કલા-સંસ્કૃતિ સત્ય-સૌંદર્ય જેના પ્રાણ છે એવું ગરવું રૂપાળું કલેવર-રૂપાયતન
ABHIYAAN|January 21, 2023
દત્ત અને દાતાર બંનેનાં દર્શન થાય એવું સ્થળ એટલે દિવ્ય સેતુ દર્શન મંચ. ભૂકંપ પછી તેનું સુંદર નવનિર્માણ થયું છે અને આ સ્થળ અને આસપાસનાં સ્થળોનો ઉપયોગ સાહિત્યિક કાર્યક્રમો માટે ઉપલબ્ધ છે, પરંતુ કોઈ જ જમણવાર કે કોમર્શિયલ હેતુ માટે પ્રતિબંધિત છે, સૌ આવી શકે છે અને ભવ્ય ગિરનારના શિખર ઉપર ધૂણી ધખાવીને બેઠેલા દત્તનાં દર્શન અને આ તરફ દાતારનાં દર્શન કરી શકે છે.
રુચિર પંડ્યા
કલા-સંસ્કૃતિ સત્ય-સૌંદર્ય જેના પ્રાણ છે એવું ગરવું રૂપાળું કલેવર-રૂપાયતન

જૂનાગઢની અસ્મિતા સાથે જોડાયેલ સંદર્ભો તપાસીએ ત્યારે રૂપાયતન સંસ્થાનો ઉલ્લેખ અનિવાર્ય બને. રૂપાયતનની સ્થાપના ધીરેનભાઈ ગાંધી અને નવીનભાઈ ગાંધી કે જેઓ ગાંધીજીના ભત્રીજા થાય તેમના દ્વારા કરવામાં આવી હતી. બંનેનો પ્રારંભિક ઉછેર સાબરમતી આશ્રમમાં. પ્રાથમિક ઘડતર ગાંધી વિચારધારામાં પામી તેઓ ગુરુદેવની નિશ્રામાં શાંતિનિકેતન રહ્યા અને નંદલાલ બોઝ, ગુરુદયાલ મલિક પાસેથી ચિત્રકલા સહિતની વિદ્યાઓ પામ્યા. ત્યાર બાદ કલાસેવાર્થે મુંબઈની વાટ પકડી. વિલેપાર્લેમાં રૂપાયતનની સ્થાપના કરી.

સ્થાપના બાદ થોડા જ ગાળામાં ૩૦ જાન્યુઆરી, ૧૯૪૮ના રોજ બાપુની હત્યા થઈ. બરાબર આ ઘટનાના તેરમા દિવસે જાણે કે બાપુનું પુણ્યતર્પણ કરતા હોય એમ તેઓએ ‘પ્યારા બાપુ’ નામનું સામયિક શરૂ કર્યું જે ગાંધીવિચારના પ્રસાર માટે હતું. એની નોંધપાત્ર વાત એ હતી કે નવીનદાદા અને ધીરેનદાદા બંનેએ સંકલ્પ કરેલો કે, ‘પ્યારા બાપુ’માં એક પણ વિજ્ઞાપનજાહેરાત ન લેવી. એને ઠીક-ઠીક સફળતા મળી ત્યારે બંનેએ વિચાર કર્યો કે શાંતિનિકેતનના જ માર્ગે મોટા પાયે એક કલાધામ વિકસાવવું. ત્યારે રતુભાઈ અદાણીની સેવા-સૌરભ ઘણી અને સમગ્ર સૌરાષ્ટ્ર - ગુજરાતના રાજકારણમાં એમનો સારો એવો પ્રભાવ. રતુભાઈ ધીરેનદા અને નવીનદાના સંબંધી. એટલે બંનેએ રતુભાઈ પાસે માર્ગદર્શન માગ્યું. તે વખતે સૌરાષ્ટ્ર રાજ્ય અને ઢેબરભાઈ તેના મુખ્યમંત્રી. રતુભાઈની સલાહથી ઢેબરભાઈએ ૧૯૫૦ની સાલમાં તાત્કાલિક જૂનાગઢ ખાતે ગિરિ તળેટીમાં ૧૦૦ એકર જમીન લીઝ પર ફાળવી. ધીમે ધીમે ૧૯૫૪માં કામ શરૂ થયું. મૂળ પરિકલ્પના એવી હતી કે ત્યાં કલાકારોની એક કોલોની વસાવવી, આસપાસના હસ્તકલાના કારીગરોને વસાવવા. પોતે બંને પણ હાડોહાડ કલાકાર. એમાં પણ નવીનદા ઉત્તમ ફોટોગ્રાફર. જે-તે સમયે બાપુની તસવીરો માત્ર નવીનદાદા જ લેતા. ધીરેનદાદા ઉત્તમ ચિત્રકાર. કળાની પ્રવૃત્તિઓ સાથે એમણે હાથકાગળ બનાવવાનાં યંત્રો પણ લીધાં. આસપાસના વિસ્તારોમાં લાકડામાંથી કાગળનો માવો મળી રહેતો અને એમાંથી કાગળો બનાવતા. આ હેન્ડમેઇડ પેપરમાંથી જે વેસ્ટ નીકળતું એમાંથી હસ્તકલાના નમૂના પણ બનાવે!

