CATEGORIES
Categorías
રેવડી કલ્ચર વિશે સુપ્રીમ કોર્ટે શું કહ્યું?
તમે મને રૂઢિવાદી કહી શકો છો, પરંતુ હું સંસદ અને વિધાનસભાની કામગીરીમાં ઘૂસણખોરી કરવા માગતો નથી
જ્યારે સંસદની કેન્ટીનની સબસિડી બંધ કરાઈ..
મટન કરી ૨૦ રૂપિયાની અને મસાલા ઢોસા ૬ રૂપિયામાં
ઓવૈસીના સભ્યોના પક્ષપલ્ટામાં નીતિશકુમારનો હાથ હતો?
ચૂંટણી પહેલાંના ગઠબંધનના ધોરણે એનડીએ દ્વારા નીતિશકુમારને વિધાનસભા પક્ષના નેતા બનાવીને સરકાર રચવાનો દાવો કર્યો અને રાજ્યપાલે તેનો સ્વીકાર કર્યો
અભિષેક બેનરજીને મમતાના રોષનો ભોગ કેમ બનવું પડ્યું?
ટીએમસીના કેટલાક ટોચના વરિષ્ઠ નેતાઓની બંધ બારણે યોજાયેલી બેઠકમાં મમતા બેનરજીએ તેમના ભત્રીજાને તેમના બાલિશ વર્તન બદલ બરાબરનો ઊધડો લીધો હતો
-અને હવે અમૃતકાળઃ વડાપ્રધાનના સંબોધનના સૂચિતાર્થો
સ્વાતંત્ર્યના આ અમૃત પર્વ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી લાલ કિલ્લાની પ્રાચીર પરથી પોતાના રાષ્ટ્રને સંબોધનમાં શું વિશેષ કહેશે તેની પણ સૌને ઉત્સુકતા હતી
મોડાસામાં સ્વતંત્રતા દિવસની રાજ્યકક્ષાની ઉજવણી
રાજ્ય સરકારના કર્મચારીઓ-પેન્શનરોને મળતા મોંઘવારી ભથ્થામાં ૧ જાન્યુઆરી, ૨૦૨૨થી ૩ ટકાનો વધારો આપવાનો નિર્ણય લીધો હોવાની તેમણે જાહેરાત કરી હતી
અમદાવાદમાં ડમ્પિંગ સાઇટ પર રાજ્યનું પ્રથમ વન ઊભું કરાયું
અહીં વાવેલાં વૃક્ષો અને ફૂલછોડ થકી ૫ વર્ષમાં ૧૪૦.૩૦ ટન અને ૧૦માં વર્ષે ૧૮૮.૪૦ ટન જેટલો કાર્બન શોષાવાનો અંદાજ છે
ગુજરાતનો સૌથી મોટો તિરંગો રાજકોટમાં ફરકાવાયો
શહેરના નાનામવા રોડ ઉપરની એક ઇમારત પર ફરકાવાયેલો રાષ્ટ્રધ્વજ ૨૫૦ ફૂટ લાંબો હતો
ત્યજાયેલા નવજાત શિશુ માટે મહિલા ન્યાયાધીશની મમતા
બાળકને તપાસતાં તેનું હૃદય ચાલતું હતું. તે જીવિત હોવાનો ખ્યાલ આવતાં જ તેઓ માનવતાની દ્રષ્ટિએ શિશુને લઈ હોસ્પિટલે દોડી ગયાં હતાં
જામનગરના ઝૂમાં એક હજાર મગરો લાવવાનો માર્ગ મોકળો
તામિલનાડુના ઓમાલાપુરમના મદ્રાસ ક્રોકોડાઇલ બેન્ક ટ્રસ્ટમાંથી ૧૦૦૦ મગરમચ્છ જામનગરના ગ્રીન ઝૂલોજિકલ રેસ્ક્યુ એન્ડ રિહેબિલિટેશન સેન્ટરમાં ટ્રાન્સફર થશે
૧૫ ગામોમાં સરપંચોએ જાતે દારૂબંધી લાગુ કરી
નિરમાલી, સોરણા, ભૂતિયા, કાવઠ, ગરોડ, ભોજાના મુવાડા, મીરાપુર, સુલતાનપુર, વડધરા, ચપટિયા, પારિયાના મુવાડા, ઠુચાલ, આંબલિયારા, શિહોરા સહિત બીજાં ઘણાં ગામોમાં દારૂ પીવાથી માંડીને વેચાણ પર રોક લગાવવામાં આવી
એક નેતાના 'મરદહસ્તે’ થયું ધ્વજારોહણ!
‘અમે પ્રચાર કરીશું કે દારૂબંધી તિજોરી 'ને અર્થતંત્રના હિતમાં નથી, એને દૂર કરવી જોઈએ. દારૂ કાં તો દારૂબંધી, બેમાંથી એકને દૂર કરવાનું વચન હું આજે આપું છું’
ધનુષની ‘ધ ગ્રે મેન': ક્રિમિનલ છે, પણ સારો છે...
