ભારતમાં સ્માર્ટફોન યુઝર્સની સંખ્યા વધવાની સાથે કિશોર અને યુવા વર્ગના લોકોમાં મોબાઇલ ડિવાઇસ પર ઓનલાઇન ગેમ્સ રમવાનો ક્રેઝ વધી રહ્યો છે. આના કારણે ઓનલાઇન ગેમ્સ કંપનીઓને ભારતમાં મોકળું મેદાન મળી રહ્યું છે. આજકાલ આપણે સૌ એટલા સ્માર્ટ નથી રહ્યા જેટલા આપણા ફોન સ્માર્ટ થઈ ગયા છે. ઓટીટી પ્લૅટફૉર્મ આવ્યા પછી તો દર્શક તરીકે, ઓનલાઇન ગેમ્સ આવ્યા પછી પ્લેયર કે યુઝર્સ તરીકે અને સોશિયલ મીડિયા આવ્યા પછી બ્લૉગર તરીકે ક્યારે આપણે બંધાણી થતા ગયા અને ગંભીર રીતે વ્યસની થઈ ગયા એની ખબર પડે એટલા સ્માર્ટ પણ આપણે હવે રહ્યા નથી. જ્યારે એથી સાવ ઊલટું આપણા હાથમાં જે સ્માર્ટફોન પકડાવવામાં આવ્યો છે એમાં કઈ ચીજો કેવી રીતે અને ક્યારે પીરસવી કે જેથી એની આપણને આદત લાગી જાય અને અંતે એ વ્યસન બની જાય એ આ બધું પીરસનારા એકદમ બરાબર સમજે છે.
ઓનલાઇન ગેમ્સની વાત કરીએ તો દેશના લગભગ ૫૦ કરોડ લોકો ઓનલાઇન ગેમ રમે છે. તમને જાણીને નવાઈ લાગશે કે દેશમાં ઓનલાઇન ગેમિંગ માર્કેટ દર વર્ષે કૂદકે ને ભૂસકે વધી રહ્યું છે. વર્ષ ૨૦૨૨માં ઓનલાઇન ગેમિંગનું આખું માર્કેટ લગભગ ૨૫ હજાર કરોડ રૂપિયાનું હતું. દર વર્ષે ૩૮ ટકાના દરે વૃદ્ધિ પામી રહેલી આ ઇન્ડસ્ટ્રીના આંકડા પર નજર નાખીશું તો આપણી આંખો પહોળી થઈ જશે. ભારતની ઓનલાઇન ગેમિંગ ઇન્ડસ્ટ્રી વિશ્વમાં સૌથી વધુ ઝડપથી વિકસી રહેલી ઇન્ડસ્ટ્રી છે. એક તરફ ચીનમાં જ્યાં આ ઇન્ડસ્ટ્રી ૮ ટકાના દરે અને અમેરિકામાં ૧૦ ટકાના દરે વૃદ્ધિ પામી રહી છે ત્યાં જ ભારતમાં ૨૦૧૭થી ૨૦૨૦ દરમિયાન ૩૮ ટકાના દરે ઓનલાઇન ગેમિંગ ઇન્ડસ્ટ્રી વિકસી છે.
૨૦૨૨ની સાલમાં ભારતની ઓનલાઇન ગેમિંગ ઇન્ડસ્ટ્રી જે ૨૫,૦૦૦ કરોડ રૂપિયાની જે હતી એ ૨૦૨૬માં ૫૦,૦૦૦ કરોડ રૂપિયા અને ૨૦૨૭ સુધીમાં ૭૫,૦૦૦ કરોડ રૂપિયાને આંબી જશે એવી ધારણા છે. સરેરાશ ૨૮થી ૩૦ ટકાના દરે ગ્રોથ કરતી આ ઇન્ડસ્ટ્રીમાં ‘ઓનલાઇન ગેમર્સ’ જે ૨૦૨૨માં ૪૨ કરોડ હતા એ ૨૦૨૩માં ૪૫ કરોડ થઈ ગયા અને ૨૦૨૫ સુધીમાં આ આંકડો ૫૦ કરોડ થઈ જશે, એવું સંશોધન અહેવાલો દર્શાવી રહ્યા છે. છેલ્લાં પાંચ વર્ષમાં મોબાઇલ ગેમ્સ બનાવતી ગેમિંગ કંપનીઓએ સ્થાનિક અને વિદેશી રોકાણો સાથે કુલ ૨.૮ બિલિયન ડૉલર કરતાં વધુનું ફંડ ઊભું કરી લીધું છે. આ ઇન્ડસ્ટ્રીમાં રોકાણનો આંકડો સરેરાશ ૨૩ ટકાના દરે દર વર્ષે વૃદ્ધિ પામી રહ્યો છે.
