CATEGORIES
Categorías
કચ્છમાં પર્યાવરણના ભોગે ગ્રીન એનર્જી મેળવવાનો વ્યાયામ
નખત્રાણા તાલુકાના નાનકડા સાંગનારા ગામની સીમ અને નજીકના જંગલમાં પવનચક્કી ઊભી કરવાનો ગ્રામજનોએ ઉગ્ર વિરોધ કર્યો છે. લોકોએ હુંકાર કર્યો છે કે, અમારો જાન ભલે જાય, પરંતુ અહીં પવનચક્કીઓ ઊભી કરવા નહીં દઈએ. આવી જ સ્થિતિ અનેક ગામોની છે, પરંતુ પૈસા અને સત્તાના જોરે વિરોધ ડામી દેવાતો હોવાના આક્ષેપો થઈ રહ્યા છે.
અઘાનિસ્તાન ક્યા માર્ગે?
તાલિબાનની વાસ્તવિક સરકાર રચાઈ ગયા પછી પણ જો તેમનાં વિવિધ આંતરિક જૂથો વચ્ચે સત્તા સંતુલન નહીં જળવાય તો તાલિબાનો વચ્ચે જ આંતરિક સંઘર્ષ છેડાવાની દહેશત રહે છે. આખરે તો એ બધા અફઘાનિસ્તાન પર વર્ચસ્વ સ્થાપિત કરવા લડતા હતા. એ બધાં જૂથોના નેતાઓની મહત્ત્વાકાંક્ષા અંતહીન છે.
હવે કચ્છના સીમાડાનું રખોપું કરશે ઝૂલેલાલ
પશ્ચિમ કચ્છના છેવાડે આવેલા નારાયણ સરોવરની સામે આકાર પામી રહ્યું છે, સિંધી સમાજના આરાધ્ય ભગવાન ઝૂલેલાલનું વિશ્વનું સૌ પ્રથમ, વિશાળ તીર્થધામ. દેશના ભાગલા વખતે પોતાનું વતન સિંધ છોડીને ભારતમાં આવેલા સિંધીઓ ૭૨ એકર જમીનમાં સો કરોડના ખર્ચે પોતાના આસ્થાના ધામનું સર્જન કરી રહ્યા છે. પ્રથમ તબક્કામાં નાનું મંદિર યાર થઈ ગયું છે. નજીકના ભવિષ્યમાં અહીં વિશાળ મંદિર, મ્યુઝિયમ, કલ્ચરલ સેન્ટર, ડિટોરિયમ, અતિથિગૃહ સહિતની સગવડતાઓ ઊભી કરાશે. અહીં સો ફૂટ ઊંચી ઝૂલેલાલની મૂર્તિ મૂકવાનું પણ આયોજન છે.
ટોક્યો પેરાલિમ્પિકમાં પણ ભારતીય ખેલાડીઓનો દબદબો : નવા કીર્તિમાન
પેરાલિમ્પિક જન્મજાત શારીરિક ખોડખાંપણ ધરાવતા કે આકસ્મિક રીતે અકસ્માતનો ભોગ બનીને કોઈ શારીરિક અંગને ભારે ઈજા પહોંચી હોય એવા વિશિષ્ટ ખેલાડીઓ, જેને હવે દિવ્યાંગ તરીકે ઓળખીએ છીએ, એમના માટે યોજાતો ઑલિમ્પિક રમતોત્સવ છે. નિરંતર તાલીમને પરિણામે જીવનમાં કંઈક કરી બતાવવાના જોમ ને જુસ્સા સાથે આવા ખેલાડીઓ સમાજમાં બીજા લો ને પણ પ્રેરણા આપે એ માટે આવા રમતોત્સવ યોજાતા હોય છે.
