢ વનરાઈઓમાં ટહુકતા મોરને માણવાની મજા કંઈક ઔર જ છે. તો ચાલો શરૂ કરીએ એ છૂકછૂક ગાડીની રસપ્રદ સફર..
અંગદાનમાં સિવિલ હોસ્પિટલે કંડારી નવી કેડી
અંગદાન એ મેડિકલ સાયન્સે આપેલી એક એવી ભેટ છે જેનાથી અનેક વ્યક્તિઓનાં જીવન બચી શકે છે. ખાસ કરીને ભારતમાં તેના પ્રત્યે જાગૃતિનો ખૂબ અભાવ જોવા મળે છે. જૂજ લોકો અંગદાન કરે છે. આ પરિસ્થિતિ વચ્ચે અમદાવાદની સિવિલ હૉસ્પિટલે છેલ્લા ત્રણ મહિનામાં જ ૨૫ અંગદાનનો રેકોર્ડ સર્જ્યો છે અને આ ક્ષેત્રમાં ઉદાહરણરૂપ કામગીરી કરી છે.
ઉનાળાને હમણાં હમણાં બહુ ગરમી ચડી છે!
‘ખરેખર અહીં ૫૦ ઉપર ગરમી પહોંચે છે?' હવે સાળો ગભરાયો. “પાંચેક વર્ષ પહેલાં તો પપ ઉપર પહોંચું.. પહોંચું થઈ ગઈ'તી.” 'કોણ?' સાળો બેઠો થઈ ગયો
KGF: પ્રશાંત નીલનું રાઇટિંગ, નરેશન, ટ્રેન્ઝિશન 'ને એડિટિંગ
રાઇટર-ડિરેક્ટર પ્રશાંત નીલની KGF ફ્રેન્ચાઇઝી અનુક્રમે બીજી અને ત્રીજી ફિલ્મ છે. તેમની ફિલ્મમાં વાર્તાનું મહત્ત્વ નથી, તે કહેવાની ઉટપટાંગ (આગળ-પાછળ) રીતનું મહત્ત્વ છે! લાઉડ મ્યુઝિક 'ને તોતિંગ મારફાડ મુખ્ય છે. ફિલ્મના રાઇટિંગ, ટ્રાન્ઝિશન તથા એડિટિંગ વિશે થોડી રસપ્રદ વાતો કરી છે.
આંતરરાષ્ટ્રીય માલધારી વર્ષ માલધારીઓની દશા સુધારશે ખરું?
યુએન દ્વારા વર્ષ ૨૦૨૬ને માલધારી અને ચરિયાણ ભૂમિનું વર્ષ જાહેર કરાયું છે. ગાય-ભેંસ કે ઘેટાં-બકરાંનું પાલન કરીને જીવન ગુજારતાં માલધારીઓને વિકટ સ્થિતિનો સામનો કરવો પડે છે. કચ્છમાં ખેતી પછી મહત્ત્વનો વ્યવસાય પશુપાલન છે, પરંતુ ગામેગામ ગૌચરની ભૂમિ છીનવાઈ ગઈ છે. જંગલોમાં માલધારીઓ અને પશુઓને પ્રવેશ મળતો નથી. પાણીની સમસ્યા પણ દર વર્ષે મુશ્કેલીમાં વધારો કરે છે. શું આ સમસ્યાઓનો અંત આવશે?
વિદેશ સચિવ તરીકે કવાત્રાની નિયુક્તિ આશ્ચર્યજનક
૨૦૧૪માં નરેન્દ્ર મોદી નવાસવા વડાપ્રધાન બન્યા હતા ત્યારે સંયુક્ત સચિવ તરીકે કવાત્રાએ મોદીના દુભાષિયા તરીકે ભૂમિકા ભજવી હતી, તેમ જ વિદેશનીતિનું તેમનું બૅકગ્રાઉન્ડ મોદીને બહુ ઉપયોગી બન્યું હતું
ફોરેન્સિક ચિત્રકારોની વિસ્મયકારક દુનિયા
પોલીસ વૉશિંગ મશીન કે ગધેડાની ધરપકડ ન જ કરે, પરંતુ સ્કેચ અથવા ગુનેગારના ચહેરાનું રેખાચિત્ર જોઈને કોઈ તેને ભળતી વ્યક્તિ તરીકે બતાવે તે શક્ય છે, કારણ કે એ ચિત્રો એટલાં સંપૂર્ણ હોતાં નથી કે કોઈકની સટીક ઓળખાણ થઈ શકે, છતાં મોટા ભાગના કિસ્સાઓમાં ચિત્રોને આધારે પોલીસ ગુનેગારને ઓળખવામાં સફળ થાય છે
પ્રશાંત કિશોર કોંગ્રેસને કેમ ઉપયોગી જણાયા?
