સુરક્ષા સ્ત્રીની, રક્ષા પ્રકૃતિની
ABHIYAAN|June 17, 2023
ક્રિસ્ટિન ચાઇનીઝ અમેરિકન છે તો અમૃતા બ્રિટિશ-એશિયન; ગ્રેસ યુરોપિયન અને તરુણ ભારતીય છે. આ સ્થાપક મંડળી ખુદમાં જ ‘વસુધૈવ કુટુંબકમ્’ની વિભાવના સ્પષ્ટ કરે છે
પ્રિયંકા જોષી
સુરક્ષા સ્ત્રીની, રક્ષા પ્રકૃતિની

હજુ ગણતરીનાં વર્ષો પહેલાં સુધી આપણા સમાજમાં સ્ત્રીઓની માસિકચક્ર સહિતની જાતીય બાબતોને ચર્ચાયોગ્ય માનવામાં આવતી ન હતી. ઊલટું જાહેરમાં એ અંગેની વાતચીતને શરમજનક માનીને મોટા ભાગે ટાળવામાં આવતી. તેને મંચ પર ચર્ચાનો નહીં, પણ છાને ખૂણે કાનમાં ગણગણી લેવાનો વિષય ગણાતો. વર્ષોના સંઘર્ષ બાદ હવે આ મુદ્દાઓ વિશે સ્ત્રીઓ ખૂલીને બોલી શકે છે. કપડાંને બદલે સૅનેટરી પૅડની જરૂરિયાત હવે લકઝરી નથી ગણાતી. ઋતુચક્રને તદ્દન નૈસર્ગિક ક્રિયા માનીને તેનો સહજ સ્વીકાર થયો છે. એ માટેની જરૂરિયાતોને પ્રાથમિકતા આપવાનું શરૂ થયું છે. આ ક્ષણે ૨૦૧૮માં આવેલી અક્ષયકુમારની ફિલ્મ ‘પેડમેન’ યાદ આવે છે? જેના દ્વારા આપણને ભારતના પ્રથમ પૅડમેન ‘અરુણાચલમ મુરુગનંતમ’નો પરિચય થયો. તેમણે ગ્રામીણ મહિલાઓને પોષાય તેવા પૅડ બનાવવાની શરૂઆત કરી હતી. હાલના સમયમાં સંતાડી રાખવાની ‘એ’ વાતને સ્વચ્છતા અને જાગૃતિના પંથે જોઈને ખરી આધુનિકતાનો ભાવ અનુભવાય છે.

આ જાગૃતિના પગલે દર મહિને અંદાજિત ૧ બિલિયનથી વધુ સૅનિટરી પૅડનો વપરાશ થઈ રહ્યો છે, પરંતુ આ આંદોલનની શરૂઆત સાથે એક વિચિત્ર સમસ્યાનો પણ જન્મ થયો છે. એ છે વપરાયેલા સૅનેટરી પૅડ્સના નિકાલની સમસ્યા. હવે આ વિશે જાણ્યા પછી ઉપર જણાવેલો ૧ બિલિયનનો આંકડો વરવો લાગે છે, નહીં! આ સમસ્યાની ગંભીરતા સમજી શકાય છે. દર મહિને મહિલાઓ દ્વારા આશરે ૧ બિલિયન સૅનિટરી વેસ્ટ પેદા થાય છે. ૯૦% સ્ત્રીઓ જે રેગ્યુલર પૅડ્સનો ઉપયોગ કરી રહી છે તે મુખ્યત્વે પ્લાસ્ટિકમાંથી બને છે. તેને સીધું જમીન પર કે જળાશયોના વહાવી દેવામાં આવે છે. સીધું કચરામાં ફેંકી દેવાથી ડમ્પ યાર્ડમાં કામ કરતાં લોકોને કેટલી ગંદકી અને બીમારીઓનો સામનો કરવો પડતો હશે એ સમજી શકાય છે. મોટી-મોટી કંપનીઓ જે સૅનેટરી પૅડ્સ બનાવે છે બાયોડિગ્રેડેબલ હોતાં નથી એટલે કે તેની વિઘટન પ્રક્રિયા નહિવત્ હોય છે. આ કચરામાં સતત ઉમેરો થવાથી પ્રદૂષણમાં ઉત્તરોત્તર વધારો થતો રહે છે.

આ સમસ્યાની ગંભીરતા સમજીને ઘણા પર્યાવરણ રક્ષકોને કમર કસી છે. સ્ત્રીઓની શારીરિક સુરક્ષા સાથે પર્યાવરણની પણ સુરક્ષાને પણ મહત્ત્વ આપીને તેની જાળવણી કરવા માટે આપણા અમદાવાદમાં સ્થાપિત ‘સાથી ઇકો ઇનોવેશન' નામની સોશિયલ એન્ટરપ્રાઇઝ કંપની મેદાનમાં આવી છે.

Esta historia es de la edición June 17, 2023 de ABHIYAAN.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.

Esta historia es de la edición June 17, 2023 de ABHIYAAN.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.