આશરે ૧૫૯૮ કરોડના ખર્ચે બનેલી નેટફ્લિક્સની ઍક્શન થ્રિલર ફિલ્મ ‘ધ ગ્રે મૅન’માં ‘કેપ્ટન અમેરિકા’ છે, ‘નોટબુક’ અને ‘લા લા લૅન્ડ’નો રૉમેન્ટિક હીરો છે અને ‘સેક્સી તમિલ ફ્રેન્ડ' ધનુષ છે! ‘એવેન્જર્સ’ સિરીઝ ફેમ રુસ્સો બ્રધર્સની આ ફિલ્મ વિશેની રસપ્રદ વાતો અહીં કરી છે.
બ્લૉન્ડઃ મર્લિન મુનરોની ખુશહાલ જિંદગી પાછળની વ્યથાકથા
લેખિકા જોયસ કેરલ ઓટ્સે લખેલી બુક પર બનેલી ફિલ્મ ‘બ્લોન્ડ’ આવી રહી છે
માણસ બદલાય છે, સુધરે પણ છે!
એક સમયે જ્યારે તમે બૂમો પાડી પાડીને તમારા પ્રિયપાત્રને કશુંક સમજાવવા માગ્યું હોય કે તેમની પાસેથી અમુક પ્રકારના વર્તનની અપેક્ષા રાખી હોય, ત્યારે તેમણે તમારા માટે એ ના કર્યું હોય, પરંતુ તમારા પછી આવેલા સાવ નવા જ પાત્રને બધું જ માગ્યા વિના આપી દેતાં જુઓ ત્યારે મનમાંથી એક ટીસ તો ચોક્કસ ઊઠે કે તમારી લાગણીઓમાં એવી શું કમી રહી ગઈ કે એવો પ્રેમ એ તમને ના આપી શક્યા?!
ગ્રંથોના ગાંધીની વિદાય...
ગુજરાતી સાહિત્યમાં કશું પોતે લખ્યું ન હોય, આખી જિંદગી શ્રેષ્ઠ સાહિત્યના પ્રચાર-પ્રસાર પાછળ ખર્ચી નાખી હોય અને છતાંય એક ઉત્તમ સાહિત્યકાર કે લેખક તરીકે જ જેમને લોકો સન્માન આપે છે એવા મહેન્દ્રભાઈ મેઘાણીએ આપણી વચ્ચેથી વિદાય લીધી છે. ત્યારે સાહિત્યના પ્રચાર-પ્રસાર અને એક આખી પેઢીના જીવનઘડતરમાં પોતાની પ્રવૃત્તિઓ થકી અમૂલ્ય ફાળો આપનાર એ ભેખધારીને નમન કરીએ.
નાગપાંચમે નાગપૂજનઃ ભક્તિ કે ભય?
સૌરાષ્ટ્રનાં ગામડાંઓ-શહેરોમાં શ્રાવણ માસ દરમિયાન નાગપાંચમ ઊજવવાની પરંપરા છે. એ દિવસે નાગ દેવતાનાં મંદિરોમાં અને ઘરના પાણિયારે નાગ એટલે કે સર્પની પૂજા કરવામાં આવે છે. નાગ શા માટે પુજાય છે? ભક્તિથી કે ભયથી? નાગપાંચમના દિવસે જ શા માટે નાગપૂજન થાય છે? વિવિધ જ્ઞાતિઓમાં નાગપૂજનના દિવસો કેમ અલગઅલગ? નાગપંચમી નિમિત્તે આ પ્રશ્નોના ઉત્તર મેળવવાનો પ્રયાસ કરીએ.
મંદિરમાં બંધ ભારતમાતાને આઝાદી ક્યારે?
સમગ્ર દેશમાં ભારત માતાનું એક માત્ર મંદિર ભાવનગરના મઢડા ગામે આવેલું છે. અફસોસની વાત એ છે કે આ મંદિર પર તિરંગો લહેરાવવો તો દૂર, તેને ગ્રામજનો માટે ખોલવામાં પણ નથી આવતું. આઝાદીનો અમૃત મહોત્સવ ઊજવાઈ રહ્યો છે ત્યારે આ મંદિરની ઉપેક્ષા અનેક સવાલો સર્જે છે.
રિયલ એસ્ટેટમાં મેટાવર્સના પ્રવેશનો માસ્ટરસ્ટ્રોક
છેલ્લા કેટલાક સમયથી મૅટાવર્સ ટૅક્નોલૉજીના આગમન અને તેના કારણે વિવિધ ક્ષેત્રોમાં આવનારા સંભવિત પરિવર્તનોને લઈને મોઢા એટલી વાતો થયા કરે છે. જોકે ભારતમાં તે નજીકના ભવિષ્યમાં મુખ્યધારાનાં જુદાં જુદાં ક્ષેત્રોનો ભાગ બને તેવા કોઈ એંધાણ દૂર દૂર સુધી વર્તાતા નથી, એવામાં અમદાવાદની એક કંપનીએ આ ટૅક્નોલૉજીનો રિયલ એસ્ટેટની દુનિયામાં પ્રવેશ કરાવીને ખરા અર્થમાં માસ્ટરસ્ટ્રોક ફટકારી દીધો છે.
