૨૮ ટકા GST ઓનલાઇન ગેમિંગનો મૃત્યુઘંટ વગાડશે?
ABHIYAAN|July 29, 2023
ઓનલાઇન ગેમિંગ ‘ટેક્સ હેવન’ દેશોમાં માન્ય છે એ સાચું, પરંતુ મોટા ભાગના દેશો તેની તરફેણમાં નથી. આ બધા દેશો પોતપોતાની રીતે તેને નિયંત્રણમાં લાવવા ઇચ્છે છે
૨૮ ટકા GST ઓનલાઇન ગેમિંગનો મૃત્યુઘંટ વગાડશે?

જીએસટી કાઉન્સિલે ૧૧ જુલાઈએ ઓનલાઇન ગેમિંગ, કસીનો અને હોર્સ રેસિંગ પર સમાન રીતે ૨૮ ટકા જીએસટી વસૂલ કરવાનો નિર્ણય કર્યો છે. સરકારે જોકે એવી સ્પષ્ટતા કરી છે કે તેનો ઉદ્દેશ ઓનલાઇન ગેમિંગ ઉદ્યોગને નુકસાન પહોંચાડવાનો નથી. આમ છતાં ઓનલાઇન ગેમિંગ કંપનીઓ તેનાથી સાવધ થઈ ગઈ છે. કંપનીઓના ધીમા વિરોધના સૂર વચ્ચે આ ટૅક્સ સામે કાનૂની લડાઈની તૈયારીઓ કંપની કરી રહી છે.

કસીનોમાં ચીપ્સની ખરીદ કિંમત પર, હોર્સ રેસિંગમાં ખેલાડીએ લગાવેલી સંપૂર્ણ રકમ પર અને ઓનલાઇન ગેમિંગમાં ખેલાડીએ દાવ પર મૂકેલી સંપૂર્ણ રકમ પર આ ટૅક્સ લાગશે. સરકાર આ કરવેરાની જોગવાઈના અમલ માટે જીએસટી સંબંધી કાનૂનમાં સુધારો કરશે. અત્યારે લોટરી વગેરેમાં તે અમલી છે. હવે તેમાં ઓનલાઇન ગેમિંગ વગેરેનો સમાવેશ કરાશે. જીએસટી કાઉન્સિલની બેઠકમાં અનેક રાજ્યોના નાણાપ્રધાનોએ ખાસ કરીને બાળકોમાં વધતાં જતાં ઓનલાઇન ગેમિંગના વ્યસન અંગે ચિંતા વ્યક્ત કરી હતી. નિર્મલા સિતારામને સ્પષ્ટ કર્યું છે કે ઉદ્યોગને ખતમ કરવાનો અમારો ઇરાદો નથી. નૈતિકતાના ધોરણે ચર્ચા થઈ હતી અને આ રમતોને પ્રોત્સાહન પણ ન મળવું જોઈએ એવું વિચારાયું હતું. આ નિર્ણયમાં તમામ રાજ્યોના નાણાપ્રધાનો સહભાગી છે.

ઓનલાઇન ગેમિંગ, કસીનો વગેરે અંગે વિચારણા કરવામાં પ્રધાનોના એક જૂથની રચના કરવામાં આવી હતી. તેનો અહેવાલ જૂન ૨૦૨૨માં આવ્યો હતો. આ જૂથે ૨૮ ટકા જીએસટીની ભલામણ કરી હતી. ગેમ ઑફ સ્કિલ કે ચાન્સ જેવી પ્રવૃત્તિ માટે કોઈ ભેદભાવ રાખવામાં ન આવે એવી ચર્ચા થઈ હતી. ગોવા સરકારની કેટલીક રજૂઆત પછી આ રિપોર્ટની સમીક્ષા કરવાનો નિર્ણય કરાયો હતો. એ પછી ગત વર્ષે જુલાઈ, સપ્ટેમ્બર અને નવેમ્બરમાં પ્રધાનોના જૂથની ત્રણ બેઠકો યોજાઈ હતી. આમ પુખ્ત વિચારણાને અંતે આ નિર્ણય લેવાયો હોવાનું સરકારનું કહેવું છે. ઓનલાઇન ગેમિંગ કંપનીઓના સંચાલકોએ સરકારના નિર્ણયને અત્યંત કમનસીબ ગણાવ્યો છે. કેટલાકે આ કરભારણથી ઓનલાઇન ગેમિંગ ઉદ્યોગનું ધોવાણ થઈ જશે અને અસંખ્ય લોકો બેકાર બની જશે એવી દહેશત વ્યક્ત કરી છે. જોકે આ પ્રત્યાઘાત અતિશયોક્તિપૂર્ણ હોવાનું માનવામાં આવે છે. વાસ્તવમાં આટલી તીવ્ર અસર થવાની શક્યતા નથી.

Esta historia es de la edición July 29, 2023 de ABHIYAAN.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.

Esta historia es de la edición July 29, 2023 de ABHIYAAN.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.

