એનાલિસિસ
ABHIYAAN|Abhiyaan Magazine 10/08/2024
દેશમાં વધી રહેલા શાસકીય સંકટ માટે જવાબદાર કોણ?
સુધીર એસ. રાવલ
એનાલિસિસ

જૂન, ૨૦૨૪ પછી દેશમાં રાજકીય વાતાવરણ ખૂબ ઝડપથી બદલાવા લાગ્યું છે. સતત ૧૦ વર્ષ સુધી એકચક્રી શાસન પછી હવે સાથી પક્ષોના ટેકાના ઉછીના સહારે ચાલતી કેન્દ્ર સરકાર ધીરે-ધીરે ચારે બાજુથી ઘેરાવા લાગી છે. રાજકીય વાતાવરણ બદલાતા તેની અસર શાસકીય વ્યવસ્થા પર પણ પડી છે. લોકશાહીમાં સત્તાપલટ અને રાજકીય ઊથલપાથલ કંઈ નવી વાત નથી, પરંતુ મોદી સરકારે આજ સુધી જે દબદબાથી રાજ કર્યું, તેની સામે હવે વિપક્ષોની તાકાત વધી જતાં ‘લોકશાહી, નિયમો, બંધારણ, વગેરે..વગેરે..’ આવું બધું જે સ૨કા૨ને પહેલાં તકલીફરૂપ નહોતું લાગતું, તે હવે કષ્ટદાયક બનવા લાગ્યું છે! આટલું ઓછું હોય તેમ સાથીઓના વર્તનમાં પણ જે ફેરફાર આવ્યો છે, તે સરકારને ભારે અકળાવે છે. પક્ષની આંતરિક બાબતોમાં વડાપ્રધાન અને ભાજપના હાઇકમાન્ડનો પ્રભાવ તથા અંકુશ ઘટી રહ્યાનાં અનેક પ્રમાણો રોજેરોજ બહાર આવી રહ્યાં છે. એકતરફ સંસદનું બજેટ સત્ર ચાલુ છે અને બીજી તરફ ઉત્તર પ્રદેશ જેવા મહત્ત્વના રાજ્યમાં ભાજપની સ્થિતિ અત્યંત વિસ્ફોટક બની ગઈ છે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને બદલવાની યોજના પાર પાડી શકાતી નથી અને નવા નવા પ્રશ્નોમાં ભાજપનું હાઇકમાન્ડ ગૂંચવાયા કરે છે. પક્ષપ્રમુખ જે. પી. નડ્ડાની મુદત પુરી થઈ ગઈ છે, પણ નવા પ્રમુખ કોને બનાવવા, તે નિર્ણય ભાજપ અને સંઘ સાથે મળીને કરી શકે તે સ્થિતિ હવે રહી નથી. સત્તાની મુદત સમાપ્ત થવા છતાં સંગઠનના પદાધિકારીઓમાં ફેરબદલ થઈ શકતા નથી અને મુખ્યમંત્રીઓની મુદત ચાલુ હોય છતાં તેને બદલી નખાય છે! ભાજપની આવી નીતિ-રીતિ સામે હવે ભાજપમાં જ ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે. ભાજપની નબળી પડતી રાજકીય સ્થિતિની વહીવટ પર અસર દેખાય છે, તેનું તાજું ઉદાહરણ નીતિ આયોગની તાજેતરમાં દિલ્હીમાં મળેલી બેઠક છે.

નીતિ આયોગની બેઠકમાં તડાફડી :

Esta historia es de la edición Abhiyaan Magazine 10/08/2024 de ABHIYAAN.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.

Esta historia es de la edición Abhiyaan Magazine 10/08/2024 de ABHIYAAN.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.

MÁS HISTORIAS DE ABHIYAANVer todo
વિઝા વિમર્શ, ડો.સુધીર શાહ
ABHIYAAN

વિઝા વિમર્શ, ડો.સુધીર શાહ

યુએસએ વિઝા વિન્ડો (૪)

time-read
3 minutos  |
Abhiyaan Magazine 14/09/2024
હરીશ રઘુવંશી ‘તુમ કો ના ભૂલ પાયેંગે’
ABHIYAAN

હરીશ રઘુવંશી ‘તુમ કો ના ભૂલ પાયેંગે’

ફિલ્મોના દરેક વિષયો પર ઝીણવટપૂર્વક સંશોધન કરી અત્યંત વિશ્વસનીય અને કડાકૂટવાળું કામ કરનાર હરીશ રઘુવંશી પાસે જે માહિતી હતી, એવી માહિતી નેશનલ આર્ચિવ ઑફ ઇન્ડિયા પાસે પણ નથી.

time-read
2 minutos  |
Abhiyaan Magazine 14/09/2024
ફેમિલી ઝોન નવી ક્ષિતિજ,
ABHIYAAN

