CATEGORIES
Categorías
સ્વર્ગને ભુલાવી દે એવાં કાઠિયાવાડનાં ભોજનિયાં
એક દુહામાં કહેવાયું છે કે, “કાઠિયાવાડમાં તું કોક દી' ભૂલો પડ ભગવાન, તું થા ને મારો મહેમાન, તને સ્વર્ગ ભૂલાવું શામળા!” ભગવાનને પોતાને આંગણે મહેમાન બનીને આવવાનું નોતરું આપતા કાઠિયાવાડીનાં ભોજન પણ એવાં સ્વાદિષ્ટ કે ખુદ ભગવાન પણ સ્વર્ગને ભૂલી જાય! એ સાદા છતાં સ્વાદિષ્ટ ભોજનિયાં કેવાં છે એ જાણવા ચાલો આપણેય આ મીઠડા મુલકમાં ભૂલા પડીએ..!
મંગેતર માટેના 'કે-૧’ વિઝા
‘કે-૧’ વિઝા મેળવવા માટે અમેરિકામાં રહેતી વ્યક્તિ, જેની જોડે તમે અમેરિકામાં લગ્ન કરવા ઇચ્છો છો, એ વ્યક્તિ અમેરિકન સિટીઝન હોવી જોઈએ
‘આઝાદી કા અમૃત મહોત્સવ' અંતર્ગત સ્વાવલંબન અને આત્મનિર્ભરતાનો ‘ખાદી ઉત્સવ' ઊજવાયો
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ખાદી ઉત્સવમાં ભાગ લીધો
ફ્યુઝન ફૂડઃ જગતભરની વાનગીઓનો ખીચડો!
ત્રણ-ચાર દશક અગાઉ ગ્રામ્ય વિસ્તારોમાં બે મેનુ હતાં. એટલે રોજનાં શાક, ભાત, રોટલો કે રોટલી, ખીચડી અને કઢી. બીજું મેનુ લગ્ન કે પ્રસંગ વખતનું. લાડુ, મોહનથાળ, ગાંઠિયા, ફરસાણ, શાક, દાળ, ભાત
ચંદ્રાબાબુ નાયડુ ફરી ભાજપ સાથે હાથ મિલાવશે?
આંધ્રના મુખ્યપ્રધાન જગમોહન રેડ્ડી સાથે બહુ મનમેળ રહ્યો ન હોવાથી ભાજપ તેલુગુ દેશમ સાથે જોડાણ કરવા ઉત્સુક જણાય છે
બિહારનો જાતિવાદી જંગ પ્રચ્છન્ન રીતે ચાલુ છે
ઉપેન્દ્ર કુશવાહાને પ્રધાન ન બનાવવાની ભૂલ નીતિશકુમારને મોંઘી પડશે
ગુજરાત કોંગ્રેસની ચિંતા: કોંગ્રેસના ભોગે આપ આગળ વધે છે
૨૦૧૭ની ચૂંટણી દરમિયાન રાહુલ ગાંધીએ મતદારોને વચન આપ્યું હતું કે તેઓ દર બે મહિને ગુજરાત આવતા રહેશે
આઝાદનો કોંગ્રેસ-ત્યાગ કોંગ્રેસની નવરચના શક્ય છે?
પક્ષનો ત્યાગ કરતી વખતે ગુલામ નબી આઝાદે લખેલાં પાંચ પાનાંના રાજીનામા પત્રમાં તેમણે તેમના આ અસાધારણ નિર્ણય માટેનાં કારણો જણાવવાની સાથે પક્ષની બિસ્માર હાલતનું પોસ્ટમોર્ટમ પણ કર્યું છે
અમેરિકા કાયમ માટે કેવી રીતે જવાય?
જો મેઘનાની મધરે વિઝા કન્સલ્ટન્ટોનું સાંભળ્યું હોત, એના મામાએ અમેરિકાના એટર્નીની સલાહ ન લીધી હોત તો એ આજે એના ભાઈ મહેન્દ્રને રાખડી બાંધી શકી ન હોત
હાય રામ! બોયકોટ કા હૈ જમાના!