કિન્નર પુષ્પાની કેફિયત -'મારા છેલ્લા શ્વાસ સુધી હું શ્રીકૃષ્ણ માટે જ શૃંગાર કરીશ'
વર્ષ ૨૦૧૫માં હું પીઠાધિશ્વર બની ત્યારે હું મારા માટે શૃંગાર કરવા લાગી અને એ જ દિવસોમાં અચાનક મને એક સપનું આવ્યું. મેં સપનામાં જોયું કે હું પાલખીમાં બેસીને દુલ્હનની જેમ તૈયાર થઈને શ્રીકૃષ્ણના મંદિરમાં જઈ રહી છું. હું પાલખીમાંથી ઊતરીને મંદિરમાં શ્રીકૃષ્ણની સમીપ જઉં છું અને તેમને પોતાના પતિ તરીકે સ્વીકારું છું. એ દિવસ પછી મેં શ્રીકૃષ્ણને મારા પતિ માની લીધા અને હું તેમના માટે શૃંગાર કરવા લાગી. જ્યારે કિન્નર અખાડાએ મને મહામંડલેશ્વર બનાવ્યો ત્યાર પછી પણ મેં શૃંગાર કરવાનું બંધ નથી કર્યું. મેં સપનામાં જેવું જોયું હતું, હું એવી રીતે જ મારા લગ્ન કરીશ. મારા ઘરેથી તૈયાર થઈને પાલખીમાં બેસીને શ્રીકૃષ્ણ મંદિર જઈશ. તેમની સામે તેમની પ્રતિમા મારા હાથમાં લઈને સાત ફેરા ફરીને વિવાહના બંધનમાં બંધાઈશ.
કચ્છના વિચરતા અને કોળી લોકોની જીવનશૈલી બદલાઈ નથી
કચ્છના સરહદી વિસ્તારમાં વસતા વિચરતા માલધારી મુસ્લિમ સમાજ કે વાગડમાં રહેતા કોળી સમાજને હજુ આધુનિકતાની હવા લાગી નથી. યુવાનો મોટરસાઇકલ કે મોબાઇલ લઈને ફરતા થઈ ગયા હોવા છતાં શિક્ષણનું મહત્ત્વ સમજી શક્યા નથી.
ભૂસ્ખલન : માનવે 'પર્યાવરણ'માં કરેલી છેડછાડનું 'પરિણામ'...
તાજેતરમાં હિમાચલ પ્રદેશના કિન્નૌરમાં થયેલા આકસ્મિક ભૂસ્મલનમાં કંઈકેટલાય લોકો દબાઈ ગયા હતા. હિમાચલ પ્રદેશ જેવા પર્વતીય વિસ્તારોમાં વરસાદની ઋતુમાં ભૂસ્મલનની ઘટનાઓ કાયમ બનતી રહે છે. આમ તો વિશ્વભરમાં વિવિધ પ્રકારના ભૂખ્ખલન થતાં રહે છે, ભારતમાં પણ અત્યાર સુધી અગણિતવાર આવા ભૂસ્મલનો થયા છે. ભારતના ઉત્તરાખંડ રાજયના બદરીનાથ-કેદારનાથ ધામ ખાતે જૂન, ૨૦૧૩માં થયેલા ભારે ભૂખ્ખલનમાં ઘણા મોટાપાયે જાનહાનિ થઈ હતી. પુણેના અંબે ગામ ખાતે જુલાઈ ૨૦૧૪માં થયેલા ભારે ભૂઅલનમાં આખું ગામ દબાઈ ગયાના અહેવાલો વહેતા થયા હતા. ઑગસ્ટ ૧૯૯૮ દરમિયાન ઉત્તરાખંડના પિથોરાગઢ જિલ્લાના માલપા ગામે ભારે ભૂખ્ખલન થયું હતું. જેમાં ૩૮૦ લોકો મૃત્યુ પામ્યાં હતાં.
