વડોદરા જાઓ તો આ ખાવાનું ભૂલતા નહીં
ABHIYAAN|April 01, 2023
આમ તો એવી કહેવત છે કે સુરતનું જમણ અને કાશીનું મરણ, પરંતુ ખાણીપીણીની બાબતમાં દરેક શહેરની પોતાની આગવી વિશેષતા હોય જ છે. ભવ્ય વારસો ધરાવતી વડોદરા નગરીમાં પણ અમુક એવી વાનગીઓ મળે છે જે તમે ત્યાં ગયા હોવ તો ચાખ્યા વિના ન આવવું જોઈએ. તેમાંની અમુક વસ્તુઓ તો માત્ર વડોદરા પૂરતી જ નહીં, પરંતુ વિદેશમાં પણ પ્રખ્યાત છે.
આર્જવ પારેખ
વડોદરા જાઓ તો આ ખાવાનું ભૂલતા નહીં

ગુજરાતનાં અમદાવાદ અને સુરત જેવાં શહેરોનાં નામ લો અને સાથે વડોદરા ન આવે તો જ નવાઈ. ટોચનાં શહેરોમાં ‘સંસ્કારી નગરી’ અને ‘બરોડા’ તરીકે ઓળખાતા આ શહેરનો અવશ્ય ઉલ્લેખ થતો હોય છે. આ શહેર તેના ભવ્ય ઐતિહાસિક વારસા અને સ્થાપત્યની દૃષ્ટિએ કલાત્મક ઇમારતો માટે જાણીતું છે, જેમાં ગાયકવાડ શાસનનો પ્રભાવ દેખાય છે. પહેલાંના સમયમાં વડોદરા સાંસ્કૃતિક અને શૈક્ષણિક કેન્દ્ર તરીકે ખ્યાતિપ્રાપ્ત હતું. જેની પાછળ પણ મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાનો મુખ્ય ફાળો કહી શકાય. ગાયકવાડ શાસનને કારણે અહીં મરાઠી લોકોનો પણ પ્રભાવ હજુ સુધી જોવા મળે છે. આ જ વડોદરામાં આજના સમયની લોકપ્રિય ફૂડ આઇટમો વિશે વાતો કરીએ.

મહાકાળીનું સેવઉસળ

આમ જોવા જઈએ તો વડોદરાવાસીઓનો ટેસ્ટ તીખો છે. જેમ સૌરાષ્ટ્રમાં તમને ગલીએ ગલીએ ગાંઠિયા જોવા મળે તેમ વડોદરામાં સેવઉસળની લારીઓ પણ ખૂબ જોવા મળે. વડોદરામાં ૫૦૦થી વધુ સેવઉસળની લારીઓ આવેલી છે. લગભગ છેલ્લાં ૩૦ વર્ષથી વડોદરાવાસીઓ જ નહીં, પરંતુ દેશવિદેશના લોકોને સેવઉસળનો ચટકોલગાડનાર મહાકાળી સેવઉસળ એ ખૂબ જ પ્રખ્યાત છે. એવું કહેવાય છે કે મરાઠા ગાયકવાડી શાસનને લીધે વડોદરામાં સેવઉસળની દાયકાઓ પહેલાં એન્ટ્રી થઈ હતી. વડોદરાના કીર્તિસ્તંભ ખાતે મહાકાળી સેવઉસળની મુખ્ય બ્રાન્ચ આવેલી છે, જ્યારે દિવાળીપુરા કોર્ટ સામે બીજી બ્રાન્ચ આવેલી છે. સેવઉસળના રસાનો મસાલો જ મહાકાળીના ટેસ્ટનું સૌથી મોટું સિક્રેટ છે. લસણ અને ડુંગળીની ગ્રેવીમાંથી જ રસો બને છે. ગરમાગરમ ઉસળ તરી સાથે રતલામી સેવ ખવાય છે અને સમય જતાં તેની સાથે પાંઉ ખાવાનું પણ ચલણ વધ્યું. લીલી અને લાલ ચટણી સાથે આ સેવઉસળ પીરસાય છે. આજે તો તેમાં પણ બટર-ચીઝની વેરાઇટી આવી ગઈ છે. આજે પણ પ૦ રૂપિયામાં પેટ ભરાઈ જાય એટલું સેવઉસળ મળે છે. અહીં ઉલ્લેખનીય છે કે એક સમયે આ સેવઉસળ બનાવવાની શરૂઆત પણ લારીથી જ થઈ હતી અને આજે તે ખૂબ પ્રખ્યાત થઈ ચૂક્યું છે કે દેશ-વિદેશથી વડોદરા આવતા લોકો તે અવશ્ય ખાઈને જ જાય છે.

જગદીશ ફરસાણ

Esta historia es de la edición April 01, 2023 de ABHIYAAN.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.

Esta historia es de la edición April 01, 2023 de ABHIYAAN.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.

