CATEGORIES
Categorías
નડિયાદના ડભાણમાં 'યારાના' ફિલ્મ જેવી કહાની
આ બંનેની દોસ્તી એટલી પાકી છે કે તેઓ એકબીજા માટે કંઈ પણ કરવા તત્પર છે
અમારા ફ્લેટનું નામ ‘કોન્ટ્રાક્ટર કૃપા’ છે!
‘અરે યાર, કોરી જગાએ બેસવા માટે તો ઘણા બધા દિવસો છે. આમ આ રીતે શીતળ જળછંટકાવ થતો હોય અને તેય પાછું ઘરની અંદર જ - આવો લહાવો તો ક્યારેક જ મળે'
અમેરિકામાં પરણવા જવું છે?
આમ જો તમે નોન-ઇમિગ્રન્ટ વિઝા ઉપર અમેરિકામાં પ્રવેશો અને ગ્રીનકાર્ડધારક જોડે લગ્ન કરો તો તમે અમેરિકામાં રહી નથી શકતા, તમને જે સમય આપવામાં આવ્યો હોય એ પૂરો થાય એ પહેલાં તમારે ઇન્ડિયા આવી જવાનું રહે છે
શાહરુખ ખાન ‘મુન્નાભાઈ MBBS'માં હતો!
હા, તમે મથાળું સાચું જ વાંચ્યું છે. સંજય દત્તને લઈને બનેલી અને વિવેચકો તથા દર્શકો, બેઉને પસંદ પડેલી ‘મુન્નાભાઈ MBBS' માટે પહેલી પસંદ શાહરુખ ખાન હતો! એટલું જ નહીં, તેણે સ્ક્રીનપ્લેમાં યોગદાન પણ આપ્યું હતું.
સોશિયલ મીડિયાનો પ્રેમાલાપ
વૉટ્સઍપ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ કે ટ્વિટર જેવાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ એમ જુઓ તો આજે નફરત અને નકારાત્મકતા ફેલાવવા માટે બદનામ થઈ ગયાં છે, પરંતુ તેનો શરૂઆતનો અને મુખ્ય આશય તો લોકોને એકબીજાથી નજીક લાવવાનો જ હતો. એવી બાબતો જે તમે ઘરમાં એકબીજાને ન કહી શકતા હોવ તે સોશિયલ મીડિયામાં શરમ નેવે મૂકીને આસાનીથી કહી શકાતી હોય છે. તમારા ડીપીમાં કે પિનપોસ્ટમાં રહેલી વ્યક્તિ તમારા માટે કેટલી અગત્યની છે એ દર્શાવે છે.
દીઠા રાજા ઘણા, આપની હેડી નહીં જડે!
ગુજરાતમાં કેળવણીનો પાયો નાંખનાર રાજવી કોણ હતા? ગણોતનિયંત્રણ, ખેડે તેની જમીન, વેઠનાબૂદી સુધારણા કરનાર, ભારતના રાજાઓમાં સર્વ પ્રથમ ગાદી છોડનાર કોણ હતા? ગાંધી-સરદાર સાથે ખભે ખભા મિલાવનાર રાજવી કોણ હતા? આ તમામ પ્રશ્નોનો એક જ ઉત્તર છેઃ સૌરાષ્ટ્રના ઢસા અને રાય-સાંકળીના રાજા દરબાર ગોપાળદાસ દેસાઈ.
પાણીના અભાવ, ઘાસની અછત વચ્ચે ઢોરની ભૂખ ભાંગતું ‘એલિફન્ટ'
શિયાળો ઊતરતાં જ કચ્છમાં ઘાસચારાની તંગી સર્જાય છે. અનેક પશુપાલકો ઉનાળામાં હિજરત કરવા મજબૂર થઈ જાય છે, ત્યારે હવે પશુપાલકો અને ધરતીપુત્રોએ પશુઓની ભૂખ ભાંગવા માટે આ સંકટનું નિવારણ શોધી કાઢ્યું છે. એવી તે કેવી ખાસિયતો છે કે ખેડૂતો અને પશુપાલકો ‘એલિફન્ટ' તરીકે પણ ઓળખાતા નેપિયર ઘાસ ઉપર પસંદગી ઉતારી રહ્યા છે?