ફેમિલી ઝોન નવી ક્ષિતિજ,

આહારવિજ્ઞાન સાથે જોડાયેલું પ્રોફેશન - ડાયેટિશિયન

time-read
2 minutos  |
Abhiyaan Magazine 14/09/2024
નાયકોના નાયક એવા વિનાયક ભારતીય સમાજવ્યવસ્થાનું પ્રાચીન પ્રતીક છે
ABHIYAAN

નાયકોના નાયક એવા વિનાયક ભારતીય સમાજવ્યવસ્થાનું પ્રાચીન પ્રતીક છે

ગણેશજીની જે દેહાકૃતિ છે, એમનું જે ડિવાઇનફોર્મ છે, એ આપણા લોકસમુદાયને એટલું હૃદયસ્થ છે કે ગણેશજીના સ્વરૂપને લઈને જેટલી કલાત્મકતા થાય છે, એટલી કલાત્મકતા કદાચ બીજી કોઈ ભારતીય આકૃતિને લઈને નથી થતી.

time-read
2 minutos  |
Abhiyaan Magazine 14/09/2024
ચાલો, ફરી શેરીઓમાં રમીએ
ABHIYAAN

ચાલો, ફરી શેરીઓમાં રમીએ

આજે બાળકો મોબાઇલમાં ગૂંથાયેલાં જોવા મળે છે. મોબાઇલ ગેમ પાછળ બાળકો, કિશોરો પોતાનો સમય વ્યતીત કરીને આરોગ્યને પણ હાનિ પહોંચાડે છે. મોબાઇલ અને ટીવીના યુગની પહેલાંનાં બાળકો મેદાની રમતો ખૂબ રમતાં, અત્યારે જાણે દેશી શેરી રમતો તદ્દન ભુલાઈ ગઈ છે. જે રમતોથી શારીરિકની સાથે-સાથે માનસિક શક્તિનો પણ વિકાસ થતો હતો, તેને પુનર્જીવિત કરવાની જરૂર છે.

time-read
4 minutos  |
Abhiyaan Magazine 14/09/2024
આ મેઘરાજાની મહેર કે કહેર?
ABHIYAAN

આ મેઘરાજાની મહેર કે કહેર?

સામાન્ય રીતે શ્રાવણ માસમાં સરવરિયો વરસાદ થતો હોય છે, એમાં પણ જો મઘા નક્ષત્ર હોય તો વરસાદના એંધાણ નહીં બરાબર હોય છે. કુદરતની આ ચાલ ચાલુ સિઝનમાં બદલાઈ ગઈ છે. સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક મેઘ મહેર નહીં, પરંતુ કહેર વરસી રહ્યો છે.

time-read
2 minutos  |
Abhiyaan Magazine 14/09/2024
પ્રવાસન.
ABHIYAAN

પ્રવાસન.

મોતી ડુંગરી ગણેશ મંદિર : જયપુર

time-read
4 minutos  |
Abhiyaan Magazine 14/09/2024
સબૉટેજ : આતંકનું આસુરી અત્ર
ABHIYAAN

સબૉટેજ : આતંકનું આસુરી અત્ર

*સબૉટેજ યાને અસંતુષ્ટો અથવા શત્રુઓ દ્વારા જાણીજોઈને કરાતી વિધ્વંસ કે ભાંગફોડની પ્રવૃત્તિ. *૧૮૯૪ની ઘટના, ૧૯૦૭ની નવલકથા ધ સિક્રેટ એજન્ટ’ અને ૧૯૩૬ની આલ્ફ્રેડ હિચકોકની ફિલ્મ ‘સબૉટેજ’. * સિસ્ટમ, સમાજ કે દેશની સુરક્ષાને સબૉટેજ કરવાનાં કાવતરાંઓ નવા સ્વરૂપના આતંકવાદ તરીકે સામે આવ્યા છે.

time-read
4 minutos  |
Abhiyaan Magazine 14/09/2024
ડિમાન્ડ, કમ્પ્લેન, પ્રાર્થના
ABHIYAAN

ડિમાન્ડ, કમ્પ્લેન, પ્રાર્થના

*માનવી પોતાના આગવા ડેટા-સ્ટોર, સ્મૃતિ પર આધાર રાખે છે. સ્મૃતિમાં જે આવ્યું હોય તે પોતાના પરસેપ્શનના ફિલ્ટરમાંથી આવ્યું હોય. *ભગવાન પર ભરોસો છે, એવું ક્યારે કહેવાય? જ્યારે કોઈ ડિમાન્ડ ના હોય, કોઈ કમ્પ્લેન ના હોય. * આપણે ગૅરંટી આપીએ છીએ કે આપણી ડિમાન્ડ કે પ્રાર્થના ફળશે, પૂર્ણ થશે, પછી આપણે કોઈ કમ્પ્લેન નહીં કરીએ?

time-read
6 minutos  |
Abhiyaan Magazine 14/09/2024
એનાલિસિસ.
ABHIYAAN

એનાલિસિસ.

શું બળાત્કારની સમસ્યાનો ભારતમાં કોઈ જ ઉકેલ નથી?

time-read
5 minutos  |
Abhiyaan Magazine 14/09/2024