દિનચર્યા અને ઋતુચર્યા જીવનશૈલીનાં અભિન્ન અંગ છે. આયુર્વેદ તેમ જ ચરકસંહિતા જેવા વિવિધ ગ્રંથોમાં ઋતુચર્યા અનુસાર દિનચર્યા નક્કી કરવામાં આવી છે. આપણી સમગ્ર જીવનશૈલીના આધારભૂત જે પાયા છે તેમાં આહારવિહાર અને ખાનપાનનું અનન્ય મહત્ત્વ છે. ભારતીય પારંપરિક વિજ્ઞાન પ્રણાલી સાથે જોડાયેલા ગ્રંથો મોસમ બદલાય તે અનુસાર જીવનશૈલીમાં પણ બદલાવ લાવવો એ મૂળભૂત સિદ્ધાંત પર અમલ કરવાનું સૂચન કરે છે. આપણે વર્તમાન સમયમાં તેને ન્યુટ્રિશન બેઝ્ડ ડાયેટ ફોર્મ, સિઝન બેઝ્ડ ડાયેટ ફોર્મ વગેરે શબ્દોમાં ઓળખીએ છીએ. ન્યુટ્રિશનિસ્ટ કે ડાયેટિશિયન વિવિધ મોસમમાં ખાનપાનમાં કેવા અને કયા પ્રકારની ચીજવસ્તુઓનો ઉપયોગ કરવો તેની માહિતી આપતા હોય છે, જે સર્વજન હિતાય અને સર્વજન સુખાય પ્રેરિત છે, આપણે એવું માની શકીએ.
ઉનાળા દરમિયાન ઘણા ડિહાઇડ્રેશનનો શિકાર બનતા હોય છે, તો ક્યારેક અચાનક જ નબળાઈ કે કમજોરીનો અનુભવ કરતા હોય છે. ડૉ. મેઘા જૈના કે જેઓ દિલ્હી સ્થિત ક્લિનિકલ ન્યુટ્રિશનિસ્ટ ડૉક્ટર છે, તેઓ જણાવે છે કે, ગરમીની ઋતુમાં કબજિયાત, ડાયેરિયા અને એસિડિટી જેવી સમસ્યાઓ વકરતી જોવા મળે છે. તેનું કારણ છે, રોજિંદા ખાનપાનમાં બદલાવ ન લાવવો અથવા ઋતુ અનુસાર શરીરને અનુકૂલન સાધવામાં જે ચીજવસ્તુઓ આરોગવી પડે તેના પર ધ્યાન ન આપવું. ઘણીવાર આપણે આપણા શરીરની તાસીરને નજરઅંદાજ કરીએ છીએ અને મોસમ બદલાય તે પ્રમાણે ડાયેટ લેવાનું ટાળીએ છીએ, પરિણામે શરીરનું સંતુલન બગડી જાય છે અને બીમાર પડવાના ચાન્સ વધી જાય છે. ઉનાળા દરમિયાન મહદ્અંશે વૉટરબેઝ્ડ એટલે કે જેમાં પાણી કે રસનું પ્રમાણ વધારે હોય તેવા ડાયેટને પ્રાધાન્ય આપવાનું સૂચન તેઓ કરે છે. આ માટે તરબૂચ, શક્કરટેટી, પ્રમાણસર કેરી, તાડફળી, લીંબુપાણી, શેરડીનો રસ, છાશ, નાળિયેરપાણી વગેરે પૂરતા પ્રમાણમાં લેવાની સલાહ તેઓ આપે છે. ઉનાળાની ઋતુમાં સ્વાસ્થ્યની જાળવણી માટે શરીરમાં પાણીનું પ્રમાણ ઓછું ન થાય તેની તકેદારી રાખવી મહત્ત્વની છે અને તેથી જ કોઈ પણ હિસાબે શરીરમાં પાણીની માત્રા જળવાઈ રહે તેવાં ફળો-શાકભાજી તેમ જ વાનગીઓ આરોગવાની ટકોર કરવામાં આવે છે.
