જુલિયસ સિઝરે નોંધ્યું હતું કે પ્રાચીન રોમન સામ્રાજ્યના સમયમાં કેલ્ટિક તરીકે ઓળખાતી યુરોપિયન પ્રજા ક્યારેક એક અનુષ્ઠાન તરીકે, ગંભીર રોગ કે જીવનની કપરી સમસ્યાઓ દૂર કરવાના આશયથી દેવતાઓને રીઝવવા જીવિત મનુષ્ય કે પશુને નેતરના બનેલા પૂતળાની અંદર પૂરીને સળગાવતી. અપરાધી અને નિર્દોષ, બંને પ્રકારની વ્યક્તિ એનો ભોગ બનતી. બ્રિટિશ લેખક ડેવિડ પીનરની ‘રિચ્યુઅલ’ નવલકથા પરથી પ્રેરિત ૧૯૭૩ની ‘ધી વિકરમૅન’ ફિલ્મની કથામાં આ જ વિચાર કેન્દ્રમાં હતો.
આપણે ત્યાં રાવણના પૂતળાને સળગાવવાની પ્રથાને મળતી આવતી પરંપરાઓ વિશ્વના અન્ય ભાગોમાં પણ અસ્તિત્વમાં હતી, જે ‘ધી વિકરમૅન' જેવી ફિલ્મથી પ્રેરાઈને ક્યાંક વધુ પ્રસિદ્ધ બની કે આધુનિક રંગે રંગાઈને પુનઃ પ્રવૃત્ત થઈ. આવી એક નોંધપાત્ર પરંપરા છે, લેબર ડૅ પહેલાંના સપ્તાહમાં યોજાતો બર્નિંગમૅન નામક નવ દિવસ ચાલતો આધુનિક ઉત્સવ, જ્યાં હજારોની સંખ્યામાં લોકો ઊમટી આવે છે.
એની શરૂઆત થયેલી ૧૯૮૬માં સાન ફ્રાન્સિસ્કોના સાગર કિનારે, જ્યાં બે મિત્રો લેરી હાર્વી અને જેરી જેમ્સે અંતરને અભિવ્યક્ત કરવા અને ગ્રીષ્મઋતુમાં વર્ષના સૌથી લાંબા દિવસની ઉજવણી અર્થે આઠ ફૂટ ઊંચું પૂતળું સળગાવેલું. શરૂઆતમાં સ્થાનિક તંત્ર સાથે જાહેરમાં આ રીતે કશું સળગાવવાના ઘર્ષણ થયેલું, જેથી એને ખ્યાતિ પણ મળી. તંત્ર સાથેની ટક્કર ટાળવા ૧૯૯૦માં બર્નિંગમૅન ઇવેન્ટનું સરનામું બદલાઈને નેવાડાનું બ્લૅક રૉક કે લા’ પ્લાયા નામક નિર્જન રણ બન્યું. છતાં ત્યારે કોઈએ ફરિયાદ કરેલી કે સાન ફ્રાન્સિસ્કોના શેતાનના પૂજારીઓ રણમાં આવી ચડ્યા છે! પણ સરકારી અધિકારીઓ સ્થળની મુલાકાતથી સંતુષ્ટ થયા અને ધીમે-ધીમે બર્નિંગમૅનના આયોજકો પણ કાયદાને અનુસરવા નું અને રણના પ્રતિકૂળ વાતાવરણમાં વ્યવસ્થાપન કરવાનું અનુભવથી શીખતા ગયા.
Esta historia es de la edición December 09, 2023 de ABHIYAAN.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición December 09, 2023 de ABHIYAAN.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
પ્રવાસન
ઓરિસ્સાનું કાશ્મીર: દરિંગબાડી
ચર્નિંગ ઘાટ
નવા વર્ષમાં તંદુરસ્ત થવા શું કરશો?
રાજકાજ
ટ્રમ્પનો વિજય: આંતરરાષ્ટ્રીય સમીકરણોમાં કેવી અસર થશે?
ઉત્સવો આપણને કંઈક કહી ગયા...
કળી કળીના રોમ ચમકતા, અજવાળાં કોઈ ઝીલો જી પાન પાનમાં ગાન છલકતાં, અજવાળાં કોઈ ઝીલો જી - લતા હિરાણી
સંપાદકીય
સ્વાગતમ્ અનલ નામ સંવત્સર
પરમ શ્રદ્ધાનું એક સરનામું!
અહીં જે વિશ્વાસની વાત કરી છે તે માનવી જીવનમાં શ્રદ્ધાનો જે એક ગોખલો શોધે છે તેની છે. દરેક માણસને પોતાના જીવનમાં આવું પરમ શ્રદ્ધાનું એક સરનામું જોઈતું હોય છે.
પંચામૃત
કેટલાક શ્રદ્ધા ફેલાવે છે, કેટલાક અશ્રદ્ધા!
મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ
દુનિયાની જુદી-જુદી સભ્યતાઓમાં વ્યક્તિને આવતાં સપનાંને લઈને જુદાં-જુદાં અર્થઘટનો કરનારાં શાસ્ત્રો ઉપલબ્ધ છે.
હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?
કોવિડ મહામારી દરમિયાન લોકોને હેન્ડ સેનિટાઇઝર વિશે ખ્યાલ આવ્યો.
વિઝા વિમર્શ,
ઇમરજન્સી એપોઇન્ટમેન્ટ