સાંપ્રત
ABHIYAAN|Abhiyaan Magazine 26/10/2024
હરિયાણા : ભાજપના ચક્રવ્યૂહમાં કોંગ્રેસ ફસાઈ : વ્યૂહાત્મક રણનીતિથી વિજય
જયેશ શાહ
સાંપ્રત

હરિયાણા વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે કોંગ્રેસને કારમો પરાજય આપીને કોંગ્રેસના મોંમાં આવેલો કોળિયો ઝૂંટવી લીધો છે. ભાજપે કોંગ્રેસને કલ્પના પણ ના આવે એ રીતે કોંગ્રેસની નિશ્ચિત મનાતી જીત આંચકીને રાજકીય કુશળતાનો પરિચય આપ્યો છે. હરિયાણા વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે સ્પષ્ટ બહુમતી મેળવી તેની પાછળ તેની ચૂંટણીલક્ષી વ્યૂહાત્મક રણનીતિ અને માઇક્રોમૅનેજમૅન્ટની ક્ષમતા છે. કોંગ્રેસને ભાજપની વ્યૂહાત્મક રણનીતિની ગંધ પણ ના આવી. તેના કારણે કોંગ્રેસે અતિ આત્મવિશ્વાસમાં રહીને વસમો પરાજય ઝીલવો પડ્યો.

વિધાનસભાની તમામ ૯૦ બેઠક પર અલગ-અલગ વ્યૂહરચના અપનાવીને એવો ચક્રવ્યૂહ રચ્યો કે કોંગ્રેસને ચક્રવ્યૂહમાં પોતે ફસાઈ ગઈ છે એવો ખ્યાલ પણ ન આવ્યો. કઈ બેઠક પર કોણ કોંગ્રેસને નુકસાન કરશે, કઈ જાતિનો ઉમેદવાર ભાજપના ઉમેદવારને ફાયદો કરાવશે એવું વિચારીને મોટા ભાગની બેઠકો પર વ્યૂહાત્મક નીતિ પ્રમાણે અપક્ષો ઊભા રાખ્યા હતા. ભાજપે ૧૫૦ જેટલા અપક્ષ ઉમેદવારોને કોંગ્રેસના મતોને કાપવા ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા હતા. આ ૧૫૦ અપક્ષોને ચૂંટણી લડવા માટે ફંડ પણ ભાજપે જ આપ્યું હતું અને તેઓની ચૂંટણીલક્ષી વ્યવસ્થામાં પાછળના દરવાજે ભાજપે જ મદદ કરી હતી. જેનાથી ભાજપને ભરપૂર ફાયદો પ્રાપ્ત થયો અને ઐતિહાસિક જીત પ્રાપ્ત કરી.

તદુપરાંત નાના પ્રાંતીય પક્ષોનો પણ વ્યૂહાત્મક રીતે ફાયદો લીધો હતો. આ પક્ષો આડકતરી રીતે ભાજપની ‘બી’ ટીમ તરીકે મેદાને હતા, જેનો અંદાજ કોંગ્રેસને ન આવ્યો અને અંતે કોંગ્રેસની મતબેન્કનાં સમીકરણો ભાજપની વ્યૂહરચનાએ બગાડી નાખ્યા. માયાવતીનો બહુજન સમાજ પક્ષ, ગોપાલ કાંડાનો હરિયાણા લોકહિત પક્ષ અને અભય ચૌટાલાના ઇન્ડિયન નેશનલ લોકદળનું ગઠબંધન ભાજપની પ્રથમ ‘બી’ ટીમ હતી. દુષ્યંત ચૌટાલાનો જનનાયક જનતાંત્રિક પક્ષ અને ચંદ્રશેખર આઝાદના આઝાદ સમાજ પક્ષનું ગઠબંધન ભાજપની બીજી ‘બી' ટીમ હતી. આમ આદમી પક્ષ પણ હિરયાણાની ચૂંટણીમાં ભાજપને ફાયદો થાય એ રીતે મેદાને પડી હતી. કોંગ્રેસે આમ આદમી પક્ષ સાથે અહંકાર અને અભિમાનમાં ગઠબંધન ન કર્યું તેનું નુકસાન અંતે કોંગ્રેસે ભોગવ્યું. સામે પક્ષે જબરદસ્ત માઇક્રો-મૅનેજમૅન્ટ કરીને ભાજપે હરિયાણામાં અકલ્પનીય જીત મેળવી.

