એ દિવસે રવિવાર હતો.. આમ તો રજાનો દિવસ, પરંતુ જે લોકો નોકરીની રીતે નોકરી નથી કરતા એમને તો સાતે વાર સરખા. બપોરે દોઢ વાગ્યે બાતમી મળી કે શિકારીઓ અમુક ચોક્કસ વિસ્તારમાં જંગલ ખૂંદી રહ્યા છે. વન વિભાગની એક ટુકડી તરત જ જંગલમાં પહોંચી. પાંચેક કિલોમીટર ચાલીને, જંગલની કેડી ને ઝાડી-ઝાંખરાં વટાવીને બધા ત્યાં પહોંચ્યા. એક શિકારી પકડાઈ ગયો, એની પાસેથી દેશી બંદૂક, છરા, સૂતળી બૉમ્બ, વગેરે સામાન મળ્યો.
આ ઘટના તાજી કરે છે એ જ ટીમનાં એક અગ્રણી સભ્ય અશ્વિનાબહેન બાબુભાઈ પટેલ. આવી ઘટના તો જંગલમાં બનતી જ રહે, પરંતુ અશ્વિનાબહેન તો એક તદ્દન નોખી લડાઈ દક્ષિણ ગુજરાતનાં જંગલમાં લડી રહ્યાં છે.
આપણા મનમાં તરત જ ચારણકન્યા કવિતાનું દશ્ય ખડું થાય. પશુ-પંખીની રક્ષા કરવા કે કુદરત સાથે તાદાત્મ્ય જાળવવા માટે ઘણા લોકો કંઈ ને કંઈ કરી રહ્યા હશે. અહીં કહાની થોડી જુદી છે. તાપી જિલ્લાની ખેરવાડા રેન્જનાં મહિલા ફોરેસ્ટ ઑફિસર અશ્વિના પટેલ ફક્ત પ્રોફેશન ખાતર નહીં, પરંતુ પૅશનથી લડી રહ્યાં છે જંગલમાં લુપ્ત થઈ રહેલી વનસ્પતિ બચાવવા માટે. સાંભળતાં તો સામાન્ય લાગે એવી આ વાત છે, પણ વાત છે ઘણી અગત્યની. જેમ પ્રાચીન સંસ્કૃતિને, ધરોહરને ટકાવી રાખવા માટે કેટલાક લોકો પ્રયત્ન કરે છે એ જ રીતે, આ અશ્વિનાબહેન પણ કામ કરી રહ્યાં છે-પ્રાકૃતિક સંપદા બચાવવા માટે.
જંગલના જુદા જુદા વિસ્તારમાં થતાં વારિંગ, જંગલી ભીંડી, બોથી, ડદકમાંજો, મેઇસિંગી, ખારસિંગી, પાડલ, પાટલો, સફેદ પતરી, ગોગદા, તણછ, ડાંસો, વરસ, રોહન, મોખા, બંડારો, શિકારી, રગતરોહિણી, નાની ચામોલી, મહેસાણો, ભવરછાલ, કંપીલો, પલાસવેલ, આસવેલ, કુંભિયો, ભિલામો, જંગલી બદામ, કપાસી સહિતનાં ૮૭ પ્રકારનાં છોડ-વનસ્પતિને ટકાવવા માટે અશ્વિનાબહેન પરિશ્રમ કરી રહ્યાં છે.
Esta historia es de la edición August 29, 2022 de Chitralekha Gujarati.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición August 29, 2022 de Chitralekha Gujarati.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
બાઈક પર દીકરાને સાથે રાખી નીકળતી ડિલિવરી ક્વીન
ફડ ટ્રાફિકથી ધમધમતા રસ્તા પર કોઈ યુવતીને પોતાના બાળકને બાઈક પર બેસાડીને ડિલિવરી કરવા નીકળતી જોઈએ તો જરૂર કુતૂહલ થાય. સંતાનના ઉજ્જ્વળ ભવિષ્ય માટે એક માતાએ અજાણ્યા શહેરમાં ફૂડ ડિલિવરી કરવાનું પડકારભર્યું કામ પસંદ કરીને માતૃશક્તિ સાથે મહેનતનો રંગ બતાવ્યો છે.
વિદ્યાધામોથી માંડી જાહેર જીવનમાં ફાલતી-ફલતી...ગાળસંસ્કૃતિ!
