ફોટોગ્રાફી એ આંખ, મગજ અને હૃદયનું કામ છે. સાધન મહત્ત્વનું છે, પણ તેનું સ્થાન ગૌણ છે. શ્રેષ્ઠ સાધન હોય, પણ નકામું ચિત્ર મળે અને જરીપુરાણા સાધન વડે પણ તમે મગજની એકાગ્રતા અને હૃદયના રસથી સામાન્ય વિષયને તમે સૌંદર્યાકૃતિ બનાવી શકો.’ - આ શબ્દો પ્રસિદ્ધ તસવીરકાર સ્વ. પ્રાણલાલ પટેલના છે. પ્રાણલાલ પટેલને ફોટોગ્રાફર નહીં, પણ ફોટોગ્રાફીનો સમસ્ત યુગ કહી શકાય. પોતાના ૧૦૫ વર્ષના દીર્ઘ જીવનકાળમાંથી ૮૫ વર્ષ છબીકલાને અર્પણ કરનાર આ વિભૂતિ ઘણા જાણીતા ફોટોગ્રાફર્સનો આદર્શ રહ્યા છે.
ભારતમાં ફોટોગ્રાફીનું આગમન આજથી ૧૬૯ વર્ષ પહેલાં એટલે કે ઈ.સ. ૧૮૫૫માં થયું અને પ્રાણલાલ પટેલે ઈ.સ. ૧૯૩૨માં ફોટોગ્રાફીના ક્ષેત્રમાં પ્રવેશ કર્યો. તેથી કહી શકાય કે તેમની તસવીરોનું કલાકીય મહત્ત્વ ઉપરાંત ઐતિહાસિક મહત્ત્વ પણ છે.
વર્ષ ૧૯૧૦માં ગુજરાતના જામનગર જિલ્લાના કેશિયા ગામમાં તેમનો જન્મ થયો હતો. પાંચ વર્ષની ઉંમરે માતાનું અવસાન થતાં તેઓ તેમના મામા સાથે અમદાવાદ આવી ગયા. મોસાળમાં તેમનો ઉછેર અને અભ્યાસ થયો. તેઓ જીવનપર્યંત અમદાવાદમાં જ રહ્યા. બાળપણમાં તેમણે દુકાનોમાં પાણી ભરવા, છાપાં વહેંચવા જેવા અનેક કામ કર્યા. નાના-મોટા કામકાજથી આવક ઊભી કરીને તેમણે વર્નાક્યુલરની પરીક્ષા પાસ કરીને શિક્ષક તરીકે જોડાયા. આ રસમાં જ તેમની કલા રુચિ સંગીત તરફ ઢળી. આ દરમિયાન જ પ્રખ્યાત ચિત્રકાર રવિશંકર રાવળની ચિત્રશાળામાં જોડાયા. લાઇફ સ્કેચ, સ્ટીલ લાઇફ, નેચર ડ્રોઇંગ વગેરે ખૂબ રસપૂર્વક શીખ્યા. તેમનાં ચિત્રો જોઈને લાગે કે જો તેમણે ફોટોગ્રાફી અપનાવી ન હોય તો જરૂર એક સારા ચિત્રકાર બની શક્યા હોત, પરંતુ નિયતિએ કોઈ અલગ જ રાહ નક્કી કરી હશે કે તેમનો પરિચય બળવંત ભટ્ટ અને બચુભાઈ રાવત સાથે થયો. તેમના સહવાસ અને માર્ગદર્શનથી પ્રાણલાલ પટેલ માટે ફોટોગ્રાફીનું એક અનોખું ફલક ખૂલી ગયું. એ પછી તેમણે ક્યારેય પાછું વળીને જોયું નથી. બંધનરૂપ બનતી નોકરીને તેમણે તિલાંજલિ આપી દીધી અને ફોટોગ્રાફી કરવા માટે કાશ્મીરના પ્રવાસે નીકળી ગયા.
શરૂઆતના તબક્કામાં તેમણે કોમર્શિયલ, પૉર્ટ્રેઇટ્સ, આઉટડોર અને પ્રેસ ફોટોગ્રાફી કરી. આર્થિક રીતે મજબૂત થતાં તેમણે પિક્ટોરિયલ ફોટોગ્રાફી પર હાથ અજમાવ્યો.જેમાં તેમને અપૂર્વ પ્રશસ્તિ મળી.
