માડી! તારું કંકુ ખર્યું ને સૂરજ ઊગ્યો...' લાલિમાયુક્ત સૂર્યને જોઈને અવિનાશ વ્યાસના અંતરમાં જે સુંદર કલ્પનાએ જન્મ લીધો એનો શબ્દ દેહ એટલે આ અમર પંક્તિઓ. સર્વવ્યાપી અને શક્તિસ્વરૂપ એવા દૈવી તત્ત્વના પ્રતિ અપાર વ્હાલ અને ભક્તિ જેના હૃદયમાં દરિયાનાં મોજાં જેમ ઊછળતાં રહે એને સૃષ્ટિની તમામ લીલામાં માવડીનું જ સૌંદર્ય દેખાય. સામર્થ્ય, તાકાત, ઊર્જા, શક્તિ, ઇત્યાદિ કૉન્સેપ્ટ જનસામાન્ય એક જ નજરે જુએ અને એ તમામને દેવી કે માતાજીનું ક્ષેત્ર સમજે. ભૌતિક વિજ્ઞાનની દૃષ્ટિએ સંસાર બે ઘટકોનું બનેલું છે, ઊર્જા અને દ્રવ્ય. બ્રહ્માંડ સર્જાયું એ પછી જાતભાતની મેટર આવી, પણ એ પહેલાં હતી, સૃષ્ટિની જનેતા આદિશક્તિ કે ગૉડ્સ એનર્જી. આઇન્સ્ટાઇનના જગવિખ્યાત E=mc2 સમીકરણનો અનેક તજજ્ઞો શાસ્ત્રીય અને કાવ્યાત્મક અર્થ એવો પણ કાઢે છે કે ઊર્જા અને દ્રવ્ય અભિન્ન છે, દ્રવ્ય એટલે બીજું કંઈ નહીં, પણ થીજી ગયેલી શક્તિ.
આપણી જાણમાં અને જાણ બહાર વિદ્યમાન એવા અખિલ બ્રહ્માડ માટેનો એક શબ્દ છે, ‘કૉસ્મોસ’ અને કૉસ્મોલૉજી અર્થાત્ બૃહદ્ યુનિવર્સ કેવી રીતે જન્મ્યું હશે, એનું સ્ટ્રક્ચર શું વગેરે વિષેની અતરંગી અટકળનું શાસ્ત્ર. જગત કેવી રીતે સર્જાયું એના વિશે કલ્પનાઓથી લઈને અત્યાર સુધી જે હાથ લાગ્યાં એ વૈજ્ઞાનિક પ્રમાણોને આધારે કૉસ્મોલૉજીમાં અનેક પ્રકારની થિયરી ઘડાઈ ચૂકી છે. અલબત્ત, આપણી બુદ્ધિની મર્યાદાને કારણે પૂર્ણતઃ સંતોષકારક સ્પષ્ટતા મળવાથી રહી. સંસારના સર્જનની સૌથી પ્રચલિત થિયરી એટલે બિગ-બેંગ. અવિનાશ વ્યાસ લખે છે, ‘મંદિર સરજાયું ’ને ઘંટારવ ગાજ્યો.’ ગીતકારની ક્ષમા સાથે સ્વચ્છંદી અર્થ તારવીએ તો સંસાર નામક આ મંદિરનું સર્જન થયું એ ક્ષણે ઘંટનો જે રણકો સર્વત્ર પ્રસરી ગયો હશે એ બિગ-બેંગ. એક માન્યતા પ્રમાણે, બિગબેંગ દ્વારા સર્જાઈને હજુ પણ વિસ્તરી રહેલું બ્રહ્માંડ એક ક્ષણે અટકી જઈને પાછું પોતાના ઉદ્ગમમાં સંકોચાવાનું શરૂ કરશે, જેને બિગ ક્રન્ચ નામ અપાયું છે. સમયની પરિભાષા જ્યાં નિરર્થક છે, એ અતિ ઉચ્ચ કક્ષાએ અવિરત ચાલ્યા કરતાં બ્રહ્માંડના વિસ્તરણ અને સંકોચનનો આ ધબકાર એક સુંદર કૉસ્મિક નૃત્ય છે.
Esta historia es de la edición Abhiyaan Magazine 12/09/2024 de ABHIYAAN.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición Abhiyaan Magazine 12/09/2024 de ABHIYAAN.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
પ્રવાસન
ઓરિસ્સાનું કાશ્મીર: દરિંગબાડી
ચર્નિંગ ઘાટ
નવા વર્ષમાં તંદુરસ્ત થવા શું કરશો?
રાજકાજ
ટ્રમ્પનો વિજય: આંતરરાષ્ટ્રીય સમીકરણોમાં કેવી અસર થશે?
ઉત્સવો આપણને કંઈક કહી ગયા...
કળી કળીના રોમ ચમકતા, અજવાળાં કોઈ ઝીલો જી પાન પાનમાં ગાન છલકતાં, અજવાળાં કોઈ ઝીલો જી - લતા હિરાણી
સંપાદકીય
સ્વાગતમ્ અનલ નામ સંવત્સર
પરમ શ્રદ્ધાનું એક સરનામું!
અહીં જે વિશ્વાસની વાત કરી છે તે માનવી જીવનમાં શ્રદ્ધાનો જે એક ગોખલો શોધે છે તેની છે. દરેક માણસને પોતાના જીવનમાં આવું પરમ શ્રદ્ધાનું એક સરનામું જોઈતું હોય છે.
પંચામૃત
કેટલાક શ્રદ્ધા ફેલાવે છે, કેટલાક અશ્રદ્ધા!
મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ
દુનિયાની જુદી-જુદી સભ્યતાઓમાં વ્યક્તિને આવતાં સપનાંને લઈને જુદાં-જુદાં અર્થઘટનો કરનારાં શાસ્ત્રો ઉપલબ્ધ છે.
હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?
કોવિડ મહામારી દરમિયાન લોકોને હેન્ડ સેનિટાઇઝર વિશે ખ્યાલ આવ્યો.
વિઝા વિમર્શ,
ઇમરજન્સી એપોઇન્ટમેન્ટ