Esta historia es de la edición July 29, 2023 de ABHIYAAN.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición July 29, 2023 de ABHIYAAN.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે
પુષ્પા ટુ' એટલે કે ‘પુષ્પા : રૂલ'ના પોસ્ટ ક્રેડિટ સીન સાથે વિતાએ પુષ્પાના ત્રીજા ભાગની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ‘પુષ્પા : ધ રૂલ’ના અંતમાં ‘પુષ્પા-૩ : ધ રેમ્પેજ' લખેલું આવે છે. જેમ પુષ્પાના બીજા ભાગ માટે પ્રેક્ષકોએ લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી, તે જ રીતે ‘પુષ્પા-૩' માટે પણ તેમને લાંબા સમયની પ્રતીક્ષા કરવી પડશે, કારણ કે અલ્લુ અર્જુન હવે પોતાની અન્ય ફિલ્મોને સમય આપવા માગે છે અને પુષ્પારાજના પાત્રમાંથી થોડો સમય બ્રેક લેવા માગે છે.
પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે
'પુષ્પા ટુ' એટલે કે ‘પુષ્પા : રૂલ'ના પોસ્ટ ક્રેડિટ સીન સાથે ચિંતાઓ પુષ્પાના ત્રીજા ભાગની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ‘પુષ્પા : ધ રૂલ’ના અંતમાં ‘પુષ્પા-૩ : ધ રેમ્પેજ' લખેલું આવે છે. જેમ પુષ્પાના બીજા ભાગ માટે પ્રેક્ષકોએ લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી, તે જ રીતે ‘પુષ્પા-૩' માટે પણ તેમને લાંબા સમયની પ્રતીક્ષા કરવી પડશે, કારણ કે અલ્લુ અર્જુન હવે પોતાની અન્ય ફિલ્મોને સમય આપવા માગે છે અને પુષ્પારાજના પાત્રમાંથી થોડો સમય બ્રેક લેવા માગે છે.
વામા-વિશ્વ આરોગ્ય
આદુમાંથી મસાલો અને મુખવાસ, સ્વાસ્થ્યની સાથે સ્વાદને બતાવે ખાસ
વામા-વિશ્વ આરોગ્ય
આદુમાંથી મસાલો અને મુખવાસ, સ્વાસ્થ્યની સાથે સ્વાદતે બતાવે ખાસ
વરિષ્ઠ પત્રકાર ગિરીશભાઈ ત્રિવેદીની ચિર વિદાય
કૉલેજની પ્રેસનોટનું ‘ડ્રાફિટંગ' વાંચીને ભૂપતભાઈએ તેમને પૂછેલું રિપોર્ટર બનવું છે? કૉલેજ સિવાયના સમયમાંથી થોડા કલાકોમાં કેવી રીતે કામ કરવું એ ભૂપતભાઈએ તેમને સમજાવેલું
માયાવી જળકુંભીની માયાજાળ
મનમોહક ફૂલો ધરાવતી જળકુંભી જળાશયોના પાણી ઉપર પોતાનો પથારો પાથરી દે છે. તે જીવસૃષ્ટિ ઉપર ગંભીર જોખમ સર્જે છે. જળકુંભીનો નાશ કરવા માટે ભગીરથ પ્રયત્ન કરવા પડતા હોવા છતાં પરિણામો મળતાં નથી. સાફ કર્યાના થોડા સમયમાં જ ફરી તે જલસ્થાનો ઉપર કબજો જમાવી દે છે. ભુજના દેશલસર તળાવની આખી સપાટી ઉપર જળકુંભી છવાઈ ગઈ છે. નગરપાલિકા દ્વારા એકાદ વખત જળકુંભી કાઢી નાખીને તળાવને સાફ કરવાનો પ્રયોગ કરાયો હતો, પરંતુ થોડા જ સમયમાં ફરી તે રાક્ષસી માયાની માફક તળાવ ઉપર છવાઈ ગઈ.
કવર સ્ટોરી-૨
રજવાડી વૈભવ ધરાવતી ચંદેરી સાડી
કવર સ્ટોરી
શિયાળામાં હૂંફનું સરનામું : પશ્મીના શાલ
સારાન્વેષ
મેજિક રીઅલિઝમઃ કડવું સત્ય જાદુઈ શીશીમાં ભરવાની કળા
ચર્નિંગ ઘાટ
કામધંધાનું નામ આપણું જોઈએ