અષાઢ મધ્યે આપણું ગુજરાત તો દેવશયની એકાદશી, વિષ્ણુશયનોત્સવ, વામન પૂજા, ગુરુપૂર્ણિમા અને વ્રત-વરતોલામાં વ્યસ્ત હતું. ધીમે ધીમે અષાઢ ઊતરતાં શ્રાવણમાં તો વ્રતો અને વાર્તાઓનો માહોલ ઓર જામશે અને રજાઓનાં ઝૂમખાંઓ પોતાના જ વાહનમાં બે-ચાર દિવસ ગુજરાતના જ કોઈ હિલ સ્ટેશન પર જઈ આવવાનું મન કરાવશે.
આવા રખડુ મનને ફરી એક વખત જળધોધ-જંગલો, ગઢ, ગોરંભ આકાશ, વરસતો વરસાદ અને સર્પાકાર માર્ગો તરફ હંકારી જવું હોય તો આપણી ગાડીને સાપુતારા તરફ લઈ જવી જોઈએ.
ગુજરાતના ડાંગ જિલ્લાનું ૩૦૦૦ ફૂટ ઊંચું આ હિલ સ્ટેશન યુનેસ્કો વિશ્વ વારસામાં રહેલા પશ્ચિમ ઘાટમાં મહારાષ્ટ્ર-ગુજરાતની સરહદ પર આવેલું છે.
ઑક્ટોબરથી ફેબ્રુઆરીના ખુશનુમા શિયાળે સૌને આવકારતું સાપુતારા વરસાદના માહોલમાં તો વર્થ એક્સ્પ્લોરિંગ સાબિત થાય છે, કારણ કે જુલાઈ-સપ્ટેમ્બરના વરસાદમાં ગિરા જળધોધના વહેતાં કે રૂપને અહીં મનભરીને જોવાનો જલસો તો ખરો જ, પરંતુ સાપુતારા મોન્સુન ફેસ્ટિવલની કલ્ચરલ મજા અને વનવાસી નૃત્યોના સૂર-તાલ પણ જોવા-સાંભળવા જેવા હોય છે. બીજું કે બાવીસથી છવ્વીસ ડિગ્રીનું મોન્સૂન ટૅમ્પરેચર આપણા સાપુતારા પ્રવાસને ખુશનુમા બનાવી ઍર કન્ડિશનમાં મળતી મોડરેટ ઠંડક આપે છે અને કહે છે, ઇન્જોય મોન્સૂન ઇન ‘ધ લૅન્ડ ઑફ સ્નેક્સ’.
યસ, તમે બરાબર વાંચ્યું છે, કારણ કે સાપુતારા ‘એબોડ ઑફ સ્નેક્સ’ એટલે કે સાપનું ધામ પણ છે અને અહીંના વનવાસીઓ સાપને પૂર્ણ શ્રદ્ધાથી પૂજે પણ છે.
કિંગ કોબ્રા, રેટ સ્નેક અને પિટ વાઇપર જેવા સર્પોની દુનિયાને પણ સાચવીને બેઠેલા સાપુતારામાં સવારે છથી સાંજે સાડા પાંચ સુધી ખુલ્લું રહેતું વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન ૨૩.૯૯ ચોરસ કિલોમીટરમાં પથરાયેલું ઉષ્ણકટીબંધીય રાષ્ટ્રીય ઉદ્યાન છે, જે સાપુતારાથી ચાલીસ કિલોમીટર દૂર છે.
ભેજવાળું વાતાવરણ ધરાવતાં આ ગાઢ ખરાઉ જંગલમાં દીપડા, જંગલી ભૂંડ, જરખ, સાબર, વિવિધ પ્રકારનાં સરિસૃપો, પક્ષીઓ તેમ જ બાંબુ અને સિસમ જેવી વનસ્પતિની પણ ઘણી જાત જોવા મળે છે. આવી જૈવિક વિવિધતા ધરાવતાં વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાનમાં ઑક્ટોબરથી માર્ચમાં જઈએ તો ત્યાં રહેતા ભીલ, વારલી, ચૌધરી, ગામતી, ભોઈ, કુણબી અને કોંકણા વનવાસીઓની જીવનશૈલીને નજીકથી જોવાનો મોકો પણ મળે છે.
