CATEGORIES
Categorías
રૂરલ ફિલ્મના કેવા હાલચાલ?
ગુજરાતમાં એક આખો વર્ગ એવો છે જેમને ફિલ્મ જોવી છે, પણ તેમની નજીકમાં થિયેટર જ નથી! અને જે થિયેટર કે મલ્ટિપ્લેક્સિસ છે તેના દર મજૂર વર્ગ ખર્ચી શકે તેમ નથી
માટીની ધૂળની સુગંધ અને ગુજરાતીપણાની જરૂર
ગતિ અને તાલ સાથે સત્ત્વશીલ ગુજરાતી ફિલ્મ બનશે તો પ્રેક્ષકો તેને જરૂર આવકારશે
લંકાની આગમાં દાઝતી લોક્શાહી
અર્થશાસ્ત્રીઓ શ્રીલંકાના આર્થિક સંકટ પાછળનું એક મુખ્ય કારણ સમજાવે છે કે, એ દેશ નિકાસ કરતાં આયાત વધુ કરે છે, કમાવા કરતાં ખર્ચો વધુ કરે છે
અન્ના ડીએમકે પર પલાનીસ્વામીનું વર્ચસ્વ સ્થાપિત
જયલલિતાની ચિરવિદાય પછી તેમના અનુગામી તરીકે શશિકલાએ પક્ષની લગામ સંભાળી હતી, પરંતુ તેમના જેલવાસ દરમિયાન પક્ષનું સુકાન તેમના હાથમાંથી સરી ગયું હતું
શ્રીલંકાની બરબાદી આર્થિક અનાચારનો અંજામઃ ઉપાય શું?
શાસક પરિવારનો બેફામ ભ્રષ્ટાચાર અને ગેરવહીવટ પણ એટલો જ જવાબદાર છે
શિંજો આબેઃ ભારતની ક્ષમતાના પારખુ મિત્રની વિદાય
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની તેમની નિકટતાને કારણે જ મોદીએ તેમને ભારતના અનન્ય હિતેચ્છુ ઉપરાંત અંગત મિત્ર ગણાવ્યા છે
પક્ષપલટાનું રાજકારણ કોંગ્રેસ સામે મોટો પડકાર
સર્વોચ્ચ અદાલતના ઉપરોક્ત આદેશથી શિવસેનાનાં બંને જૂથો હાલ રાહત અનુભવતા હોવાનું ભલે લાગે, પરંતુ રાજકીય ઘટનાક્રમની ગતિશીલતાને અવરોધી શકાતી નથી
રાજપીપળાના પ્રિન્સે અમેરિકામાં પાર્ટનર સાથે લગ્ન કર્યા
માનવેન્દ્રસિંહ અને રિચર્ડ્સ ઘણાં વર્ષોથી એક સાથે રહે છે
ઇસરોનું આ સેન્સર વીજળી પકડી પાડશે!!
આ સેન્સરની આસપાસ ૨૦૦ કિલોમીટરની રેન્જમાં જો કોઈ વીજળી પડશે તો એનું ચોક્કસ લોકેશન ડેટા સાથે સ્ટોર થશે અને ઇસરોને આગળ એ મદદરૂપ થશે અને ઇસરો તેનું રેગ્યુલર મોનિટરિંગ કરશે
પ્રસૂતિ બાદ મહિલાનું બંધ થયેલું હૃદય ફરી ધબકતું થયું
તેમને ઇન્ટેન્સિવ કેર યુનિટમાં દોઢ મહિના સુધી સઘન સારવાર આપવામાં આવી હતી
ટ્રેનના ચાર કોચ માથેથી પસાર થઈ ગયા, કિશોર બચી ગયો!
પુત્ર ટ્રેનની નીચે પાટા પાસે જતો રહેતા તેની માતા હતપ્રભ બની ગઈ
'નેપાલી ક્યા કર સકતે હૈ?'નો જવાબ..
