ગુજરાતી તરીકે આપણી છાતી છપ્પનની થઈ જાય એવી ક્ષણ. ચાર ડિસેમ્બરથી એક અઠવાડિયું મુંબઈમાં ફિલ્મ પ્રિઝર્વેશન ઍન્ડ રિસ્ટોરેશન અર્થાત્ દુર્લભ ગણાય એવી ફિલ્મનું જતન અને એનો પુનઃ સંગ્રહ વિશેની કાર્યશાળા યોજાઈ ગઈ. પહેલા જ દિવસે ઐતિહાસિક રિગલ સિનેમામાં ઈતિહાસકાર વીરચંદ ધરમશીનું સમ્માન કર્યું લેખક-દિગ્દર્શક-કવિ ગુલઝાર સાહેબે. તે વખતે ન માત્ર ગુલઝાર સાહેબ, બલકે ત્યાં ઉપસ્થિત ફિલ્મ, ઈતિહાસપ્રેમી ઑડિયન્સે એમને તાળીના ગડગડાટથી વધાવી લીધા. વીરચંદભાઈને એનાયત થયેલું સાઈટેશન કહે છે:
ફૉર હિઝ એક્સ્ટ્રાઑર્ડિનરી ડેડિકેશન ઍન્ડ પૅશન ઍઝ અ સ્કૉલર, રિસર્ચર ઍન્ડ ક્રોનિકલર ઑફ ધ ફ્રેજાઈલ હિસ્ટરી ઑફ ઈન્ડિયા'સ સાઈલન્ટ સિનેમા, ધૅટ વિલ એન્શ્યૉર ધૅટ ફ્યુચર જનરેશન્સ વિલ રિમેમ્બર ધ અર્લી પાયોનિયર્સ ઍન્ડ સ્ટાર્ટ્સ ઑફ ઈન્ડિયા’સ સાઈલન્ટ એરા, ઈવન ધો ધ ફિલ્મ્સ આર લોન્ગ ગોન ઍન્ડ ફરગોટન..
ગુલઝાર દ્વારા 'લાઈફટાઈમ અચીવમેન્ટ એવૉર્ડ’થી સમ્માનિતઃ અમિતાભ બચ્ચને પણ વીરચંદભાઈનાં માતબર કાર્યોને બિરદાવ્યાં.
નવી મુંબઈના નેરુળમાં પ્રખ્યાત ઐય્યપ્પા મંદિરની નજીક આવેલા વીરચંદભાઈના ત્રણેક રૂમના નિવાસસ્થાનમાં એક ખંડ પુસ્તકો, સંદર્ભગ્રંથો, હસ્તપ્રતોને સમર્પિત છે. તમે એમને સમ્માન બદલ મુબારકબાદી આપો તો આ ઓલિયા જેવા ઈતિહાસકારનો પ્રતિભાવઃ
‘જુઓ ભાઈ, આ તો મિડિયા આધિપત્યનો યુગ છે. ગુલઝાર સાહેબ જેવી વ્યક્તિના હાથે એવૉર્ડ મળે, એનો ફોટો રાષ્ટ્રીય કક્ષાનાં અંગ્રેજી અખબારોમાં છપાય, બે-ચાર જણ વાત કરે ને ચર્ચા ચાલે. બાકી, મારું શું ને કેટલું પ્રદાન છે એની કોને શી ખબર? હા, હરખ જરૂર થાય. કોઈ આપણા કામને બિરદાવે એનો જરૂર આનંદ થાય જ.’
Esta historia es de la edición December 26, 2022 de Chitralekha Gujarati.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición December 26, 2022 de Chitralekha Gujarati.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
મન હોય તો માળવે જવાય...અને મેડલ પણ જિતાય.
ઉંમરના છ દાયકા પાર કરી ચૂકેલી આ મહિલાને જીવનમાં કંઈક કરવાનું બાકી હોય એમ લાગ્યા કરતું એટલે એમણે સ્વિમિંગ શીખવાનું શરૂ કર્યું. એટલું જ નહીં, રાજ્ય લેવલે અનેક હરીફાઈમાં ભાગ લઈ વિજયી પણ બન્યાં. એ પછીય કંઈક અધૂરપ લાગતી તો ભરતનાટ્યમ તથા કથક જેવાં ક્લાસિકલ નૃત્ય શીખ્યાં અને એમાં પણ વિશારદ હાંસિલ કરી. એ સાઈકલિંગ કરે, ક્લાસ ચલાવે અને સાથે જીવનથી નિરાશ થયેલી મહિલાઓમાં ઊર્જા ભરવાનું કામ પણ કરે.
અનલિસ્ટેડ સ્ટૉક્સમાં રોકાણ કરવું છે? ...કરવું જોઈએ?
