કોરોનામાંથી હેમખેમ બચી નીકળ્યા પછી મુંબઈસ્થિત બિઝનેસમૅન સર્વેશ પ્રતાપસિંહનું સુગર લેવલ વધી ગયું હતું. આહારને જ ઔષધ માનતા સર્વેશજીએ ધરાર દવા ન લીધી. ઘઉં-ચોખાને રામરામ કરીને એ મિલેટ્સ એટલે કે બરછટ અનાજ તરફ વળી ગયા. એમણે કોઠો અને કુટકી નામે ઓળખાતાં ધાન્યમાંથી બનતી વાનગીઓથી રોજની થાળી ભરી દીધી. થોડા દિવસમાં જ એમનું સુગર લેવલ નિયંત્રણમાં આવી ગયું.
આવો જ અનુભવ મુંબઈની યુવાન ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કિંજલ જૈનનો પણ છે. કિંજલને ત્રણેક વર્ષ પહેલાં અચાનક ધ્યાનમાં આવ્યું કે એનું શરીર ગ્લુટેન ઈન્ટોલરન્ટ છે. (ગ્લુટેન એ એક પ્રકારનું પ્રોટીન છે, જે વિશેષતઃ ઘઉંમાં હોય છે.) ટૂંકમાં, કિંજલ ઘઉંની એલર્જી ધરાવે છે. આવી એલર્જી ધરાવતી વ્યક્તિ ઘઉંમાંથી બનતી વાનગી ખાય ત્યારે એમને અનેક પ્રકારની શારીરિક તકલીફ થાય છે. કિંજલે સોશિયલ મિડિયા પર ખાંખાંખોળા કર્યા તો વીટ ઈન્ટોલરન્ટ હોય એવા લોકોનાં ગ્રુપ બન્યાં હતાં. એમના મારફત જાણકારી મળી કે ઘઉંના વિકલ્પ તરીકે મિલેટ્સ ખાવાં જોઈએ. પિઝા ઝાપટીને ઊછરેલી કિંજલે છેવટે એની મમ્મી-નાની પાસે મિલેટ્સની જાત-ભાતની વાનગી બનાવતાં શીખીને એને આહારમાં સ્થાન આપ્યું ને થોડા દિવસમાં એની તકલીફ અલોપ.
સર્વેશ અને કિંજલની જેમ હજારો-લાખો ભારતીયો આજે જુવાર, બાજરો, રાગી, સામો, કુટકી જેવાં જાડાં ધાનનાં ગુણગાન ગાતાં થાકતાં નથી. આનું કારણ એ કે ઘઉં-ચોખાની તુલનામાં મિલેટ્સમાં પ્રોટીન, કૅલ્શિયમ અને ફાઈબર ઉપરાંત કેટલાંય પોષક તત્ત્વો હોય છે. વળી, એમાં પ્રિઝર્વેટિવ્સ પણ નથી હોતાં. એટલે જ મિલેટ્સના ઔષધિય ગણોનો પરિચય કરાવવા માટે ભારત સરકારે તાજેતરમાં વિદેશી રાજપુરુષો માટે ખાસ મિલેટ્સ લંચનું આયોજન કર્યું હતું. એ ઉપરાંત, સરકારી વેબસાઈટ પર મિલેટ્સના પ્રચાર-પ્રસારમાં લોકસહભાગ મેળવવા જાત-ભાતની ઈનામી સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. તમે મિલેટ્સ વિશેની ડોક્યુમેન્ટરી બનાવવાથી લઈને રૅસિપી શૅર કરવાની હરીફાઈમાં ભાગ લઈ શકો છો. વડા પ્રધાન નરેન્દ્ર મોદીનાં હમણાંનાં ભાષણોમાં મિલેટ્સનું ગુણગૌરવ સતત થતું હોવાથી આ મિશન મિલેટ્સને સરકાર કેટલું વધારે મહત્ત્વ આપી રહી છે એ જણાઈ આવે છે.
Esta historia es de la edición January 02, 2023 de Chitralekha Gujarati.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición January 02, 2023 de Chitralekha Gujarati.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
જસ્ટ એક મિનિટ...
ભાગે આપણે બીજાના કાર્યને બિરદાવવામાં કંજૂસાઈ કરીએ છીએ, પણ કોઈના કાર્યમાંથી ખોડખાંપણ શોધવામાં માઈક્રોસ્કોપ લઈને હોંશે હોંશે પાછળ પડી જઈએ છીએ.
મહારાષ્ટ્રના મહાયુદ્ધમાં જીતે કોઈ પણ, મતદારો હારશે!
