CATEGORIES
Categorías
દીકરા, તેં તો મને મોટો માણસ બનાવી દીધો..
એસએસસીમાં અંગ્રેજી વિષયમાં ૩૫ માર્ક્સ અને ગણિતમાં ૩૬ માર્ક્સ લાવનાર વિદ્યાર્થીને આપણે શું કહીશું? એટલું જ નહીં, આ પરંપરા એચએસસીમાં જાળવી રાખે અને પાછું કૉલેજ ફોર્મ ભરવામાં પણ સ્પેલિંગ મિસ્ટેક કરે તે વિદ્યાર્થી માટે આપણે કેવી ધારણા બાંધીએ? સોશિયલ મીડિયા પર આવી જ એક માર્કશીટ વાયરલ થઈ છે જે માર્કશીટ ભરૂચના હાલના કલેક્ટર તુષાર સુમેરાની છે. દેશની સૌથી અઘરી પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ અને અન્ય તમામ લોકો માટે એમની આ સફર ખૂબ પ્રેરણાદાયક છે.
સોપારી કિલરની ‘સાતમ આઠમ' કેવી રહેશે?
અન્ય ઉદ્યોગોની જેમ કોરોના મહામારી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને પણ નડી હતી. એ તાવણીમાંથી પસાર થયા બાદ હવે ફરી આ ઉદ્યોગ ધબકતો થયો છે. લોકો ફરી સિનેમાઘરો સુધી જવા લાગતાં ગુજરાતી ફિલ્મો પણ એક પછી એક રિલીઝ થઈ રહી છે. કોરોના કાળની વિકટ પરિસ્થિતિ વચ્ચે નિર્માણ પામેલી એક એવી ફિલ્મ પણ હવે રિલીઝ થવામાં છે, જેનું નામ છે ‘સાતમ આઠમ’!
વિઝિટર્સ ફોર બિઝનેસ
બી-૧’ વિઝા ઉપર પરદેશી અમેરિકામાં નોકરી યા ધંધો કરી નથી શકતો. તેઓ કોન્ટ્રાક્ટની બાબતમાં ચર્ચા કરી શકે, કોન્ટ્રાક્ટ કે એગ્રીમેન્ટ ઉપર સહી કરી શકે
સૈન્યને નવા પડકારો માટે સુસજ્જ કરતું પગલું
પહેલા સૈન્યમાં ભરતી થનારા લોકોને ‘બેઝિક ઇન્ફન્ટ્રી ટેકટિક્સ' નામે નવ મહિનાની ટ્રેનિંગ આપવામાં આવતી હતી
સારા પતિ બનવું એ પુરુષની વ્યક્તિગત સિદ્ધિ છે
એક છોકરી સમજણી થાય ત્યારથી આપણે તેને સતત એ ભણાવતા રહીએ છીએ કે કેવી રીતે તેણે મોટા થઈને પરણીને પારકા ઘરે જવાનું છે, પતિ અને પરિવાર સાથે એડજસ્ટ થવાનું છે, આદર્શ પત્ની-વહુ બનવાનું છે, પણ છોકરાને આદર્શ પતિ બનવાનું કોણ ભણાવશે? પુરુષના આખા પરિવાર સાથે ઍડજસ્ટ થઈ શકતી સ્ત્રી સામે પુરુષને તો ફક્ત એક જ માણસ સાથે ઍડજસ્ટ કરવાનું હોય છે, પોતાની પત્ની.
શું છે અગ્નિપથ યોજના?