શ્રીકૃષ્ણની બાળલીલાઓ તેમના અવતાર કાર્યનો અભિન્ન હિસ્સો છે
ભગવાન શ્રીકૃષ્ણની બાળલીલાના પ્રસંગોને પ્રથમ બાળકોના મનરંજન રૂપે પ્રસ્તુત કરાય છે અને કથાકારો એ જ પ્રસંગોને અધ્યાત્મ અને ભક્તિ રસના તત્વ સાથે પ્રસ્તુત કરે ત્યારે પણ એ પ્રસંગો પરિચિત હોવા છતાં એટલા જ વિસ્મયકારક લાગે છે. શ્રીકૃષ્ણની બાળલીલાનો વ્યાપ ઘણો છે. આપણે તો તેમાંના પાંચ-સાત પ્રસંગોનું જ વારંવાર પુનરાવર્તન કરતા રહીએ છીએ. અહીં તેમાંના અજ્ઞાત, અલ્પ પરિચિત પ્રસંગો વર્ણવ્યા છે, ત્યારે એ વાત કહેવાની ઇચ્છા રોકી શકાતી નથી કે શ્રીકૃષ્ણનો અવતાર પૂર્વયોજિત અને આયોજનબધ્ધ રૂપે થયેલો છે. શ્રીકૃષ્ણ કયા-કયા કાર્યો કરવાના છે એ તેમને બાળવયથી ખબર છે.
શિપિંગ ઇન્ડસ્ટ્રીની મુશ્કેલીઓ દેશમાં મોંઘવારી વધારે છે
કોવિડની બીજી લહેર પછી માંડ માંડ થાળે પડી રહેલી શિપિંગ ઇન્ડસ્ટ્રી માટે કન્ટેનર અને જહાજોની અછત ભારે મુશ્કેલી ઊભી કરે છે. એક સમયે ખાલી-ખાલી જતાં જહાજો કન્ટેનરને ખૂબ ઓછા ભાવે કે ક્યારેક મફતમાં પણ લઈ જવા તૈયાર હતાં, પરંતુ આજે કન્ટેનરના ભાડામાં અધધ...૫૦૦થી ૬૦૦ ટકાનો ઉછાળો આવ્યો છે. દેશવિદેશમાં મોટા ભાગની આયાત-નિકાસ દરિયાઈ રસ્તે થતી હોય છે. કન્ટેનરના ભાડામાં થયેલા વધારાની સીધી અસર ચીજવસ્તુઓના ભાવ પર પડી રહી છે.
ફરીવાર શાળામાં સેટ થવાના ડરથી બાળકો એન્ક્ઝાઇટીથી પીડાય રહ્યાં છે
કોરોના કાળની સૌથી વધુ માઠી અસર બાળકો પર પડી છે, પરંતુ હવે ધીમેધીમે બધું નોર્મલ બની રહ્યું છે, ત્યારે સરકારે શાળાઓ શરૂ કરવાનો નિર્ણય પણ કર્યો છે. ઘણા બધાં રાજ્યોમાં શાળાઓ શરૂ થઈ ગઈ છે અને અન્ય રાજ્યોમાં શરૂ થશે. દોઢ-એક વર્ષના લાંબાગાળા બાદ ઘણા બાળકો માટે ફરીથી શાળાએ જવું એ ખુશીની વાત છે. જ્યારે ઘણા બાળકોમાં વિપરીત અસર જોવા મળી રહી છે. ઓનલાઇન અભ્યાસ પછી હવે શાળાએ જવાના કારણે બાળકો એન્કઝાઇટીની સમસ્યાથી પીડાય રહ્યાં છે.
પાઠ ભણાવે તે પાઠશાળા!
આજની સમસ્યા ભણતર બની ગઈ છે. પરિણામો આવ્યાં, પણ શાળા અને કૉલેજો બંધ છે, તે કેવી રીતે ફરીથી ખોલવી, શિક્ષકો અને વિદ્યાર્થીઓનો ફરીથી સ્વાભાવિક મેળાપ થાય તે માટે વિચારણા ચાલી રહી છે. જોકે કેટલીક સામાજિક સંસ્થાઓએ પશ્ચિમ બંગાળમાં નવી શિક્ષણ ક્રાંતિ સર્જી છે.