Esta historia es de la edición Abhiyaan Magazine 26/10/2024 de ABHIYAAN.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.

Esta historia es de la edición Abhiyaan Magazine 26/10/2024 de ABHIYAAN.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.

MÁS HISTORIAS DE ABHIYAANVer todo
પ્રવાસન
ABHIYAAN

પ્રવાસન

ઓરિસ્સાનું કાશ્મીર: દરિંગબાડી

time-read
5 minutos  |
Abhiyaan Magazine 16/11/2024
ચર્નિંગ ઘાટ
ABHIYAAN

ચર્નિંગ ઘાટ

નવા વર્ષમાં તંદુરસ્ત થવા શું કરશો?

time-read
7 minutos  |
Abhiyaan Magazine 16/11/2024
રાજકાજ
ABHIYAAN

રાજકાજ

ટ્રમ્પનો વિજય: આંતરરાષ્ટ્રીય સમીકરણોમાં કેવી અસર થશે?

time-read
2 minutos  |
Abhiyaan Magazine 16/11/2024
ઉત્સવો આપણને કંઈક કહી ગયા...
ABHIYAAN

ઉત્સવો આપણને કંઈક કહી ગયા...

કળી કળીના રોમ ચમકતા, અજવાળાં કોઈ ઝીલો જી પાન પાનમાં ગાન છલકતાં, અજવાળાં કોઈ ઝીલો જી - લતા હિરાણી

time-read
3 minutos  |
Abhiyaan Magazine 16/11/2024
સંપાદકીય
ABHIYAAN

સંપાદકીય

સ્વાગતમ્ અનલ નામ સંવત્સર

time-read
2 minutos  |
Abhiyaan Magazine 02/11/2024
પરમ શ્રદ્ધાનું એક સરનામું!
ABHIYAAN

પરમ શ્રદ્ધાનું એક સરનામું!

અહીં જે વિશ્વાસની વાત કરી છે તે માનવી જીવનમાં શ્રદ્ધાનો જે એક ગોખલો શોધે છે તેની છે. દરેક માણસને પોતાના જીવનમાં આવું પરમ શ્રદ્ધાનું એક સરનામું જોઈતું હોય છે.

time-read
5 minutos  |
Abhiyaan Magazine 02/11/2024
પંચામૃત
ABHIYAAN

પંચામૃત

કેટલાક શ્રદ્ધા ફેલાવે છે, કેટલાક અશ્રદ્ધા!

time-read
2 minutos  |
Abhiyaan Magazine 02/11/2024
મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ
ABHIYAAN

મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ

દુનિયાની જુદી-જુદી સભ્યતાઓમાં વ્યક્તિને આવતાં સપનાંને લઈને જુદાં-જુદાં અર્થઘટનો કરનારાં શાસ્ત્રો ઉપલબ્ધ છે.

time-read
1 min  |
Abhiyaan Magazine 26/10/2024
હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?
ABHIYAAN

હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?

કોવિડ મહામારી દરમિયાન લોકોને હેન્ડ સેનિટાઇઝર વિશે ખ્યાલ આવ્યો.

time-read
1 min  |
Abhiyaan Magazine 26/10/2024
વિઝા વિમર્શ,
ABHIYAAN

વિઝા વિમર્શ,

ઇમરજન્સી એપોઇન્ટમેન્ટ

time-read
3 minutos  |
Abhiyaan Magazine 26/10/2024