MÁS HISTORIAS DE ABHIYAANVer todo
પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે
ABHIYAAN

પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે

પુષ્પા ટુ' એટલે કે ‘પુષ્પા : રૂલ'ના પોસ્ટ ક્રેડિટ સીન સાથે વિતાએ પુષ્પાના ત્રીજા ભાગની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ‘પુષ્પા : ધ રૂલ’ના અંતમાં ‘પુષ્પા-૩ : ધ રેમ્પેજ' લખેલું આવે છે. જેમ પુષ્પાના બીજા ભાગ માટે પ્રેક્ષકોએ લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી, તે જ રીતે ‘પુષ્પા-૩' માટે પણ તેમને લાંબા સમયની પ્રતીક્ષા કરવી પડશે, કારણ કે અલ્લુ અર્જુન હવે પોતાની અન્ય ફિલ્મોને સમય આપવા માગે છે અને પુષ્પારાજના પાત્રમાંથી થોડો સમય બ્રેક લેવા માગે છે.

time-read
1 min  |
Abhiyaan Magazine 21/12/2024
પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે
ABHIYAAN

પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે

'પુષ્પા ટુ' એટલે કે ‘પુષ્પા : રૂલ'ના પોસ્ટ ક્રેડિટ સીન સાથે ચિંતાઓ પુષ્પાના ત્રીજા ભાગની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ‘પુષ્પા : ધ રૂલ’ના અંતમાં ‘પુષ્પા-૩ : ધ રેમ્પેજ' લખેલું આવે છે. જેમ પુષ્પાના બીજા ભાગ માટે પ્રેક્ષકોએ લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી, તે જ રીતે ‘પુષ્પા-૩' માટે પણ તેમને લાંબા સમયની પ્રતીક્ષા કરવી પડશે, કારણ કે અલ્લુ અર્જુન હવે પોતાની અન્ય ફિલ્મોને સમય આપવા માગે છે અને પુષ્પારાજના પાત્રમાંથી થોડો સમય બ્રેક લેવા માગે છે.

time-read
4 minutos  |
Abhiyaan Magazine 21/12/2024
વામા-વિશ્વ આરોગ્ય
ABHIYAAN

વામા-વિશ્વ આરોગ્ય

આદુમાંથી મસાલો અને મુખવાસ, સ્વાસ્થ્યની સાથે સ્વાદને બતાવે ખાસ

time-read
4 minutos  |
Abhiyaan Magazine 21/12/2024
વામા-વિશ્વ આરોગ્ય
ABHIYAAN

વામા-વિશ્વ આરોગ્ય

આદુમાંથી મસાલો અને મુખવાસ, સ્વાસ્થ્યની સાથે સ્વાદતે બતાવે ખાસ

time-read
1 min  |
Abhiyaan Magazine 21/12/2024
વરિષ્ઠ પત્રકાર ગિરીશભાઈ ત્રિવેદીની ચિર વિદાય
ABHIYAAN

વરિષ્ઠ પત્રકાર ગિરીશભાઈ ત્રિવેદીની ચિર વિદાય

કૉલેજની પ્રેસનોટનું ‘ડ્રાફિટંગ' વાંચીને ભૂપતભાઈએ તેમને પૂછેલું રિપોર્ટર બનવું છે? કૉલેજ સિવાયના સમયમાંથી થોડા કલાકોમાં કેવી રીતે કામ કરવું એ ભૂપતભાઈએ તેમને સમજાવેલું

time-read
2 minutos  |
Abhiyaan Magazine 21/12/2024
માયાવી જળકુંભીની માયાજાળ
ABHIYAAN

માયાવી જળકુંભીની માયાજાળ

મનમોહક ફૂલો ધરાવતી જળકુંભી જળાશયોના પાણી ઉપર પોતાનો પથારો પાથરી દે છે. તે જીવસૃષ્ટિ ઉપર ગંભીર જોખમ સર્જે છે. જળકુંભીનો નાશ કરવા માટે ભગીરથ પ્રયત્ન કરવા પડતા હોવા છતાં પરિણામો મળતાં નથી. સાફ કર્યાના થોડા સમયમાં જ ફરી તે જલસ્થાનો ઉપર કબજો જમાવી દે છે. ભુજના દેશલસર તળાવની આખી સપાટી ઉપર જળકુંભી છવાઈ ગઈ છે. નગરપાલિકા દ્વારા એકાદ વખત જળકુંભી કાઢી નાખીને તળાવને સાફ કરવાનો પ્રયોગ કરાયો હતો, પરંતુ થોડા જ સમયમાં ફરી તે રાક્ષસી માયાની માફક તળાવ ઉપર છવાઈ ગઈ.

time-read
6 minutos  |
Abhiyaan Magazine 21/12/2024
કવર સ્ટોરી-૨
ABHIYAAN

કવર સ્ટોરી-૨

રજવાડી વૈભવ ધરાવતી ચંદેરી સાડી

time-read
5 minutos  |
Abhiyaan Magazine 21/12/2024
કવર સ્ટોરી
ABHIYAAN

કવર સ્ટોરી

શિયાળામાં હૂંફનું સરનામું : પશ્મીના શાલ

time-read
5 minutos  |
Abhiyaan Magazine 21/12/2024
સારાન્વેષ
ABHIYAAN

સારાન્વેષ

મેજિક રીઅલિઝમઃ કડવું સત્ય જાદુઈ શીશીમાં ભરવાની કળા

time-read
4 minutos  |
Abhiyaan Magazine 21/12/2024
ચર્નિંગ ઘાટ
ABHIYAAN

ચર્નિંગ ઘાટ

કામધંધાનું નામ આપણું જોઈએ

time-read
2 minutos  |
Abhiyaan Magazine 21/12/2024