મુંબઈની કૉલેજોનાં કૅમ્પસ પર સ્ટુડન્ટ્સ કેવી ભાષા બોલે છે એ વિશે થયેલા એક સર્વેનાં પરિણામ ચોંકાવનારાં છેઃ મોટા ભાગની કૉલેજોમાં, અરે અમુક સ્કૂલોમાં વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓ સુદ્ધાં બેફામ ગાળો બોલે છે. રૅગિંગની ઘટનામાં પણ નવાસવા વિદ્યાર્થીઓને ગંદી ગાળો બોલવાનું કહેવામાં આવે છે. શું થાય છે જ્યારે ‘ચિત્રલેખા’ આ સર્વેની ભીતરમાં ઊતરે છે? વાંચો, અશિષ્ટ બોલી વિશેનો શિષ્ટ, સંસ્કારી ભાષામાં લખાયેલો લેખ.
આયુષ્યમાન કાર્ડથી બનો ધનવાન..!
મફત આરોગ્ય કૅમ્પની જાહેરાત ઠેર ઠેર વાંચવા મળે છે. આઘાતજનક વાત એ કે ગુજરાતની અમુક ખાનગી કે કૉર્પોરેટ હૉસ્પિટલના સંચાલકોએ આરોગ્ય નિદાન કૅમ્પને સેવાને બદલે મેવા એટલે કે દરદી મેળવવાનો ધંધો બનાવી દીધો છે. અમદાવાદની હૉસ્પિટલનો તાજો કિસ્સો આંખ ઉઘાડનારો છે.
વનકર્મીઓની શહાદત તાજી કરતું સ્મારક
ગુજરાતના વનવિભાગના નવ શહીદની સ્મૃતિમાં ‘વનપાલ સ્મારક’ બન્યું છે. આવો જાણીએ, શહીદગાથા અને સ્મારકનિર્માણની કથા.
હિમ વિનાનો બની રહ્યો છે હિમાલય!
એક સમયે મબલક પાક ઉતારતી જમીન બંજર થઈ જાય એમ હજી થોડાં વર્ષ અગાઉ હિમાચ્છાદિત રહેતો આપણો પર્વતાધિરાજ હવે રહેતે રહેતે સૂકોભટ બની રહ્યો છે, કારણ કે પહેલાં જેટલો બરફ પડતો નથી અને દિન-પ્રતિદિન વધી રહેલી ગરમીને કારણે બરફ ઝાઝું ટકતો પણ નથી.
દરેક વ્યક્તિ બોલતાં પહેલાં વિચારે તો...દુનિયા કેટલી શાનદાર હોત!
બીજા લોકો વિશે વાતો કરવી કે સાંભળવી એમાં કશું ખોટું નથી, પણ અગત્યનું એ છે કે તમે શું વાતો કરો છો. ત્રીજી વ્યક્તિ ઉપસ્થિત ન હોય, એના વિશે નકારાત્મક ટીકા-ટિપ્પણ કરવી અને ગેરસમજમાં ઉમેરો કરવો બહુ આસાન છે.
મહારાષ્ટ્રના મહાયુદ્ધમાં જીતે કોઈ પણ, મતદારો હારશે!
પરિણામ પછી કયો પક્ષ કે કયો નેતા કોની સાથે જશે એની અટકળની પતંગ ચગાવવાનો કોઈ અર્થ નથી. રાજકારણીઓ કોઈ પણ ભોગે પ્રજાને ખોટી જ પાડશે.
જસ્ટ એક મિનિટ...
ભાગે આપણે બીજાના કાર્યને બિરદાવવામાં કંજૂસાઈ કરીએ છીએ, પણ કોઈના કાર્યમાંથી ખોડખાંપણ શોધવામાં માઈક્રોસ્કોપ લઈને હોંશે હોંશે પાછળ પડી જઈએ છીએ.
મહારાષ્ટ્રના મહાયુદ્ધમાં જીતે કોઈ પણ, મતદારો હારશે!
આપણે બીજાના કાર્યને બિરદાવવામાં કંજૂસાઈ કરીએ છીએ, પણ કોઈના કાર્યમાંથી ખોડખાંપણ શોધવામાં માઈક્રોસ્કોપ લઈને હોંશે હોંશે પાછળ પડી જઈએ છીએ.
પપ્પા, તમે તો કાંઈ બોલતા જ નહીં...
પુત્ર તાડૂકીને બોલ્યો, ‘ચૂપ રહો, પપ્પા તમે’ તે દિવસથી બાપનાં પારોઠ પગલાં થઈ ગયાં જીવ માફક જાળવીને જેમનું કીધું જતન એ જ વ્હાલાની નજરમાં સાવ દવલાં થઈ ગયા.