Esta historia es de la edición January 21, 2023 de ABHIYAAN.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.

Esta historia es de la edición January 21, 2023 de ABHIYAAN.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.

MÁS HISTORIAS DE ABHIYAANVer todo
પ્રવાસન
ABHIYAAN

પ્રવાસન

ઓરિસ્સાનું કાશ્મીર: દરિંગબાડી

time-read
5 minutos  |
Abhiyaan Magazine 16/11/2024
ચર્નિંગ ઘાટ
ABHIYAAN

ચર્નિંગ ઘાટ

નવા વર્ષમાં તંદુરસ્ત થવા શું કરશો?

time-read
7 minutos  |
Abhiyaan Magazine 16/11/2024
રાજકાજ
ABHIYAAN

રાજકાજ

ટ્રમ્પનો વિજય: આંતરરાષ્ટ્રીય સમીકરણોમાં કેવી અસર થશે?

time-read
2 minutos  |
Abhiyaan Magazine 16/11/2024
ઉત્સવો આપણને કંઈક કહી ગયા...
ABHIYAAN

ઉત્સવો આપણને કંઈક કહી ગયા...

કળી કળીના રોમ ચમકતા, અજવાળાં કોઈ ઝીલો જી પાન પાનમાં ગાન છલકતાં, અજવાળાં કોઈ ઝીલો જી - લતા હિરાણી

time-read
3 minutos  |
Abhiyaan Magazine 16/11/2024
સંપાદકીય
ABHIYAAN

સંપાદકીય

સ્વાગતમ્ અનલ નામ સંવત્સર

time-read
2 minutos  |
Abhiyaan Magazine 02/11/2024
પરમ શ્રદ્ધાનું એક સરનામું!
ABHIYAAN

પરમ શ્રદ્ધાનું એક સરનામું!

અહીં જે વિશ્વાસની વાત કરી છે તે માનવી જીવનમાં શ્રદ્ધાનો જે એક ગોખલો શોધે છે તેની છે. દરેક માણસને પોતાના જીવનમાં આવું પરમ શ્રદ્ધાનું એક સરનામું જોઈતું હોય છે.

time-read
5 minutos  |
Abhiyaan Magazine 02/11/2024
પંચામૃત
ABHIYAAN

પંચામૃત

કેટલાક શ્રદ્ધા ફેલાવે છે, કેટલાક અશ્રદ્ધા!

time-read
2 minutos  |
Abhiyaan Magazine 02/11/2024
મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ
ABHIYAAN

મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ

દુનિયાની જુદી-જુદી સભ્યતાઓમાં વ્યક્તિને આવતાં સપનાંને લઈને જુદાં-જુદાં અર્થઘટનો કરનારાં શાસ્ત્રો ઉપલબ્ધ છે.

time-read
1 min  |
Abhiyaan Magazine 26/10/2024
હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?
ABHIYAAN

હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?

કોવિડ મહામારી દરમિયાન લોકોને હેન્ડ સેનિટાઇઝર વિશે ખ્યાલ આવ્યો.

time-read
1 min  |
Abhiyaan Magazine 26/10/2024
વિઝા વિમર્શ,
ABHIYAAN

વિઝા વિમર્શ,

ઇમરજન્સી એપોઇન્ટમેન્ટ

time-read
3 minutos  |
Abhiyaan Magazine 26/10/2024