CATEGORIES
Categorías
ત્રણ કૃષિ કાનૂનો રદ થયા હવે સંસદ સુચારુ રૂપે ચાલશે?
મહત્ત્વની વાત એ છે કે કૃષિ કાનૂનોની વાપસી સાથે એક મહત્ત્વના રાજકીય પ્રકરણનો અંત આવી ગયો છે ત્યારે હવે પછીના દિવસોમાં સંસદની કાર્યવાહી સુચારુ રૂપે ચાલશે કે ચાલવા દેવાશે?
પ્રજનન દરમાં ઘટાડો થયો જનસંખ્યાની સ્થિરતાને વાર છે
સામાજિક સ્તરે એકાદ સિદ્ધિથી સંતુષ્ટિ અનુભવવાને બદલે સામાજિક સ્વાથ્યની દિશામાં લાંબી મજલ કાપવાની છે એ ધ્યાનમાં રાખવું પડશે.
ચીનમાં રમાનારી ૨૦૨૨ ઓલિમ્પિક્સના બહિષ્કારની તૈયારીઓ શરૂ
આજકાલ પશ્ચિમના દેશોએ અને ચીને જે વિવાદને મોટું સ્વરૂપ આપ્યું છે તે જોઈને જ લાગે છે કે મૂળ મુદ્દા પર આ લોકો લડાઈ કરશે જ નહીં. ચીનની ટેનિસ સ્ટાર ખેંગ શુઆઈને તેઓએ શટલ કોક બનાવી દીધી છે. પેંગ શુઆઈએ આક્ષેપ જાહેર કર્યો કે ચીનના ભૂતપૂર્વ ઉપપ્રમુખ ૭૫ વરસના ઝાંગ ગાઓલીએ ગેંગ સાથે શારીરિક દુષ્કૃત્ય આચરવાનો પ્રયત્ન કર્યો હતો. આરોપના અનુસંધાને દુનિયામાં ખળભળાટ મચી ગયો.
ક્રિપ્ટોકરન્સી પર પ્રતિબંધ શક્ય નથી, નિયંત્રણો જરૂરી
ક્રિપ્ટોકરન્સીને કારણે દેશના અર્થતંત્રમાં અસ્થિરતા સર્જાવાની દહેશત રહે છે
ઓમિક્રોનથી સાવચેત રહો, પણ ભયભીત થવાની જરૂર નથી
સત્તર નવેમ્બરના રોજ દક્ષિણ આફ્રિકાના આરોગ્ય મંત્રીએ નવા રૂપનો કોરોના વાઇરસ મળી આવ્યો છે તે જાહેરાત કરી હતી
આર્થિક ફાયદો ન હોવાથી રેલવે પૂર્વ કચ્છ તરફ ધ્યાન આપતી નથી
કચ્છ હવે વૈશ્વિક ફલક પર જાણીતું બની રહ્યું છે, એવા સમયે પાયાની સુવિધાના અભાવે માત્ર કચ્છવાસીઓ જ નહીં, પણ પ્રવાસીઓ માટે કચ્છની મુલાકાત લેવું મુશ્કેલ બની રહ્યું છે. જો રાપર વિસ્તારમાં રેલવે લાઇનની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવે તો પૂર્વ કચ્છમાં પરિવહનની સમસ્યાનું નિરાકરણ લાવી શકાય એમ છે.
અફઘાનિસ્તાનમાં નાની બાળકીનેમેહર માટે નિકાહની સજા!
જે દેશમાં સંસ્કૃતિ પર પ્રહાર થાય અને વિવેક શૂન્ય દળો સ્ત્રીને બંધકની જેમ જીવવા જુલ્મ કરતાં હોય તે દેશ ફક્ત ભૂગોળમાં દેખાય છે, બાકી આતંકીઓના હાથમાં રમતું રમકડું બની જાય છે.