‘યે બૉયકૉટ બૉયકૉટ ક્યા હૈ, યે બૉયકૉટ બૉયકૉટ' આજકાલ આવા ડાયલૉગનું રટણ નોન સોશિયલ મીડિયાજીવી કરતો હોય છે! બૉલિવૂડની હાલત આમેય ખસ્તા હતી ત્યાં બૉયકૉટનું ભૂત ધૂણી રહ્યું છે. એ વચ્ચે દક્ષિણ ભારતવાળા ઉચ્ચ ક્વૉલિટીના ડબિંગ સાથે હવે ફિલ્મો રિલીઝ કરી રહ્યા છે, ત્યારે બૉયકૉટ શબ્દના ઉદ્ભવથી લઈ અત્યાર સુધીના સિનારિયો વિશે વાત કરીએ.
લગ્ન પછી નામ કે અટક બદલવી આટલી જરૂરી કેમ?
સામાન્ય માણસ પોતાનાં નામ, જાતિ, અટક, ગામ કે વિશિષ્ટ ઓળખ આપતી બાબતો સાથે લાગણીથી જોડાયેલો હોય છે. પુરુષોને આજીવન આમાંનું કશું બદલવાનું થતું નથી, પરંતુ લગ્ન થતાં જ સ્ત્રીની સંપૂર્ણ ઓળખ બદલી નાખવામાં આવતી હોય છે, જે તદ્દન સ્વયંભૂ પરંતુ રૂઢિથી પ્રેરિત હોય છે. જો કોઈ પરિણીત સ્ત્રી સ્વેચ્છાએ તે ન બદલે તો કોઈ મોટું આભ તૂટી પડતું નથી!
ગણપતિદાદાને એક પત્ર...
પહેલાં તો એકાદ ઉંદરને જોઈ અમે ખુશ થતા કે બાપાની મહેરબાની છે, પણ તમારાં વાહનો પરિવાર નિયોજનની પકડમાં નહીં આવવાથી ઉંદરોનો ટ્રાફિક વધવા માંડ્યો
ભોમિયા વિના મારે ભમવા'તા ડુંગરા
યુવાપેઢીને ‘ જવાની ઝિંદાબાદ'ના મોજીલા મૂડમાં મસ્તીભેર જીવતાં જોઈ મોટા ભાગના વડીલો પેલા ‘ઉલ્ટા ચશ્મા’વાળા ભીડે માસ્ટરની જેમ હમારે જમાને મેં...'વાળો રાગ આલાપવા માંડે. આવા વડીલોને કહેવાનું મન જરૂર થાય કે, કદાચ તમે ‘ ભોમિયા વિના મારે ભમવાતા ડુંગરા' કવિતાનો રટ્ટો મારી ડુંગરાની કલ્પના કરી બેસી રહ્યા હશો, પણ આ યંગસ્ટર્સ તો ગામને પાદરે કે શહેરને સીમાડે આવેલા ડુંગરા જ નહીં, ગગનચુંબી શિખરો અને સાગરની લહેરોને પણ સ્પર્શવા નીકળી પડે જનાબ!
કોલેજની ફી ભરવી છે? તો ઉપાડો સાવરણો!
આપણે ત્યાં વિદ્યાર્થી ઉત્તમ શિક્ષણ માટે સતત આર્થિક અને સામજિક સંઘર્ષ કરતો જોવા મળે છે. જ્યારે વિદેશમાં વિદ્યાર્થીઓ ‘ઓન કેમ્પસ જોબ' કરી શકે તેવી તમામ વ્યવસ્થા ઊભી કરવામાં આવેલી હોવાથી આર્થિક કારણોને લીધે તેમના અભ્યાસ ઉપર અસર થતી નથી. ગૂજરાત વિદ્યાપીઠે એ દિશામાં પહેલ કરી પણ છે.