દાંડિયા બજાર ફાયર સ્ટેશન નજીક હોવાથી ફાયર બ્રિગેડ ટીમ આવી પહોંચી અને બોટ સાથે તળાવમાં ઊતરી
અભણ મહિલાએ દાખલો બેસે એવું પશુપાલન કરી બતાવ્યું
મોંઘીબહેને પશુઓની વંશાવળીની જાળવણી કરવા ૪ પાડા અને એક કાંકરેજી ખૂંટને પોતાનાં પશુઓ સાથે રાખ્યા છે
બેરોજગારી: સબ પર ભારી
કોરોનાકાળમાં લાખો લોકોએ નોકરી ગુમાવી એ વાત સર્વવિદિત છે. અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતાં લોકોએ પોતાના જીવનમાં સૌથી ખરાબ દિવસો જોયા છે. આ સમયગાળો જો બાજુ પર મૂકીએ તો પણ ભારત માટે ગરીબી અને બેરોજગારી હંમેશાં યક્ષપ્રશ્નો રહ્યા છે. એવી આશાઓ બંધાતી હતી કે કોરોના પછી બધુ સમુંસુતરું થઈ જશે, પાટે ચડી જશે, પરંતુ બેરોજગારીની પરિસ્થિતિમાં કોઈ મોટો બદલાવ આવ્યો નથી. એવા રિપોર્ટ્સ પણ આવે છે કે કરોડો લોકો હવે નોકરી મળશે તેવી આશા જ ખોઈ બેઠા છે. તાજા આંકડાઓ પણ એ વાતની સાક્ષી પૂરે છે કે દર મહિને બેરોજગારીનો દર વધી જ રહ્યો છે અને આ પ્રશ્ન હવે વધુ ગંભીર બની રહ્યો છે. ક્યા પરિબળો તેમાં ભાગ ભજવી રહ્યા છે? આ પ્રશ્નને પહોંચી વળવાનો કોઈ રસ્તો છે ખરો? શું કહે છે વિશેષજ્ઞો? વાંચો તબક્કાવાર વિશ્લેષણ..
ગુરુ, પરમગુરુ અને ગુરુપૂર્ણિમા!
“અરે ભ’ઈ, લાવવાથી મોક્ષ આવતો હોત તો સારું જ ને! આપણે મોક્ષને અવારનવાર ઇમ્પોર્ટ કરતા જ રહીએ! મોક્ષ એમ કંઈ લાવવાથી નથી આવતો.”
૬.૬૦ કરોડ વર્ષો પૂર્વે અહીં ડાયનાસોર વિહરતાં હતાં
એક જમાનામાં આપણા ગુજરાતમાં ડાયનાસોર જેવાં કદાવર પ્રાણીઓ વસવાટ કરતાં હતાં. મહીસાગર જિલ્લાના બાલાસિનોરના રૈયોલી ગામમાં વર્ષ ૧૯૮૦-૮૧માં પુરાતત્ત્વ વિજ્ઞાનીઓને ડાયનાસોરનાં હાડકાં અને અવશેષો મળતાં આ આશ્ચર્યજનક હકીકત સામે આવી હતી. ૬ કરોડ અને ૬૦ લાખ વર્ષ પહેલાં ડાયનાસોરની ૧૩થી પણ વધુ પ્રજાતિઓ અહીં ઉદ્ભવી હતી. દેશના સૌપ્રથમ અને વિશ્વના ત્રીજા ફૉસિલ પાર્ક રૈયોલી ખાતે ડાયનાસોર મ્યુઝિયમનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે, જે કુતૂહલપ્રેમી પ્રવાસીઓ માટે અચૂક મુલાકાત લેવી પડે એવું સ્થળ બન્યું છે.