શું તમે જાણો છો, હવે અનલિસ્ટેડ સ્ટૉક્સમાં રોકાણનો ટ્રેન્ડ વધી રહ્યો છે... આવા સ્ટૉક્સમાં રોકાણ કરવાનાં કારણ અને રીત શું હોય છે? આ રોકાણ કરવું જોઈએ ખરું? ચાલો સમજીએ, અનલિસ્ટેડ સ્ટૉક્સની નાની માર્કેટને, જે ધીમે ધીમે મોટી થતી જાય છે.
ટ્રમ્પના વિજયનું ભારત કનેક્શન જાણવા જેવું છે.
રસાકસીની ધારણાવાળી અમેરિકન પ્રમુખપદની ચૂંટણીમાં ભૂતપૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એકતરફી જીત મેળવીને વિશ્વઆખાને સ્તબ્ધ કરી દીધું. ટ્રમ્પના આ ભવ્ય વિજય પાછળ ઘણા ઈન્ડિયન અમેરિકન્સની પણ મહેનત છે. હવે એમના પ્રધાનમંડળમાં ભારતીય કે હિંદુ કનેક્શન્સ ધરાવતા રાજકારણીઓને સ્થાન મળશે કે નહીં એની ચર્ચા છે.
ગુજરાતમાં હવે ડૉગ પકડશે દારૂ!
ચોરી, લૂંટ કે મર્ડરની ઘટનાના આરોપી સુધી પહોંચવા પોલીસજવાનોની સાથે ડૉગ સ્ક્વૉડ જોવા મળે એ કોઈ નવી વાત નથી. દાયકાઓથી પોલીસતંત્ર શ્વાનને એવી તાલીમ આપે છે કે જે ગુનેગારના સગડ મેળવવામાં મદદરૂપ થાય છે. ગુજરાત પોલીસે હવે ડૉગને તાલીમ આપવામાં એક ડગલું આગળ વધીને ક્યાંય દારૂ સંતાડવામાં આવ્યો હોય એ શોધી શકે એ માટે ખાસ બે ‘આલ્કોહોલ ડિટેક્શન ડૉગ’ તૈયાર કર્યા છે.
લગ્ન પછી સ્ત્રીએ કેમ નોકરી છોડવી પડે છે?
આને ‘પરણવાની સજા’ કહો કે બીજું કંઈ, આ છે તો હકીકત અને આંકડા પણ એમ જ બોલે છે.
અવગણવા જેવી નથી આ વ્યાધિ
ગર્ભાવસ્થામાં એનિમિયા સ્ત્રી ઉપરાંત ગર્ભસ્થ શિશુના સ્વાસ્થ્ય સામે જોખમ ઊભું થાય એ પહેલાં ચેતી જાવ...
મહેમાનો માટે બનાવો ટાફ્ટ બ્સ્ટેિબલ બિરયાની
દિવાળીમાં બહારના નાસ્તા અને તેલવાળો ખોરાક ખાઈને કંટાળી ગયા છો?
પોતાના ઘરમાં જ નહીં, અન્ય હિલાનાં જીવનમાં પણ ફેલાવી... સફળતાની મીઠાશ!
સ્વભાવે અંતર્મુખી એ મહિલા ઈન્ટિરિયર ડિઝાઈનર તો બની, પરંતુ લોકોનાં ઘરને સજાવવાને બદલે ઘરેથી રસોઈકળાથી નાની સ્ટાર્ટ-અપ કંપની શરૂ કરી અન્ય મહિલાનાં જીવન સજાવ્યાં. આ અમદાવાદી માનુનીની ચૉકલેટ્સનો સ્વાદ દેશ-વિદેશની દાઢે વળગ્યો છે.
વીરપુરથી કોચી સુધી જલારામજયંતીની ધૂમ
ખાસ્સી ગુજરાતી વસતિ ધરાવતા કોચીના ‘મિની હરિદ્વાર' સમા મટનચેરી વિસ્તારનું જલારામ ધામ.
હાથી આપણો મિત્ર છે, આપણેય એના સાથી બનવું પડશે...
વનવગડામાં પણ માણસજાતનો કોઈ એક દોસ્ત વસતો હોય તો એ છે ગજરાજ. જંગલી જીવોમાં સૌથી વધુ સમજદાર અને સૌથી વધુ સંવેદનશીલ એવા હાથીભાઈ સાથે માણસોનો નાતો આમ તો બહુ જૂનો છે, આપણે હાથીની પૂજા પણ કરીએ છીએ, પરંતુ હમણાં હમણાં હાથી અને માનવ વચ્ચે ઘર્ષણના અનેક કિસ્સા બની રહ્યા છે.