સામાન્ય કિસ્સાઓમાં તેમના ચાર વર્ષ દરમિયાન પગારમાંથી જે ૩૦ ટકા રકમ કપાઈને સેવા નિધિ ફંડમાં જમા થતી હતી તે કુલ રકમ ૫.૦૨ લાખ થાય છે
દક્ષિણ ગુજરાતના પાંચ આદિજાતિ જિલ્લાને એક જ દિવસમાં રૂ. ૩૦૫૦ કરોડનાં વિકાસકાર્યોની ભેટ આપતા પીએમ
આદિજાતિ નાગરિકોની આશા-આકાંક્ષાઓને અનુરૂપ વિકાસ કરવાના નિર્ધાર માટે ગુજરાતની સંવેદનશીલ સરકાર કટિબદ્ધ એસ્ટોલ પ્રોજેક્ટઃ નેવાના પાણી મોભે નહીં પણ ૨૦૦ માળની ઊંચાઈએ ચઢાવી આદીવાસી પરિવારોના ઘર સુધી પીવાનું પાણી પહોંચાડ્યું
શિવસેનામાં વિદ્રોહઃ મહારાષ્ટ્રની ઉદ્ધવ ઠાકરે સરકાર સંકટમાં
ઉદ્ધવ ઠાકરેની સરકારના સંચાલનમાં એનસીપીના સર્વેસર્વા શરદ પવારના રિમોટ કન્ટ્રોલથી પણ શિવસેનાના ધારાસભ્યો નારાજ હતા
વ્યાયામ શિક્ષક વગર વિદ્યાર્થીઓ કેવી રીતે રમે?
વિદ્યાર્થીઓ રમતગમતમાં પ્રવીણ થાય તે હેતુથી સરકારે નવી શિક્ષણનીતિમાં ખેલકૂદને મહત્ત્વ આપ્યું છે, પરંતુ પ્રાથમિક, માધ્યમિક કે ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં તે માટે શિક્ષકોની નિમણૂક થતી નથી. આવી સ્થિતિમાં વિદ્યાર્થી યોગ કે ખેલકૂદમાં આગળ કેવી રીતે આવી શકે? વ્યાયામ, ચિત્ર અને સંગીત વિષય વૈકલ્પિક હોવાથી તેના પ્રત્યે ધ્યાન દેવાતું નથી.
શંકાઓનું સમાધાન કરી યોજનાને આગળ ધપાવો
સૈન્યના વાતાવરણમાં ચાર વર્ષ રહેનારા યુવાનોમાં રાષ્ટ્રભક્તિ સોળે કળાએ ખીલી ઊઠશે એમાં કોઈ શંકાને સ્થાન નથી
મુસાફરી આપણું ઘડતર કરે છે!
નડિયાદ ઊતરવું છે એવું કહીને અમદાવાદથી બેઠેલો પેલો યુવાન વલસાડ ઊતર્યો'તો બોલો! એણે કહ્યું, ‘સ્ટેશને સ્ટેશને ડબો બદલતો બદલતો આટલે સુધી આવી ગયો.’
અગ્નિપથઃ અહીંથી જવાય રણ તરફ, અહીંથી નદી તરફ..
કેન્દ્ર સરકારે તાજેતરમાં સૈન્યની ત્રણેય પાંખમાં ભરતી માટે અગ્નિપથ યોજનાની જાહેરાત કરી છે. યોજના જાહેર થતાંની સાથે જ સરકારને યુવાઓનો ભયંકર વિરોધનો સામનો કરવાની નોબત આવી છે. સત્તરથી વધુ રાજ્યોમાં યુવાનો આ યોજનાનો વિરોધ કરવા માટે સડકો પર ઊતર્યા છે. ટ્રેનો સળગાવી છે અને આંદોલન હિંસક બન્યું છે. સરકારે ઉતાવળમાં વિરોધને ડામવા માટે નવી ઘોષણાઓ કરવી પડી છે. પક્ષના નેતાઓએ જ આપેલાં વિવાદાસ્પદ નિવેદનોએ બળતામાં ઘી હોમ્યું છે. જ્યારે આ બધી ઘટનાઓ વચ્ચે સરકારે આ યોજના સાથે આગળ વધવાનું નક્કી કર્યું છે ત્યારે તેની ભાવિ અસરો અને સંભવિત પરિબળો પર વાત કરીએ..
માઇકલ મરવો જોઈતો નહોતો!