જતિ આધારિત વસતી ગણતરી અનામત મર્યાદામાં વધારા સુધી જશે
ભારતીય રાજકારણમાં એકાએક જાતિ આધારિત વસતી ગણતરી કરાવવાનો મુદ્દો પ્રબળ બન્યો છે. લગભગ બધા રાજકીય પક્ષો તેની હિમાયત અને સમર્થન કરી રહ્યા છે. દર દસ વર્ષે ભારતમાં વસતી ગણતરીની કવાયત હાથ ધરવામાં આવે છે. કોરોના સંક્રમણને કારણે ૨૦૨૧ની વસતી ગણતરીનું કાર્ય વિલંબમાં મૂકાયું છે, પરંતુ તેને માટેની તમામ તૈયારીઓ થઈ ચૂકી છે. એવે વખતે જ જાતિ આધારિત વસતી ગણતરીની માગણી બળવત્તર બની છે. ૨૩ ઑગસ્ટે બિહારના મુખ્યપ્રધાન નીતિશકુમારના નેતૃત્વ હેઠળ બિહારના તમામ રાજકીય પક્ષોનું પ્રતિનિધિમંડળ આ માગણી સાથે વડાપ્રધાનને મળ્યું હતું. આ મુદે બિહારના ભાજપ સહિતના તમામ પક્ષો એક થઈ ગયા છે. વડાપ્રધાનને મળ્યા પછી નીતિશકુમારે એવું કહ્યું કે વડાપ્રધાને અમારી માગણી નકારી નથી. એટલે હવે નિર્ણય વડાપ્રધાન કરશે. અમે તેની રાહ જો ઈશું. મતલબ નીતિશકુમાર આ મુદ્દે સરકારના વલણ પ્રત્યે આશાવાદી છે. સરકારને આ માગણી સંતોષવામાં કેટલીક વ્યાવહારિક મુશ્કેલી નડતર રૂપ બને તેમ છે. આવી માગણી કરનારા નેતાઓ તો કહી દે છે કે સરકારે તો માત્ર એક ખાનું જ વધારવાનું છે, પરંતુ જયારે વસતી ગણતરીનાં તમામ ફોર્મ, પેપર્સ છપાઈને તૈયાર હોય ત્યારે તેમાં એક નાનું પણ ઉમેરવાનું કેટલું મુશ્કેલ હોય છે એ તો આયોજકો જ સમજી શકે.
શ્રાવણમાં, રસપ્રચુર સ્વાથ્યપ્રદ ફરાળી વાનગીઓનો આસ્વાદ...
ચાતુર્માસ અને એમાંય ખાસ તો શ્રાવણ મહિનો આવે એટલે આપણા વિવિધ પારંપારિક તહેવારો શરૂ થાય. શ્રાવણ મહિનામાં ઉપવાસનું ધાર્મિક મહત્ત્વ તો છે જ એ સાથે ઉપવાસના નિમિત્તે ડાયટ કન્ટ્રોલ કરીને થાય એટલું ડાયેટિંગ કરવું કે મેદસ્વિતા ઘટાડવા માટે આવશ્યક એવું વજન ઉતારવાના શુભાશય સાથે ઉપવાસ કરનારો પણ એક વિશેષ વર્ગ છે.
સુખપાવની, રસમંજરી, પ્રમોદી, રાતડાકોઈ દિવસ ખાધા છે?
નાગર લોકો કરકસર કરીને સંસાર ચલાવતા હોવા છતાં તેઓ કોઈ વાતની કમી અનુભવતા નથી. થોડી વસ્તુઓમાંથી પણ અવનવી વસ્તુઓ કે વાનગીઓ બનાવીને સ્વાદેન્દ્રિયને તૃપ્ત કરે છે. વાનગીનાં અવનવાં નામો અર્થસભર હોય છે. સાંજનું જમવાનું ઘણી વખત સુખપાવની અને રસમંજરીનું હોય છે, તો મોટા ભાગનાં ઘરોમાં બાળકો પ્રમોદીનો નાસ્તો જ કરે છે.