MÁS HISTORIAS DE ABHIYAANVer todo
પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે
ABHIYAAN

પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે

પુષ્પા ટુ' એટલે કે ‘પુષ્પા : રૂલ'ના પોસ્ટ ક્રેડિટ સીન સાથે વિતાએ પુષ્પાના ત્રીજા ભાગની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ‘પુષ્પા : ધ રૂલ’ના અંતમાં ‘પુષ્પા-૩ : ધ રેમ્પેજ' લખેલું આવે છે. જેમ પુષ્પાના બીજા ભાગ માટે પ્રેક્ષકોએ લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી, તે જ રીતે ‘પુષ્પા-૩' માટે પણ તેમને લાંબા સમયની પ્રતીક્ષા કરવી પડશે, કારણ કે અલ્લુ અર્જુન હવે પોતાની અન્ય ફિલ્મોને સમય આપવા માગે છે અને પુષ્પારાજના પાત્રમાંથી થોડો સમય બ્રેક લેવા માગે છે.

time-read
1 min  |
Abhiyaan Magazine 21/12/2024
પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે
ABHIYAAN

પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે

'પુષ્પા ટુ' એટલે કે ‘પુષ્પા : રૂલ'ના પોસ્ટ ક્રેડિટ સીન સાથે ચિંતાઓ પુષ્પાના ત્રીજા ભાગની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ‘પુષ્પા : ધ રૂલ’ના અંતમાં ‘પુષ્પા-૩ : ધ રેમ્પેજ' લખેલું આવે છે. જેમ પુષ્પાના બીજા ભાગ માટે પ્રેક્ષકોએ લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી, તે જ રીતે ‘પુષ્પા-૩' માટે પણ તેમને લાંબા સમયની પ્રતીક્ષા કરવી પડશે, કારણ કે અલ્લુ અર્જુન હવે પોતાની અન્ય ફિલ્મોને સમય આપવા માગે છે અને પુષ્પારાજના પાત્રમાંથી થોડો સમય બ્રેક લેવા માગે છે.

time-read
4 minutos  |
Abhiyaan Magazine 21/12/2024
વામા-વિશ્વ આરોગ્ય
ABHIYAAN

વામા-વિશ્વ આરોગ્ય

આદુમાંથી મસાલો અને મુખવાસ, સ્વાસ્થ્યની સાથે સ્વાદને બતાવે ખાસ

time-read
4 minutos  |
Abhiyaan Magazine 21/12/2024
વામા-વિશ્વ આરોગ્ય
ABHIYAAN

વામા-વિશ્વ આરોગ્ય

આદુમાંથી મસાલો અને મુખવાસ, સ્વાસ્થ્યની સાથે સ્વાદતે બતાવે ખાસ

time-read
1 min  |
Abhiyaan Magazine 21/12/2024
વરિષ્ઠ પત્રકાર ગિરીશભાઈ ત્રિવેદીની ચિર વિદાય
ABHIYAAN

વરિષ્ઠ પત્રકાર ગિરીશભાઈ ત્રિવેદીની ચિર વિદાય

કૉલેજની પ્રેસનોટનું ‘ડ્રાફિટંગ' વાંચીને ભૂપતભાઈએ તેમને પૂછેલું રિપોર્ટર બનવું છે? કૉલેજ સિવાયના સમયમાંથી થોડા કલાકોમાં કેવી રીતે કામ કરવું એ ભૂપતભાઈએ તેમને સમજાવેલું

time-read
2 minutos  |
Abhiyaan Magazine 21/12/2024
માયાવી જળકુંભીની માયાજાળ
ABHIYAAN

માયાવી જળકુંભીની માયાજાળ

મનમોહક ફૂલો ધરાવતી જળકુંભી જળાશયોના પાણી ઉપર પોતાનો પથારો પાથરી દે છે. તે જીવસૃષ્ટિ ઉપર ગંભીર જોખમ સર્જે છે. જળકુંભીનો નાશ કરવા માટે ભગીરથ પ્રયત્ન કરવા પડતા હોવા છતાં પરિણામો મળતાં નથી. સાફ કર્યાના થોડા સમયમાં જ ફરી તે જલસ્થાનો ઉપર કબજો જમાવી દે છે. ભુજના દેશલસર તળાવની આખી સપાટી ઉપર જળકુંભી છવાઈ ગઈ છે. નગરપાલિકા દ્વારા એકાદ વખત જળકુંભી કાઢી નાખીને તળાવને સાફ કરવાનો પ્રયોગ કરાયો હતો, પરંતુ થોડા જ સમયમાં ફરી તે રાક્ષસી માયાની માફક તળાવ ઉપર છવાઈ ગઈ.

time-read
6 minutos  |
Abhiyaan Magazine 21/12/2024
કવર સ્ટોરી-૨
ABHIYAAN

કવર સ્ટોરી-૨

રજવાડી વૈભવ ધરાવતી ચંદેરી સાડી

time-read
5 minutos  |
Abhiyaan Magazine 21/12/2024
કવર સ્ટોરી
ABHIYAAN

કવર સ્ટોરી

શિયાળામાં હૂંફનું સરનામું : પશ્મીના શાલ

time-read
5 minutos  |
Abhiyaan Magazine 21/12/2024
સારાન્વેષ
ABHIYAAN

સારાન્વેષ

મેજિક રીઅલિઝમઃ કડવું સત્ય જાદુઈ શીશીમાં ભરવાની કળા

time-read
4 minutos  |
Abhiyaan Magazine 21/12/2024
ચર્નિંગ ઘાટ
ABHIYAAN

ચર્નિંગ ઘાટ

કામધંધાનું નામ આપણું જોઈએ

time-read
2 minutos  |
Abhiyaan Magazine 21/12/2024