Esta historia es de la edición Abhiyaan Magazine 03/08/2024 de ABHIYAAN.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición Abhiyaan Magazine 03/08/2024 de ABHIYAAN.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે
પુષ્પા ટુ' એટલે કે ‘પુષ્પા : રૂલ'ના પોસ્ટ ક્રેડિટ સીન સાથે વિતાએ પુષ્પાના ત્રીજા ભાગની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ‘પુષ્પા : ધ રૂલ’ના અંતમાં ‘પુષ્પા-૩ : ધ રેમ્પેજ' લખેલું આવે છે. જેમ પુષ્પાના બીજા ભાગ માટે પ્રેક્ષકોએ લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી, તે જ રીતે ‘પુષ્પા-૩' માટે પણ તેમને લાંબા સમયની પ્રતીક્ષા કરવી પડશે, કારણ કે અલ્લુ અર્જુન હવે પોતાની અન્ય ફિલ્મોને સમય આપવા માગે છે અને પુષ્પારાજના પાત્રમાંથી થોડો સમય બ્રેક લેવા માગે છે.
પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે
'પુષ્પા ટુ' એટલે કે ‘પુષ્પા : રૂલ'ના પોસ્ટ ક્રેડિટ સીન સાથે ચિંતાઓ પુષ્પાના ત્રીજા ભાગની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ‘પુષ્પા : ધ રૂલ’ના અંતમાં ‘પુષ્પા-૩ : ધ રેમ્પેજ' લખેલું આવે છે. જેમ પુષ્પાના બીજા ભાગ માટે પ્રેક્ષકોએ લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી, તે જ રીતે ‘પુષ્પા-૩' માટે પણ તેમને લાંબા સમયની પ્રતીક્ષા કરવી પડશે, કારણ કે અલ્લુ અર્જુન હવે પોતાની અન્ય ફિલ્મોને સમય આપવા માગે છે અને પુષ્પારાજના પાત્રમાંથી થોડો સમય બ્રેક લેવા માગે છે.
વામા-વિશ્વ આરોગ્ય
આદુમાંથી મસાલો અને મુખવાસ, સ્વાસ્થ્યની સાથે સ્વાદને બતાવે ખાસ
વામા-વિશ્વ આરોગ્ય
આદુમાંથી મસાલો અને મુખવાસ, સ્વાસ્થ્યની સાથે સ્વાદતે બતાવે ખાસ
વરિષ્ઠ પત્રકાર ગિરીશભાઈ ત્રિવેદીની ચિર વિદાય
કૉલેજની પ્રેસનોટનું ‘ડ્રાફિટંગ' વાંચીને ભૂપતભાઈએ તેમને પૂછેલું રિપોર્ટર બનવું છે? કૉલેજ સિવાયના સમયમાંથી થોડા કલાકોમાં કેવી રીતે કામ કરવું એ ભૂપતભાઈએ તેમને સમજાવેલું
માયાવી જળકુંભીની માયાજાળ
મનમોહક ફૂલો ધરાવતી જળકુંભી જળાશયોના પાણી ઉપર પોતાનો પથારો પાથરી દે છે. તે જીવસૃષ્ટિ ઉપર ગંભીર જોખમ સર્જે છે. જળકુંભીનો નાશ કરવા માટે ભગીરથ પ્રયત્ન કરવા પડતા હોવા છતાં પરિણામો મળતાં નથી. સાફ કર્યાના થોડા સમયમાં જ ફરી તે જલસ્થાનો ઉપર કબજો જમાવી દે છે. ભુજના દેશલસર તળાવની આખી સપાટી ઉપર જળકુંભી છવાઈ ગઈ છે. નગરપાલિકા દ્વારા એકાદ વખત જળકુંભી કાઢી નાખીને તળાવને સાફ કરવાનો પ્રયોગ કરાયો હતો, પરંતુ થોડા જ સમયમાં ફરી તે રાક્ષસી માયાની માફક તળાવ ઉપર છવાઈ ગઈ.
કવર સ્ટોરી-૨
રજવાડી વૈભવ ધરાવતી ચંદેરી સાડી
કવર સ્ટોરી
શિયાળામાં હૂંફનું સરનામું : પશ્મીના શાલ
સારાન્વેષ
મેજિક રીઅલિઝમઃ કડવું સત્ય જાદુઈ શીશીમાં ભરવાની કળા
ચર્નિંગ ઘાટ
કામધંધાનું નામ આપણું જોઈએ