અમેરિકા, અફઘાનિસ્તાન સંયુક્ત રાષ્ટ્ર અને ભારત
અફઘાનિસ્તાનને બદહાલ અવસ્થામાં છોડીને રાતોરાત અમેરિકન સૈન્યની વાપસીનું જો બાઈડેન તંત્રનું પગલું વિશ્વ બિરાદરીમાં ઉગ્ર ટીકાને પાત્ર બન્યું છે.
સારા સ્વાથ્ય અને નીરોગી જીવન માટે જરૂરી છે પોષકતત્ત્વ યુક્ત ફૂડ
આપણે બધા જ જાણીએ છીએ કે આહાર આપણને શક્તિ આપે છે. યોગ્ય આહારમાં ખાસ પ્રકારનાં પોષકતત્ત્વો રહેલાં છે, જે આપણી શારીરિક અને માનસિક વૃદ્ધિમાં મદદ કરે છે અને સારું સ્વાથ્ય તથા નીરોગી જીવન આપે છે. શરીરને રોગથી રક્ષણ આપતાં સાત પોષકતત્વો છે, જે જુદી-જુદી રીતે કાર્ય કરે છે.
રક્ષાબંધન : રેશમ કી ડોરી સે સંસાર બાંધા હૈ
'બહેનાનો ભાઈ કી કલાઈ સે, યાર બાંધા હૈ, પ્યાર કે દો તાર સે, સંસાર બાંધા હૈ, રેશમ કી ડોરી સે..રેશમ કી ડોરી સે.. સંસાર બાંધા હૈ'. રક્ષાબંધનનો તહેવાર એટલે ભાઈ-બહેનના પ્રેમનો તહેવાર. આ દિવસ ભાઈ-બહેન માટે ખાસ હોય છે, પરંતુ જે બહેનોને ભાઈ નથી હોતા કે જે ભાઈ બહેન નથી હોતી, તેમની માટે પણ આ તહેવાર ખાસ હોય છે. ઘણી જગ્યાએ બે બહેનો એકબીજાને રાખડી બાંધે છે તો ઘણી જગ્યાએ કોઈ પણ સગાઈ વગર પણ જીવનભર આ સંબંધ સચવાતો હોય છે.
અફઘાનમાં તાલિબાન શાસન અરાજક સ્થિતિનો અંત ક્યારે?
અફઘાનિસ્તાનમાં ફરી તાલિબાન યુગનો આરંભ થઈ ગયો છે. અપઘાનિસ્તાનનું નામ હવે સત્તાવાર રીતે ઇસ્લામિક અમિરાત ઓફ અફઘાનિસ્તાન કરવામાં આવ્યું છે.
ભાવનગર વિક્ટોરિયા પાર્કથી અલંગ શિપ બ્રેકિંગ યાર્ડ
ભાવનગરપાસે શહેરની મધ્યમાં હોય તેવો જંગલ વિસ્તાર વિક્ટોરિયા પાર્ક છે. વિશ્વમાં મોટો ગણાતો વહાણ ભંગાવાનો શિપ બ્રેકિંગ યાર્ડ છે. ગાંઠિયા સમગ્ર દેશમાં જાણીતા છે. ૧૫ર કિલોમીટર લાંબો સમુદ્ર કાંઠો મળ્યો હોવાથી મીઠા ઉદ્યોગ ફૂલ્યોફાલ્યો છે. ભાવનગર બંદર ઉપર સમગ્ર એશિયામાં વિશેષ ગણાતો લોકગેટ છે.