કચરાને કંચન બનાવતી કળા
ધાતુની ચીજવસ્તુ કોઈ ઉપયોગની ન રહે એટલે એ ભંગારવાડે પહોંચે. ત્યાંથી એને રિસાઇક્લિંગ માટે કારખાને લઈ જવામાં આવે, પણ તમે કલ્પી શકો કે આ ભંગાર વડે બેનમૂન કલાકૃતિઓ પણ બની શકે? વડોદરાના કલાકસબીઓએ આ પડકારરૂપ કલ્પનાને સાકાર કરી બતાવી છે. માત્ર પોતાના શહેરમાં જ નહીં, દેશ-વિદેશમાં એના કામણ પાથર્યા છે.
એન્ડ્રોપોઝ વિષે લોકો કેટલું જાણે છે?
પુરુષો માટે તો એન્ડ્રોપોઝ એવો કન્સેપ્ટ છે જે માંડ ૫ ટકા લોકોને ખબર છે
મહિલાઓને જ નહીં, પુરુષોને પણ આવે છે મેનોપોઝ!
મહિલાઓમાં કુદરતી રીતે માસિક ધર્મનું ચક્ર એક ઉમર પછી બંધ થઈ જાય છે. આ સમયગાળાને રજોનિવૃત્તિ અથવા મેનોપોઝ કહેવામાં આવે છે. સમય સાથે વિજ્ઞાનના ગતિમાન થયેલા ચક્રો હવે એવું પણ જણાવતા થયા છે કે પુરૂષોને પણ મેનોપોઝ આવે છે. ક્યા સમયગાળામાં તે આવે છે? શું હોય છે તેની લાક્ષણિક્તાઓ? ચાલો જાણીએ.
‘હર ઘર તિરંગા’ અભિયાન: ગુજરાતના દરેક જિલ્લા, ગામેગામ રાષ્ટ્રભક્તિના રંગે રંગાયા
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સુરત ખાતેથી રાજ્યવ્યાપી ‘હર ઘર તિરંગા’ અભિયાનનો શભારંભ કરાવ્યો
ગ્રાઉન્ડહોગ ડે અને ટાઇમ લૂપ ફિલ્મોની અતરંગી દુનિયા
ટાઇમ લૂપ પ્રકારની ઘણી બધી ફિલ્મકથાઓ દર્શકને એ સમજાવે છે કે જીવનમાં કોઈ પણ નિર્ણય કરતાં પહેલાં એના દુરોગામી પરિણામોને ધ્યાનમાં રાખવા જોઈએ
મોબાઇલ - ઇન્ટરનેટમાં પાંચમી પેઢીઃ શું થયું? શું થશે?
ફોર-જીના આગમન બાદ ટૅક્નોલૉજીના વિકાસ અને સામાન્ય પ્રજા, બિઝનેસના સંચાલન અને પ્રત્યાયન પર ઘણી મોટી અસર પડી. ઓનલાઇન શોપિંગ, વીડિયો ગેમિંગ, ડેટા ટ્રાન્સફરનું પ્રમાણ ખૂબ વધી ગયું
રેવડી કલ્ચર વિશે સુપ્રીમ કોર્ટે શું કહ્યું?
તમે મને રૂઢિવાદી કહી શકો છો, પરંતુ હું સંસદ અને વિધાનસભાની કામગીરીમાં ઘૂસણખોરી કરવા માગતો નથી
જ્યારે સંસદની કેન્ટીનની સબસિડી બંધ કરાઈ..
મટન કરી ૨૦ રૂપિયાની અને મસાલા ઢોસા ૬ રૂપિયામાં
ઓવૈસીના સભ્યોના પક્ષપલ્ટામાં નીતિશકુમારનો હાથ હતો?
