નવરાત્રી કે નવરાત કે નોરતાં શબ્દ ભાષાકોશમાં શોધો તો અર્થ મળી શકે છે. નવરાત્ર શબ્દ સાથે અર્થ તેમ જ મર્મ મળે એ નક્કી. એક અર્થ છે કે નવ દિવસ સુધી ચાલતો પ્રાચીન કાળનો એક જાતનો યજ્ઞ. બીજો અર્થ છે કે માધ, ચૈત્ર, અષાઢ અથવા આસોમાં સુદ પડવાથી નોમ સુધીના નવ દિવસ, માતાજીની પૂજાના નવ દિવસ. સામાન્ય અર્થ છે કે નવરાત્રી ચાલે તેવું વ્રત. ઘણા કહે કે નવ દિવસોનો માતાજીનો ઉત્સવ. ગુજરાતીપણા સાથે ઘણું જોડાયેલું છે, તેમાં નવરાત્ર સાથે જોડાયેલા ગરબા અને રાસ ખરા. આધુનિક શહેરોમાં નવરાત્રી સાથે પાસ જોડાયેલા. સાથે પરંપરાગત વસ્ત્ર સાથે સંગીતનું મહત્ત્વ. અંગ્રેજી ભાષા, પશ્ચિમી સંસ્કૃતિ અને ધનના આધિપત્યના કલિયુગી અંતરાલમાં શાસ્ત્ર એવમ પંડિતો હિન્દીમાં જેને નવરાત્રિ કહે છે તેના વિષયમાં શું કહે છે? સાધારણ જન કે માનસે શું જાણવું જોઈએ?
વિક્રમ સંવત ૧૬૧૦થી ૧૬૯૦દરમિયાન મુદ્ગલ ગોત્રના મૂળ મહારાષ્ટ્રીયન બ્રાહ્મણ કાશીમાં રહેતા હતા. એમણે કાશીપ્રકાશ, શ્રાદ્ધમીમાંસાં, દાનકૌતુક, સંસ્કારનિર્ણય જેવા વીસથી વધુ ગ્રંથની રચના કરેલી. તેઓ શાસ્ત્રજ્ઞ પંડિતોના વંશમાં જન્મ્યા અને વૃદ્ધિ પામ્યા હતા. તેમનું નામ શ્રી વિનાયક પંડિત હતું અને તેઓ નંદ પંડિત તરીકે પણ વિખ્યાત હતા. એવા ધર્મ સંબંધિત શાસ્ત્રના જ્ઞાતા, વિવેચક અને નવસર્જકને ધર્માધિકારી કહેવાતા. તેમણે લખેલું એક પુસ્તક છે‘નવરાત્રપ્રદીપ'. આપણા જમાના સુધી પહોંચેલી એ શાસ્ત્રની કૃતિ ૧૯૨૮માં એ પ્રકાશિત થયેલી અને ત્યારે કાશીની સંસ્કૃત કૉલેજના પ્રિન્સિપાલ અને આધ્યાત્મવિદ્યાના સાધક પંડિત શ્રી ગોપીનાથ કવિરાજે તેમાં ફોરવર્ડ લખેલું છે. શ્રી ગોપીનાથ કવિરાજ વિષે પુસ્તિકા થાય એટલું જાણવા જેવું છે, એ વાત જુદી છે.
Esta historia es de la edición Abhiyaan Magazine 12/09/2024 de ABHIYAAN.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición Abhiyaan Magazine 12/09/2024 de ABHIYAAN.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
હિડન કોસ્ટ - આ બધાનો ફોડ પાડી લેજો
શરૂઆતમાં તેઓ ખૂબ જ ઓછી ફી જણાવે છે. પછીથી ઝીણી-ઝીણી બાબત માટે તમારી આગળથી પૈસા ઉઘરાવે છે. આ કારણસર તમે જ્યારે કોઈ પણ એટર્ની, ભારતીય કે અમેરિકનને, તમારું કામ સોંપો તો એ બાબતની ચોખવટ કરી લેજો કે તેઓ જે ફી જણાવે છે એનાથી વધુ કંઈ આપવાનું રહેશે?
મૂવી ટીવી
ઑસ્કરના આંગણે ‘લાપતા લેડીઝ’
નવરાત્રી સ્પેશિયલ
ભાવનગરમાં પ્રાચીન અર્વાચીન નવરાત્રી મહોત્સવની રંગત
નવરાત્રી સ્પેશિયલ
વરસાદ! એ પણ નવરાત્રીમાં? આ તો સોનામાં સુગંધ ભળી
મઢમાં બિરાજે આશાપુરા માવડી, કચ્છ ધરાની દેવી રે...
પશ્ચિમ કચ્છના ત્રણ તાલુકા અબડાસા, લખપત, નખત્રાણાના ત્રિભેટે આવેલું મા આશાપુરાનું મંદિર લગભગ ૧૨૦૦ વર્ષ જૂનું અને માતાજીની મૂર્તિ ૨૦૦૦ વર્ષ પુરાણી હોવાનું મનાય છે. આદ્યશક્તિના આ સ્થાનકમાં સમગ્ર કચ્છની પ્રજા ભારે આસ્થા ધરાવે છે. આસો નવરાત્રી દરમિયાન દૂર દૂરથી ભાવિકો દર્શનાર્થે આવે છે, તેમાં પગપાળા આવનારા લોકોની સંખ્યા પણ નાની-સૂની હોતી નથી.
લાફ્ટર વાઇરસ
ભૂપતભાઈ : રમૂજના રાજા!
નવરાત્રી સ્પેશિયલ
કોલ્હાપુરનું શ્રી અંબાબાઈ મહાલક્ષ્મી મંદિર
માડી! તારું કંકુ ખર્યું 'ને કોસ્મોસ ઊગ્યું
બિગ-બેંગ પછી ક્ષણના સોમા ભાગની અંદર સૃષ્ટિમાં ઊર્જાનું સર્જાયેલું લાલિત્ય આજે ઍડવાન્સમાં ઍડવાન્સ એ.આઈ. પણ કલ્પના ન કરી શકે એટલું અદ્ભુત હશે
નવરાત્રી કે નવરાત્ર?
એક-એક અક્ષરનું આધ્યાત્મિક શાસ્ત્રમાં મહત્ત્વ છે. વિજ્ઞાન કે ઇજનેરીના મેથેમેટિકલ ઇક્વેશનમાં એક ઝીણું દેખાતું કશુંક બદલાઈ જાય તો કેવો મામલો બગડે? એવું શાસ્ત્રના શબ્દનું મોસ્ટલી હોય છે
સ્પોર્ટ્સ
ક્રિકેટમાં ભારતના દબદબાનો ચેપ દુનિયાને વળગ્યો ઃ યુકેમાં હન્ડ્રેડ બોલની લીગ રચાઈ