મેડિકલ કોલેજોમાં અનામતના સૂચિતાર્થો
અનામત અને ચૂંટણીના રાજકારણની ફરી એકવખત ભેળસેળ થઈ ગઈ છે. કેન્દ્ર સરકારે મેડિકલ કૉલેજોમાં પ્રવેશ માટે અખિલ ભારતીય ક્વોટા સિસ્ટમ અંતર્ગત ઓબીસી યાને અન્ય પછાત વર્ગો તેમ જ આર્થિક રીતે નબળા વર્ગના વિદ્યાર્થીઓ માટે અનુક્રમે ૨૭ ટકા અને દસ ટકા અનામતની જાહેરાત કરી છે. બેશક આ માગણી વર્ષો જૂની હતી, પરંતુ તબીબી શિક્ષણમાં અનામત દ્વારા ગુણવત્તાના પ્રશ્નો અને વિવાદના ભયે સંભવતઃ અત્યાર સુધી આ પગલું લેવાનું ટાળવામાં આવ્યું હશે, પરંતુ અનુસૂચિત જાતિ અને જનજાતિ માટે આ ક્ષેત્રમાં અનામતનો સ્વીકાર કર્યા પછી એવો પ્રશ્ન રહેતો નથી. એ માત્ર ઓબીસીને અને આર્થિક પછાતોને અનામત નહીં આપવાનું બહાનું બની રહ્યું હતું. સરકારે હવે અત્યારે આવી કોઈ તીવ્ર માગણી ન હોવા છતાં આ વાત સ્વીકારીને નિર્ણય કર્યો છે તો સરકાર તેને સામાજિક ન્યાયની દિશાનું પગલું ગણાવે છે. આમ પણ બધી અનામતો સામાજિક ન્યાયને માટે જ શરૂ થઈ છે. એક વિચારની રીતે તેમાં કાંઈ ખોટું પણ નથી.
ભારતીય સ્વાતંત્ર્યના અમૃત પર્વમાં પ્રવેશપ્રસંગે...
૨૦૨૧ની પંદરમી ઑગસ્ટે ભારત સ્વાતંત્ર્યપ્રાપ્તિના પંચોતેરમા વર્ષમાં અમૃત મહોત્સવ વર્ષમાં પ્રવેશી રહ્યું છે. ૨૦૨૨ની પંદરમી ઑગસ્ટ સુધીના આ અમૃત મહોત્સવ પર્વમાં દેશભરમાં સ્વાતંત્ર્ય સંગ્રામને અનુલક્ષીને અનેકવિધ પ્રકારના કાર્યક્રમો યોજાતા રહેશે.
સંસદની કાર્યવાહી અવરોધવી એ વિપક્ષોની ઉપલબ્ધિ ગણાશે?
સંસદના ચોમાસુ સત્રની શરૂઆત થઈ ત્યારથી સતત ત્રણ સપ્તાહ સુધી સંસદનાં બંને ગૃહોમાં મહદ્અંશે ઊહાપોહ, હોબાળો અને શોરબકોર થતો રહ્યો છે. આવા શોરબકોરની વચ્ચે પણ સરકાર કેટલાક બિલ પસાર કરાવવામાં સફળ રહી. બંને ગૃહોની કાર્યવાહી શાંતિપૂર્વક ચાલી હોય એવા દિવસો અને કલાકો બહુ જૂજ રહ્યા છે, ત્યારે હવે આ સત્ર સમાપન થવાને બે-ત્રણ દિવસ બાકી રહ્યા છે, એવે સમયે સરકારે ઓબીસીમાં કઈ જ્ઞાતિ-જાતિ કે વર્ગનો સમાવેશ કરવો તે નક્કી કરવાની સત્તા રાજયોને આપતો બંધારણ સુધારા ખરડો નવમી ઑગસ્ટે લોકસભામાં રજૂ કર્યો એ સાથે જ શોરબકોરમાં વ્યસ્ત રહેતા વિરોધ પક્ષો સાવધ થઈ ગયા અને આ ખરડો પસાર કરવામાં સરકારને સમર્થન આપવા તૈયાર થઈ ગયા. વિપક્ષી નેતાઓની બેઠકમાં પણ એ અંગે સર્વસંમતિ સધાઈ.
રાગખુશીનો બિનઉપયોગી ગણાતી ચીજોથી
સૂર અને વાઘ વચ્ચે જેમને તાલ મળે છે તેઓ સંગીત, સૂર અને વાઘના આવિષ્કાર કરતાં રહે છે. ભારતીય સંગીતમાં શાસ્ત્રીય સંગીતને માર્ગ કહેવાય છે. વૈદિકકાળથી સંસારમાં સૂર અને સંગીત ગૂંજતા રહ્યાં છે.