સૌંદર્ય, સાહસ અને સફળતા : ફાલ્ગુની નાયરની નાયકાના પાયા
ફાલ્ગુની નાયર બ્યુટી અને પર્સનલ કેર ફર્મ નાયકાનાં સ્થાપક છે. નાયકાને લોકપ્રિય બનાવવાનો શ્રેય ફાગુનીને જાય છે. થોડા સમય પહેલાં જેમના નામથી લોકો અપરિચિત હતા એવાં ફાગુની નાયર આજે ભારતના સૌથી ધનિક મહિલાની યાદીમાં સામેલ છે. ઓનલાઇન સ્ટોરથી બિઝનેસની શરૂઆત કરનારાં ફાગુનીએ આપબળે આ મુકામ હાંસલ કર્યો છે.
હવે વર્ષો સુધી દેશમાં કોઈ કૃષિ સુધારાની હિંમત નહીં કરે
સરકારના આ નિર્ણય સાથે દેશના કૃષિ સુધારાને જબ્બર આંચકો લાગ્યો છે. કૃષિ સુધારમાં પીછેહઠ અંગેના આ આઘાતમાંથી દેશને બહાર આવતાં સમય લાગશે.
માનસિક વિકલાંગ બાળકો આત્મનિર્ભર બની શકે છે
કચ્છની સંસ્થાઓ 'માનસ' અને “માનસી”માં મંદબુદ્ધિ બાળક અને બાલિકાઓને સામાન્ય વ્યક્તિ બનીને જીવન જીવી શકે તેવી તાલીમ અપાય છે. તેમને આત્મસન્માનભેર જીવતા શીખવીને તેમનાં રોજિંદા કામ કરતાં, થોડું અર્થોપાર્જન કરતાં શીખવાડાય છે,
કૃષિ કાનૂનોની વાપસીમાં રાષ્ટ્રીય સુરક્ષાનો દૃષ્ટિકોણ
આંદોલન નબળું પડી રહ્યું હતું ત્યારે જ કેમ ત્રણે કાયદાઓ પરત લેવાની જરૂર પડી?
ઓહ... ઓવરથિન્કિંગા ચ હ !
વિચારને વાયુ સાથે લેવાદેવા એટલે વધઘટ તો થવાની વાય આવે જાય ત્યાં સમસ્યાની આપલે ચાલ્યા કરવાની
દ. ગુજરાત યુનિવર્સિટીમાં શરૂ કરવામાં આવશે હિન્દુ અભ્યાસક્રમ
સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં હિન્દુ વિષયને લઈને અભ્યાસ શરૂ કરવામાં આવશે. ગુજરાતમાં પ્રથમ વખત કોઈ યુનિવર્સિટી હિન્દુ વિષયને લઈને અભ્યાસક્રમ શરૂ કરવા જઈ રહી છે. જેને લઈને પ્રોફેસર, વિદ્યાર્થીઓ અને ગુજરાતીઓ પણ ખુશ છે.
બે આંગળીથી સર્જાય છે જીવન કથા!
આખી દુનિયા માટે જે શિલ્પકલા છે તે પુરુલિયાના માનભૂમિના લોકો માટે પેઢીઓથી આલેખાતી જીવન પોથી છે. પ્રવાસીઓ તે જોઈ ખુશ થાય
સ્મૃતિમાં ચકરાવો લેતી નવલકથા લાલ સલામ!
સ્મૃતિ ઝુબેન ઈરાનીએ આ પુસ્તક લખ્યાં પહેલાં દેશ અને સમાજની કટોકટીની પળે રક્ષા કરતાં જાનની બાજી લગાવી દેનાર જવાનોની જિંદગી પર વર્ષો મનોમંથન કર્યું છે. પોતાના પ્રથમ પુસ્તકનો પરિચય આપતાં પોતાની લેખિકા તરીકેની વ્યાખ્યા અભ્યાસુ તરીકે આપતાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે વાચકો સુધી આ પુસ્તક જશે ત્યારે પહેલું પાનું વાંચતા તેઓ છેલ્લા પાના સુધી સળંગ જશે.