એક સ્ટીલ કંપનીમાં કામ કરતા, સફળ સંગીતકાર બનવાનું સ્વપ્ન સિદ્ધ ન કરી શકેલા પિતાનાં નવ સંતાનોમાંથી સાતમો દીકરો માઇકલ આગળ જતા સોનું સાબિત થયો હતો
ફૂટપાથ પર શરૂ થયેલી શિક્ષાની ગંગોત્રી: ‘પાઠશાળા'
યાયાવર પંખીડાં તીવ્ર ઠંડીથી બચવા સ્થળાંતર કરતાં રહે, એમ બાંધકામ સહિતના મજૂરીકામ સાથે સંકળાયેલા શ્રમિકો જીવનની હાડમારી અને બેરોજગારીથી બચવા અને પેટનો ખાડો પૂરવા પોતાનું કાયમી સરનામું છોડી જતાં રહે છે. જોકે જ્યાં તેઓ જાય છે ત્યાં શિક્ષણની બાબતે એમના બાળકોના ભવિષ્ય અંધકારમય બની જાય છે. આ વરવી વાસ્તવિકતાથી વડોદરાનું બંગાળી સખી મંડળ ચિંતિત બન્યું. એ બાળકોને ભણાવવાનું વિચારબીજ વાવ્યું, તેને વૃક્ષમાં પરિવર્તિત કર્યું અને તેનાં ફળ, ફૂલની મીઠી સોડમ સમાજમાં ચોતરફ ફેલાવા લાગી.
નાટ્યકાર ગિરીશ કર્નાડ
‘એક થા ટાઇગર’ અને ‘ટાઇગર ઝિંદા હૈ'થી બહાર ગિરીશ કર્નાડે પ્રચંડ અને બહોળું કામ કર્યું છે. તેઓ ઉત્કૃષ્ટ નાટ્યકાર હતા, શ્રેષ્ઠ લેખક હતા. કર્નાડના સંસ્કૃતિ અને માન્યતાનું મિશ્રણ રજૂ કરતાં કન્નડ પ્લે ‘નાગમંડલ' વિશે તથા તેમના જીવનનાં અજાણ્યાં પાસાં વિશે આજે વાત કરી છે.
દુર્લભ સારસ પંખીને ભાલ-ચરોતર ગમી ગયા
ખંભાતથી ગોલાણા તરફ પ્રયાણ કરો એટલે થોડા થોડા અંતરે લીલા ઘાસચારા કે બેટ વચ્ચે ચરતાં સારસ અચૂક નજરે પડે. ખંભાત ભાલ, કાંઠા અને ચરોતરની ત્રિભેટે ઊભેલો તાલુકો છે. વિશ્વમાંથી અસ્તિત્વ ગુમાવી રહેલા સારસની સંખ્યા આ પંથકમાં જ નોંધપાત્ર રીતે વધી છે. જેનું મુખ્ય કારણ સારસ માટે અહીંનું સાનુકૂળ વાતાવરણ અને સ્થાનિકોનો પ્રેમ છે. આ વિસ્તારમાં ખેડૂતો સારસનાં ઈંડાંનું પ્રેમપૂર્વક જતન કરે છે. અરે, જ્યાં સુધી સારસનાં ઈંડાં સેવાઈ ન જાય ત્યાં સુધી ખેતરમાં ખેડ પણ કરતા નથી.
અગ્નિવીરોનું ભવિષ્ય ખૂબ ઉજ્જવળ હશે
શાળા-કોલેજોમાં આ ઉંમરમાં એનસીસીમાં વિદ્યાર્થીઓ જોડાતાં હોય છે એ જ ઉંમરે સેનામાં ભરતી થવાની તક મળે છે
એક વિસરાયેલા ગાંધીજન: લક્ષ્મીદાસ આશર
લક્ષ્મીદાસે રાષ્ટ્રવાદી પ્રવૃત્તિઓનો પ્રારંભ કર્યો હતો તે રામેશરામાં તેમનાં નામ, કામને જાણનાર કોઈ નથી. પ્રથમપંક્તિના રચનાત્મક કાર્યકરની આનાથી મોટી બીજી વિડંબના શી હોઈ શકે?
