બેલ્જિયમમાં વેલેન્ટાઇન્સ ડે પ્રસંગે વાઇન મેકર્સ ડેની ઉજવણી કરવા નીકળેલું સરઘસ
સમગ્ર વિશ્વમાં મોટા ભાગે ચૌદમી ફેબ્રુઆરીના રોજ ઊજવાતા વૅલેન્ટાઇન્સ ડેનું ઉદ્ભવસ્થાન એ સંત વૅલેન્ટાઇન સાથે જોડાયેલું છે. એક કથા એવી છે કે ત્રીજી સદીમાં રોમના શાસક ક્લોડીયસે એવો ફતવો જાહેર કર્યો હતો કે પરણેલા ન હોય તેવા પુરુષોને જ સૈનિક તરીકે લેવામાં આવશે. સંત વૅલેન્ટાઇને આ નિર્ણયનો વિરોધ કર્યો અને યુવાન યુગલોને તેઓ છૂપી રીતે પરણવા માટે મદદ કરવા લાગ્યા. રાજાને ખબર પડતાં તેમણે સંત વૅલેન્ટાઇનને મોતની સજા ફટકારી, પરંતુ પછી શું થયું તેનો કોઈ મજબૂત પુરાવો મળતો નથી, પણ સંત વૅલેન્ટાઇન યુવાનોમાં ખૂબ લોકપ્રિય થઈ ગયા અને તેમના નામે આ દિવસ ઊજવાતો થયો. જોકે આ એક વાયકા જ ગણવામાં આવે છે અને આ સિવાય પણ વૅલેન્ટાઇન ઊજવવા પાછળની અનેક કહાનીઓ જોવા મળે છે, પરંતુ સમયાંતરે આ પ્રેમનો તહેવાર છે એવી પરંપરા દ્રઢ થતી ગઈ. છેલ્લાં ઘણાં વર્ષોથી વૅલેન્ટાઇન્સ ડે રોમાન્સ અને પ્રેમની ઉજવણીનું પ્રતીક બની ચૂક્યો છે. અહીં એ ઉલ્લેખનીય છે કે વૅલેન્ટાઇન્સ ડે બીજા દેશોમાં સાંસ્કૃતિક અને ધાર્મિક રીતે પણ ખૂબ અગત્યતા ધરાવે છે.
સામાન્ય રીતે અમેરિકા અને બ્રિટનમાં દિલ આકારના પત્રો, ભેટ અને ચોકલેટથી આગળ કોઈ વિશેષ ઉજવણી જોવા મળતી નથી, પરંતુ રોમાન્સનું એપિસેન્ટર ગણાતા ફ્રાન્સમાં ‘વૅલેન્ટાઇન’ નામનું એક ગામ આવેલું છે જ્યાં વૅલેન્ટાઇન વીકમાં તેની ભવ્ય ઉજવણી થાય છે. અહીં આવેલાં નાનાં ઘરો, યાર્ડ, વૃક્ષોની સજાવટ, પ્રેમપત્રો, ગુલાબ અને ભવ્ય રોશનીથી થાય છે. લગ્નના પ્રસ્તાવો તમને ઘરે ઘરે જોવા મળે છે. સમગ્ર ગામ આ તહેવાર સમયે એક નવા જ રૂપ-રંગમાં જોવા મળે છે. એવું પણ કહેવાય છે કે દુનિયામાં સૌથી પહેલું ‘વૅલેન્ટાઇન ડે’ કાર્ડ ફ્રાન્સમાં જ જોવા મળ્યું હતું. આ દિવસે પેરિસ, બોર્ડીએક્સ, એફિલ ટાવર, મર્સિલી જેવા શહેરોમાં આ તહેવારની ભવ્યાતિભવ્ય ઉજવણી થતી જોવા મળે છે.
Esta historia es de la edición February 18, 2023 de ABHIYAAN.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición February 18, 2023 de ABHIYAAN.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
પ્રવાસન
ઓરિસ્સાનું કાશ્મીર: દરિંગબાડી
ચર્નિંગ ઘાટ
નવા વર્ષમાં તંદુરસ્ત થવા શું કરશો?
રાજકાજ
ટ્રમ્પનો વિજય: આંતરરાષ્ટ્રીય સમીકરણોમાં કેવી અસર થશે?
ઉત્સવો આપણને કંઈક કહી ગયા...
કળી કળીના રોમ ચમકતા, અજવાળાં કોઈ ઝીલો જી પાન પાનમાં ગાન છલકતાં, અજવાળાં કોઈ ઝીલો જી - લતા હિરાણી
સંપાદકીય
સ્વાગતમ્ અનલ નામ સંવત્સર
પરમ શ્રદ્ધાનું એક સરનામું!
અહીં જે વિશ્વાસની વાત કરી છે તે માનવી જીવનમાં શ્રદ્ધાનો જે એક ગોખલો શોધે છે તેની છે. દરેક માણસને પોતાના જીવનમાં આવું પરમ શ્રદ્ધાનું એક સરનામું જોઈતું હોય છે.
પંચામૃત
કેટલાક શ્રદ્ધા ફેલાવે છે, કેટલાક અશ્રદ્ધા!
મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ
દુનિયાની જુદી-જુદી સભ્યતાઓમાં વ્યક્તિને આવતાં સપનાંને લઈને જુદાં-જુદાં અર્થઘટનો કરનારાં શાસ્ત્રો ઉપલબ્ધ છે.
હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?
કોવિડ મહામારી દરમિયાન લોકોને હેન્ડ સેનિટાઇઝર વિશે ખ્યાલ આવ્યો.
વિઝા વિમર્શ,
ઇમરજન્સી એપોઇન્ટમેન્ટ