અલ જવાહિરીના અંત બાદ જેહાદીઓનો બેલી કોણ?
અમેરિકાના મૉસ્ટ વૉન્ટેડ ટૅરરિસ્ટોની યાદીમાં જવાહિરીને જગ્યા મળી. બિન લાદેન વગેરે અફઘાનિસ્તાનના નાગરિકો બન્યા. આખરે વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર ૯/૧૧ના હુમલાની યોજના ઘડી તેને અંજામ આપ્યો અને જગતને હચમચાવી દીધું
માત્ર રેપો રેટ વધારવાથી મોંઘવારી અંકુશમાં નહીં આવે
માગ ઘટે અને પુરવઠો વધે એટલે કિંમતોમાં ઘટાડો થાય છે, વર્તમાન મોંઘવારી માટે આંતરરાષ્ટ્રીય કારણો અને પરિબળો જવાબદાર છે
બિહારમાં નીતિશકુમારે ખેલ પાડ્યો, ભાજપનો ખેલ બાકી છે
બિહારમાં ગઠબંધનો તોડતા રહીને અને નવાં ગઠબંધનો કરતા રહીને મુખ્યપ્રધાનપદ જાળવી રાખવામાં નીતિશકુમારે આગવો વિક્રમ સર્જ્યો છે
પત્નીની અંતિમ યાત્રામાં પતિએ બેન્ડવાજાં વગડાવ્યા
મોનિકાબહેનની આંખોનું દાન પણ કરાયું. રક્તદાન કેમ્પનું પણ આયોજન કરાયું હતું
એ જ વિધાર્થીઓ એ જ શિક્ષકો, ૩૨ વર્ષ બાદ ઘંટડી વાગી!
શાળામાંથી વિખૂટા પડેલા મિત્રો ૩૨ વર્ષ બાદ મળ્યા ત્યારે ફરી એ જ બાળપણ યાદ કર્યું હતું: ફિરોઝ પઠાણ
બેકારીથી કંટાળેલા યુવાને બંધ શૌચાલયમાં સલૂન ખોલ્યું
બે લાખના ખર્ચે નાનીઝડુલી ગામમાં જાહેર શૌચાલય બનાવવામાં આવ્યાં હતાં, પરંતુ છેલ્લાં બે વર્ષથી આ શૌચાલયો બિનઉપયોગી પડ્યાં હતાં
છુકછુક ગાડી વિશે વાંચીને યુવા હૈયાંઓ ગીરની સફરે
જૂનાગઢ રેલવે સ્ટેશન મેનેજમેન્ટે પણ આ લેખ ‘અભિયાન’માં પ્રસિદ્ધ થયા પછી જૂનાગઢવાસીઓ આ છુકછુક ગાડીમાં બેસી ગીરની સફર કરી રહ્યા છે તેમ જણાવ્યું હતું
વડોદરાના રેલવે સ્ટેશને કિંગ ખાનના ખર્ચે મૂકાશે આરઓ પ્લાન્ટ
શાહરુખ ખાને ભીડ તરફ બોલ અને ટીશર્ટ ફેંકતા ભાગદોડ મચી ગઈ હતી. પોલીસે લાઠચાર્જ પણ કરવો પડ્યો હતો. આ ભાગદોડમાં એક યુવકનું મૃત્યુ થયું હતું
ખેડૂતપુત્રીએ પાણીના તળ ઊંચા લાવવા હાથ ધરી ઝુંબેશ
ખેડૂતપુત્રી હિરલ ચૌધરીએ ખેડૂતોની વેદના જોઈને મનોમન નક્કી કર્યું કે ગામડાંમાં ખેડૂતોની સિંચાઈના પાણીની સમસ્યા દૂર કરવા કંઈક કરવું જોઈએ
પીએમ મોદીના હસ્તે સાબર ડેરીના રૂ.૧,૦૩૦ કરોડના વિવિધ પ્રકલ્પો રાષ્ટ્રને અર્પણ કરાયા
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા સાબર ડેરી ખાતે રૂપિયા ૬૦૦ કરોડના ખર્ચે બનનાર ૩૦મેટ્રિક ટનપ્રતિદિનની કેપેસિટીના ચીઝ પ્લાન્ટનું ખાતમુહૂર્ત અને ઈ-ભૂમિપૂજન કરવામાં આવ્યું
સમયનો સદુપયોગ કરો
તમારા ઇમિગ્રન્ટ વિઝા ઇન્ટરવ્યૂમાં કેવા સવાલો પૂછવામાં આવે છે? એના કેવા જવાબોની અપેક્ષા રખાય છે? કયા કયા દસ્તાવેજો માગવામાં આવે છે? આ બધું જાણી લો