CATEGORIES
Categorías
વાલીઓમાં ભય જન્માવવા જાહેરાતનો ઉપયોગ
તમારા મગજમાં કોલગેટ એટલી ઘૂસી ચૂકી છે કે તમે ટૂથપેસ્ટના નામે કોલગેટ લઈ આવો છો
લગ્નની સિઝનમાં રામાનો ઓલટાઇમ હાઈ ઇન્ડેક્સ!
'શંકરલાલભાઈ!’ વાઇફે હરખથી કહ્યું, ‘તમે તો ઘરના માણસ કહેવાઓ. મને ખબર પડી કે તમને ગુલાબજાંબુ બહુ ભાવે છે ત્યારથી દર રવિવારે બનાવું છું કે નહીં?
રાજદ્રોહના કાયદાની સમીક્ષા નવું સ્વરૂપ કેવું હશે?
સરકાર આ કાયદાની જોગવાઈઓમાં સુધારા કરશે એવું નિશ્ચિત જણાય છે. મહત્ત્વની વાત એ છે કે આવા સૂચિત સુધારા પછી પણ કાયદાનો દુરુપયોગ અટકાવી શકાશે કે કેમ?
ભારતના પ્રવાસીઓની તકલીફો
સમર શિલ્ડઝ કહે છે કે એવું કોઈ મૂવી હોઈ ન શકે જેમાં ભારતની અગણિત વિવિધતા ભરેલી સુંદરતા બતાવી શકાય. જંગલ, દરિયાકાંઠો વગેરે એટલું બધું ભારતમાં છે જે માન્યામાં ન આવે
બધી ઍપ્લિકેશન્સ માત્ર બજારવાદ પર આધારિત
નાનું બાળક બીજા જોડે રહેતા શીખે, રમતા શીખે, એકબીજાને મદદ કરતાં શીખે એ બધું વર્ગશિક્ષણમાં જ શક્ય છે, ઓનલાઇન શિક્ષણમાં શક્ય નથી
દીકરીઓ માટે શિક્ષણ મેળવવું આજેય પડકારજનક
યુનેસ્કોના તાજા અહેવાલ મુજબ કોરોના મહામારી પછી વિશ્વમાં કુલ ૧૫૪ કરોડ બાળકોનું શૈક્ષણિક ભવિષ્ય ડહોળાઈ ગયું છે, જેમાંથી આશરે ૭૪ કરોડ તો છોકરીઓ છે. કોરોના પછી ફરી શરૂ થયેલી શાળાઓમાં છોકરીઓમાં ડ્રોપ આઉટ રેશિયો (શાળા છોડી દેવાનું પ્રમાણ) અને નાની ઉંમરે કે બાળવયે લગ્ન કરાવી દેવા એમ બંને મુશ્કેલીઓ વધવાની ઘણી વધારે સંભાવનાઓના અણસાર દેખાઈ રહ્યા છે.
ટેક્નોલૉજીનો અતિરેક બાળકો માટે નુકસાનકારક
અમારો કોર્સ નહીં લો તો રહી જશો એ પ્રકારનું વાતાવરણ ઊભું કરવું એ ખૂબ ખરાબ વાત છે
ગાંધી-સરદારનાં મૂલ્યો સિંચતી સંસ્થા
દેશભરમાં અત્યારે મહિલા સશક્તિકરણ અને કન્યા કેળવણી પર ભાર મુકાય છે, પરંતુ ચરોતરમાં સો વરસ પહેલાં તેની શરૂઆત થઈ ગઈ હતી. ૧૯૩૫માં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ વાવેલું કન્યા કેળવણીનું બીજ વટવૃક્ષ થઈને ઊભું છે. તેની શાખા, પ્રશાખાઓ અને વડવાઈઓ શીતળ છાયા આપતી થઈ ગઈ છે. તેમાંય સાડા આઠ દાયકા પહેલાં એટલે કે ૧૯૩૫માં સ્થપાયેલી વિલ કન્યા કેળવણી મંડળ તેનું ઉદાહરણ છે.
કાલ્પનિક ભયના પાયા પર ઊભેલો શિક્ષણનો વેપલો!