આપણે બીજાના કાર્યને બિરદાવવામાં કંજૂસાઈ કરીએ છીએ, પણ કોઈના કાર્યમાંથી ખોડખાંપણ શોધવામાં માઈક્રોસ્કોપ લઈને હોંશે હોંશે પાછળ પડી જઈએ છીએ.
પપ્પા, તમે તો કાંઈ બોલતા જ નહીં...
પુત્ર તાડૂકીને બોલ્યો, ‘ચૂપ રહો, પપ્પા તમે’ તે દિવસથી બાપનાં પારોઠ પગલાં થઈ ગયાં જીવ માફક જાળવીને જેમનું કીધું જતન એ જ વ્હાલાની નજરમાં સાવ દવલાં થઈ ગયા.
મન હોય તો માળવે જવાય...અને મેડલ પણ જિતાય.
ઉંમરના છ દાયકા પાર કરી ચૂકેલી આ મહિલાને જીવનમાં કંઈક કરવાનું બાકી હોય એમ લાગ્યા કરતું એટલે એમણે સ્વિમિંગ શીખવાનું શરૂ કર્યું. એટલું જ નહીં, રાજ્ય લેવલે અનેક હરીફાઈમાં ભાગ લઈ વિજયી પણ બન્યાં. એ પછીય કંઈક અધૂરપ લાગતી તો ભરતનાટ્યમ તથા કથક જેવાં ક્લાસિકલ નૃત્ય શીખ્યાં અને એમાં પણ વિશારદ હાંસિલ કરી. એ સાઈકલિંગ કરે, ક્લાસ ચલાવે અને સાથે જીવનથી નિરાશ થયેલી મહિલાઓમાં ઊર્જા ભરવાનું કામ પણ કરે.
અનલિસ્ટેડ સ્ટૉક્સમાં રોકાણ કરવું છે? ...કરવું જોઈએ?
શું તમે જાણો છો, હવે અનલિસ્ટેડ સ્ટૉક્સમાં રોકાણનો ટ્રેન્ડ વધી રહ્યો છે... આવા સ્ટૉક્સમાં રોકાણ કરવાનાં કારણ અને રીત શું હોય છે? આ રોકાણ કરવું જોઈએ ખરું? ચાલો સમજીએ, અનલિસ્ટેડ સ્ટૉક્સની નાની માર્કેટને, જે ધીમે ધીમે મોટી થતી જાય છે.
ટ્રમ્પના વિજયનું ભારત કનેક્શન જાણવા જેવું છે.
રસાકસીની ધારણાવાળી અમેરિકન પ્રમુખપદની ચૂંટણીમાં ભૂતપૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એકતરફી જીત મેળવીને વિશ્વઆખાને સ્તબ્ધ કરી દીધું. ટ્રમ્પના આ ભવ્ય વિજય પાછળ ઘણા ઈન્ડિયન અમેરિકન્સની પણ મહેનત છે. હવે એમના પ્રધાનમંડળમાં ભારતીય કે હિંદુ કનેક્શન્સ ધરાવતા રાજકારણીઓને સ્થાન મળશે કે નહીં એની ચર્ચા છે.
ગુજરાતમાં હવે ડૉગ પકડશે દારૂ!
ચોરી, લૂંટ કે મર્ડરની ઘટનાના આરોપી સુધી પહોંચવા પોલીસજવાનોની સાથે ડૉગ સ્ક્વૉડ જોવા મળે એ કોઈ નવી વાત નથી. દાયકાઓથી પોલીસતંત્ર શ્વાનને એવી તાલીમ આપે છે કે જે ગુનેગારના સગડ મેળવવામાં મદદરૂપ થાય છે. ગુજરાત પોલીસે હવે ડૉગને તાલીમ આપવામાં એક ડગલું આગળ વધીને ક્યાંય દારૂ સંતાડવામાં આવ્યો હોય એ શોધી શકે એ માટે ખાસ બે ‘આલ્કોહોલ ડિટેક્શન ડૉગ’ તૈયાર કર્યા છે.
લગ્ન પછી સ્ત્રીએ કેમ નોકરી છોડવી પડે છે?
આને ‘પરણવાની સજા’ કહો કે બીજું કંઈ, આ છે તો હકીકત અને આંકડા પણ એમ જ બોલે છે.
અવગણવા જેવી નથી આ વ્યાધિ
ગર્ભાવસ્થામાં એનિમિયા સ્ત્રી ઉપરાંત ગર્ભસ્થ શિશુના સ્વાસ્થ્ય સામે જોખમ ઊભું થાય એ પહેલાં ચેતી જાવ...
મહેમાનો માટે બનાવો ટાફ્ટ બ્સ્ટેિબલ બિરયાની
દિવાળીમાં બહારના નાસ્તા અને તેલવાળો ખોરાક ખાઈને કંટાળી ગયા છો?