એક વર્ષથી ચાલી રહેલા ખેડુત આંદોલનનો ઘટનાક્રમ
વર્ષ બદલાયું પણ કૃષિ કાયદાને લઇને આંદોલન કરી રહેલા ખેડૂતોની વિચારધારા ન બદલાઈ
કાયદા પાછા ખેંચવાનો લાભ વિધાનસભા ચૂંટણીમાં મળશે ખરો?
આગામી વિધાનસભા ચૂંટણીઓમાં ભાજપની જ પ્રતિષ્ઠા દાવ પર છે
એ ત્રણ કાયદા, જે પાછા ખેંચાઈ રહ્યા છે...
વડાપ્રધાન મોદીએ ત્રણ કૃષિ કાયદાઓ પરત ખેંચવાની જાહેરાત કરી, જેને રદ કરવા માટે છેલ્લા એક વર્ષ કરતાં વધુ સમયથી ખેડૂત આંદોલન ચાલી રહ્યું હતું. કયા હતા એ ત્રણ કાયદા, ખેડૂતો માટે કઈ રીતે મહત્ત્વના હતા અને આંદોલનકારી ખેડૂતોને શું વાંધો હતો આ કાયદા સાથે.…
'કહીં પે નિગાહે-કહીં પે નિશાના'ની રાજનીતિ
ખેતીની જમીન જેટલી વિશાળ તેટલો ખેડૂતનો બાર્ગેનિંગ પાવર વધુ. સહકારી મંડળીઓ દ્વારા કોર્પોરિટ ફાર્મિંગ કરવામાં આવે તો નાના અને સીમાંત ખેડૂતોને ખૂબ જ લાભ થઈ શકે તેમ છે
ભુજમાં કિન્નરોએ કર્યું કેટવોક
ભુજની ઇન્નર વ્હીલ ક્લબ દ્વારા કિન્નરો માટે ફેશન શૉ, ગરબા, ડાન્સ હરીફાઈ યોજાઈ. કિન્નરો પણ નવતર પ્રકારના કાર્યક્રમ અને અનોખા સન્માનથી પ્રભાવિત થયા.
ફેસબુક, મેટાવર્સ અને ભવિષ્યનું ઇન્ટરનેટ
એકબીજા સાથે જોડાયેલા આભાસી પ્લેટફોર્મનું એક વિશાળ જાળું રચીને યુઝરને એની માયામાં બાંધવાનું આ સપનું તેણે ફેસબુકને સોશિયલ મીડિયા પ્લેટફોર્મની ઓળખમાંથી બહાર કાઢવા માટે જોયું છે. જે રીતે ગૂગલ કે એમેઝોને પ્રારંભમાં પોતે બાંધેલી ભૂમિકાઓ વિસ્તારીને કદ, પ્રભાવ અને સત્તા વધાર્યા એ રીતે.
ગાંધીધામના યુવાને શેરીનાં કુતરાંની સેવા માટે ભેખ લીધો
નાનપણમાં કૂતરાંને નફરત કરતા યુવાને મોટા થઈને શેરીનાં રખડતાં કૂતરાં માટે નોકરી છોડી, લોન લીધી, ઘરના દાગીના ગિરવે મૂક્યા. સ્વૈચ્છિક સંસ્થા બનાવીને સેંકડો કૂતરાંનું લાલનપાલન, સારવાર શરૂ કરી.
કોઈ પારેવું પાંખ ફેલાવે, વળી ઊડવા માંડે!
આ મિની હિન્દુસ્તાન આજે ચર્ચામાં એટલે છે કે દેવળો સૂના પડ્યા છે, બે સદી કે વધુ વર્ષો જૂના આ સ્મારકો હવે હેરિટેજ કક્ષામાં છે.
આર્યન ખાનના જામીન પછી ડ્રગ્સ કેસ કેવો વળાંક લેશે?
