અરજી અમારી.. સુણો સરકારશ્રી..
Chitralekha Gujarati|December 19, 2022
થોડા દિવસમાં ગુજરાતને નવી સરકાર મળશે. રાજ્યની રચનાને ૬૨ વર્ષ થયાં એ ગાળામાં ગુજરાતે ઘણો વિકાસ કર્યો છે, ઘણી સમસ્યાનું સમાધાન પણ થયું છે. જો કે હજી ઘણાં કામ બાકી પણ છે. એવાં અધૂરાં કામ, એવી લોકઈચ્છા, એવાં અપૂર્ણ સપનાં નવી સરકાર સાકાર કરે એવી આપણે તો અપેક્ષા માત્ર રાખીએ.
કૌશિક મહેતા
અરજી અમારી.. સુણો સરકારશ્રી..

ગુજરાતમાં પુનરાવર્તન થયું છે કે પરિવર્તન આવ્યું? ચિત્રલેખાનો આ અંક તમારા હાથમાં આવશે ત્યારે એ તો નક્કી થઈ ગયું હશે કે ગુજરાતમાં નવી સરકાર કયા પક્ષની બનવાની છે?

સરકાર કોઈ પણ પક્ષની આવે, પણ એની પાસે પ્રજા અપેક્ષા રાખતી હોય છે. અગાઉ આપણે રાખેલી અપેક્ષા પૂરી થઈ કે કેમ? અને હવે શું? આ સવાલો પ્રજાનાં મનમાં રહે છે અને ત્યારે સદાર આસિફનો આ શેર વાંચી જવા જેવો છે..

चलो आज़ाद हो कर कम से कम इतना तो हम सीखे

कोई सरकार आती है कोई सरकार जाती है।

ગુજરાતની સ્થાપના થયાને ૬૨ વર્ષ થયાં છે. મહાગુજરાત આંદોલન થયું એના મુખ્ય ચહેરા ઈન્દુચાચા આજની યુવા પેઢીને યાદ નથી. અરે, રાજ્યમાં ૩૫ વર્ષથી ઓછી ઉંમરના મતદારોની સંખ્યા ૩૫ ટકા છે અને એમણે ભાજપ સરકાર સિવાયની સરકાર જ જોઈ નથી! ૨૭ વરસથી ભાજપ શાસનમાં છે. (શંકરસિંહ વાઘેલા અને દિલીપ પરીખે ભલે રાષ્ટ્રીય જનતા પાર્ટીના આગેવાન તરીકે થોડો સમય સત્તા સંભાળી, પણ એ બન્ને મૂળ તો ચૂંટાયા હતા ભાજપ તરફથી). એમાંય યુવાઓની સામે તો નરેન્દ્ર મોદીનો ચહેરો જ તરવર્યા કરે છે. મોદી લોકપ્રિય છે અને મોદીએ પોતાના નામે જ ગુજરાતમાં મત માગ્યા. આ સ્થિતિમાં નવી સરકાર સત્તા સંભાળે ત્યારે લોકોની અપેક્ષા શું છે એ સરકારને કહેવું જોઈએ અને અહીં એવો જ પ્રયાસ કરવામાં આવ્યો છે.

સરકારી કામકાજમાં ભ્રષ્ટાચાર બેશક ઓછો થયો છે, પણ હજીય લોકોએ કામ કરાવવા માટે 'નૈવેદ્ય’ ધરવું પડે છે.