આ યોજનામાં યુવાનોનું કે રાષ્ટ્રનું હિત નથી
ચાર વર્ષ પછી માત્ર ૨૫ ટકા અગ્નિવીરોને જ આગળ લઈ જવામાં આવશે તો બાકીના પંચોતેર ટકાનું ભવિષ્ય શું હશે
અગ્નિપથ વિવાદઃ સૈન્ય પરિવર્તન માટે સજ્જ બને છે
સૈન્યમાં નિયમિત ભરતી બંધ કરવામાં આવી રહી છે એ વાત સાચી નથી. વાસ્તવમાં નિયમિત ભરતીની પદ્ધતિ બદલાઈ રહી છે. અગ્નિપથ યોજનામાંથી ૨૫ ટકા જવાનો નિયમિત ભરતી માટે પસંદ થવાના છે
અંબાજીમાં પ્રસાદના નામે દર્શનાર્થીઓને લૂંટતા વેપારીઓ
અરવલ્લીની ગિરિમાળામાં બિરાજમાન મા અંબાનું ધામ જગવિખ્યાત છે. અહીં દરરોજ હજારોની સંખ્યામાં માઈ ભક્તો દર્શનાર્થે આવે છે, જેમની સાથે અમુક લેભાગુ વેપારીઓ માતાજીના પ્રસાદના નામે ઉઘાડી લૂંટ ચલાવી રહ્યા છે. ક્યારેક લોકો આવી ઘટનામાં જતું કરે છે, તો ક્યારેક થોડાક વાદવિવાદ બાદ સમાધાન થઈ જતું હોય છે. જોકે તાજેતરમાં જ અમદાવાદના રહીશ લૂંટનો શિકાર થયા બાદ એમાં પોલીસ ફરિયાદ થતાં આ મામલો ચર્ચામાં આવ્યો છે, પરંતુ આસ્થાળુઓને ખંખેરવાનો આ ઘટનાક્રમ હજુ અટક્યો નથી.
DNA આધારિત ડાયેટ થકી મેદસ્વીતાનો ઇલાજ કરનારા ડૉ. ઋષિકેશ ત્રિવેદી
ડૉ. ઋષિકેશ ત્રિવેદીએ સેલિબ્રિટીઝ ઉપરાંત જુદા જુદા દશથી વધારે દેશોના ૧૫૦૦થી વધુ લોકોનું કાઉન્સેલિંગ અને સારવાર કરીને તેમને માત્ર સાજા નથી કર્યા, બલકે તેમની જીવનશૈલીમાં પરિવર્તન કરાવીને જિંદગી બદલી નાખી છે
મેરિટલ રેપ કે આવેશયુક્ત પ્રેમાલાપ?
થોડા સમય પહેલાં, દિલ્હી હાઈકોર્ટના બે ન્યાયાધીશોએ ભિન્નમત દ્વારા એક વિવાદાસ્પદ વિષયમાં જાહેર કરેલા સ્લિટ જજમૅન્ટે એક ચર્ચાને ફરી સપાટી પર લાવી દીધી છે. એ વિષય એટલે મૅરિટલ રૅપ અર્થાત્ વૈવાહિક બળાત્કાર. મહત્તમ લોકો માટે પહેલાં તો એ વિચાર જ ગળે ઉતારવો મુશ્કેલ બને છે કે કાયદાની દૃષ્ટિએ પત્ની ગણાતી સ્રી પર એના પતિ દ્વારા જ દુષ્કર્મ થઈ શકે! લગ્ન સંસ્થાના પાયાને હચમચાવી દેવાની સંભાવના આ વિષયને લઈને વ્યક્ત કરાઈ રહી છે. ચાલો, આની ગંભીરતાને સમજવાનો પ્રયાસ કરીએ.
નવો દાંપત્યસંબંધ જૂના સામે દેખાડાની કે બદલાની વસ્તુ નથી!