મહત્ત્વની વાત એ છે કે આર્યન ખાનના જામીન પછી આ કેસ કેવો વળાંક લેશે તેને વિશે કોઈ અનુમાન થઈ શકતું નથી.
કેરળ-ચેન્નાઇમાં પૂરની વિનાશકતા પર્યાવરણીય પરિવર્તનનું પ્રમાણ છે
ગુજરાત બાદ કેરળ અને ચેન્નઇમાં પૂરની સ્થિતિએ સામાન્ય જનજીવન ખોરવી નાખ્યું છે. ચેન્નઇ થોડાં વર્ષો પહેલાં પાણીની તંગીથી પીડાતું હતું તે આજે વરસાદી આપદા પ્રબંધન મુદ્દે કમર કસી રહ્યું છે તો ઋતુચક્રમાં આવેલા પરિવર્તને ગોટ્સ ઓન કન્ટ્રી મનાતા કેરળમાં ભારે વિનાશ સર્યો છે.
કામ અને સન્માન ઉંમરના મોહતાજ નથી હોતા
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે પદ્મ સન્માન સમારંભ યોજાઈ ગયો. જેમાં પર્યાવરણ સંરક્ષણના ક્ષેત્રમાં મહત્વનું યોગદાન આપવા માટે તુલસી ગૌડા અને લોકકલા ક્ષેત્રમાં વિશિષ્ટ યોગદાન આપવા માટે મંજમ્યા જોગતીને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યાં. આમ તો ઘણી બધી હસ્તીઓને પદ્મ એવૉર્ડ એનાયત કરવામાં આવ્યા, પણ આ બંને હસ્તીઓની વિશિષ્ટ અભિવ્યક્તિએ લોકોનું મન મોહી લીધું.
'ફિશિંગ કેટ' SOS
ચિલીકા સરોવર વિસ્તારમાં જોવા મળતી આ બિલાડી લુપ્ત થવાના આરે છે
સંગીતમાં શાસ્ત્રીય સંગીતકારોનો પણ સૂરીલો મુકામ!
શાસ્ત્રીય સંગીતકારો જે-તે વાધ વગાડવામાં મશહૂર એટલે એવા વાધની વિશેષતા જેમાં જરૂરી હોય એવી ફિલ્મ માટે ખાસ પસંદ કરવામાં આવે, પણ આ બધા જ સંગીતકારો અનેક સંગીતકારોની યાદગાર ધૂળના હિસ્સા બની ચૂક્યા હોય એટલે ફિલ્મ સંગીતનું કૌશલ્ય પણ કેળવી લે.
ભારતનાં મંદિરની સ્થાપત્ય કલામાં વિજ્ઞાન
દુનિયાની સાતે સાત અજાયબીઓ કરતાં હજારો ગણી ઇજનેરી કમાલ અને વિજ્ઞાનનો ભરપૂર ઉપયોગ માત્ર ને માત્ર ભારતના શિલ્પ સ્થાપત્યમાં જ થયો છે. એ જોઈને આપણે ચોક્કસ કહી શકીએ કે આપણા વાસ્તુશિલ્પ સ્થાપત્યકારો પાસે ભૂગોળ, ગણિત, અવકાશ, ભૌતિક અને રસાયણ શાસનું પણ ખૂબ જ ઊંડું જ્ઞાન હશે.
ભારતીય અધ્યાત્મવિધા આજની અનિવાર્ય આવશ્યકતા
મેકોલેતા ભારતીય સંસ્કૃતિ અને સંસ્કારના છેદ ઉડાડવા માટે આરંભાયેલા શિક્ષણની (કુ) પેદાશ કહી શકાય એવા સેક્યુલર બિનસાંપ્રદાયિક મહાનુભાવોએ તો દેશી હિસાબમાં ગણપતિનો ‘ગ' ભણાવાતો હતો એ દૂર કરી ગધેડાનો 'ગ' એ દાખલ કર્યો. ધન્ય!