‘સર, મારો દીકરો એક અમેરિકન સિટીઝનના પ્રેમમાં છે. મારો દીકરો એક ટૂરમાં મિત્રો જોડે દુબઈ ફરવા ગયો હતો. પેલી અમેરિકન સિટીઝન યુવતી પણ એની બહેનપણીઓ જોડે દુબઈ ફરવા આવી હતી. એક બપોરના મારો દીકરો અને પેલી છોકરી, જુદા-જુદા ડેઝર્ટ સફારીમાં ગયાં હતાં. રેતીના ડુંગરા ઉપરથી એ છોકરીની કાર ઊથલી પડી હતી. મારા દીકરાએ એની કાર થોભાવીને એ છોકરીને પકડીને ઊભી કરી હતી. એ પછી બાકીના જે ચાર-પાંચ દિવસ એ બંને દુબઈમાં રહ્યાં ત્યારે સાથે જ ફર્યાં. એમણે એકબીજાનો સંપર્ક ચાલુ રાખ્યો. રોજ રાત્રિના એક-એક બબ્બે કલાક તેઓ વૉટ્સઍપ ઉપર એકબીજાંને જોતાં જોતાં અલકમલ કની વાતો કરતાં. જાહેર હતું કે તેઓ એકબીજાંના પ્રેમમાં હતાં. હવે તેઓ લગ્ન કરવા ઇચ્છે છે. મને વાંધો નથી. એ છોકરી ભારતીય છે, એનો જન્મ અમેરિકામાં થયો હતો એટલે એ અમેરિકન સિટીઝન છે. વર્ષો પહેલાં એનાં માતા-પિતા અમેરિકામાં સ્થાયી થયાં હતાં. અમારી જેમ એ પણ હિન્દુ છે. છોકરીનાં મા-બાપે પણ લગ્નની મંજૂરી આપી છે, પણ એમનો આગ્રહ છે કે લગ્ન અમેરિકામાં જ કરવાં. તેઓ કહે છે કે છેલ્લાં ત્રીસ વર્ષથી તેઓ અમેરિકામાં રહે છે. એમનાં ત્રણ ભાઈઓ અને બે બહેનો એમના કુટુંબ જોડે અમેરિકામાં જ રહે છે. અન્ય સગાંવહાલાં અને મિત્રો પણ અમેરિકામાં છે. અમેરિકામાં એમનો બહોળો વ્યાપાર છે. આથી તેઓ આગ્રહ સેવે છે કે એમની એકની એક દીકરીનાં લગ્ન અમેરિકામાં જ કરવાં.' ઇમિગ્રેશનના કાયદાના મુકુંદભાઈએ જાણકાર ઍડ્વોકેટને એમના દીકરાનાં લગ્ન વિષેની વાત લંબાણપૂર્વક જણાવી.
Esta historia es de la edición Abhiyaan Magazine 27/04/2024 de ABHIYAAN.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición Abhiyaan Magazine 27/04/2024 de ABHIYAAN.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
પ્રવાસન
ઓરિસ્સાનું કાશ્મીર: દરિંગબાડી
ચર્નિંગ ઘાટ
નવા વર્ષમાં તંદુરસ્ત થવા શું કરશો?
રાજકાજ
ટ્રમ્પનો વિજય: આંતરરાષ્ટ્રીય સમીકરણોમાં કેવી અસર થશે?
ઉત્સવો આપણને કંઈક કહી ગયા...
કળી કળીના રોમ ચમકતા, અજવાળાં કોઈ ઝીલો જી પાન પાનમાં ગાન છલકતાં, અજવાળાં કોઈ ઝીલો જી - લતા હિરાણી
સંપાદકીય
સ્વાગતમ્ અનલ નામ સંવત્સર
પરમ શ્રદ્ધાનું એક સરનામું!
અહીં જે વિશ્વાસની વાત કરી છે તે માનવી જીવનમાં શ્રદ્ધાનો જે એક ગોખલો શોધે છે તેની છે. દરેક માણસને પોતાના જીવનમાં આવું પરમ શ્રદ્ધાનું એક સરનામું જોઈતું હોય છે.
પંચામૃત
કેટલાક શ્રદ્ધા ફેલાવે છે, કેટલાક અશ્રદ્ધા!
મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ
દુનિયાની જુદી-જુદી સભ્યતાઓમાં વ્યક્તિને આવતાં સપનાંને લઈને જુદાં-જુદાં અર્થઘટનો કરનારાં શાસ્ત્રો ઉપલબ્ધ છે.
હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?
કોવિડ મહામારી દરમિયાન લોકોને હેન્ડ સેનિટાઇઝર વિશે ખ્યાલ આવ્યો.
વિઝા વિમર્શ,
ઇમરજન્સી એપોઇન્ટમેન્ટ