યુવાનોનો બદલાતો અભિગમ અને વિચારસરણી
સરકારી નોકરીથી દૂર હવે આંતર પ્રિન્યોરશિપના અભિગમ તરફ ભારતના યુવાનો જઈ રહ્યા છે. જેમની ઉંમર ૨૦થી ૩૦ની વચ્ચે છે તેમણે પોતાના વેપારમાં અને જીવનમાં ‘રિસ્ક હૈ તો ઇશ્ક હૈ’નો મંત્ર અપનાવ્યો છે
લાખો નવી નોકરીઓ પેદા કરવામાં મદદરૂપ થશે
ભારત એક ઊભરતું અર્થતંત્ર છે અને વધુ ને વધુ લોકો ઇન્ટરનેટના વપરાશકર્તા બની રહ્યા
સ્ટાર્ટઅપનું નવું ડેસ્ટિનેશન ભારત
બદલાતા વૈશ્વિક પવનો વચ્ચે સ્ટાર્ટઅપની દુનિયામાં હવે ભારતનો ડંકો વાગશે એવો માહોલ સર્જાતો દેખાઈ રહ્યો છે. તાજેતરમાં જ ભારતે સ્ટાર્ટઅપની દુનિયામાં હનુમાન કૂદકો લગાવ્યો છે અને દેશમાં યુનિકોર્ન્સની સંખ્યાએ સદી વટાવી છે. દેશમાં નોંધાઈ રહેલા સ્ટાર્ટઅપ્સની સંખ્યામાં તો ભારે ઉછાળો છે જ પરંતુ સાથે-સાથે તેમને નોંધપાત્ર ફન્ડિંગ પણ મળી રહ્યું છે અને તેઓ આશ્ચર્યજનક પ્રગતિ પણ કરી રહ્યા છે. આ સ્ટાર્ટઅપ બૂમની પાછળ કયાં કારણો છે? બદલાતા વૈશ્વિક માહોલમાં કેમ આ ઘટના ખૂબ અગત્યની છે? ભારતના અર્થતંત્ર પર તેની કેવી અસરો થશે? વાંચો આ વિગતવાર અહેવાલ...
'૭૧માં નેવી અધિકારીને બચાવવા દરિયાખેડુઓએ જાનની બાજી લગાવી દીધેલી!
વર્ષ-૧૯૭૧ના યુદ્ધમાં અરબસાગરમાં પાકિસ્તાની નેવી સાથે જીવસટોસટના જંગમાં ભારતીય નેવીના એક જવાંમર્દ અધિકારી સુરેશ સામંત મધદરિયે ગંભીર રીતે ઘવાયા તો આ ઘટના સમયે આજુબાજુ હાજર માંગરોળના દરિયાખેડુઓએ તેમને પોતાની હોડીમાં લઈ લીધા અને મારતી હોડીએ દરિયો ખેડી માંગરોળ તરફ ચાલી નીકળ્યા
સાગરખેડુ ખારવાઓની ખારી-મીઠી જિંદગી
‘ખારવો’ એટલે ખારાશ કે ખારા પાણીનો સાહસિક તરવૈયો એવું કહેવાતું હશે, પણ જે ખારા પાણીને મીઠું મધ બનાવી દે તે ‘ખારવો’. આવું એટલા માટે કહેવું પડે કે આ ખારવાના મોંમાંથી નીકળતો ‘તુંકારો’ પણ પ્રેમથી બોલાતો હોય. જેની એક અલગ ઓળખ સ્થાપિત થઈ ચૂકી છે તે ખારવા સમાજ રક્ષાબંધન બાદ નવેસરથી દરિયામાં ઝંપલાવી ચૂક્યો છે ત્યારે આવો, તેના જીવનમાં ડોકિયું કરીએ.
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કમ્બોઈધામમાં શ્રી ગોવિંદ ગુરુને ભાવાંજલિ અર્પણ કરી
ઝાલોદ તાલુકાના કમ્બોઈ સ્થિત આ સમાધિ સ્થળ આદિવાસીઓ બાંધવો માટે શ્રદ્ધા અને આસ્થાનું ધામ
શિક્ષકની કલ્પનાનું ATM એની ટાઇમ એજ્યુકેશન
જરૂરિયાતના સમયે ગમે ત્યારે પૈસા ઉપાડવાની સગવડ આપતાં ઑટોમેટેડ ટેલર મશીન એટલે કે એટીએમથી આબાલવૃદ્ધ હવે પરિચિત છે, પરંતુ ગમે ત્યારે શિક્ષણ આપી શકે એવા મશીન-એટીઇ (એની ટાઇમ એજ્યુકેશન)ની કલ્પના કોઈએ કરી હશે? હા, કચ્છના માંડવી તાલુકાના હુંદરાઈબાગ પ્રાથમિક શાળાના એક શિક્ષકે આવી કલ્પના કરી અને એને સાકાર પણ કરી.