Esta historia es de la edición Abhiyaan Magazine 18/05/2024 de ABHIYAAN.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición Abhiyaan Magazine 18/05/2024 de ABHIYAAN.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે
પુષ્પા ટુ' એટલે કે ‘પુષ્પા : રૂલ'ના પોસ્ટ ક્રેડિટ સીન સાથે વિતાએ પુષ્પાના ત્રીજા ભાગની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ‘પુષ્પા : ધ રૂલ’ના અંતમાં ‘પુષ્પા-૩ : ધ રેમ્પેજ' લખેલું આવે છે. જેમ પુષ્પાના બીજા ભાગ માટે પ્રેક્ષકોએ લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી, તે જ રીતે ‘પુષ્પા-૩' માટે પણ તેમને લાંબા સમયની પ્રતીક્ષા કરવી પડશે, કારણ કે અલ્લુ અર્જુન હવે પોતાની અન્ય ફિલ્મોને સમય આપવા માગે છે અને પુષ્પારાજના પાત્રમાંથી થોડો સમય બ્રેક લેવા માગે છે.
પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે
'પુષ્પા ટુ' એટલે કે ‘પુષ્પા : રૂલ'ના પોસ્ટ ક્રેડિટ સીન સાથે ચિંતાઓ પુષ્પાના ત્રીજા ભાગની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ‘પુષ્પા : ધ રૂલ’ના અંતમાં ‘પુષ્પા-૩ : ધ રેમ્પેજ' લખેલું આવે છે. જેમ પુષ્પાના બીજા ભાગ માટે પ્રેક્ષકોએ લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી, તે જ રીતે ‘પુષ્પા-૩' માટે પણ તેમને લાંબા સમયની પ્રતીક્ષા કરવી પડશે, કારણ કે અલ્લુ અર્જુન હવે પોતાની અન્ય ફિલ્મોને સમય આપવા માગે છે અને પુષ્પારાજના પાત્રમાંથી થોડો સમય બ્રેક લેવા માગે છે.
વામા-વિશ્વ આરોગ્ય
આદુમાંથી મસાલો અને મુખવાસ, સ્વાસ્થ્યની સાથે સ્વાદને બતાવે ખાસ
વામા-વિશ્વ આરોગ્ય
આદુમાંથી મસાલો અને મુખવાસ, સ્વાસ્થ્યની સાથે સ્વાદતે બતાવે ખાસ
વરિષ્ઠ પત્રકાર ગિરીશભાઈ ત્રિવેદીની ચિર વિદાય
કૉલેજની પ્રેસનોટનું ‘ડ્રાફિટંગ' વાંચીને ભૂપતભાઈએ તેમને પૂછેલું રિપોર્ટર બનવું છે? કૉલેજ સિવાયના સમયમાંથી થોડા કલાકોમાં કેવી રીતે કામ કરવું એ ભૂપતભાઈએ તેમને સમજાવેલું
માયાવી જળકુંભીની માયાજાળ
મનમોહક ફૂલો ધરાવતી જળકુંભી જળાશયોના પાણી ઉપર પોતાનો પથારો પાથરી દે છે. તે જીવસૃષ્ટિ ઉપર ગંભીર જોખમ સર્જે છે. જળકુંભીનો નાશ કરવા માટે ભગીરથ પ્રયત્ન કરવા પડતા હોવા છતાં પરિણામો મળતાં નથી. સાફ કર્યાના થોડા સમયમાં જ ફરી તે જલસ્થાનો ઉપર કબજો જમાવી દે છે. ભુજના દેશલસર તળાવની આખી સપાટી ઉપર જળકુંભી છવાઈ ગઈ છે. નગરપાલિકા દ્વારા એકાદ વખત જળકુંભી કાઢી નાખીને તળાવને સાફ કરવાનો પ્રયોગ કરાયો હતો, પરંતુ થોડા જ સમયમાં ફરી તે રાક્ષસી માયાની માફક તળાવ ઉપર છવાઈ ગઈ.
કવર સ્ટોરી-૨
રજવાડી વૈભવ ધરાવતી ચંદેરી સાડી
કવર સ્ટોરી
શિયાળામાં હૂંફનું સરનામું : પશ્મીના શાલ
સારાન્વેષ
મેજિક રીઅલિઝમઃ કડવું સત્ય જાદુઈ શીશીમાં ભરવાની કળા
ચર્નિંગ ઘાટ
કામધંધાનું નામ આપણું જોઈએ