ગુજરાત દેશનું વિકસિત રાજ્ય છે. દેશનું ગ્રોથ એન્જિન ગણાય છે. ગુજરાતીઓ દેશમાં અને વિદેશમાં છવાયેલા છે. ગુજરાત સતત પ્રગતિ કરતું આવ્યું છે. ૧,૯૬,૦૨૪ ચોરસ મીટર વિસ્તાર ધરાવતા આ રાજ્ય પાસે શું નથી? રણ છે, દરિયો છે, પહાડો છે, જંગલ છે, તેર બંદર છે અને નવ ઍરપોર્ટ છે. સોમનાથ, દ્વારકા, અંબાજી અને પાવાગઢ જેવાં યાત્રાધામ છે. હજારો વર્ષના ઈતિહાસના સાક્ષી એવા લોથલ અને ધોળાવીરા છે. એશિયાઈ સિંહોનું ધામ ગીર છે. એ સહિત ચાર રાષ્ટ્રીય ઉદ્યાનો છે. દેશના અર્થતંત્રમાં ગુજરાતનો હિસ્સો . મજબૂત છે. રાષ્ટ્રીય આવકમાં ગુજરાતનો ફાળો આઠ ટકા જેટલો છે. સરદાર અને ગાંધીજી જેવા નેતા આ રાજ્યએ આપ્યા છે અને આજે નરેન્દ્ર મોદી અને અમિત શાહ દિલ્હીમાં રાજ કરે છે.

Esta historia es de la edición December 19, 2022 de Chitralekha Gujarati.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.

Esta historia es de la edición December 19, 2022 de Chitralekha Gujarati.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.

MÁS HISTORIAS DE CHITRALEKHA GUJARATIVer todo
જસ્ટ એક મિનિટ...
Chitralekha Gujarati

જસ્ટ એક મિનિટ...

ભાગે આપણે બીજાના કાર્યને બિરદાવવામાં કંજૂસાઈ કરીએ છીએ, પણ કોઈના કાર્યમાંથી ખોડખાંપણ શોધવામાં માઈક્રોસ્કોપ લઈને હોંશે હોંશે પાછળ પડી જઈએ છીએ.

time-read
1 min  |
December 02, 2024
મહારાષ્ટ્રના મહાયુદ્ધમાં જીતે કોઈ પણ, મતદારો હારશે!
Chitralekha Gujarati

મહારાષ્ટ્રના મહાયુદ્ધમાં જીતે કોઈ પણ, મતદારો હારશે!

આપણે બીજાના કાર્યને બિરદાવવામાં કંજૂસાઈ કરીએ છીએ, પણ કોઈના કાર્યમાંથી ખોડખાંપણ શોધવામાં માઈક્રોસ્કોપ લઈને હોંશે હોંશે પાછળ પડી જઈએ છીએ.

time-read
1 min  |
December 02, 2024
પપ્પા, તમે તો કાંઈ બોલતા જ નહીં...
Chitralekha Gujarati

પપ્પા, તમે તો કાંઈ બોલતા જ નહીં...

પુત્ર તાડૂકીને બોલ્યો, ‘ચૂપ રહો, પપ્પા તમે’ તે દિવસથી બાપનાં પારોઠ પગલાં થઈ ગયાં જીવ માફક જાળવીને જેમનું કીધું જતન એ જ વ્હાલાની નજરમાં સાવ દવલાં થઈ ગયા.

time-read
2 minutos  |
December 02, 2024
મન હોય તો માળવે જવાય...અને મેડલ પણ જિતાય.
Chitralekha Gujarati

મન હોય તો માળવે જવાય...અને મેડલ પણ જિતાય.

ઉંમરના છ દાયકા પાર કરી ચૂકેલી આ મહિલાને જીવનમાં કંઈક કરવાનું બાકી હોય એમ લાગ્યા કરતું એટલે એમણે સ્વિમિંગ શીખવાનું શરૂ કર્યું. એટલું જ નહીં, રાજ્ય લેવલે અનેક હરીફાઈમાં ભાગ લઈ વિજયી પણ બન્યાં. એ પછીય કંઈક અધૂરપ લાગતી તો ભરતનાટ્યમ તથા કથક જેવાં ક્લાસિકલ નૃત્ય શીખ્યાં અને એમાં પણ વિશારદ હાંસિલ કરી. એ સાઈકલિંગ કરે, ક્લાસ ચલાવે અને સાથે જીવનથી નિરાશ થયેલી મહિલાઓમાં ઊર્જા ભરવાનું કામ પણ કરે.

time-read
4 minutos  |
November 25, 2024
અનલિસ્ટેડ સ્ટૉક્સમાં રોકાણ કરવું છે? ...કરવું જોઈએ?
Chitralekha Gujarati

અનલિસ્ટેડ સ્ટૉક્સમાં રોકાણ કરવું છે? ...કરવું જોઈએ?