પ્રશાંત કિશોરના આગમનથી તેઓની પાંખો કપાઈ જવાની દહેશત હતી, પરંતુ સોનિયા ગાંધી વ્યક્તિગત રીતે પ્રશાંત કિશોરને મળ્યા અને ૨૦૨૪ની લોકસભાની ચૂંટણી ઝુંબેશને કેવી રીતે સંચાલિત કરવી એ વિશેની તેમની રજૂઆતને સાંભળી અને ગાંધી પરિવારને પ્રશાંત કિશોરની વાતમાં વજૂદ જણાયું હતું
અમેરિકાનાં ડઝન છિદ્ર અમેરિકન નજરે
ભારત જેવા દેશમાં અધધ લોકોએ રસી લીધી. ત્યારે અમેરિકામાં લોકોએ રસી લેવી જોઈએ એ સમજાવવામાં સરકાર નિષ્ફળ નીવડી. એથી વિશેષ અમેરિકન સરકારે વેક્સિન ના લેવી હોય એ ના લે એવું વલણ અપનાવ્યું હતું
જમ્મુ-કાશ્મીરમાં સંપૂર્ણ શાંતિની સફર લાંબી છે
કલમ-૩૭૦ને કારણે રાજ્યનો વિકાસ અવરોધાયેલો હતો. એ નાબૂદ થતાં રાજ્યને હવે વિકાસનાં ફળ ઉપલબ્ધ થવા લાગ્યા છે. જમ્મુ-કાશ્મીરને નાણાકીય ભંડોળની કમી દિલ્હીએ વર્તાવા દીધી નથી
લાભ કે અવલંબન ન હોય તો કેટલા સંબંધો જળવાઈ રહે?
માણસ તમારી પાછળ પૈસા ખર્ચે તે દેખીતી બાબત હોય છે, પરંતુ લાગણીનો ખર્ચો દેખાતો હોતો નથી. ગણતરીબાજ માણસો પોતાના ફાયદા માટે લાગણીશીલ વ્યક્તિઓનો સરસ ઉપયોગ કરી જાણતા હોય છે. જેને મોટા ભાગનો સમાજ વ્યવહારુતા કે રીતરિવાજ-સંસ્કાર ગણાવી દેતો હોય છે.
‘વર્લ્ડ લાફ્ટર ડે' આ રીતે ઊજવો!
તમે આટઆટલો મને હેરાન કરો છો, તો પણ નોકરી છોડવાની વાત ક્યારેય મેં કરી? ના જ કરાય. મને ખબર છે કે નોકરી છે તો વાઇફ છે
હૃદયમઃ મિત્રોનાં, પ્રેમનાં, શહેરનાં સંભારણાં!
કોલેજ લાઇફની બેફ્કિરી મસ્તી 'ને મોજ, રેગિંગ ’ને રિસાવું, દોસ્ત 'ને દુશ્મન, પ્રેમ ’ને પ્રેમિકાઃ આ બધું વ્યાખ્યાયિત કરવું ઓલમોસ્ટ ઇમ્પોસિબલ છે
સ્વરાજ્યયુગીન સાવજઃ વામનરાવ મુકાદમ
કાલોલ પાસેના મલાવમાં ઑક્ટોબર ૧૯૩૦માં વિશિષ્ટ પ્રકારનો, હાથથી ઘાસ ઉખેડવાનો અને ઢોરને બીડમાં ચરાવવા મૂકવાનો ‘મલાવ જંગલ સત્યાગ્રહ’નો આરંભ કર્યો. ગુજરાતના આઝાદીના ઇતિહાસનો આ એકમાત્ર અને અજોડ સત્યાગ્રહ હતો
‘ઊંચા હોદ્દાવાળા પાત્ર માટે એક્ટર જોઈએ તો શિવકુમાર શુભ્રમણ્યમને બોલાવો!'
