કચ્છની અન્ય વિશેષતાઓની જેમ જ કચ્છનું લોકસંગીત, વાદ્યો પણ તેના પોતાના, તદ્દન આગવા છે. આજે તે દેશ-વિદેશના અનેક લોકોને મંત્રમુગ્ધ કરી રહ્યું હોવા છતાં તે ઘરઆંગણે થોડું ઓછું આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે. ગામેગામ લોકડાયરા અને ભજનસંધ્યાના કાર્યક્રમો થકી તે જીવંત રહેવાની મથામણ કરી રહ્યું છે. આ સંગીત જીવંત રહે, તેને લોકો જાણે અને સમજે તે માટે સ્થાનિક સ્તરે પ્રયત્નો થઈ રહ્યા છે. તેના અનુસંધાને જ તદ્દન નવતર પ્રયોગ કરાયો છે. અહીં બનાવાયું છે સંગીતનું કૅલેન્ડર. તે છે તો જાણે હંમેશાં જોવા મળતાં ટેબલટોપ કૅલેન્ડર જેવું, પરંતુ તેને આધુનિક ટૅક્નોલૉજીનો સ્પર્શ થતાં જ તે જીવંત બની જાય છે. તેનો ક્યુ.આર. કોડ સ્કેન કરવાથી યુ-ટ્યૂબ ઉપર મહિના પ્રમાણે અલગ-અલગ કચ્છી વાઘો વાગતાં સાંભળી શકાય છે. તે વાઘની માહિતી, તેનો ઇતિહાસ વગેરે પણ જાણી શકાય છે. નજીકના જ ભવિષ્યમાં આખું કૅલેન્ડર ઓનલાઇન થઈ જતાં વિશ્વના કોઈ પણ ખૂણે બેસીને કચ્છી સંગીત વિશેની પાયાની માહિતી સહેલાઈથી જાણી શકાશે.
આ કૅલેન્ડરના પ્રત્યેક મહિનાનાં પાનાં પર અલગ - અલગ વાદ્યો અને તેની માહિતી છે. જો કોઈ વ્યક્તિ પોતાના ટેબલ ઉપર આ કૅલેન્ડર રાખે તો તે રોજ રોજ કચ્છી સંગીત સાથે તાદાત્મ્ય અનુભવી શકે. કચ્છી સંગીત વિશે યુવા પેઢી બહુ માહિતગાર નથી. આ કૅલેન્ડર થકી તેમનામાં, સંગીતરસિકોમાં કચ્છી સંગીત વિશે જાણવાની ઇંતેજારી પેદા થાય તો પણ આ કૅલેન્ડર બનાવવાનો ઉદ્દેશ્ય ખરેખર બર આવે.
Esta historia es de la edición February 11, 2023 de ABHIYAAN.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición February 11, 2023 de ABHIYAAN.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
પ્રવાસન
ઓરિસ્સાનું કાશ્મીર: દરિંગબાડી
ચર્નિંગ ઘાટ
નવા વર્ષમાં તંદુરસ્ત થવા શું કરશો?
રાજકાજ
ટ્રમ્પનો વિજય: આંતરરાષ્ટ્રીય સમીકરણોમાં કેવી અસર થશે?
ઉત્સવો આપણને કંઈક કહી ગયા...
કળી કળીના રોમ ચમકતા, અજવાળાં કોઈ ઝીલો જી પાન પાનમાં ગાન છલકતાં, અજવાળાં કોઈ ઝીલો જી - લતા હિરાણી
સંપાદકીય
સ્વાગતમ્ અનલ નામ સંવત્સર
પરમ શ્રદ્ધાનું એક સરનામું!
અહીં જે વિશ્વાસની વાત કરી છે તે માનવી જીવનમાં શ્રદ્ધાનો જે એક ગોખલો શોધે છે તેની છે. દરેક માણસને પોતાના જીવનમાં આવું પરમ શ્રદ્ધાનું એક સરનામું જોઈતું હોય છે.
પંચામૃત
કેટલાક શ્રદ્ધા ફેલાવે છે, કેટલાક અશ્રદ્ધા!
મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ
દુનિયાની જુદી-જુદી સભ્યતાઓમાં વ્યક્તિને આવતાં સપનાંને લઈને જુદાં-જુદાં અર્થઘટનો કરનારાં શાસ્ત્રો ઉપલબ્ધ છે.
હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?
કોવિડ મહામારી દરમિયાન લોકોને હેન્ડ સેનિટાઇઝર વિશે ખ્યાલ આવ્યો.
વિઝા વિમર્શ,
ઇમરજન્સી એપોઇન્ટમેન્ટ