ચૂંટણી પહેલાંના ગઠબંધનના ધોરણે એનડીએ દ્વારા નીતિશકુમારને વિધાનસભા પક્ષના નેતા બનાવીને સરકાર રચવાનો દાવો કર્યો અને રાજ્યપાલે તેનો સ્વીકાર કર્યો
અભિષેક બેનરજીને મમતાના રોષનો ભોગ કેમ બનવું પડ્યું?
ટીએમસીના કેટલાક ટોચના વરિષ્ઠ નેતાઓની બંધ બારણે યોજાયેલી બેઠકમાં મમતા બેનરજીએ તેમના ભત્રીજાને તેમના બાલિશ વર્તન બદલ બરાબરનો ઊધડો લીધો હતો
-અને હવે અમૃતકાળઃ વડાપ્રધાનના સંબોધનના સૂચિતાર્થો
સ્વાતંત્ર્યના આ અમૃત પર્વ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી લાલ કિલ્લાની પ્રાચીર પરથી પોતાના રાષ્ટ્રને સંબોધનમાં શું વિશેષ કહેશે તેની પણ સૌને ઉત્સુકતા હતી
મોડાસામાં સ્વતંત્રતા દિવસની રાજ્યકક્ષાની ઉજવણી
રાજ્ય સરકારના કર્મચારીઓ-પેન્શનરોને મળતા મોંઘવારી ભથ્થામાં ૧ જાન્યુઆરી, ૨૦૨૨થી ૩ ટકાનો વધારો આપવાનો નિર્ણય લીધો હોવાની તેમણે જાહેરાત કરી હતી
અમદાવાદમાં ડમ્પિંગ સાઇટ પર રાજ્યનું પ્રથમ વન ઊભું કરાયું
અહીં વાવેલાં વૃક્ષો અને ફૂલછોડ થકી ૫ વર્ષમાં ૧૪૦.૩૦ ટન અને ૧૦માં વર્ષે ૧૮૮.૪૦ ટન જેટલો કાર્બન શોષાવાનો અંદાજ છે
ગુજરાતનો સૌથી મોટો તિરંગો રાજકોટમાં ફરકાવાયો
શહેરના નાનામવા રોડ ઉપરની એક ઇમારત પર ફરકાવાયેલો રાષ્ટ્રધ્વજ ૨૫૦ ફૂટ લાંબો હતો
ત્યજાયેલા નવજાત શિશુ માટે મહિલા ન્યાયાધીશની મમતા
બાળકને તપાસતાં તેનું હૃદય ચાલતું હતું. તે જીવિત હોવાનો ખ્યાલ આવતાં જ તેઓ માનવતાની દ્રષ્ટિએ શિશુને લઈ હોસ્પિટલે દોડી ગયાં હતાં
જામનગરના ઝૂમાં એક હજાર મગરો લાવવાનો માર્ગ મોકળો
તામિલનાડુના ઓમાલાપુરમના મદ્રાસ ક્રોકોડાઇલ બેન્ક ટ્રસ્ટમાંથી ૧૦૦૦ મગરમચ્છ જામનગરના ગ્રીન ઝૂલોજિકલ રેસ્ક્યુ એન્ડ રિહેબિલિટેશન સેન્ટરમાં ટ્રાન્સફર થશે
૧૫ ગામોમાં સરપંચોએ જાતે દારૂબંધી લાગુ કરી
નિરમાલી, સોરણા, ભૂતિયા, કાવઠ, ગરોડ, ભોજાના મુવાડા, મીરાપુર, સુલતાનપુર, વડધરા, ચપટિયા, પારિયાના મુવાડા, ઠુચાલ, આંબલિયારા, શિહોરા સહિત બીજાં ઘણાં ગામોમાં દારૂ પીવાથી માંડીને વેચાણ પર રોક લગાવવામાં આવી
એક નેતાના 'મરદહસ્તે’ થયું ધ્વજારોહણ!
