છતરડીઃ આપણી સ્મરણ-સંહિતાનું એક ઐતિહાસિક પાનું
ABHIYAAN|April 22, 2023
આ છત્રી, છતરડી કે છતેડી ભારતનાં કેટલાંક રાજ્યોનાં સ્મારકો અને સ્થાપત્યોમાં ચાર-પાંચ સદીઓનો ઇતિહાસ સાચવીને અડીખમ ઊભી છે. ઋતુઓની થપાટો, ધરતીકંપના આંચકા, સત્તા પલટાના ઉતાર-ચડાવ અને સંભાળનો અભાવ ઝીલતી આ છત્રીઓ સૌરાષ્ટ્ર-કચ્છ, ઉત્તર ગુજરાત કે પાંચાલ પ્રદેશનાં અંતરિયાળ ગામોના વેરાન અને રુક્ષ દૃશ્ય ફલકમાં આજે પણ કોઈનું સ્મરણ અને મરણ સાચવીને જીવે છે. આ છતરડીઓ ગુજરાતનો સ્થાપત્ય વારસો છે
રક્ષા ભટ્ટ
છતરડીઃ આપણી સ્મરણ-સંહિતાનું એક ઐતિહાસિક પાનું

રાવ લખપતજીની છતરડી, હમીરસર તળાવ ભુજ

શંકર જયકિશનના સંગીત નિર્દેશનવાળું ફિલ્મ ‘દો જૂઠ’નું ‘છતરી ના ખોલ, ઊડ જાયેગી’ એ રોમેન્ટિક ગીત આપણે ૧૯૭૫થી સાંભળતાં આવ્યા છીએ. આપણને આ ગીતના સાંભળવા સાથે વરસાદી માહોલમાં છત્રીની છત નીચે થતો રમતિયાળ રોમાન્સ નજર સામે આવે છે અને એ દશ્યો આપણને કાળા રંગની ગ્રાન્ડ ફાધર અમ્બ્રેલા સુધી લઈ જાય છે.

છત્રીનાં આવાં વરસાદી દશ્યો ઉપરાંત કોઈ તસવી૨કા૨ને પૂછો તો તે કહેશે કે છત્રી સાથેનાં સંયોજનો ૫૨ તો હું પચાસેક પ્રિન્ટનું એક પ્રદર્શન યોજી શકું એટલું કલેક્શન મારી પાસે છે. એ કલેક્શનમાં બનારસના ઘાટ પર બ્રાહ્મણ પુરોહિત લાકડાની એક લાંબી પાટ પર વિધિ કરાવવા બેઠા હોય અને તેના પર જે છત્રી હોય તેની વાત છે. ઋષિકેશના ગંગા દર્શન ઘાટના સાંકડા રસ્તે કોઈ સાધુ કાળી છત્રી નીચે પાથરણું પાથરી બેઠા હોય તે છત્રીની કથા છે. આસામ કે અરુણાચલના રોજબરોજના જીવનમાં વણાયેલી છત્રીનો ઉલ્લેખ છે. કેરલના ચોખાનાં ખેતરોમાં કામ કરતાં કેરાલિયન ખેડૂતોના માથા પર રહેલી વિયેટનામી છત્રી જેવી છત્રીની વાત છે અને ભારતનાં વર્ષાવનોમાં વપરાતી છત્રીનો સંદર્ભ પણ છે.

બોલિવૂડના છત્રી પરના રોમેન્ટિક ગીતો-નૃત્યો કે કોઈ તસવીરકારના છત્રી પરનાં સંયોજનો ઉપરાંત કોઈ અંગ્રેજી ભાષાના જાણકાર પાસે જઈએ તો તે કહેશે કે, ‘અમ્બ્રેલા’ એટલે શિલ્ડ, શેડ, શેલ્ટર, ડોમ, કેનોપી, ટેન્ટ, રુફ અથવા કવર. સત્તરમી સદીના બીજા દાયકામાં વપરાયેલો અને આટલા સંદર્ભો ધરાવતો આ ‘અમ્બ્રેલા’ શબ્દ મૂળ લેટિન શબ્દ ‘અમ્બ્રા’ પરથી ઊતરી આવ્યો છે. એ પછી ઇટાલિયન ‘ઓશ્રા’ શબ્દ આવ્યો અને પછી અંગ્રેજીમાં આવ્યો ‘અમ્બ્રેલા’ શબ્દ.

ઓહોહો! મગજનું દહીં થઈ જાય એવું અટપટું શબ્દશાસ્ત્ર ધરાવતી આ અમ્બ્રેલા ઉર્ફે છત્રી આમ તો ઇજિપ્ત, મેસોપોટેમિયા, ચાઇના અને ભારતની સંસ્કૃતિમાં સદીઓથી વણાયેલી છે. ઐતિહાસિક રીતે જોઈએ તો રાજા-રજવાડાંઓની સત્તા, શક્તિ, શાસન, મોભો અને માન-સન્માન જાળવતી આ છત્રી એક એવો શેડ હતો જે ઠસ્સાવાળો અને રાજવી હતો. એ એક એવો ડોમ હતો જે મંદિરના ઘુમ્મટ જેવો લાગતો હતો. એ એક એવી કેનોપી હતી જે છત્ર જેવી કલાત્મક હતી અને ચંદરવા જેવી રૂપાળી હતી. તે એક એવું રુફ હતું જે સાચવતું, સુરક્ષિત રાખતું, મોભો પાડતું અને ઓહો વોટ નોટ!

Esta historia es de la edición April 22, 2023 de ABHIYAAN.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.

Esta historia es de la edición April 22, 2023 de ABHIYAAN.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.