વાસ્કો-દ-ગામાઃ તજ, લવિંગ, મરી-મસાલાથી ભરપૂર સફરનામા
ત્રણ કારણોથી દરિયાઈ માર્ગ શોધી કાઢવો જરૂરી હતો. પ્રથમ તો મસાલા તેજાનાની જરૂર હતી. બીજું, બધા વેપાર પર આરબો સર થઈ ગયા હતા તેથી યુરોપિયન વેપારીઓ અને રાજાઓની કમાણીનો મોટો હિસ્સો અટકી ગયો હતો. ત્રીજું કારણ એ હતું કે યુરોપના ખ્રિસ્તીઓની ધારણા હતી કે ભારતના દરિયાકાંઠે ખ્રિસ્તી લોકોનો એક મોટો સમુદાય વસે છે
પાક.નું રાજકારણ ખતરનાક વળાંક પર આવીને ઊભું છે
એક સમયે ચૂંટણીમાં ઈમરાન ખાનને વિજય અપાવવા માટે સૈન્યે ભારે જહેમત ઉઠાવી હતી. એ જ ઈમરાન ખાન સત્તા ગુમાવ્યા પછી સૈન્યને તટસ્થ રહેવા અને પોતાની પડખે ઊભા રહેવા કહે છે
કોંગ્રેસમાં ખરેખર કશું બદલાશે ખરું?
વાત માત્ર કોંગ્રેસના નવા પ્રમુખની ચૂંટણીની નથી. કોંગ્રેસની આંતરિક સમસ્યાઓનો તેનાથી કેવો અને કેટલો અંત આવશે એ તો પક્ષના પ્રમુખપદે કોણ આરૂઢ થાય છે તેના પર નિર્ભર રહેશે
સિવિલમાં એક જ દી'માં અંગદાનથી પાંચને નવજીવન
બે બ્રેઇનડેડ વ્યક્તિઓના અંગદાનમાં ૪ કિડની અને એક લિવરનું દાન મળ્યું હતું, જે સિવિલ મેડિસિટીની જ કિડની ઇન્સ્ટિટ્યૂટમાં જરૂરિયાતમંદ દર્દીમાં પ્રત્યારોપણ કરવામાં આવ્યું હતું
ચરોતરમાં ૧૬૦ ફૂટે મળતું ભૂગર્ભ જળ હવે ૧૨૯ ફૂટે ઉપલબ્ધ
૧૦૧ ટકાથી વધુ વરસાદ થયો હોવાથી ભૂગર્ભ જળનું લેવલ સતત વધી રહ્યું છે
ન્યાયમંદિર પરિસરમાં ઔષધિઓ લહેરાશે
હાઈકોર્ટમાં ઔષધીય વનથી લોકોમાં પર્યાવરણ અને આયુર્વેદ અંગે જાગૃતિ વધશે: મુખ્યમંત્રી
૩૧ ફોટો જર્નાલિસ્ટની અલભ્ય તસવીરોનું રસપ્રદ પ્રદર્શન
વર્લ્ડ ફોટોગ્રાફી ડેની ઉજવણી નિમિત્તે આયોજિત આ પ્રદર્શનમાં ૧૬૦ જેટલી સુંદર અને અલભ્ય તસવીરો પ્રદર્શિત કરવામાં આવી
૧ કરોડને બદલે ૧.૪૦ કરોડ તિરંગા ફરકાવવાનો વિક્રમ
રાજ્યના તમામ ૩૩ જિલ્લાઓનાં તમામ ગામ-શહેરો અને નગર-મહાનગરોમાં સરકારીખાનગી કચેરીઓ, વિવિધ સંસ્થાઓ, વિવિધ ધાર્મિકસ્થાનો, ઐતિહાસિક ઇમારતો, શાળાકોલેજો, નાના-મોટા ઉધોગગૃહો, મુખ્ય જળાશયો, જંગલ, દરિયાઈ વિસ્તાર, રણ વિસ્તાર, પર્વત વિસ્તાર, માર્કેટ, ઝૂંપડું કે મકાન તમામ વિસ્તારોમાં તિરંગા લહેરાવવામાં આવ્યા હતા
નડિયાદના ડભાણમાં 'યારાના' ફિલ્મ જેવી કહાની
આ બંનેની દોસ્તી એટલી પાકી છે કે તેઓ એકબીજા માટે કંઈ પણ કરવા તત્પર છે