સહૃદયીઓ! ચાલો જઈએ વસંતને માણવા..
પ્રકૃતિનાં વિવિધ કમનીય તત્ત્વોનો રંગભર્યો ગુલદસ્તો એટલે વસંત. પ્રકૃતિની ગોદમાં વસંત ઋતુ હિલ્લોળે ચડી છે. તેના રંગોત્સવમાં નરનારીઓ ઊલટભેર સહભાગી બની રહ્યાં છે. માત્ર માનવી જ નહીં, પશુ-પંખીઓ, વૃક્ષો, લતાઓ, સરિતાઓ, સૂર્ય, ચંદ્ર, નક્ષત્રો અને વાદળો પણ સંમિલિત થયાં છે. વસંત એટલે સૌંદર્યલોકની ઉજાણી. તેનો આગવો મિજાજ સહુ કોઈને આકર્ષે છે. તેની મનમોહક, ચિત્તાકર્ષક અનુપમ રમણીયતા પ્રતિક્ષણ નૂતનતા ધારણ કરતી રહે છે.
હેમંત અને શિશિરનો શીતકાળ વિદાય લે છે અને દક્ષિણ દિશાએથી મલયાનિલ વાય છે, તે આમ્રવૃક્ષની મંજરીસભર શાખાઓને ડોલાવે છે. કોયલના ટહુકાઓ સર્વ દિશાઓને ભરી દે છે. ભમરાઓના મધુર ગુંજનથી પુષ્પો સ્મિત કરે છે.
દુમાઃ સપુષ્પાઃ સલિલં સપદ્મ સ્રિયઃ સકામાઃ પવનઃ સુગન્ધિઃ
સુખાઃ પ્રદોષાઃ દિવસાશ્વ રમ્યાઃ સર્વ પ્રિયે ચારુતર વસનતા (૧-૨)
‘વૃક્ષો પુષ્પોથી કોળી રહ્યાં છે. જળ કમળથી શોભી રહ્યું છે. સ્ત્રીઓ કામઘેલી બની છે. પવન મહેકે છે, સંધ્યાઓ સલૂણી બને છે અને દિવસો રમણીય બની ગયા છે.’ કર્ણિકા૨ના કુસુમોથી આ મધુમાસ કંદર્પને ઉદ્દીપ્ત કરવા માનુનીઓના ચિત્તને તેના તીક્ષ્ણ તીરોથી જાણે કે વીંધે છે! એટલે જ કવિ કુલગુરુ કાલિદાસ ઋતુસંહારમાં કહે છે, ‘પ્રદીપ્ત અગ્નિ જેવા પલાશનાં વનોને લીધે ઋતુરાજ વસંતનો સમાગમ પામી, ધરતી જાણે કે લાલ પાનેતર પહેરેલી નવવધૂની જેમ શોભી ઊઠે છે.’
‘કુમારસંભવ’માં અકાળે ઝળૂબતી વસંત ઋતુનું વર્ણન સંસ્કૃત સાહિત્યમાં અપૂર્વ મનાયું છે. ઇન્દ્ર સમક્ષ ઉપસ્થિત રહેલા કામદેવે પોતાની શક્તિઓ વિશે બડાઈપૂર્વક વાતો કરી. શિવની સમાધિનો ભંગ કરવાની તેમની ક્ષમતા જાણી ઇન્દ્રએ તેને એ જ કામ સોંપ્યું. પછી પોતાના મિત્ર વસંત અને તેની પત્ની રતિ સાથે સજ્જ થઈ. કામદેવ શિવની તપોભૂમિમાં પ્રવેશ્યો અને વાતાવરણમાં એકાએક વસંતનું આગમન થયું. તેની સાથે રતિના આગમને જડ તથા ચેતન સૃષ્ટિમાં પ્રેમનું માદક વાતાવરણ છવાઈ ગયું.
પોતાની પ્રિયાને અનુસરતો ભ્રમર પુષ્પરૂપી એક જ પાત્રમાંથી (પ્રિયા સાથે) મધનું પાન કરવા લાગ્યો. કાળિયાર મૃગ પણ સ્પર્શસુખથી મીંચેલ નેત્રવાળી મૃગલીને શિંગડાથી ખંજવાળવા લાગ્યો. (૩-૩૬)
Esta historia es de la edición February 18, 2023 de ABHIYAAN.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición February 18, 2023 de ABHIYAAN.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
પ્રવાસન
ઓરિસ્સાનું કાશ્મીર: દરિંગબાડી
ચર્નિંગ ઘાટ
નવા વર્ષમાં તંદુરસ્ત થવા શું કરશો?
રાજકાજ
ટ્રમ્પનો વિજય: આંતરરાષ્ટ્રીય સમીકરણોમાં કેવી અસર થશે?
ઉત્સવો આપણને કંઈક કહી ગયા...
કળી કળીના રોમ ચમકતા, અજવાળાં કોઈ ઝીલો જી પાન પાનમાં ગાન છલકતાં, અજવાળાં કોઈ ઝીલો જી - લતા હિરાણી
સંપાદકીય
સ્વાગતમ્ અનલ નામ સંવત્સર
પરમ શ્રદ્ધાનું એક સરનામું!
અહીં જે વિશ્વાસની વાત કરી છે તે માનવી જીવનમાં શ્રદ્ધાનો જે એક ગોખલો શોધે છે તેની છે. દરેક માણસને પોતાના જીવનમાં આવું પરમ શ્રદ્ધાનું એક સરનામું જોઈતું હોય છે.
પંચામૃત
કેટલાક શ્રદ્ધા ફેલાવે છે, કેટલાક અશ્રદ્ધા!
મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ
દુનિયાની જુદી-જુદી સભ્યતાઓમાં વ્યક્તિને આવતાં સપનાંને લઈને જુદાં-જુદાં અર્થઘટનો કરનારાં શાસ્ત્રો ઉપલબ્ધ છે.
હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?
કોવિડ મહામારી દરમિયાન લોકોને હેન્ડ સેનિટાઇઝર વિશે ખ્યાલ આવ્યો.
વિઝા વિમર્શ,
ઇમરજન્સી એપોઇન્ટમેન્ટ