મનિલાનું ટોન્ડો, જકાર્તાનું કેલુરાહાન પંજરિંગન, ઢાકાનું કોરેઇલ, કરાચીનું ઓરંગી ટાઉન, ચીનમાં બાઓટોનું બેઇલિયાંગ, ઓસાકાનું કામાગાસાકી, સોલનું ગુર્ટીંગ અને હોન્ગકોન્ગની રૂફટોપ -એશિયાની આ ઝૂંપડપટ્ટીઓમાં સૌથી આગળ છે. આપણા મુંબઈનું ધારાવી જ્યાં રહેતાં લોકોને સૂર્યનો તડકો નસીબ થતો નથી. આ પ્રથમાંક ભારતને કોઈ પણ પ્રકારે યશ અપાવે તેવો નથી. આજે જ્યારે ભારત દરેક ક્ષેત્રે વિશ્વભરમાં આશાસ્પદ રીતે પોતાનું સ્થાન મજબૂત કરી રહ્યું છે, ત્યારે આ પ્રકારની બાબત તેને વિકાસની દોડમાં એક ડગલું પાછળ ખસેડે છે. મુંબઈ ભારતનું કોમર્શિયલ કેપિટલ છે. વિશ્વની બીજી સૌથી મોટી ફિલ્મ ઇન્ડસ્ટ્રી અહીં આવેલી છે. ૨.૫ કરોડની વસતિ સાથે મુંબઈની ગણના વિશ્વનાં પાંચ સૌથી મોટાં શહેરોમાં થાય છે. રાષ્ટ્રીય સ્તરે તો ખરું જ, પરંતુ વૈશ્વિક સ્તરે ઘણાખરા આર્થિક, સામાજિક અને રાજકીય પ્રવાહોનું કેન્દ્ર હોવાથી મુંબઈનું સ્થાન વૈશ્વિક સ્તરે પણ ખૂબ મહત્ત્વપૂર્ણ છે. તે છતાં આ પ્રકારની બાબતો મુંબઈની ખૂબસૂરત છબિ પર કલંક છે. અસહ્ય પરિસ્થિતિ અને અમાનવીય સંજોગોમાં જીવતાં નાગરિકોની પીડામાં જે-તે દેશની સામાજિક વ્યવસ્થાનો પરાજય રહેલો છે.
ભારતની આર્થિક રાજધાની મુંબઈની અંદાજિત ૫૫% વસતિ ઝૂંપડપટ્ટીમાં વસે છે. વિશ્વની સૌથી મોટી ઝૂંપડપટ્ટીને અહીં હોવાને કારણે મુંબઈને ઝૂંપડપટ્ટીની રાજધાની હોવાની નાલેશી પણ સહન કરવી પડે છે. મુંબઈની અન્ય ઝૂંપડપટ્ટીઓ સહિત ધારાવીમાં અસુવિધાઓનો કોઈ પાર નથી. ૨ કિ.મી. જેટલા વિસ્તારમાં ૧૨ લાખ લોકો રહે છે. જાણીને તાજુબ થઈ જાય કે આ મહાનગરની અડધોઅડધ વસતિ શહેરના માત્ર ૯% વિસ્તારમાં રહે છે! આ વિસ્તાર કદાચ પૃથ્વી પરની માનવ વસાહતોમાં સૌથી ગીચ વસતિ ધરાવતો વિસ્તાર હશે.
Esta historia es de la edición April 22, 2023 de ABHIYAAN.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición April 22, 2023 de ABHIYAAN.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
પ્રવાસન
ઓરિસ્સાનું કાશ્મીર: દરિંગબાડી
ચર્નિંગ ઘાટ
નવા વર્ષમાં તંદુરસ્ત થવા શું કરશો?
રાજકાજ
ટ્રમ્પનો વિજય: આંતરરાષ્ટ્રીય સમીકરણોમાં કેવી અસર થશે?
ઉત્સવો આપણને કંઈક કહી ગયા...
કળી કળીના રોમ ચમકતા, અજવાળાં કોઈ ઝીલો જી પાન પાનમાં ગાન છલકતાં, અજવાળાં કોઈ ઝીલો જી - લતા હિરાણી
સંપાદકીય
સ્વાગતમ્ અનલ નામ સંવત્સર
પરમ શ્રદ્ધાનું એક સરનામું!
અહીં જે વિશ્વાસની વાત કરી છે તે માનવી જીવનમાં શ્રદ્ધાનો જે એક ગોખલો શોધે છે તેની છે. દરેક માણસને પોતાના જીવનમાં આવું પરમ શ્રદ્ધાનું એક સરનામું જોઈતું હોય છે.
પંચામૃત
કેટલાક શ્રદ્ધા ફેલાવે છે, કેટલાક અશ્રદ્ધા!
મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ
દુનિયાની જુદી-જુદી સભ્યતાઓમાં વ્યક્તિને આવતાં સપનાંને લઈને જુદાં-જુદાં અર્થઘટનો કરનારાં શાસ્ત્રો ઉપલબ્ધ છે.
હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?
કોવિડ મહામારી દરમિયાન લોકોને હેન્ડ સેનિટાઇઝર વિશે ખ્યાલ આવ્યો.
વિઝા વિમર્શ,
ઇમરજન્સી એપોઇન્ટમેન્ટ