જેમ દૂરદેશના પહાડોથી સ્ફુરિત થતી નદી અનેક અરણ્યો અને કંદરાઓમાંથી પસાર થઈને આવી મળે ત્યારે તેમાં તે તમામ પ્રકૃતિનાં તત્ત્વો ભળેલાં હોય છે. તેનાં નીર એ યાત્રાથી સતત સમૃદ્ધ થતાં રહ્યાં હોય છે. તે જ રીતે જ્યારે કોઈ કલા સંસ્કૃતિ પરાપૂર્વ કાળના વહેણમાંથી સાંગોપાંગ વર્તમાનમાં વહી આવી હોય ત્યારે તે કેટલી સમૃદ્ધ બની હશે! આવી સત્ત્વશીલ કલા જ મીણ અને માટીના પાત્રમાં ધાતુના અણઘડ ટુકડાઓને પણ તરલ બનીને અવનવા રૂપાળા આકાર પ્રદાન કરી શકે છે અને ધાતુની આ અદ્ભુત કલાકૃતિઓ સાકાર થાય છે. આવી જ એક પ્રાચીન કલા પ્રણાલી એટલે કે ઢોકરા આર્ટ. આશરે ૪૦૦૦ વર્ષ પહેલાં ઉદય પામેલી આ ઢોકરા કલા આજે સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે. તેની કલાકૃતિઓ વિશ્વના અગ્રગણ્ય શહેરોના મોંઘા સ્ટોર્સની શોભા વધારતી જોવા મળે છે.
આ કલા સાથે એક રસપ્રદ લોકવાયકા પ્રચલિત છે. કહે છે કે એકવાર ઢોકરા જાતિના પૂર્વજો એક ઝાડ નીચે બેઠા હતા. નીચે ઊધઈનો રાફડો હતો. સહસા ઝાડ પરથી મીણ ઊધઈના રાફડા પર પડ્યું અને ધીમે-ધીમે પીગળીને તેના આકારમાં ફેરવાઈ ગયું. આ પ્રસંગથી તેમને વૅક્સ કાસ્ટિંગનો ખ્યાલ આવ્યો અને આ કલા તરફ પહેલું પગલું મંડાયું.
ઇતિહાસકારોના મતે ઢોકરા કલા, સિંધુ સંસ્કૃતિના હડપ્પા અને મોહેંજોદરો સાથે સંકળાયેલી છે. આ પ્રાચીન શહેરોના ઉત્ખનન દરમિયાન પ્રાપ્ત થયેલા અવશેષોમાં ખાસ જે નૃત્ય કરતી સ્ત્રીની મૂર્તિ મળી છે તે ઢોકરા કલાનું જ પ્રતીક છે. આ કલાનો ઉદ્ભવ છત્તીસગઢ, બસ્તરમાં થયો હોવાનું માનવામાં આવે છે. ધીરે-ધીરે તે ઝારખંડ અને બિહાર, પછી પશ્ચિમ બંગાળ અને ઓરિસ્સા વગેરે રાજ્યોમાં પણ પ્રચલિત થઈ ગઈ. આ ઉદ્યોગ પશ્ચિમ બંગાળમાં સૌથી વધુ લોકપ્રિય બન્યો છે.
Esta historia es de la edición May 06, 2023 de ABHIYAAN.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición May 06, 2023 de ABHIYAAN.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
પ્રવાસન
ઓરિસ્સાનું કાશ્મીર: દરિંગબાડી
ચર્નિંગ ઘાટ
નવા વર્ષમાં તંદુરસ્ત થવા શું કરશો?
રાજકાજ
ટ્રમ્પનો વિજય: આંતરરાષ્ટ્રીય સમીકરણોમાં કેવી અસર થશે?
ઉત્સવો આપણને કંઈક કહી ગયા...
કળી કળીના રોમ ચમકતા, અજવાળાં કોઈ ઝીલો જી પાન પાનમાં ગાન છલકતાં, અજવાળાં કોઈ ઝીલો જી - લતા હિરાણી
સંપાદકીય
સ્વાગતમ્ અનલ નામ સંવત્સર
પરમ શ્રદ્ધાનું એક સરનામું!
અહીં જે વિશ્વાસની વાત કરી છે તે માનવી જીવનમાં શ્રદ્ધાનો જે એક ગોખલો શોધે છે તેની છે. દરેક માણસને પોતાના જીવનમાં આવું પરમ શ્રદ્ધાનું એક સરનામું જોઈતું હોય છે.
પંચામૃત
કેટલાક શ્રદ્ધા ફેલાવે છે, કેટલાક અશ્રદ્ધા!
મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ
દુનિયાની જુદી-જુદી સભ્યતાઓમાં વ્યક્તિને આવતાં સપનાંને લઈને જુદાં-જુદાં અર્થઘટનો કરનારાં શાસ્ત્રો ઉપલબ્ધ છે.
હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?
કોવિડ મહામારી દરમિયાન લોકોને હેન્ડ સેનિટાઇઝર વિશે ખ્યાલ આવ્યો.
વિઝા વિમર્શ,
ઇમરજન્સી એપોઇન્ટમેન્ટ