દુનિયામાં બે પ્રકારના લોકો હોય છે, પહેલા લોકો એ, જેમને ઘરઑફિસની બારીમાંથી વરસતો વરસાદ જોવા માત્રથી કાદવ-કીચડ, પાણી ભરાવાની, ટ્રાફિક જામની સમસ્યા, માખી-મચ્છરના ઉપદ્રવ વધવાની ચિંતા થાય છે. બીજા લોકો એવા છે, જે મેહુલિયાનું નામ સાંભળીને પણ ભીના-ભીના થઈ જાય છે. આવા લોકો દર બીજા-ત્રીજા વીકએન્ડે અલગ અલગ જગ્યાએ જઈ વરસાદની મજા લેવાના પ્લાન કરે છે. ક્યારેક દરિયે તો ક્યારેક ડુંગરે, કદી અડાબીડ જંગલોમાં તો કદી ધમધમાટ ધોધની નીચે. એક દિવસ, બે દિવસ, અઠવાડિયું ને કોઈક તો વળી દસ-દસ દિવસના પ્રોગ્રામ સુદ્ધાં કરે છે. જગ્યા કેટલીય દૂર હોય, સગવડો પણ સામાન્ય હોય.. બસ, ત્યાં વરસાદ અસાધારણ હોવો જોઈએ.
વેલ, આજે ઊપડીએ કેટલાંક મહારાષ્ટ્ર-ગુજરાતનાં એવાં સ્થળોએ જ્યાંનું ચોમાસું અસામાન્ય છે તો એનું પ્રવાસન તરબતર કરી દે એવું શક્તિશાળી છે. શરૂઆત કરીએ ઘાટોના પ્રદેશ મહારાષ્ટ્રથી. દહાણુથી લઈ સિંધુદુર્ગ સુધીની દરિયાઈ પટ્ટી અને સહ્યાદ્રિ પર્વતની ઊંચી-નીચી હારમાળાએ આ રાજ્યને અનોખી સુંદરતા બક્ષી છે. ખાસ કરીને જૂન મધ્યથી સપ્ટેમ્બર સુધીના મહિનામાં મહારાષ્ટ્ર ખીલી ઊઠે છે. આમ તો અહીં ચાલીસથી વધુ બીચ છે, પણ ગુહાગરનો દરિયાકિનારો અપ્રતિમ. નારિયેળી અને આંબાનાં વૃક્ષોથી ભરચક કાંઠો એ ગુહાગર.
સફેદ માટી અને અરબી સમુદ્રનું ચોખ્ખું વારિ કોંકણના આ તટને અનોખું સ્થાન અપાવે છે. ચોમાસામાં અહીં વહેતી વિશષ્ઠ નદી પણ હૃષ્ટપુષ્ટ થઈને દરિયામાં સમાઈ જાય છે. મુંબઈથી રત્નાગિરિ ટ્રેન અને ત્યાંથી બાય રોડ ચિપલુણ જતાં ગુહાગર પહોંચી શકાય. અહીં રહેવાની મિડિયમ કક્ષાની સુવિધા છે, પણ અહીં મળતો નારિયેળનો ગરમાગરમ સૂપ એકદમ જક્કાસ. વરસતા વરસાદમાં, દરિયાનાં પાણીમાં પગ પખાળતાં, નારિયેળના દૂધમાં જાતજાતનાં શાકભાજી નાખેલા સૂપની ચૂસકી સહેલાણીના મેમરી કાર્ડમાં સેવ થઈ જશે.
ગુહાગર ઉપરાંત મહારાષ્ટ્રમાં ગણપતિપુળે, તારકર્લી, હરિહરેશ્વર, શ્રીવર્ધન, કાશિદ પણ પ્રખ્યાત દરિયાકિનારા છે. ગોવા સુધી લાંબા ન થવું હોય તો મુંબઈથી બેથી ત્રણ દિવસ ફરવા જવાના આ મસ્ત વિકલ્પ છે.
Esta historia es de la edición July 25, 2022 de Chitralekha Gujarati.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición July 25, 2022 de Chitralekha Gujarati.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
બાઈક પર દીકરાને સાથે રાખી નીકળતી ડિલિવરી ક્વીન
ફડ ટ્રાફિકથી ધમધમતા રસ્તા પર કોઈ યુવતીને પોતાના બાળકને બાઈક પર બેસાડીને ડિલિવરી કરવા નીકળતી જોઈએ તો જરૂર કુતૂહલ થાય. સંતાનના ઉજ્જ્વળ ભવિષ્ય માટે એક માતાએ અજાણ્યા શહેરમાં ફૂડ ડિલિવરી કરવાનું પડકારભર્યું કામ પસંદ કરીને માતૃશક્તિ સાથે મહેનતનો રંગ બતાવ્યો છે.