વિશ્વ પટલ પર ભગવાન શિવનું અર્ચન
ભગવાન શિવના પૂજન અર્ચન, આરાધનનો માસ શ્રાવણ શરૂ થઈ ચૂક્યો છે. શિવાલયોમાં ભક્તોની ભીડ ઊમટે છે. ગત વર્ષે કોરોના કાળનાં નિયંત્રણો વચ્ચે મહદંશે ઘરની ચાર દીવાલોમાં જ શિવની આરાધનાથી સંતુષ્ટી અનુભવનારા શિવભકતો આ વર્ષે કોરોના સંક્રમણના અસરકારક નિયંત્રણને કારણે શિવ અર્ચનમાં વધુ મોકળાશ, મુક્તિ અને ઉત્સાહનો અનુભવ કરી રહ્યા છે. શિવ અર્ચનાના આ મહાપર્વે અહીં પ્રસ્તુત છે, અનોખો આલેખ – એક સમયે શિવ ભક્તિનો વ્યાપ અને વિસ્તાર પૃથ્વીના પટલ પર ક્યાં સુધી વિસ્તરેલો હતો તેની ઐતિહાસિક વિગતો અહીં આપી છે. શાસ્ત્રોના જ્ઞાતા, પ્રકાંડ જ્યોતિષી, વરિષ્ઠ પત્રકાર – લેખક દિનેશ પ્ર. દેસાઈએ શિવ મહિમ્ન સ્તોત્રના વૈજ્ઞાનિક અભિગમ વિશેની પુસ્તિકાના અંતે વિદ્વાન સંશોધક, અભ્યાસી શાંતિલાલ નાગરના મહાગ્રંથ “શિવ ઇન આર્ટ લિટરેચર એન્ડ થોટ’ના આધારે પ્રસ્તુત કરી છે.
માતાએ મંદિરોમાં સેવાપૂજા કરીને દીકરાને પાઇલટ બનાવ્યો
કચ્છના કુંભારડી ગામના વતની અને હાલમાં ભચાઉમાં રહેતાં હિનાબહેન સાધુએ પોતાનાં બાળકોને સારું શિક્ષણ અને ઉજ્જવળ ભવિષ્ય આપવા માટે અનેક મુશ્કેલીઓને હસતા મોઢે સહન કરી. તેમણે મંદિરમાં સેવાપૂજા કરીને બંને દીકરાઓને ભણાવ્યા. એક મહિલા અને એક માતા મક્કમ મનોબળ અને દઢ નિર્ધાર વડે ઇચ્છે તો શું કરી શકે તેનું જીવંત ઉદાહરણ હિનાબહેને પૂરું પાડ્યું છે.
ચોકલેટ ઇન્ડસ્ટ્રીના મહત્વનાં ચાર પદ
ચોળેટ-નાના-મોટા સૌને ગમતી અને ભાવતી. ચોકલેટનું નામ પડે એટલે મોઢામાં પાણી આવી જાય. ઉજવણીના પ્રસંગોએ મીઠાઈનો પર્યાયિ બની ગઈ છે ચોક્લેટ. જેવી રીતે હવે કેક બનાવવાનું ચલણ વધ્યું છે, એવી જ રીતે હવે ચોકલેટ બનાવવાનો ટ્રેન્ડ પણ જોવા મળી રહ્યો છે. કેકના ટેસ્ટથી લઈને તેના ડેકોરેશન-પ્રેઝન્ટેશન સુધીની દરેક બાબત કાળજી અને નિપુણતા માગી લે છે, એવું જ ચોકલેટના સંદર્ભમાં પણ છે. યુ-ટ્યૂબ પર ચોકલેટ બનાવવાના ઘણા વીડિયો ઉપલબ્ધ છે, જે જોઈને હવે ઘરે-ઘરે લોકો ચોક્લેટ બનાવતા શીખી ગયા છે. જોકે, ચોક્લેટ બનાવવી એ આર્ટ છે અને તેથી જ આ આર્ટમાં આગળ વધવા માગતા લોકો માટે ચોકલેટ ઇન્ડસ્ટ્રીમાં કારકિર્દીના વિવિધ વિકલ્પો ઉપલબ્ધ છે.