અનેક વખત વિવાદોમાં આવી ચૂકેલી ઍડટૅક કંપની બાયજુસ એ હવે ઘરે-ઘરે પહોંચી ચૂકી છે. એક સ્ટાર્ટઅપ તરીકે શરૂ થયેલી આ કંપની આજે વિશ્વમાં ટોચની એજ્યુકેશનલ કંપનીઓમાં સામેલ થઈ ચૂકી છે. તેને થોડાં જ વર્ષોમાં મળેલી અકલ્પનીય સફળતાએ ભલભલાને વિચારતા કરી મૂક્યા છે, પણ આ સફળતા પાછળ અનેક પ્રકારની અનૈતિક અને સિદ્ધાંતવિહીન પ્રયુક્તિઓ રહેલી છે. એક ચોક્કસ મોડસ ઑપરેન્ડીથી બાયજુસ વધુમાં વધુ ગ્રાહકો એકઠા કરી રહી છે. એક પછી એક કંપનીઓને ખરીદી, ધીમે ધીમે એ માર્કેટમાં પગદંડો જમાવતી જાય છે. આવી કંપનીઓથી દેશના વર્ક કલ્ચર પર, સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ પર, કુમળી વયનાં બાળકો પર કેવા પ્રકારની માઠી અસરો થઈ રહી છે? શું કહેવું છે કંપનીના કર્મચારીઓનું? શું કહે છે શિક્ષણક્ષેત્રના વિશેષજ્ઞો? વાંચો અહીં તબક્કાવાર આલેખન..
કોંગ્રેસની ચિંતન શિબિર પક્ષના સ્વાસ્થ્યને સુધારશે?
વર્તમાન વૈશ્વિક પરિપ્રેક્ષ્યમાં અને ભારતીય અર્થતંત્રની દશા-દિશાના સંદર્ભમાં આર્થિક નિષ્ણાતો હજુ વ્યાપક આર્થિક સુધારા અને ઉદારીકરણ અપનાવવાના સૂચનો કરી રહ્યા છે ત્યારે કોંગ્રેસ ત્રીસ વર્ષ પહેલાંના આર્થિક માળખા તરફ પાછા ફરવાની હિમાયત કરે છે
કઈ રીતે કંપની લોકોને કોર્સ લેવા મજબૂર કરે છે?
ગભરાયેલા અને બાળક વિશે ચિંતાતુર વાલીઓને એ કોર્સ ઓફર કરે છે અને મોટા ભાગના વાલીઓ એ કોર્સ માટે હજારો રૂપિયા આપવા તૈયાર થઈ જાય છે
ઓનલાઇન શિક્ષણની આડઅસર
કોરોનાના કારણે લૉકડાઉનમાં વિદ્યાર્થીઓ શાળાએ જઈ શક્યા નહીં. ઓનલાઇન શિક્ષણનો નવો ટ્રેન્ડ ચાલુ થયો. ભણતર થોડું આગળ તો વધ્યું, પરંતુ અન્ય પ્રદેશોની માફક કચ્છના ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓને પણ ભારે મુશ્કેલી પડી. શહેરી વિસ્તારના વિદ્યાર્થીઓ નવા વહેણ સાથે ધીરે ધીરે ટેવાઈ ગયા. ત્યાં ફરી શાળાએ જઈને ભણવાનું શરૂ થતાં નવી મુશ્કેલીઓ સામે આવી.
