રેખ્તા નો શાબ્દિક અર્થ · ભાંગીતૂટી’ કે ‘મિશ્ર’ એવો થાય છે. ૧૩મી સદીના હિન્દી-ફારસી કવિ અમીર ખુશરોએ સ્થાનિક ભાષા જૂની હિન્દી મિશ્રિત ફારસીને ‘હિન્દવી’ એવું નામ આપ્યું. ત્યાર બાદ બાબા ફરીદ જેવા મુસ્લિમ કવિઓએ આ સ્વરૂપનો વિકાસ કર્યો અને ૧૮મી સદી સુધીમાં તો તેને સાહિત્યિક દરજ્જો મળવા લાગ્યો અને તે ‘ઉર્દૂ’ તરીકે જાણીતી થઈ. ભાષાનું બદલાયેલ સ્વરૂપ માત્ર અપભ્રંશ નથી હોતું. તેમાં બદલાયેલાં લોક-કાલનાં આવર્તનો અંકિત થયાં હોય છે. ભાષા સંવાદનું પ્રાથમિક માધ્યમ છે. એથી તેમાં આવેલ મિશ્રતામાં પરસ્પરની જરૂરિયાત અને સ્વીકારના વણકહ્યા કરાર રહેલા હોય છે. આપણાં દેશની ૧૪૦ કરોડ જનતામાં કુલ ૨૨ ભાષાઓ, ૧૨૩ પેટા ભાષાઓ પ્રચલિત છે. એટલું જ નહીં, બાર ગાઉએ બદલાતી એવી અંદાજે ૧૯,૫૦૦ જેટલી બોલીઓ ચલણમાં છે. સમયાંતરે તેમાં પરિવર્તનો થતાં રહે છે. ફારસી લિપિ અને જૂની હિન્દી બોલીના મિશ્રણ સમી ‘ઉર્દૂ’ ભાષા તેનું પ્રમુખ અને જીવંત ઉદાહરણ છે. વિવિધતામાં એકતાનું સૂત્ર લઈને સતત પ્રગતિ કરતી આપણી ભાતીગળ સંસ્કૃતિના પાયામાં ભિન્નતાના સ્વીકારનો બહોળો ખ્યાલ રહેલો છે.
સદીઓથી દૃઢ થયેલી આ મજબૂત ભૂમિકાએ જ ‘રેખ્તાફાઉન્ડેશન’ પરિકલ્પના સાકાર થઈ હશે. રેખ્તા ફાઉન્ડેશનના સંસ્થાપક સંજીવ સરાફે પોતાની સાહિત્ય રુચિ અને સવિશેષ ઉર્દૂ શાયરી સાથેના ભાવનાત્મક જોડાણને મૂર્તિમંત કર્યું છે. જાણીને અચરજ થાય કે કેવી રીતે એક આઈઆઈટી એન્જિનિયર, એક સફળ ઉદ્યોગપતિ પોતાના ભાષાપ્રેમને આટલો વિકસાવી શકે છે! એટલું જ નહીં, તેને આખાય વિશ્વમાં વહેંચી શકે છે. આજે બાર વર્ષથી ‘રેખ્તા ફાઉન્ડેશન’ ઉર્દૂ ભાષા-સાહિત્યની સેવા કરી રહ્યું છે. દેશ-વિદેશમાં ‘જશ્ન-એ-રેખ્તા’ અંતર્ગત થઈ રહેલ કાર્યક્રમો દ્વારા કલાકારો અને કલારસિકોને સાહિયારો જલસો થઈ રહ્યો છે.
Esta historia es de la edición Abhiyaan Magazine 06/04/2024 de ABHIYAAN.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición Abhiyaan Magazine 06/04/2024 de ABHIYAAN.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
પ્રવાસન
ઓરિસ્સાનું કાશ્મીર: દરિંગબાડી
ચર્નિંગ ઘાટ
નવા વર્ષમાં તંદુરસ્ત થવા શું કરશો?
રાજકાજ
ટ્રમ્પનો વિજય: આંતરરાષ્ટ્રીય સમીકરણોમાં કેવી અસર થશે?
ઉત્સવો આપણને કંઈક કહી ગયા...
કળી કળીના રોમ ચમકતા, અજવાળાં કોઈ ઝીલો જી પાન પાનમાં ગાન છલકતાં, અજવાળાં કોઈ ઝીલો જી - લતા હિરાણી
સંપાદકીય
સ્વાગતમ્ અનલ નામ સંવત્સર
પરમ શ્રદ્ધાનું એક સરનામું!
અહીં જે વિશ્વાસની વાત કરી છે તે માનવી જીવનમાં શ્રદ્ધાનો જે એક ગોખલો શોધે છે તેની છે. દરેક માણસને પોતાના જીવનમાં આવું પરમ શ્રદ્ધાનું એક સરનામું જોઈતું હોય છે.
પંચામૃત
કેટલાક શ્રદ્ધા ફેલાવે છે, કેટલાક અશ્રદ્ધા!
મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ
દુનિયાની જુદી-જુદી સભ્યતાઓમાં વ્યક્તિને આવતાં સપનાંને લઈને જુદાં-જુદાં અર્થઘટનો કરનારાં શાસ્ત્રો ઉપલબ્ધ છે.
હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?
કોવિડ મહામારી દરમિયાન લોકોને હેન્ડ સેનિટાઇઝર વિશે ખ્યાલ આવ્યો.
વિઝા વિમર્શ,
ઇમરજન્સી એપોઇન્ટમેન્ટ