કચ્છની ઓળખ અત્યાર સુધી વિસ્તાર દુષ્કાળગ્રસ્ત, પાણીની તંગીવાળા તરીકેની રહી છે, પરંતુ છેલ્લાં થોડાં વર્ષોના વરસાદના આંકડાના અભ્યાસ પછી આ ઓળખ કચ્છ માટે લાગુ પડતી ન હોવાનું જણાય છે. પહેલાંના સમયમાં દર ત્રણ વર્ષે દુકાળનું એક વર્ષ જોવા મળતું, પરંતુ હવે દુકાળનાં વર્ષો ઘટ્યા છે. સીમાવર્તી અબડાસા અને લખપત તાલુકામાં પહેલાં વરસાદનું પ્રમાણ ખૂબ ઓછું હતું, પરંતુ આજે ચિત્ર થોડું અલગ છે. નિષ્ણાતો તેને ગ્લોબલ વૉર્મિંગનું પરિણામ ગણાવે છે. આજે ગ્લોબલ વૉર્મિંગ તો ગ્લોબલ બોઇલિંગમાં ફેરવાયું હોવાનું કહેવાય છે. જળવાયુ પરિવર્તનના કારણે કચ્છમાં વરસાદનું પ્રમાણ વધ્યું, તેનાથી આ જિલ્લાની પાણીની મુશ્કેલી હળવી બની, પરંતુ ગ્લોબલ વૉર્મિંગનું આ ફાયદાકારક પરિણામ ક્યાં સુધી કચ્છ અનુભવશે? વધતા વરસાદથી કચ્છને પણ બીજા વિસ્તારોની જેમ ભવિષ્યમાં મુશ્કેલીઓનો સામનો કરવો નહીં પડે? તેવા અનેક પ્રશ્નો આજે ઊભા થાય છે.
આ વર્ષે તો બિપરજોય વાવાઝોડાના કારણે વૃક્ષો અને પશુઓના જીવની ભારે હાનિ થઈ છે, પરંતુ સાથે-સાથે ભારે વરસાદ વરસતાં પાણીનો પ્રશ્ન પણ હળવો બન્યો છે, તળાવો, ડેમો છલકાયા છે. આ વર્ષે તો અત્યાર સુધીમાં કચ્છમાં રાજ્યમાં સૌથી વધુ પાણી વરસી ચૂક્યું છે. ૧૩૬ ટકા વરસાદ કચ્છમાં વરસ્યો છે. છેલ્લાં થોડાં વર્ષોમાં અરબી સમુદ્ર અને બંગાળના ઉપસાગરમાં બનતા અને સાગરકાંઠે ખાનાખરાબી વેરતા વાવાઝોડાનું પ્રમાણ પણ વધ્યું છે. આ બધી જ બાબતો તાપમાન વધતું હોવાના કારણે બનતી હોય છે. કચ્છમાં ભૂકંપ પછી એટલે કે છેલ્લા બે દાયકામાં વરસાદનું પ્રમાણ સતત વધી રહ્યું છે. ૨૦-૨૨ વર્ષમાં દુકાળના માત્ર બે જ વર્ષો આવ્યાં છે, જ્યારે અછત કે અર્ધઅછતનાં વર્ષો પાંચ કે છ જ રહ્યાં હતાં. જ્યારે તે પહેલાંના બે દાયકામાં એટલે કે ૧૯૮૦થી ૨૦૦૦ સુધીમાં ૮ વર્ષ દુષ્કાળ પડ્યો હતો અને ચાર વર્ષ અછત હતી. આમ ૨૦માંથી ૧૨ વર્ષ જિલ્લાના લોકોએ પાણીની તીવ્ર તંગીનો સામનો કર્યો હતો.
ડૉ. મહેશ ઠક્કર
Esta historia es de la edición August 19, 2023 de ABHIYAAN.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición August 19, 2023 de ABHIYAAN.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
પ્રવાસન
ઓરિસ્સાનું કાશ્મીર: દરિંગબાડી
ચર્નિંગ ઘાટ
નવા વર્ષમાં તંદુરસ્ત થવા શું કરશો?
રાજકાજ
ટ્રમ્પનો વિજય: આંતરરાષ્ટ્રીય સમીકરણોમાં કેવી અસર થશે?
ઉત્સવો આપણને કંઈક કહી ગયા...
કળી કળીના રોમ ચમકતા, અજવાળાં કોઈ ઝીલો જી પાન પાનમાં ગાન છલકતાં, અજવાળાં કોઈ ઝીલો જી - લતા હિરાણી
સંપાદકીય
સ્વાગતમ્ અનલ નામ સંવત્સર
પરમ શ્રદ્ધાનું એક સરનામું!
અહીં જે વિશ્વાસની વાત કરી છે તે માનવી જીવનમાં શ્રદ્ધાનો જે એક ગોખલો શોધે છે તેની છે. દરેક માણસને પોતાના જીવનમાં આવું પરમ શ્રદ્ધાનું એક સરનામું જોઈતું હોય છે.
પંચામૃત
કેટલાક શ્રદ્ધા ફેલાવે છે, કેટલાક અશ્રદ્ધા!
મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ
દુનિયાની જુદી-જુદી સભ્યતાઓમાં વ્યક્તિને આવતાં સપનાંને લઈને જુદાં-જુદાં અર્થઘટનો કરનારાં શાસ્ત્રો ઉપલબ્ધ છે.
હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?
કોવિડ મહામારી દરમિયાન લોકોને હેન્ડ સેનિટાઇઝર વિશે ખ્યાલ આવ્યો.
વિઝા વિમર્શ,
ઇમરજન્સી એપોઇન્ટમેન્ટ