એપ પર ભણાવતા લોકો પાસે સ્કિલનો અભાવ
બાયજુસ અને વ્હાઇટહેટ જુનિયર જેવા પ્લેટફોર્મ મારી દ્રષ્ટિએ ખૂબ પ્રોફેશનલ છે
આઝાદીનો વિસ્મૃત શહીદ રતિલાલ સાંકળચંદ વૈધ
રાણપુરની છાવણીમાં લડતો એ કિશોર બીજા સંખ્યાબંધ યુવાનોની સાથે પકડાયો અને સાબરમતી જેલમાં ગયો, પણ એ જેલ થોડા દિવસોમાં જ ભરાઈ એટલે તેને યરવડા જેલમાં મોકલવામાં આવ્યો અકુદરતી જીવન જીવતાં રતિલાલને તાવ આવી ગયો, પણ જેલના સત્તાવાળાઓને તેની પરવા ન હતી. સોંપાયેલું કામ દરેક કેદીએ કરવું જ પડતું, રતિલાલને ભાગે કાથીનું દોરડું વણવાનું આવ્યું હતું
આત્મનિર્ભર ભારતના મૂળમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિનું સવિશેષ યોગદાન
અત્યાર સુધી શાળાકીય શિક્ષણ બાબતે દેશમાં ૧૦+૨ પદ્ધતિથી શિક્ષણ આપવામાં આવતું હતું. હવે ૫+૩+૩+૪ની પદ્ધતિનું નવી શિક્ષણ નીતિમાં અમલીકરણ કરાશે
RTE કાયદોઃ ઝાઝાં ગમ, થોડી ખુશી
રાઇટ ટુ એજ્યુકેશન એટલે કે આરટીઇ ગરીબ બાળકો માટે સારી અને મોંઘી શાળામાં પ્રવેશ મેળવવા માટેનો કાયદો, પરંતુ આ કાયદા અંતર્ગત હકીકતમાં કેટલા હકદાર બાળકોને પ્રવેશ મળે છે અને જે બાળકોને શાળામાં પ્રવેશ મળે છે તેમને શાળામાં પ્રવેશ મેળવવા અને પ્રવેશ મેળવ્યા પછી તેમને કેવી અને કેટલી સમસ્યાઓનો સામનો કરવો પડે છે? આ કાયદાની પરોક્ષ અને પ્રત્યેક્ષ બંને બાજુ બિલકુલ અલગ છે.
લીંબુએ સગપણનાં સમીકરણો પણ બદલી નાખ્યાં
વીઇફે હાથમાં થેલી પકડાવતાં કહ્યું, “દસ દસ ગ્રામનાં બે લીંબુ મળે તો લેતા આવો. આમ તો લગ્ન પહેલાં આકાશના તારા તોડી લાવવાની વાત કરતા'તા..”
વેબ કોમિક્સનાં આ પાત્રો પર મીમ્સની દુનિયા ટકેલી છે
ટ્રોલફેસ એ બધા જ મીમ્સનો લીડર છે
મનોજ બાજપેઇની સફર: ‘ભીખુ મ્હાત્રે'થી ‘શ્રીકાંત તિવારી' સુધી..
‘બૅન્ડિટ ક્વીન’થી શરૂઆત કરનાર મનોજ બાજપેઇનું ઇન્ડસ્ટ્રીમાં ટકી રહેવા પાછળનું મજબૂત કારણ કયું છે?
સસ્તું ભાડું ને.. સોરઠની યાત્રા!
કાઠિયાવાડમાં એક કહેવત ખૂબ બોલાય છે. ‘સસ્તું ભાડું ને સિદ્ધપુરની યાત્રા’ પણ, નવાબી શહેર જૂનાગઢથી એક જ કલાકના અંતરે આવેલ કેશોદના ઍરપોર્ટમાં મુંબઈથી ઊડીને આવતા પ્રવાસીઓ ગિરનારના ઉડનખટોલા, ગિરિગુફાઓ અને સાસણગીરના સિંહ જોઈ સોમનાથના શિવદર્શન કરી પાછા ર૪થી ૪૮ કલાકમાં મુંબઈ પહોંચી જાય તો ‘સસ્તું ભાડું 'ને ગીર – ગિરનાર – સોમનાથની યાત્રા'વાળી નવી કહેવત બોલવી પડે તો તેમાં કાંઈ ખોટ નથી.
