અમેરિકા ખંડની જ્યારે શોધ થઈ ત્યારે યુરોપ અને ઇંગ્લેન્ડમાં રાજા અને ધર્મગુરુઓ ત્યાંની પ્રજાને રંજાડતા હતા. પ્રજાનું શોષણ કરતા હતા. પ્લેગનો રોગ આ દેશોમાં ફાટી નીકળ્યો હતો. બટાટાનો દુકાળ પડ્યો હતો. આનાથી બચવા યુરોપ અને ઇંગ્લેન્ડના લોકોએ અમેરિકા પ્રત્યે દોટ મૂકી હતી. એમની જાણમાં આવ્યું હતું કે અમેરિકા ખૂબ જ અફાટ દેશ છે. ખેતીવાડી માટે ત્યાં પુષ્કળ જમીનો ઉપલબ્ધ છે. એ જમીનો ઉપર કબજો જમાવવા માટે એમને અટકાવનાર કોઈ નથી. એમની જાણમાં એ પણ આવ્યું કે અમેરિકાની ધરતીમાં પુષ્કળ ખનિજ છે અને એ દેશ વાસ્તવમાં તક અને છતનો દેશ છે.
કેલિફોર્નિયામાં સોનું જડ્યું એટલે ચીનાઓ સોનાની ખાણમાં કામ કરવા અને ધનિક ચીનાઓ એ ખાણોમાં માલિક બનવા અમેરિકા પ્રત્યે આકર્ષાયા. મજૂરોની માગ વધતા જાપાનીસ મજૂરો કામ કરવા જવા લલચાયા. એક પછી એક વિશ્વના લોકો વિવિધ કારણોસર અમેરિકા પ્રત્યે આકર્ષાયા.
ત્યાં જઈને વસેલા લોકોએ એમના શ્રમ વડે એ દેશમાં કમાવાની અનેક તકો ઊભી કરી. ધીરે ધીરે અમેરિકાએ બધી જ દિશામાં પ્રગતિ કરવા માંડી. ઇંગ્લેન્ડની ‘ઑસ્કફૉર્ડ’ અને ‘કેમ્બ્રિજ’ યુનિવર્સિટીઓ જે વિશ્વમાં પંકાતી હતી એનાથી પણ વધુ નામના અમેરિકાની ‘હાર્વર્ડ’ અને ‘સ્ટેનફર્ડ’ યુનિવર્સિટીએ મેળવી. આમ અમેરિકાએ એમને ત્યાં જે છત અને તક છે, એણે જે પ્રગતિ કરી છે, એ કારણસર વિશ્વના લોકોને પોતાને ત્યાં આકર્ષ્યા.
Esta historia es de la edición May 13, 2023 de ABHIYAAN.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición May 13, 2023 de ABHIYAAN.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે
પુષ્પા ટુ' એટલે કે ‘પુષ્પા : રૂલ'ના પોસ્ટ ક્રેડિટ સીન સાથે વિતાએ પુષ્પાના ત્રીજા ભાગની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ‘પુષ્પા : ધ રૂલ’ના અંતમાં ‘પુષ્પા-૩ : ધ રેમ્પેજ' લખેલું આવે છે. જેમ પુષ્પાના બીજા ભાગ માટે પ્રેક્ષકોએ લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી, તે જ રીતે ‘પુષ્પા-૩' માટે પણ તેમને લાંબા સમયની પ્રતીક્ષા કરવી પડશે, કારણ કે અલ્લુ અર્જુન હવે પોતાની અન્ય ફિલ્મોને સમય આપવા માગે છે અને પુષ્પારાજના પાત્રમાંથી થોડો સમય બ્રેક લેવા માગે છે.
પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે
'પુષ્પા ટુ' એટલે કે ‘પુષ્પા : રૂલ'ના પોસ્ટ ક્રેડિટ સીન સાથે ચિંતાઓ પુષ્પાના ત્રીજા ભાગની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ‘પુષ્પા : ધ રૂલ’ના અંતમાં ‘પુષ્પા-૩ : ધ રેમ્પેજ' લખેલું આવે છે. જેમ પુષ્પાના બીજા ભાગ માટે પ્રેક્ષકોએ લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી, તે જ રીતે ‘પુષ્પા-૩' માટે પણ તેમને લાંબા સમયની પ્રતીક્ષા કરવી પડશે, કારણ કે અલ્લુ અર્જુન હવે પોતાની અન્ય ફિલ્મોને સમય આપવા માગે છે અને પુષ્પારાજના પાત્રમાંથી થોડો સમય બ્રેક લેવા માગે છે.
વામા-વિશ્વ આરોગ્ય
આદુમાંથી મસાલો અને મુખવાસ, સ્વાસ્થ્યની સાથે સ્વાદને બતાવે ખાસ
વામા-વિશ્વ આરોગ્ય
આદુમાંથી મસાલો અને મુખવાસ, સ્વાસ્થ્યની સાથે સ્વાદતે બતાવે ખાસ
વરિષ્ઠ પત્રકાર ગિરીશભાઈ ત્રિવેદીની ચિર વિદાય
કૉલેજની પ્રેસનોટનું ‘ડ્રાફિટંગ' વાંચીને ભૂપતભાઈએ તેમને પૂછેલું રિપોર્ટર બનવું છે? કૉલેજ સિવાયના સમયમાંથી થોડા કલાકોમાં કેવી રીતે કામ કરવું એ ભૂપતભાઈએ તેમને સમજાવેલું
માયાવી જળકુંભીની માયાજાળ
મનમોહક ફૂલો ધરાવતી જળકુંભી જળાશયોના પાણી ઉપર પોતાનો પથારો પાથરી દે છે. તે જીવસૃષ્ટિ ઉપર ગંભીર જોખમ સર્જે છે. જળકુંભીનો નાશ કરવા માટે ભગીરથ પ્રયત્ન કરવા પડતા હોવા છતાં પરિણામો મળતાં નથી. સાફ કર્યાના થોડા સમયમાં જ ફરી તે જલસ્થાનો ઉપર કબજો જમાવી દે છે. ભુજના દેશલસર તળાવની આખી સપાટી ઉપર જળકુંભી છવાઈ ગઈ છે. નગરપાલિકા દ્વારા એકાદ વખત જળકુંભી કાઢી નાખીને તળાવને સાફ કરવાનો પ્રયોગ કરાયો હતો, પરંતુ થોડા જ સમયમાં ફરી તે રાક્ષસી માયાની માફક તળાવ ઉપર છવાઈ ગઈ.
કવર સ્ટોરી-૨
રજવાડી વૈભવ ધરાવતી ચંદેરી સાડી
કવર સ્ટોરી
શિયાળામાં હૂંફનું સરનામું : પશ્મીના શાલ
સારાન્વેષ
મેજિક રીઅલિઝમઃ કડવું સત્ય જાદુઈ શીશીમાં ભરવાની કળા
ચર્નિંગ ઘાટ
કામધંધાનું નામ આપણું જોઈએ