ધઆઉટસાઇડર: અસ્તિત્વ સ્વાતંત્ર્ય અને વિદ્રોહ
વિશ્વ સ્તરે સાહિત્યમાં એક સમયે અસ્તિત્વવાદી ચળવળ વ્યાપક રીતે વિસ્તરી હતી. માણસનું પોતાનું હોવાપણું, આ સંસારમાં તેનું સ્વતંત્ર સ્થાન અને ભૂમિકા જેવા કાયમથી પજવનારા પ્રશ્નો આસપાસ ફરતું અસ્તિત્વવાદી સાહિત્ય આજે જરાક જીર્ણ હોવા છતાં ઘણીવાર પ્રસ્તુત લાગે છે. આપણી ભાષાના દિગ્ગજ લેખક સુરેશ જોષી લખે છે : “હું પ્રત્યેક પળે નિર્માતો જાય છે. એનું નિર્માણ હું કરું છું. એનું નિર્માણ કરવાની અબાધિત સ્વતંત્રતા એ મારો જન્મજાત હક છે. એ સ્વતંત્રતા વાપરવાનાં જે કાંઈ પરિણામો આવે તેની જવાબદારી પણ મારી છે.
શું મણિપુર આપણું રહેશે?
મહાભારતનું છે અથવા ભારતનું પોતાનું છેહરેક ભારતીય કહે મારું મણિપુર સોનાનું છે
શિલ્પીના નામે પ્રસિદ્ધ એવું 'રામપ્પા' શિવ મંદિર યુનેસ્કો વિશ્વ ધરોહરની યાદીમાં...
માસ્ત્રોત્તમ માસ શ્રાવણ માસે... દેવાધિદેવ મહાદેવના ભક્તો માટે શુભ સમાચાર આવ્યા છે. યુનેસ્કો દ્વારા તેલંગાણા રાજયમાં આવેલા ૮૦૦ વર્ષ જૂના કાકતિયા રુદ્રેશ્વર શિવ મંદિર કે જે “રામપ્પા મંદિર તરીકે ખ્યાતિપ્રાપ્ત છે, એને વિશ્વ ધરોહર સ્થળ તરીકે માન્યતા પ્રદાન કરવામાં આવી છે. ૧૨મી સદીમાં રચાયેલું આ મંદિર ભારતની સદીઓ પુરાણી સંસ્કૃતિ અને સભ્યતાનું ભવ્ય પ્રતીક છે. ૨૫ જુલાઈ, ૨૦૧૧ના રોજ યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ કમિટીના ૪૪મા અધિવેશન દરમિયાન આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આ વર્ષે ભારત તરફથી આ એકમાત્ર નામાંકનની દરખાસ્ત હતી, જે ઐતિહાસિકતા અને વિશિષ્ટતાને લીધે સ્વીકારી લેવાઈ હતી, એ સાથે જ યુનેસ્કોની વિશ્વ ધરોહરની યાદીમાં રામપ્પા શિવ મંદિર ભારતના ૩૧માં સ્થાપત્ય તરીકે સમાઈ લેવાયું છે.
જીવનને સૂરમય બનાવનારા સંગીત સાધકોના આર્થિક સૂર બેસૂરા બન્યા
કોરોનાના કારણે દરેક ક્ષેત્રના લોકોને અનેક ઉપાધિઓ સહન કરવી પડી છે. કચ્છમાં લોકસંગીતની આરાધના કરનારા કલાકારોને પણ ખૂબ મોટો આર્થિક ફટકો પડ્યો છે. આજે આ કલાકારો જીવન નિર્વાહ માટે મજૂરી કરવા મજબૂર બન્યા છે.