Esta historia es de la edición Abhiyaan Magazine 18/05/2024 de ABHIYAAN.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición Abhiyaan Magazine 18/05/2024 de ABHIYAAN.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે
પુષ્પા ટુ' એટલે કે ‘પુષ્પા : રૂલ'ના પોસ્ટ ક્રેડિટ સીન સાથે વિતાએ પુષ્પાના ત્રીજા ભાગની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ‘પુષ્પા : ધ રૂલ’ના અંતમાં ‘પુષ્પા-૩ : ધ રેમ્પેજ' લખેલું આવે છે. જેમ પુષ્પાના બીજા ભાગ માટે પ્રેક્ષકોએ લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી, તે જ રીતે ‘પુષ્પા-૩' માટે પણ તેમને લાંબા સમયની પ્રતીક્ષા કરવી પડશે, કારણ કે અલ્લુ અર્જુન હવે પોતાની અન્ય ફિલ્મોને સમય આપવા માગે છે અને પુષ્પારાજના પાત્રમાંથી થોડો સમય બ્રેક લેવા માગે છે.
પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે
'પુષ્પા ટુ' એટલે કે ‘પુષ્પા : રૂલ'ના પોસ્ટ ક્રેડિટ સીન સાથે ચિંતાઓ પુષ્પાના ત્રીજા ભાગની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ‘પુષ્પા : ધ રૂલ’ના અંતમાં ‘પુષ્પા-૩ : ધ રેમ્પેજ' લખેલું આવે છે. જેમ પુષ્પાના બીજા ભાગ માટે પ્રેક્ષકોએ લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી, તે જ રીતે ‘પુષ્પા-૩' માટે પણ તેમને લાંબા સમયની પ્રતીક્ષા કરવી પડશે, કારણ કે અલ્લુ અર્જુન હવે પોતાની અન્ય ફિલ્મોને સમય આપવા માગે છે અને પુષ્પારાજના પાત્રમાંથી થોડો સમય બ્રેક લેવા માગે છે.
વામા-વિશ્વ આરોગ્ય
આદુમાંથી મસાલો અને મુખવાસ, સ્વાસ્થ્યની સાથે સ્વાદને બતાવે ખાસ
વામા-વિશ્વ આરોગ્ય
આદુમાંથી મસાલો અને મુખવાસ, સ્વાસ્થ્યની સાથે સ્વાદતે બતાવે ખાસ
વરિષ્ઠ પત્રકાર ગિરીશભાઈ ત્રિવેદીની ચિર વિદાય
કૉલેજની પ્રેસનોટનું ‘ડ્રાફિટંગ' વાંચીને ભૂપતભાઈએ તેમને પૂછેલું રિપોર્ટર બનવું છે? કૉલેજ સિવાયના સમયમાંથી થોડા કલાકોમાં કેવી રીતે કામ કરવું એ ભૂપતભાઈએ તેમને સમજાવેલું
માયાવી જળકુંભીની માયાજાળ
મનમોહક ફૂલો ધરાવતી જળકુંભી જળાશયોના પાણી ઉપર પોતાનો પથારો પાથરી દે છે. તે જીવસૃષ્ટિ ઉપર ગંભીર જોખમ સર્જે છે. જળકુંભીનો નાશ કરવા માટે ભગીરથ પ્રયત્ન કરવા પડતા હોવા છતાં પરિણામો મળતાં નથી. સાફ કર્યાના થોડા સમયમાં જ ફરી તે જલસ્થાનો ઉપર કબજો જમાવી દે છે. ભુજના દેશલસર તળાવની આખી સપાટી ઉપર જળકુંભી છવાઈ ગઈ છે. નગરપાલિકા દ્વારા એકાદ વખત જળકુંભી કાઢી નાખીને તળાવને સાફ કરવાનો પ્રયોગ કરાયો હતો, પરંતુ થોડા જ સમયમાં ફરી તે રાક્ષસી માયાની માફક તળાવ ઉપર છવાઈ ગઈ.
કવર સ્ટોરી-૨
રજવાડી વૈભવ ધરાવતી ચંદેરી સાડી
કવર સ્ટોરી
શિયાળામાં હૂંફનું સરનામું : પશ્મીના શાલ
સારાન્વેષ
મેજિક રીઅલિઝમઃ કડવું સત્ય જાદુઈ શીશીમાં ભરવાની કળા
ચર્નિંગ ઘાટ
કામધંધાનું નામ આપણું જોઈએ