MÁS HISTORIAS DE ABHIYAANVer todo
પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે
ABHIYAAN

પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે

પુષ્પા ટુ' એટલે કે ‘પુષ્પા : રૂલ'ના પોસ્ટ ક્રેડિટ સીન સાથે વિતાએ પુષ્પાના ત્રીજા ભાગની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ‘પુષ્પા : ધ રૂલ’ના અંતમાં ‘પુષ્પા-૩ : ધ રેમ્પેજ' લખેલું આવે છે. જેમ પુષ્પાના બીજા ભાગ માટે પ્રેક્ષકોએ લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી, તે જ રીતે ‘પુષ્પા-૩' માટે પણ તેમને લાંબા સમયની પ્રતીક્ષા કરવી પડશે, કારણ કે અલ્લુ અર્જુન હવે પોતાની અન્ય ફિલ્મોને સમય આપવા માગે છે અને પુષ્પારાજના પાત્રમાંથી થોડો સમય બ્રેક લેવા માગે છે.

time-read
1 min  |
Abhiyaan Magazine 21/12/2024
પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે
ABHIYAAN

પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે

'પુષ્પા ટુ' એટલે કે ‘પુષ્પા : રૂલ'ના પોસ્ટ ક્રેડિટ સીન સાથે ચિંતાઓ પુષ્પાના ત્રીજા ભાગની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ‘પુષ્પા : ધ રૂલ’ના અંતમાં ‘પુષ્પા-૩ : ધ રેમ્પેજ' લખેલું આવે છે. જેમ પુષ્પાના બીજા ભાગ માટે પ્રેક્ષકોએ લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી, તે જ રીતે ‘પુષ્પા-૩' માટે પણ તેમને લાંબા સમયની પ્રતીક્ષા કરવી પડશે, કારણ કે અલ્લુ અર્જુન હવે પોતાની અન્ય ફિલ્મોને સમય આપવા માગે છે અને પુષ્પારાજના પાત્રમાંથી થોડો સમય બ્રેક લેવા માગે છે.

time-read
4 minutos  |
Abhiyaan Magazine 21/12/2024
વામા-વિશ્વ આરોગ્ય
ABHIYAAN

વામા-વિશ્વ આરોગ્ય

આદુમાંથી મસાલો અને મુખવાસ, સ્વાસ્થ્યની સાથે સ્વાદને બતાવે ખાસ

time-read
4 minutos  |
Abhiyaan Magazine 21/12/2024
વામા-વિશ્વ આરોગ્ય
ABHIYAAN

વામા-વિશ્વ આરોગ્ય

આદુમાંથી મસાલો અને મુખવાસ, સ્વાસ્થ્યની સાથે સ્વાદતે બતાવે ખાસ

time-read
1 min  |
Abhiyaan Magazine 21/12/2024
વરિષ્ઠ પત્રકાર ગિરીશભાઈ ત્રિવેદીની ચિર વિદાય
ABHIYAAN

વરિષ્ઠ પત્રકાર ગિરીશભાઈ ત્રિવેદીની ચિર વિદાય

કૉલેજની પ્રેસનોટનું ‘ડ્રાફિટંગ' વાંચીને ભૂપતભાઈએ તેમને પૂછેલું રિપોર્ટર બનવું છે? કૉલેજ સિવાયના સમયમાંથી થોડા કલાકોમાં કેવી રીતે કામ કરવું એ ભૂપતભાઈએ તેમને સમજાવેલું

time-read
2 minutos  |
Abhiyaan Magazine 21/12/2024
માયાવી જળકુંભીની માયાજાળ
ABHIYAAN

માયાવી જળકુંભીની માયાજાળ

મનમોહક ફૂલો ધરાવતી જળકુંભી જળાશયોના પાણી ઉપર પોતાનો પથારો પાથરી દે છે. તે જીવસૃષ્ટિ ઉપર ગંભીર જોખમ સર્જે છે. જળકુંભીનો નાશ કરવા માટે ભગીરથ પ્રયત્ન કરવા પડતા હોવા છતાં પરિણામો મળતાં નથી. સાફ કર્યાના થોડા સમયમાં જ ફરી તે જલસ્થાનો ઉપર કબજો જમાવી દે છે. ભુજના દેશલસર તળાવની આખી સપાટી ઉપર જળકુંભી છવાઈ ગઈ છે. નગરપાલિકા દ્વારા એકાદ વખત જળકુંભી કાઢી નાખીને તળાવને સાફ કરવાનો પ્રયોગ કરાયો હતો, પરંતુ થોડા જ સમયમાં ફરી તે રાક્ષસી માયાની માફક તળાવ ઉપર છવાઈ ગઈ.

time-read
6 minutos  |
Abhiyaan Magazine 21/12/2024
કવર સ્ટોરી-૨
ABHIYAAN

કવર સ્ટોરી-૨

રજવાડી વૈભવ ધરાવતી ચંદેરી સાડી

time-read
5 minutos  |
Abhiyaan Magazine 21/12/2024
કવર સ્ટોરી
ABHIYAAN

કવર સ્ટોરી

શિયાળામાં હૂંફનું સરનામું : પશ્મીના શાલ

time-read
5 minutos  |
Abhiyaan Magazine 21/12/2024
સારાન્વેષ
ABHIYAAN

સારાન્વેષ

મેજિક રીઅલિઝમઃ કડવું સત્ય જાદુઈ શીશીમાં ભરવાની કળા

time-read
4 minutos  |
Abhiyaan Magazine 21/12/2024
ચર્નિંગ ઘાટ
ABHIYAAN

ચર્નિંગ ઘાટ

કામધંધાનું નામ આપણું જોઈએ

time-read
2 minutos  |
Abhiyaan Magazine 21/12/2024