MÁS HISTORIAS DE ABHIYAANVer todo
પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે
ABHIYAAN

પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે

પુષ્પા ટુ' એટલે કે ‘પુષ્પા : રૂલ'ના પોસ્ટ ક્રેડિટ સીન સાથે વિતાએ પુષ્પાના ત્રીજા ભાગની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ‘પુષ્પા : ધ રૂલ’ના અંતમાં ‘પુષ્પા-૩ : ધ રેમ્પેજ' લખેલું આવે છે. જેમ પુષ્પાના બીજા ભાગ માટે પ્રેક્ષકોએ લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી, તે જ રીતે ‘પુષ્પા-૩' માટે પણ તેમને લાંબા સમયની પ્રતીક્ષા કરવી પડશે, કારણ કે અલ્લુ અર્જુન હવે પોતાની અન્ય ફિલ્મોને સમય આપવા માગે છે અને પુષ્પારાજના પાત્રમાંથી થોડો સમય બ્રેક લેવા માગે છે.

time-read
1 min  |
Abhiyaan Magazine 21/12/2024
પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે
ABHIYAAN

પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે

'પુષ્પા ટુ' એટલે કે ‘પુષ્પા : રૂલ'ના પોસ્ટ ક્રેડિટ સીન સાથે ચિંતાઓ પુષ્પાના ત્રીજા ભાગની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ‘પુષ્પા : ધ રૂલ’ના અંતમાં ‘પુષ્પા-૩ : ધ રેમ્પેજ' લખેલું આવે છે. જેમ પુષ્પાના બીજા ભાગ માટે પ્રેક્ષકોએ લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી, તે જ રીતે ‘પુષ્પા-૩' માટે પણ તેમને લાંબા સમયની પ્રતીક્ષા કરવી પડશે, કારણ કે અલ્લુ અર્જુન હવે પોતાની અન્ય ફિલ્મોને સમય આપવા માગે છે અને પુષ્પારાજના પાત્રમાંથી થોડો સમય બ્રેક લેવા માગે છે.

time-read
4 minutos  |
Abhiyaan Magazine 21/12/2024
વામા-વિશ્વ આરોગ્ય
ABHIYAAN

વામા-વિશ્વ આરોગ્ય

આદુમાંથી મસાલો અને મુખવાસ, સ્વાસ્થ્યની સાથે સ્વાદને બતાવે ખાસ

time-read
4 minutos  |
Abhiyaan Magazine 21/12/2024
વામા-વિશ્વ આરોગ્ય
ABHIYAAN

વામા-વિશ્વ આરોગ્ય

આદુમાંથી મસાલો અને મુખવાસ, સ્વાસ્થ્યની સાથે સ્વાદતે બતાવે ખાસ

time-read
1 min  |
Abhiyaan Magazine 21/12/2024
વરિષ્ઠ પત્રકાર ગિરીશભાઈ ત્રિવેદીની ચિર વિદાય
ABHIYAAN

વરિષ્ઠ પત્રકાર ગિરીશભાઈ ત્રિવેદીની ચિર વિદાય

કૉલેજની પ્રેસનોટનું ‘ડ્રાફિટંગ' વાંચીને ભૂપતભાઈએ તેમને પૂછેલું રિપોર્ટર બનવું છે? કૉલેજ સિવાયના સમયમાંથી થોડા કલાકોમાં કેવી રીતે કામ કરવું એ ભૂપતભાઈએ તેમને સમજાવેલું

time-read
2 minutos  |
Abhiyaan Magazine 21/12/2024
માયાવી જળકુંભીની માયાજાળ
ABHIYAAN

માયાવી જળકુંભીની માયાજાળ

મનમોહક ફૂલો ધરાવતી જળકુંભી જળાશયોના પાણી ઉપર પોતાનો પથારો પાથરી દે છે. તે જીવસૃષ્ટિ ઉપર ગંભીર જોખમ સર્જે છે. જળકુંભીનો નાશ કરવા માટે ભગીરથ પ્રયત્ન કરવા પડતા હોવા છતાં પરિણામો મળતાં નથી. સાફ કર્યાના થોડા સમયમાં જ ફરી તે જલસ્થાનો ઉપર કબજો જમાવી દે છે. ભુજના દેશલસર તળાવની આખી સપાટી ઉપર જળકુંભી છવાઈ ગઈ છે. નગરપાલિકા દ્વારા એકાદ વખત જળકુંભી કાઢી નાખીને તળાવને સાફ કરવાનો પ્રયોગ કરાયો હતો, પરંતુ થોડા જ સમયમાં ફરી તે રાક્ષસી માયાની માફક તળાવ ઉપર છવાઈ ગઈ.

time-read
6 minutos  |
Abhiyaan Magazine 21/12/2024
કવર સ્ટોરી-૨
ABHIYAAN

કવર સ્ટોરી-૨

રજવાડી વૈભવ ધરાવતી ચંદેરી સાડી

time-read
5 minutos  |
Abhiyaan Magazine 21/12/2024
કવર સ્ટોરી
ABHIYAAN

કવર સ્ટોરી

શિયાળામાં હૂંફનું સરનામું : પશ્મીના શાલ

time-read
5 minutos  |
Abhiyaan Magazine 21/12/2024
સારાન્વેષ
ABHIYAAN

સારાન્વેષ

મેજિક રીઅલિઝમઃ કડવું સત્ય જાદુઈ શીશીમાં ભરવાની કળા

time-read
4 minutos  |
Abhiyaan Magazine 21/12/2024
ચર્નિંગ ઘાટ
ABHIYAAN

ચર્નિંગ ઘાટ

કામધંધાનું નામ આપણું જોઈએ

time-read
2 minutos  |
Abhiyaan Magazine 21/12/2024