રશિયા અને અમેરિકા વચ્ચે લાંબો સમય કૉલ્ડ વૉર ચાલી હતી. અડધી સદી પહેલાંના એ વિશ્વમાં આમનેસામને લડાતા યુદ્ધથી હટીને આ રીતે ‘ઠંડા’ પરંતુ કારમો ઘા કરતા યુદ્ધનું સ્વરૂપ કદાચ પહેલીવાર વ્યાપક રીતે સૌએ જોયું હતું. હવે આ એકવીસમી સદીમાં દુનિયાએ યુદ્ધના નવા પ્રકારોનાં દર્શન કર્યાં છે. આયાત-નિકાસને નિયંત્રણમાં રાખી, વિદેશી ચીજો પર વેરાઓ વધારી વિરોધી દેશોની આર્થિક રીતે કમર ભાંગી નાખતા ટ્રેડ વૉરમાં ચીન અને અમેરિકા ખાસ્સું લડ્યા. સોશિયલ મીડિયા પર ‘નેરેટિવ’ એટલે કે પોતાની સાચી કે ખોટી વાર્તા ચગાવીને વિશ્વના મનુષ્યોના મનમાં જે-તે દેશની સારી કે ખરાબ ઇમેજ ઊભી કરવાની વૉર પણ સતત ચાલી રહી છે. ડિપ્લૉમેટિક રીતે પોતાના દેશની વાત વિશ્વમંચ પર બુલંદ અવાજે અને આત્મવિશ્વાસથી રજૂ કરીને દેશની શક્તિની ઝાંખી કરાવતા યુદ્ધમાં પ્રભાવશાળી પ્રદર્શન કરી રહેલા ભારતના કુશળ વિદેશમંત્રી એસ. જયશંકરે દેશવાસીઓની ચાહના અને સરાહના પ્રાપ્ત કરી છે.
નવા જમાનાના નવા યુદ્ધોમાં વધુ એક નામ ઉમેરાય છે - સેમિકન્ડક્ટર વૉ૨. જેણે આપણી જિંદગી બદલી નાખી છે એવા આજનાં તમામ ડિજિટલ સાધનોમાં પાયાનો ઘટક હોય છે ઇન્ટિગ્રેટેડ સર્કિટ, ડાયોડ, ટ્રાન્ઝિસ્ટર જેવા જાતભાતના સોલિડ સ્ટેટ નામે ઓળખાતાં અત્યંત નાનકડાં ઉપકરણો કે ચિપ. આજે આપણા રોજિંદા કાર્યોમાં વપરાતાં સામાન્યમાં સામાન્ય ડિજિટલ સાધનોથી લઈને દેશની રક્ષામાં કાર્યરત ડિફેન્સ ટૅક્નોલૉજીનાં સાધનોમાં આ સોલિડ સ્ટેટ સામગ્રીઓ જ્યારે અગત્યનો ભાગ બની ચૂકી છે, ત્યારે એની ડિમાન્ડ પણ દેખીતી વાત છે કે વધે જ અને સપ્લાય કરનાર દેશ, કંપની કે માણસોની તાકાત પણ એ પ્રમાણે વિશાળ થાય.
Esta historia es de la edición January 07, 2023 de ABHIYAAN.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición January 07, 2023 de ABHIYAAN.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
સંપાદકીય
સ્વાગતમ્ અનલ નામ સંવત્સર
પરમ શ્રદ્ધાનું એક સરનામું!
અહીં જે વિશ્વાસની વાત કરી છે તે માનવી જીવનમાં શ્રદ્ધાનો જે એક ગોખલો શોધે છે તેની છે. દરેક માણસને પોતાના જીવનમાં આવું પરમ શ્રદ્ધાનું એક સરનામું જોઈતું હોય છે.
પંચામૃત
કેટલાક શ્રદ્ધા ફેલાવે છે, કેટલાક અશ્રદ્ધા!
મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ
દુનિયાની જુદી-જુદી સભ્યતાઓમાં વ્યક્તિને આવતાં સપનાંને લઈને જુદાં-જુદાં અર્થઘટનો કરનારાં શાસ્ત્રો ઉપલબ્ધ છે.
હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?
કોવિડ મહામારી દરમિયાન લોકોને હેન્ડ સેનિટાઇઝર વિશે ખ્યાલ આવ્યો.
વિઝા વિમર્શ,
ઇમરજન્સી એપોઇન્ટમેન્ટ
બિંજ-થિંગ
કામ, જો જો ક્યાંક કરી ન નાખે ‘કામ’ તમામ
મિથુન દાની ‘ગરીબો કા અમિતાભ’થી ‘એ' કેટેગરીના હીરો સુધીની સફર
ફિલ્મ ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદાન બદલ દાદા સાહેબ ફાળકે ઍવૉર્ડ માટે મિથુન ચક્રવર્તીનું નામ જાહેર થયા બાદ તેમણે કહ્યું હતું, ‘હું કોલકાતાની નાની ગલીઓમાંથી આવ્યો છું. મેં ખૂબ જ સંઘર્ષ કર્યો છે. મેં કરેલી અસાધારણ શરૂઆતને હું ક્યારે નહીં ભૂલી શકું. હું મારી જાતને પૂછું છું, શું આ સાચું છે? હું મારી ભાવનાને શબ્દમાં વ્યક્ત નહીં કરી શકું.’ *** રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યા બાદ જ્યારે પત્રકાર ઇન્ટરવ્યૂ લેવા માટે આવ્યા ત્યારે મિથુન ચક્રવર્તી ભૂખના કારણે બોલી શકતા નહોતા. તેમણે પત્રકારને કહ્યું કે, પહેલાં તું જમાડ, પછી જ હું ઇન્ટરવ્યૂ આપીશ!
પ્રવાસન રક્ષા ભટ્ટ
રાજી નીશીનીવા પાર્ક, ઉત્તરાખંડ
ગાંધીજીની ખાદી જનસામાન્યની પહોંચથી દૂર
ગાંધીજીની ખાદી આજે માત્ર વારે-તહેવારે, સરકારી કાર્યક્રમોમાં કે ખૂબ પૈસાપાત્ર વ્યક્તિઓ પાસે જ દેખાય છે. ખૂબ મોંઘી ખાદી ખરીદવાનું સામાન્ય લોકોનું ગજું રહ્યું નથી. ખાદી મોંઘી થઈ એ માટે સરકારી અધિકારીઓની અવ્યવહારુ નીતિ જવાબદાર છે. આજે ખાદીના વણાટ સહિતનાં કામો માટે નવી પેઢી આવવા તૈયાર નથી. ઓછું વળતર અને વધુ મહેનતના કારણે કારીગરો ખાદીથી દૂર થઈ રહ્યા છે.