સશસ્ત્ર ક્રાંતિના મોરચે ગુજરાત
ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિનું વાયુમંડળ તૈયાર કરનાર આદિ પુરુષ હતા અરવિંદ ઘોષ. એ પોતે પડદા પાછળ હતા, બારીન્દ્ર આગળ રહેતા. ઈ.સ. ૧૯૦૦ના અરસામાં બારીન્દ્ર વડોદરા આવ્યા
લાંબા ગાળાના લાભ માટે સરકાર પ્રયત્નશીલ
ફર્ટિલાઇઝર, ફોસ્ફરસ જેવા પોટેશિયમના ઇનપુટ જે રશિયા અને યુક્રેનથી આવતા, ત્યાં યુદ્ધની પરિસ્થિતિ સર્જાતાં એ પણ મોંઘા બન્યા
મોંઘવારીના તાજા આંકડાઓ
માર્ચ મહિનાને અંતે છૂટક મોંઘવારી દર ૬.૯૫ ટકાએ પહોંચ્યો: નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ
મીમઃ કોમેડીની દુનિયાનો નવો સરતાજ
દરેક પળે બદલાતી સોશિયલ મીડિયાની દુનિયામાં આજે ટ્રોલિંગનો જમાનો છે. તમે સામાન્ય રીતે જ લખી દીધેલો એક શબ્દ પણ તમને ખરાબ રીતે ટ્રોલ કરવા પાછળ કારણભૂત બનતો હોય છે. સોશિયલ મીડિયા પર આજે જ્યારે પારાવાર નફરતનો જમાનો છે ત્યારે ‘મીમ્સ' એક એવી વસ્તુ છે જે લોકોને કુદરતી રીતે જ હાસ્યની દુનિયામાં લઈ જાય છે. ગંભીર બાબતોને પણ તે હળવી શૈલીમાં રજૂ કરી તમારા ચહેરા પર હાસ્ય લાવી દે છે. આવો મીમ્સની દુનિયાની સફરે જઈએ.
તરબૂચની વિવિધ જાતો
તરબૂચની હાઈબ્રિડ જાત જેનાં ફળ ૮થી ૧૦ કિ.ગ્રા. વજનના લંબગોળ થાય છે
બોલિવૂડ કઈ ‘ભૂલ ભૂલૈયા'માં ફસાયું છે?
દર્શકોને મૂર્ખ બનવાનું બંધ નહીં કરે તો બોલિવડનાં સૂપડાં સાફ થઈ જવાના
ફરી આવી જૂના દાગીનાની ફેશન
એન્ટિક ડિઝાઇનના દાગીના સોના-ચાંદી ઉપરાંત હલકી ધાતુના પણ બને છે
પરિસ્થિતિને નાથવામાં સરકાર મોડી પડી છે
ફુગાવાનો દર ૧૬થી ૧૭ ટકા સુધી પહોંચી ગયો છે
પ્રતિભાશાળી સ્ત્રીઓને દગાથી કરિયર બાબતે સમાધાન ન કરાવો!
૨૧મી સદીમાં પણ ઉચ્ચ અભ્યાસ કરેલા પુરુષો-પરિવારોનું એવું માનવું હોય છે કે પરણ્યા પછી પત્નીએ પતિના જ ગામ જઈને રહેવું જોઈએ અને કરિયર બાબતે બધાં જ સમાધાનો ચૂપચાપ કરી લેવા જોઈએ. તો જ દામ્પત્યજીવન સારી રીતે ચાલે અને પત્ની પતિને સમર્પિત છે એવું સાબિત થાય. પતિ જો પત્નીની અભિમાન અનુકૂળતા સચવાય એવું ઍડ્જસ્ટમેન્ટ કરે તો તેનું સ્વમાન ઘવાય, તેથી તેણે એવું ન કરાય તેવી સંકુચિત માન્યતા પોષે.
તરબૂચઃ ગરમીના થાકનો રામબાણ ઉપાય
ઉનાળાના ધોમધખતા તાપમાં રસ્તાઓ ઉપર ઠેર-ઠેર વેચાતું જોવા મળતું ફળ કયું? મોટા ભાગે આ પ્રશ્નનો ઉત્તર દરેકનો સરખો જ હશેઃ તરબૂચ. રેંકડી કે છકડામાં કે રસ્તાની બાજુએ પથારો કરીને વેચાણ કરતા ધંધાર્થીને હજી ભાવ પૂછો ત્યાં તો એ તરબૂચમાં ધારદાર છરો ખોસીને એક લાલચટ્ટક ચોસલું તમારી સામે ધરી દે છે. જેને જોઈને એને ચાખ્યા વિના તમે રહી શકતા નથી. સહજ રીતે સુલભ અને પ્રમાણમાં સસ્તા આ ફળના ગુણો પણ અઢળક છે, તો એની ખેતી સામાન્ય ખેડૂતોને પણ ન્યાલ કરી રહી છે.