૧૦મી એપ્રિલે જેમનું મૃત્યુ થયું તે શિવકુમાર શુભ્રમણ્યમ ‘ટુ સ્ટેટ્સ'ના અભિનેતા તરીકે જાણીતા છે. જોકે, તેઓ એથી વિશેષ હતા. તેઓ ઍવૉર્ડ વિજેતા ફિલ્મલેખક હતા. અનુરાગ કશ્યપને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી અપાવવામાં નિમિત્ત શિવકુમાર શુભ્રમણ્યમ બનેલા. તેમના કામ વિશે વાત કરી શ્રદ્ધાંજલિ પાઠવીએ.
યુક્રેન, વિઝા, ભારતીયો અને વિશ્વાસ
ભારતમાં જો મેડિકલમાં ઍડ્મિશન લેવું હોય તો વિદ્યાર્થી ખૂબ જ હોશિયાર હોવો જોઈએ. ઇન્ટર સાયન્સમાં એણે ૮૦ ટકાથી વધુ માર્ક્સ મેળવ્યા હોવા જોઈએ. એટલું જ નહીં, પણ મોટી-મોટી કેપિટેશન ફી પણ આપવાની રહે છે. આની સરખામણીમાં યુક્રેનની તેમ જ રશિયાનાં અન્ય શહેરોની યુનિવર્સિટીમાં મેડિકલમાં સામાન્ય વિદ્યાર્થીને પણ સહેલાઈથી પ્રવેશ મળી જાય છે
મમ્મી, હવે પૂરું થઈ ગયું!
રોજ કમાઈને રોજ ખાતા હોય તેવા લોકોની પરિસ્થિતિ કફોડી હોય છે, પરંતુ વધારે મુશ્કેલી ત્યારે સર્જાય જ્યારે આવકનો આધાર જ ના રહે. દાયકાઓથી તંત્ર ગરીબ અને લાચાર વ્યક્તિને હેરાન કરે છે અને બિચારી બનેલી વ્યક્તિનું સાંભળનાર પણ કોઈ હોતું નથી. રાજકોટના એક રેંકડીવાળાએ પણ પોતાની રેંકડી મહાનગરપાલિકામાંથી છૂટી કરાવવા ભારે જહેમત ઉઠાવી પરંતુ તંત્ર ટસનું મસ ના થયું, અંતે ઘરનો મોભી પરિવારની વ્યથા જોઈ ના શક્યો અને તેણે..
ધણફુલિયા: જ્યાં પથ્થરો ફેંકાતા નથી, પૂજાય છે!
આજે જ્યારે સમગ્ર દેશમાં હિન્દુ-મુસ્લિમને લઈને અનેક વિવાદો સર્જાયા છે ત્યારે ગુજરાતમાં એવા ધર્મસ્થાન છે જ્યાં કોઈ પણ નાત-જાતના ભેદભાવ વગર પૂજા-પાઠ અને અઝાન થાય છે. તો ચાલો કાઠિયાવાડના સોરઠ પંથકની મુલાકાતે જે આજના સમયમાં કોમી એકતાની અતૂટ મિસાલ છે.
સ્ટોક માર્કેટનો ડિજિટલ યુગ અને રોકાણકારોની નવી પેઢી
આપણાંમાંથી ઘણાંએ સ્ટૉક માર્કેટમાં પૈસા ગુમાવીને પાયમાલ થયેલા લોકો વિશે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જાણ્યું હશે. એટલે જ આ બજારનાં જોખમોથી અજાણ, અને ખાસ તો રાતોરાત પૈસાનું ઝાડ ઉગાડી દેવાની લાલચ રાખતા લોકોને આમાં ન પડવાની ચેતવણી અપાય છે. પરંતુ જ્યાં સમસ્યાઓ છે, ત્યાં કોઈ ને કોઈ માણસો સમાધાન પણ અવશ્ય શોધી જ કાઢે છે! સ્ટૉક માર્કેટમાં જે અમુક વર્ષો પહેલાં ખૂટતું હતું, એ હતું પારદર્શિતાનો અભાવ. જે આજે ધીમે ધીમે વધતી જાય છે. કારણ છે ડિજિટલ ક્રાંતિ.
‘ગૃહલક્ષ્મી' કેમ કરી રહી છે આત્મહત્યા?
છેલ્લાં બે વર્ષમાં સૌથી વધુ ગૃહિણીઓએ આત્મહત્યા કરી છે. શું જીવનની સમસ્યાઓ એટલી મોટી હશે કે જીવવા કરતાં મરવું સહેલું લાગ્યું હશે? એવી તો કેવી મૂંઝવણો સામે ગૃહિણીઓ ઝઝૂમતી હશે જેના કારણે તેમણે આત્મહત્યા કરવી પડી રહી છે?