‘ગુજરાત ગૌરવ અભિયાન' હેઠળ PMના હસ્તે રાજ્યને રૂ.૨૧ હજાર કરોડનાં વિકાસકામોની ભેટ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રેલવે વિભાગના ૧૬ હજાર કરોડથી વધુના વિવિધ પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું ‘પોષણ સુધા યોજના’ હેઠળ ૧૧૮ કરોડના ખર્ચે સગર્ભાધાત્રી માતાઓને એક વખતનું સંપૂર્ણ ભોજન અપાશે
રોજગારી અને શિક્ષણ વચ્ચે કોઈ તાલમેલ નથી
આપણે ત્યાં કૃષિ ક્ષેત્ર કે જે દેશની ૫૦ ટકા વસ્તીને રોજગારી આપે છે તેનો જીડીપીમાં ફાળો માત્ર ૧૬ ટકા જ છે
બેરોજગારીની કોઈ સમસ્યા નથી
સ્ટેચ્યૂ ઓફ યુનિટીમાં, કચ્છના રણમાં આજે દેશ-વિદેશના લાખો પર્યટકો આવે છે
લાયકાત પ્રમાણે રોજગારી મળે તે પણ મહત્ત્વનું
મહિલાઓ આર્થિક ઉપાર્જનની પ્રવૃત્તિઓમાં જોડાયેલી હતી તે હવે બેકાર છે જેની વિપરીત અસરો દેશની આર્થિક વૃદ્ધિ ઉપર જોવા મળશે
મૂકબધિર ક્રિકેટનો ધોની ફૂટપાથ ઉપર ચાટ વેચવા મજબૂર
રૉયલ ગેમ કહેવાતી ક્રિકેટમાં તગડું પરફોર્મન્સ આપ્યું હોય, શેરી મહોલ્લાથી શરૂ કરી રાજ્ય અને પછી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ રમી ચૂક્યા હોય, ઓલરાઉન્ડર તરીકે ખ્યાતિ પામી વર્લ્ડ કપ જીતાડવામાં નિર્ણાયક ભૂમિકા ભજવી હોય ને તોય પૂરતી ઓળખ, શાબાશી કે રોજગારી કંઈ જ ના મળ્યું હોય એવા કોઈ ક્રિકેટરની તમે કલ્પના પણ કરી શકો? આ એક કડવી હકીકત છે કે મેદાનમાં બલ્લેબાજી કરીને રનનો ખડકલો કરવાને બદલે એક ક્રિકેટરે ફૂટપાથ પર ચાટ વેચીને પોતાનું ગુજરાન ચલાવવું પડે છે.
દોલજીભાઈ ડામોર એટલે આધુનિક એકલવ્ય
તેઓ યુવાન બનતા સુધીમાં ઈડર રાજ્યના સામંતશાહી અન્યાયો, સતામણી અને જોહુકમીથી સારી પેઠે વાકેફ થઈ ચૂક્યા હતા આદિવાસીઓની આર્થિક સદ્ધરતા, શિક્ષણનો પ્રચાર, કુશળ નેતૃત્વ અને આદિવાસી સંસ્કૃતિનું જતન વગેરે તેમનો ભાવિ આશાવાદ હતો
પ્લાસ્ટિકનો કચરો આપો, ઢોકળાં 'ને શરબત મેળવો!
સૌરાષ્ટ્ર કે સોરઠમાં એક શહેર કે ગામડું એવું નહીં હોય જ્યાં પ્લાસ્ટિકના કચરાના ઢગલા દેખાતા ન હોય. જંગલ વિસ્તારો-રસ્તાઓ, નદી અને સાગર કિનારા કે પર્વતની ટોચ પરનાં ધાર્મિક કે પ્રવાસન સ્થળો પણ આ પ્રદૂષણથી બાકાત નથી. એવામાં જૂનાગઢમાં શરૂ થયેલું પ્લાસ્ટિક કાફે એક નવતર પ્રયોગ તરીકે આજકાલ ચર્ચાનો વિષય બન્યું છે.
પરિવારમાં સ્વયંશિસ્ત કોની જવાબદારી?
પહેલાંના જમાનામાં નવયુવાન છોકરાઓને પોતાનું ધ્યાન જાતે રાખતા શીખવવા કે મૂળભૂત જીવનજરૂરી આવડતો માટે ગુરુકુળમાં મોકલવામાં આવતા. છોકરીઓને તો ઘરે જ એ બધી તાલીમ અપાતી. જેનાથી તેમનામાં સ્વયંશિસ્ત આવતી, પણ અત્યારે તમે જુઓ તો ઘણા બધા પરિવારમાં લાડ કે કાળજીના કે ભણતરના નામે યુવાનો સાવ બેદરકાર જોવા મળતા હોય છે. ભણવાના કે તણાવયુક્ત નોકરીના નામે અસ્તવ્યસ્ત જીવનશૈલી કેટલી હદે વાજબી ગણાય?