વિદ્યાધામોથી માંડી જાહેર જીવનમાં ફાલતી-ફલતી...ગાળસંસ્કૃતિ!
મુંબઈની કૉલેજોનાં કૅમ્પસ પર સ્ટુડન્ટ્સ કેવી ભાષા બોલે છે એ વિશે થયેલા એક સર્વેનાં પરિણામ ચોંકાવનારાં છેઃ મોટા ભાગની કૉલેજોમાં, અરે અમુક સ્કૂલોમાં વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓ સુદ્ધાં બેફામ ગાળો બોલે છે. રૅગિંગની ઘટનામાં પણ નવાસવા વિદ્યાર્થીઓને ગંદી ગાળો બોલવાનું કહેવામાં આવે છે. શું થાય છે જ્યારે ‘ચિત્રલેખા’ આ સર્વેની ભીતરમાં ઊતરે છે? વાંચો, અશિષ્ટ બોલી વિશેનો શિષ્ટ, સંસ્કારી ભાષામાં લખાયેલો લેખ.
આયુષ્યમાન કાર્ડથી બનો ધનવાન..!
મફત આરોગ્ય કૅમ્પની જાહેરાત ઠેર ઠેર વાંચવા મળે છે. આઘાતજનક વાત એ કે ગુજરાતની અમુક ખાનગી કે કૉર્પોરેટ હૉસ્પિટલના સંચાલકોએ આરોગ્ય નિદાન કૅમ્પને સેવાને બદલે મેવા એટલે કે દરદી મેળવવાનો ધંધો બનાવી દીધો છે. અમદાવાદની હૉસ્પિટલનો તાજો કિસ્સો આંખ ઉઘાડનારો છે.
વનકર્મીઓની શહાદત તાજી કરતું સ્મારક
ગુજરાતના વનવિભાગના નવ શહીદની સ્મૃતિમાં ‘વનપાલ સ્મારક’ બન્યું છે. આવો જાણીએ, શહીદગાથા અને સ્મારકનિર્માણની કથા.
હિમ વિનાનો બની રહ્યો છે હિમાલય!
એક સમયે મબલક પાક ઉતારતી જમીન બંજર થઈ જાય એમ હજી થોડાં વર્ષ અગાઉ હિમાચ્છાદિત રહેતો આપણો પર્વતાધિરાજ હવે રહેતે રહેતે સૂકોભટ બની રહ્યો છે, કારણ કે પહેલાં જેટલો બરફ પડતો નથી અને દિન-પ્રતિદિન વધી રહેલી ગરમીને કારણે બરફ ઝાઝું ટકતો પણ નથી.
દરેક વ્યક્તિ બોલતાં પહેલાં વિચારે તો...દુનિયા કેટલી શાનદાર હોત!
બીજા લોકો વિશે વાતો કરવી કે સાંભળવી એમાં કશું ખોટું નથી, પણ અગત્યનું એ છે કે તમે શું વાતો કરો છો. ત્રીજી વ્યક્તિ ઉપસ્થિત ન હોય, એના વિશે નકારાત્મક ટીકા-ટિપ્પણ કરવી અને ગેરસમજમાં ઉમેરો કરવો બહુ આસાન છે.
મહારાષ્ટ્રના મહાયુદ્ધમાં જીતે કોઈ પણ, મતદારો હારશે!
પરિણામ પછી કયો પક્ષ કે કયો નેતા કોની સાથે જશે એની અટકળની પતંગ ચગાવવાનો કોઈ અર્થ નથી. રાજકારણીઓ કોઈ પણ ભોગે પ્રજાને ખોટી જ પાડશે.
જસ્ટ એક મિનિટ...
ભાગે આપણે બીજાના કાર્યને બિરદાવવામાં કંજૂસાઈ કરીએ છીએ, પણ કોઈના કાર્યમાંથી ખોડખાંપણ શોધવામાં માઈક્રોસ્કોપ લઈને હોંશે હોંશે પાછળ પડી જઈએ છીએ.
મહારાષ્ટ્રના મહાયુદ્ધમાં જીતે કોઈ પણ, મતદારો હારશે!
આપણે બીજાના કાર્યને બિરદાવવામાં કંજૂસાઈ કરીએ છીએ, પણ કોઈના કાર્યમાંથી ખોડખાંપણ શોધવામાં માઈક્રોસ્કોપ લઈને હોંશે હોંશે પાછળ પડી જઈએ છીએ.
પપ્પા, તમે તો કાંઈ બોલતા જ નહીં...
પુત્ર તાડૂકીને બોલ્યો, ‘ચૂપ રહો, પપ્પા તમે’ તે દિવસથી બાપનાં પારોઠ પગલાં થઈ ગયાં જીવ માફક જાળવીને જેમનું કીધું જતન એ જ વ્હાલાની નજરમાં સાવ દવલાં થઈ ગયા.