શું તમે જાણો છો, હવે અનલિસ્ટેડ સ્ટૉક્સમાં રોકાણનો ટ્રેન્ડ વધી રહ્યો છે... આવા સ્ટૉક્સમાં રોકાણ કરવાનાં કારણ અને રીત શું હોય છે? આ રોકાણ કરવું જોઈએ ખરું? ચાલો સમજીએ, અનલિસ્ટેડ સ્ટૉક્સની નાની માર્કેટને, જે ધીમે ધીમે મોટી થતી જાય છે.

time-read
3 minutos  |
November 25, 2024
ટ્રમ્પના વિજયનું ભારત કનેક્શન જાણવા જેવું છે.
Chitralekha Gujarati

ટ્રમ્પના વિજયનું ભારત કનેક્શન જાણવા જેવું છે.

રસાકસીની ધારણાવાળી અમેરિકન પ્રમુખપદની ચૂંટણીમાં ભૂતપૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એકતરફી જીત મેળવીને વિશ્વઆખાને સ્તબ્ધ કરી દીધું. ટ્રમ્પના આ ભવ્ય વિજય પાછળ ઘણા ઈન્ડિયન અમેરિકન્સની પણ મહેનત છે. હવે એમના પ્રધાનમંડળમાં ભારતીય કે હિંદુ કનેક્શન્સ ધરાવતા રાજકારણીઓને સ્થાન મળશે કે નહીં એની ચર્ચા છે.

time-read
4 minutos  |
November 25, 2024
ગુજરાતમાં હવે ડૉગ પકડશે દારૂ!
Chitralekha Gujarati

ગુજરાતમાં હવે ડૉગ પકડશે દારૂ!

ચોરી, લૂંટ કે મર્ડરની ઘટનાના આરોપી સુધી પહોંચવા પોલીસજવાનોની સાથે ડૉગ સ્ક્વૉડ જોવા મળે એ કોઈ નવી વાત નથી. દાયકાઓથી પોલીસતંત્ર શ્વાનને એવી તાલીમ આપે છે કે જે ગુનેગારના સગડ મેળવવામાં મદદરૂપ થાય છે. ગુજરાત પોલીસે હવે ડૉગને તાલીમ આપવામાં એક ડગલું આગળ વધીને ક્યાંય દારૂ સંતાડવામાં આવ્યો હોય એ શોધી શકે એ માટે ખાસ બે ‘આલ્કોહોલ ડિટેક્શન ડૉગ’ તૈયાર કર્યા છે.

time-read
3 minutos  |
November 25, 2024
લગ્ન પછી સ્ત્રીએ કેમ નોકરી છોડવી પડે છે?
Chitralekha Gujarati

લગ્ન પછી સ્ત્રીએ કેમ નોકરી છોડવી પડે છે?

આને ‘પરણવાની સજા’ કહો કે બીજું કંઈ, આ છે તો હકીકત અને આંકડા પણ એમ જ બોલે છે.

time-read
3 minutos  |
November 18, 2024
અવગણવા જેવી નથી આ વ્યાધિ
Chitralekha Gujarati

અવગણવા જેવી નથી આ વ્યાધિ

ગર્ભાવસ્થામાં એનિમિયા સ્ત્રી ઉપરાંત ગર્ભસ્થ શિશુના સ્વાસ્થ્ય સામે જોખમ ઊભું થાય એ પહેલાં ચેતી જાવ...

time-read
3 minutos  |
November 18, 2024
મહેમાનો માટે બનાવો ટાફ્ટ બ્સ્ટેિબલ બિરયાની
Chitralekha Gujarati

મહેમાનો માટે બનાવો ટાફ્ટ બ્સ્ટેિબલ બિરયાની

દિવાળીમાં બહારના નાસ્તા અને તેલવાળો ખોરાક ખાઈને કંટાળી ગયા છો?

time-read
2 minutos  |
November 18, 2024