પુરુષો, જો તમને ગર્ભ રહેતો હોત તો..?
અમેરિકાનાં જે વીસેક રાજ્યોમાં ગર્ભપાત પરના પ્રતિબંધો લાગુ પડાયા છે અથવા પડાશે ત્યાં અમુક નિયત તારીખ પછી જે-જે કસુવાવડો થઈ હશે તેની છાનબીન, તપાસ પણ એક ગુનાની માફક થશે
જોઈએ તેટલું નવું ઇન્વેસ્ટમેન્ટ થતું નથી
મોંઘવારીને કારણે લોકો પોતાની બચત વાપરવા મજબૂર બન્યા છે
કમલ હાસનની ‘નાયકન': સારા અને ખરાબની વચ્ચે ઊભેલો હીરો
લેટેસ્ટ ઍક્શન-થ્રિલર ફિલ્મ ‘વિક્રમ’ કમલ હાસનના ચાહકો માટે જલસો છે. તેમાં તેની જૂની ફિલ્મોના રેફરન્સિસ છે. તેની મણિરત્નમ દિગ્દર્શિત ‘નાયકન’ને ૩૫ વર્ષ થયાં છે. ‘ગૉડફાધર'નું શ્રેષ્ઠ ભારતીયકરણ આ ફિલ્મમાં થયું છે. કમલ હાસન કેટલા મહાન અભિનેતા છે કે મણિરત્નમ કેટલા કાબેલ દિગ્દર્શક છે તે ‘નાયકન’ વિશે વાત કરતાં સમજાઈ જશે.
ગામડાની ખેતી, નાના ઉધોગો પડી ભાંગ્યા છે
ખેડૂત મજૂરી કરીને માંડ પોતાનું પેટ ભરવા જેટલું રળી શકે છે બાકી બે પાંદડે થવું તો દૂરની વાત છે
ચાંદ મેરા દિલ, ચાંદની હો તુમ..
નીલ આર્મસ્ટ્રોંગે સૌથી પહેલાં પૃથ્વીવાસી તરીકે ચંદ્રની ધરતી ઉપર પગ મૂક્યો એ વાતને આ ૨૧ જુલાઈએ બરાબર ૫૩ વર્ષ પૂરાં થશે. ચંદ્ર ઉપર મનુષ્યની પહોંચ શક્ય બન્યા બાદ માનવી ત્યાં વસવાના પણ શમણાં જોવા લાગ્યો. ચાંદ ઉપર જમીનો પણ વેચાવા લાગી. ચાંદને પ્રેમનું પ્રતીક માનીને તેની સાથે જોડાયેલા ગીત કે શાયરીને આગવી અદામાં બોલીને પ્રેમી પોતાની પ્રેમિકાને ખુશ કરતો હોય કે પ્રેમનો પ્રસ્તાવ મૂકતો હોય એવું આપણે અનેકવાર જોયું છે, પરંતુ પ્રેમની સાચી ભાવનાઓને વ્યક્ત કરવા માટે કોઈ પતિ પત્નીને ચાંદ ઉપર જમીન ખરીદીને આપે એવું ક્યારેય સાંભળ્યું?
કચ્છમાં કોચ ફેક્ટરી શરૂ કરવાની વાત ભુલાઈ ગઈ!
દસ વર્ષ પૂર્વે રેલવે બજેટમાં કચ્છમાં કોચ ફેક્ટરી શરૂ કરવા જાહેરાત કરીને તેના માટેની જોગવાઈ પણ કરાઈ હતી, પરંતુ આજે એ વાત તદ્દન વિસરાઈ ગઈ છે. જો કચ્છમાં કોચ ફેક્ટરી ચાલુ થાય તો લોકોને રોજગારી મળે અને વિસ્તારનો વિકાસ પણ થાય એમ છે, પણ રેલવેના નવા નવા પ્રોજેક્ટના ઉદ્ઘાટન વખતે હોંશે હોંશે વાતો કરનારા નેતાઓ કોચ ફેક્ટરી કચ્છ લાવવા માટેના પ્રયત્ન સુદ્ધાં કરતા નથી.