આજકાલ પ્રેમસંબંધો કે લગ્નો ચાલતાં નથી, ડિપ્રેસ યુવાનોમાં આપઘાત જેવી આપણે બધા ફરિયાદો કરીએ છીએ. તેનાં ઘણાંબધાં કારણોમાંનું એક છે સંબંધોમાં લોકોની ગામદેખાડાની કુટેવ. મૂડીવાદ સાથે શૉ ઓફ કરવાની વૃત્તિ પણ વધી છે. તેમાં પણ તૂટેલા સંબંધ પછી નવા સારા-કુંવારા પાત્રના બહાને જૂનાને બતાવી દેવાની કે બદલો લેવાની બીમાર માનસિકતાની તો વાત થાય એમ નથી.
ચાલો, અમેરિકા..
ગ્રીનકાર્ડ મળેથી પાંચ વર્ષ બાદ અને અમુક કિસ્સાઓમાં ત્રણ વર્ષ બાદ, અમુક શરતોનું પાલન કરતાં અમેરિકાની સિટીઝનશિપ મેળવી શકાય છે
કેકે - ધ વોઇસ
કેકેની બાયોગ્રાફી લખાય તો તેનું નામ ‘કેકે – ધ વૉઇસ’ હોય તેવું કેકે માનતો. નાઇન્ટીઝની જનરેશનના બાળપણનો એક ટુકડો લઈ જનાર કેકેને પ્લેબૅક સિંગર તરીકે કામ નહોતું કરવું, તે તો પોતાના આલ્બમ સૉન્ગ્સ બનાવવા દિલ્હીથી મુંબઈ આવ્યો હતો! ચાલો, આજે આ સૂરીલા ગાયકને યાદ કરીએ..
સુરાજ્યના પંથે મામાસાહેબ ફડકે
તેઓ પંચમહાલના રાજકારણમાં ચાલતી આંતરિક જૂથબંધીથી પર રહી શકેલા. ૧૯૨૪માં પંચમહાલ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ બન્યા
સિદ્ધિનો સંઘર્ષ: ‘જલેબી'ની કમાલ
જન્મ સમયે દીકરીને જલેબી આકારે જોયા પછી તેની મીઠાશને સમજનાર શ્રમજીવી પરિવારે દીકરીને પાંખો આપી.માછલીના શરીરમાં કાંટા અને માણસ-પ્રાણીઓના શરીરમાં હાડકાં હોય છે, પણ આ તે કેવું શરીર? જેમાં હાડકાં જ નથી. ૯૫% શરીર રબરબેન્ડની જેમ ફ્લેક્સિબલ હોવાને કારણે તેણે ઇન્ટરનેશનલ યોગા ચેમ્પિયનશિપમાં ભારતને ૨૦૦૫માં ગોલ્ડ મૅડલ અપાવીને યોગ ક્ષેત્રે વૈશ્વિક નામના અપાવી. યોગની સિદ્ધિએ તેને અનેક આર્થિક કસરતો કરાવી, પણ હવે દિવ્યાએ યોગને જ પોતાની જિંદગી બનાવી દીધી છે.
મેરિટલ રેપ શબ્દમાં જ દર્દ છે!
માનસિક ત્રાસ કે બળજબરી પણ એક ગુનો છે, એ પછી પુરુષ સાથે થયો હોય કે પછી સ્ત્રી સાથે
પેટે પાટા બાંધીને પણ પુત્રીને ભણાવતા પપ્પાઓ
કાઠિયાવાડનો એક જાણીતો રૂઢિપ્રયોગ છે ‘પેટે પાટા બાંધવા' મતલબ ખાવાનું ન હોય તો કપડાને ભીનું કરી પેટે બાંધી સૂઈ રહેવું, ભૂખમરો વેઠવો. કારમી ગરીબીનો પણ એમાં સંકેત છે. આ રૂઢિપ્રયોગ મુજબ કાઠિયાવાડની ત્રણ દીકરીઓને તેમના પિતાએ પેટે પાટા બાંધીને ભણાવી છે. પિતાની મહેનતની કમાણીનું મૂલ્ય સારી પેઠે સમજતી આ દીકરીઓએ પણ ખંતપૂર્વક અભ્યાસ કરીને ઝળહળતું પરિણામ મેળવ્યું છે