છેલ્લા કેટલાય સમયથી સમગ્ર દેશ આઠમી ડિસેમ્બર, ૨૦૨૨ની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યો હતો. એની ઉત્કંઠા એ હતી કે વિધાનસભાની ચૂંટણી બાદ ગુજરાતનો જનાદેશ શું હશે? કેવો હશે? આખરે એ પળ આવી ગઈ અને જનાદેશ પ્રગટ થયો.. જાણે, ચમત્કારોનો ભંડાર..આશ્ચર્યોની ભરમાર..આનંદોલ્લાસ અપરંપાર..અત્ર, તત્ર, સર્વત્ર કમળનો જયજયકાર..! ‘આપણા નરેન્દ્રભાઈ’એ મતદારોનાં હૃદય-મનને સ્પર્શી જાય એ રીતે આત્મગૌરવ અને આત્મસંતોષથી છલોછલ એવો ‘આ ગુજરાત મેં બનાવ્યું છે’નો જયઘોષ કરવા આહ્વાન કર્યું અને કરોડો ગુજરાતી મતદારોએ કમળ, કમળ અને માત્ર કમળનાં નિશાન પર જે અમીવર્ષા વરસાવી, એ જ ગુજરાતનો જનાદેશ..જેનું એક લીટીમાં વર્ણન કરવું હોય તો કહી શકાય, નરકેસરીની ગર્જના અને ગુજરાતીઓના કેસરિયા..
જાણે, ચમત્કારોનો ભંડાર, આશ્ચર્યોની ભરમાર, આનંદોલ્લાસ અપરંપાર,….અને ગૌરવવંતા ગુજરાતી એવા ભારતના લાડકવાયા નરેન્દ્ર મોદીનો જય જયજયકાર…!
વિપક્ષોની વ્યથા-વેદનાનું તો શું કહેવું? મતદારો તો ભૂલી જ ગયા કે મોંઘવારી, બેરોજગારી, ભ્રષ્ટાચાર, કોરોનાના ચિત્કાર, પેપરલીક કૌભાંડ. મગફળી કૌભાંડ. ડગ્સ કૌભાંડ. સરકારી ગેરવહીવટ, મોરબી, મફત વીજળી બીલ, મફત શિક્ષણ, જૂની પેન્શન યોજના, આંદોલનો, માગણીઓ વગેરે..વગેરે.. મતદાન કરતી વખતે મતદારોએ કેટલું બધું યાદ રાખવાનું હતું, પણ મતદારો તો સાવ ‘ભૂલકણા’ નીકળ્યા અને એમણે એટલું જ યાદ રાખ્યું, જેટલું વડાપ્રધાને કહ્યું..!?! પરિણામ? કોંગ્રેસનો કચ્ચરઘાણ અને નવીનવેલી આમ આદમી પાર્ટી તો સૂનમૂન અને અવા! હવે શું કરવું? જનતા સમક્ષ જઈને શું કહેવું? બસ એટલું જ, ‘હે ગુજરાત, માફ કરો..!'
હવે શું કરવું? જનતા સમક્ષ જઈને શું કહેવું? બસ એટલું જ, ‘હે ગુજરાત, માફ કરો..!'
Esta historia es de la edición December 24, 2022 de ABHIYAAN.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición December 24, 2022 de ABHIYAAN.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે
પુષ્પા ટુ' એટલે કે ‘પુષ્પા : રૂલ'ના પોસ્ટ ક્રેડિટ સીન સાથે વિતાએ પુષ્પાના ત્રીજા ભાગની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ‘પુષ્પા : ધ રૂલ’ના અંતમાં ‘પુષ્પા-૩ : ધ રેમ્પેજ' લખેલું આવે છે. જેમ પુષ્પાના બીજા ભાગ માટે પ્રેક્ષકોએ લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી, તે જ રીતે ‘પુષ્પા-૩' માટે પણ તેમને લાંબા સમયની પ્રતીક્ષા કરવી પડશે, કારણ કે અલ્લુ અર્જુન હવે પોતાની અન્ય ફિલ્મોને સમય આપવા માગે છે અને પુષ્પારાજના પાત્રમાંથી થોડો સમય બ્રેક લેવા માગે છે.
પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે
'પુષ્પા ટુ' એટલે કે ‘પુષ્પા : રૂલ'ના પોસ્ટ ક્રેડિટ સીન સાથે ચિંતાઓ પુષ્પાના ત્રીજા ભાગની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ‘પુષ્પા : ધ રૂલ’ના અંતમાં ‘પુષ્પા-૩ : ધ રેમ્પેજ' લખેલું આવે છે. જેમ પુષ્પાના બીજા ભાગ માટે પ્રેક્ષકોએ લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી, તે જ રીતે ‘પુષ્પા-૩' માટે પણ તેમને લાંબા સમયની પ્રતીક્ષા કરવી પડશે, કારણ કે અલ્લુ અર્જુન હવે પોતાની અન્ય ફિલ્મોને સમય આપવા માગે છે અને પુષ્પારાજના પાત્રમાંથી થોડો સમય બ્રેક લેવા માગે છે.
વામા-વિશ્વ આરોગ્ય
આદુમાંથી મસાલો અને મુખવાસ, સ્વાસ્થ્યની સાથે સ્વાદને બતાવે ખાસ
વામા-વિશ્વ આરોગ્ય
આદુમાંથી મસાલો અને મુખવાસ, સ્વાસ્થ્યની સાથે સ્વાદતે બતાવે ખાસ
વરિષ્ઠ પત્રકાર ગિરીશભાઈ ત્રિવેદીની ચિર વિદાય
કૉલેજની પ્રેસનોટનું ‘ડ્રાફિટંગ' વાંચીને ભૂપતભાઈએ તેમને પૂછેલું રિપોર્ટર બનવું છે? કૉલેજ સિવાયના સમયમાંથી થોડા કલાકોમાં કેવી રીતે કામ કરવું એ ભૂપતભાઈએ તેમને સમજાવેલું
માયાવી જળકુંભીની માયાજાળ
મનમોહક ફૂલો ધરાવતી જળકુંભી જળાશયોના પાણી ઉપર પોતાનો પથારો પાથરી દે છે. તે જીવસૃષ્ટિ ઉપર ગંભીર જોખમ સર્જે છે. જળકુંભીનો નાશ કરવા માટે ભગીરથ પ્રયત્ન કરવા પડતા હોવા છતાં પરિણામો મળતાં નથી. સાફ કર્યાના થોડા સમયમાં જ ફરી તે જલસ્થાનો ઉપર કબજો જમાવી દે છે. ભુજના દેશલસર તળાવની આખી સપાટી ઉપર જળકુંભી છવાઈ ગઈ છે. નગરપાલિકા દ્વારા એકાદ વખત જળકુંભી કાઢી નાખીને તળાવને સાફ કરવાનો પ્રયોગ કરાયો હતો, પરંતુ થોડા જ સમયમાં ફરી તે રાક્ષસી માયાની માફક તળાવ ઉપર છવાઈ ગઈ.
કવર સ્ટોરી-૨
રજવાડી વૈભવ ધરાવતી ચંદેરી સાડી
કવર સ્ટોરી
શિયાળામાં હૂંફનું સરનામું : પશ્મીના શાલ
સારાન્વેષ
મેજિક રીઅલિઝમઃ કડવું સત્ય જાદુઈ શીશીમાં ભરવાની કળા
ચર્નિંગ ઘાટ
કામધંધાનું નામ આપણું જોઈએ