‘અમે પ્રચાર કરીશું કે દારૂબંધી તિજોરી 'ને અર્થતંત્રના હિતમાં નથી, એને દૂર કરવી જોઈએ. દારૂ કાં તો દારૂબંધી, બેમાંથી એકને દૂર કરવાનું વચન હું આજે આપું છું’
ધનુષની ‘ધ ગ્રે મેન': ક્રિમિનલ છે, પણ સારો છે...
આશરે ૧૫૯૮ કરોડના ખર્ચે બનેલી નેટફ્લિક્સની ઍક્શન થ્રિલર ફિલ્મ ‘ધ ગ્રે મૅન’માં ‘કેપ્ટન અમેરિકા’ છે, ‘નોટબુક’ અને ‘લા લા લૅન્ડ’નો રૉમેન્ટિક હીરો છે અને ‘સેક્સી તમિલ ફ્રેન્ડ' ધનુષ છે! ‘એવેન્જર્સ’ સિરીઝ ફેમ રુસ્સો બ્રધર્સની આ ફિલ્મ વિશેની રસપ્રદ વાતો અહીં કરી છે.
બ્લૉન્ડઃ મર્લિન મુનરોની ખુશહાલ જિંદગી પાછળની વ્યથાકથા
લેખિકા જોયસ કેરલ ઓટ્સે લખેલી બુક પર બનેલી ફિલ્મ ‘બ્લોન્ડ’ આવી રહી છે
માણસ બદલાય છે, સુધરે પણ છે!
એક સમયે જ્યારે તમે બૂમો પાડી પાડીને તમારા પ્રિયપાત્રને કશુંક સમજાવવા માગ્યું હોય કે તેમની પાસેથી અમુક પ્રકારના વર્તનની અપેક્ષા રાખી હોય, ત્યારે તેમણે તમારા માટે એ ના કર્યું હોય, પરંતુ તમારા પછી આવેલા સાવ નવા જ પાત્રને બધું જ માગ્યા વિના આપી દેતાં જુઓ ત્યારે મનમાંથી એક ટીસ તો ચોક્કસ ઊઠે કે તમારી લાગણીઓમાં એવી શું કમી રહી ગઈ કે એવો પ્રેમ એ તમને ના આપી શક્યા?!
ગ્રંથોના ગાંધીની વિદાય...
ગુજરાતી સાહિત્યમાં કશું પોતે લખ્યું ન હોય, આખી જિંદગી શ્રેષ્ઠ સાહિત્યના પ્રચાર-પ્રસાર પાછળ ખર્ચી નાખી હોય અને છતાંય એક ઉત્તમ સાહિત્યકાર કે લેખક તરીકે જ જેમને લોકો સન્માન આપે છે એવા મહેન્દ્રભાઈ મેઘાણીએ આપણી વચ્ચેથી વિદાય લીધી છે. ત્યારે સાહિત્યના પ્રચાર-પ્રસાર અને એક આખી પેઢીના જીવનઘડતરમાં પોતાની પ્રવૃત્તિઓ થકી અમૂલ્ય ફાળો આપનાર એ ભેખધારીને નમન કરીએ.
નાગપાંચમે નાગપૂજનઃ ભક્તિ કે ભય?
સૌરાષ્ટ્રનાં ગામડાંઓ-શહેરોમાં શ્રાવણ માસ દરમિયાન નાગપાંચમ ઊજવવાની પરંપરા છે. એ દિવસે નાગ દેવતાનાં મંદિરોમાં અને ઘરના પાણિયારે નાગ એટલે કે સર્પની પૂજા કરવામાં આવે છે. નાગ શા માટે પુજાય છે? ભક્તિથી કે ભયથી? નાગપાંચમના દિવસે જ શા માટે નાગપૂજન થાય છે? વિવિધ જ્ઞાતિઓમાં નાગપૂજનના દિવસો કેમ અલગઅલગ? નાગપંચમી નિમિત્તે આ પ્રશ્નોના ઉત્તર મેળવવાનો પ્રયાસ કરીએ.